Home Blog Page 1073

ભલે ગિલના શિરે ઓરેન્જ કેપ હોઈ ! પણ કોહલીનો આ રેકોર્ડ તોડવો હજુ પણ અઘરો

0

Even if Gill’s head has an orange cap

  • Shubman Gill Orange Cap : ગુજરાત ટાઈટન્સના સ્ટાર બેટ્સમેન ગિલે શુક્રવારે રાત્રે ક્વોલિફાયર-૨માં મુંબઈ ઈન્ડિયન્સ સામે ૧૨૯ રનોની શાનદાર ઈનિંગ રમી. આ ઈનિંગના દમ પર આ સીઝનમાં સૌથી વધારે રમ બનાવનાર બેટસમેન પણ બની ગયા.

ગુજરાત ટાઈટન્સના (Gujarat Titans) સ્ટાર બેટસમેન શુભમન ગિલ (Shubman Gill) હાલ આ સમયે ગજબનો ફોર્મ પકડીને ચાલી રહ્યા છે. શુક્રવારે રાત્રે ક્વોલિફાયર-૨માં ૫ વારની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના (Mumbai Indians) વિરૂદ્ધ ૧૨૯ રનોની શાનદાર ઈનિંગ રમી તેણે સીઝનની ત્રીજી સેન્ચુરી મારી. તેની સાથે જ તે IPL 2023માં પણ સૌથી વધારે રન બનાવનાર બેટસમેન બન્યા.

તેમણે RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસી (Captain Faf Duplessis) પાસે આ મેચ ઈનિંગ બાદ ઓરેન્જ કેપ છીનવી લીધી છે. ગિલના નામે હવે સીઝન-૧૬માં ૮૫૧ રન થઈ ગયા છે. તેમના બેટથી આ રન ૧૬ ઈનિંગમા ૬૦.૭૯ની સરેરાશ અને ૧૫૬.૪૩ના સ્ટ્રાઈક રેટથી નિકળ્યા. હવે ગિલની નજર વિરાટ કોહલીના ‘૯૦૦ ક્લબ’માં શામેલ થવા પર રહેશે.

વિરાટના નામે છે આ રેકોર્ડ :

IPLના ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના નામે છે. કિંગ કોહલીના બેટથી તે સીઝનમાં કુલ ૯૮૩ રન નિકળ્યા હતા જેમાં ૪ સેન્ચુરી સામેલ હતી.

આ પણ વાંચો :-

અમૂલ હવે ગુજરાતીઓની ફેવરિટ ખાટી છાશ વેચશે, કચ્છમાં લોન્ચ થયું પાઉચ

0

Amul will now sell Gujarati

  • Amul Buttermilk : કચ્છના સરહદ ડેરી દ્વારા લોન્ચ કરાયું ખાટી છાશનું પાઉચ. આજે ૨૭ મેથી આ ખાટી છાશ માર્કેટમાં વેચાવાની શરૂઆત કરાશે.

છાશ (Buttermilk) વગર ગુજરાતીઓનું ભોજન અધૂરુ છે. એવુ કહેવાય છે કે છાશ (Buttermilk) ન પીઓ ત્યા સુધી ગુજરાતીઓને ઓઢકાર ન આવે. ગુજરાતીઓને ખાટી છાશ વધુ ભાવે છે. આ માટે અનેક ગુજરાતી પરિવારોમાં રાતે દહી જમાવવા મૂકવામા આવે છે. પરંતુ વ્યસ્ત જીવનશૈલીમાં મહિલાઓ અનેકવાર રાતે દહી મેળવવાનુ ભૂલી જાય છે.

ત્યારે ગૃહિણીઓને આ ઝંઝટમાંથી મુક્તિ અપાવવા માટે માર્કેટમાં ખાટી છાશ ડાયરેક્ટ વેચાવા મૂકાનાર છે. અમૂલ હવે માર્કેટમાં ખાટી છાશ વેચશે. જે માત્ર ૧૦ રૂપિયામાં મળી રહેશે. પ્રથમ તબક્કામાં કચ્છમાં ખાટી છાશ લોન્ચ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આખા દેશમાં ખાટી છાશ વેચાતી થઈ જશે.

કચ્છ જિલ્લાની કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની સરહદ ડેરી દ્વારા ખાટી છાશ લોન્ચ કરવામાં આવી છે. અમૂલ ખાટી છાસનું સરહદ ડેરીના ચાંદરાણી પ્લાન્ટ ખાતે અમૂલ બ્રાન્ડ અંતર્ગત ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. આ ખાટી છાશ હવે કચ્છના બજારમાં મળતી થઈ જશે.

કારણ કે કચ્છ જિલ્લાના લોકોમાં ખાટી છાશ પીવાનું પ્રમાણ સૌથી વધુ છે. તેથી અમૂલ બ્રાન્ડ દ્વારા સૌપ્રથમ કચ્છથી શરૂઆત કરવામા આવી છે. તેના બાદ ધીમે ધીમે ગુજરાતના અન્ય જિલ્લા અને બાદમાં ભારતભરમાં આ ખાટી છાશનુ વેચાણ શરૂ કરવામા આવશે.

શું ભાવે મળશે ખાટી છાશ :

અમૂલ ફેડરેશનના વાઈસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે, ખાટી છાશ દૂધની જેમ પાઉચમાં મળશે. ૪૦૦ એમએલ પાઉચ ૧૦ રૂપિયામાં મળશે. આજે ૨૭ મેથી આ ખાટી છાશ માર્કેટમાં વેચાવાની શરૂઆત કરાશે.

આ પણ વાંચો :-

આઈપીએલ મેચ બાદ અંબાણી પરિવારના વહુ નીતા અંબાણી પહોંચ્યા ગાંધીનગર

0

Nita Ambani

  • Nita Ambani In Gandhinagar : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળ્યા બાદ નીતા અંબાણી ગાંધીનગરના કોટેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા હતા.

હાલ ગુજરાતમાં આઈપીએલની (IPL) ફાઈનલ માટે મુકાબલા ચાલી રહ્યાં છે ત્યારે અંબાણી પરિવારના વહુ નીતા અંબાણી હાલ ગુજરાતમાં છે. પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો ઉત્સાહ વધારવાની સાથે તેઓ ગાંધીનગરના એક મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. નીતા અંબાણીએ ગાંધીનગરના (Gandhinagar) કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. ગાંધીનગરના કોટેશ્વર ગામમાં કોટેશ્વર મહાદેવ મંદિર (Koteswar Mahadev Temple) આવેલું છે. અમદાવાદ ખાતેની મેચની એક ઈનિંગ્સ જોયા બાદ કોટેશ્વર મંદિર દર્શન માટે નીતા અંબાણી પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2023 નો સેમિફાઈનલનો રોમાંચક મુકાબલો ખેલાયો હતો. બીજી ક્વોલિફાયર મેચમાં પ્રથમ બેટિંગ કરી ગુજરાત ટાઈટન્સે રનો ખડકલો કર્યો હતો. જ્યા પહોંચતા મુંબઈને મોઢે ફિણ આવી ગયા હતા અને ગુજરાતે જીત પોતાને નામ કરી હતી.

ગુજરાતે 62 રન સાથે જબરદસ્ત જીત હાંસલ કરી ફાઈનલમાં પોતાની સીટ પાકી કરી લીધી હતી. મુંબઈને 234 નો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈ માત્ર જેમાં શુભમન ગિલે રીતસરની તોફાની બેટિંગ કરી 49 બોલમાં તોફાની સદી ફટકારી જેટલા રનનો પહાડ સર્જ્યો હતો.

આ મેચ બાદ નીતા અંબાણી કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શને પહોંચ્યા હતા. જ્યાં તેઓએ શ્રદ્ધાથી માથુ ટેકવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર ભક્તિભાવ સાથે જોડાયેલો પરિવાર છે.પરિવારના કોઈને કોઈ સદસ્યો સમયાંતરે ભારતના અનેક મંદિરોના દર્શન કરતા દેખાય છે.

આ પણ વાંચો :-

Brezza થી પણ ઓછી કિંમતમાં બજારમાં બુમ પડાવે છે આ SUV

This SUV is booming

  • Safest SUV : સબ-4 મીટર SUV એ SUV સેગમેન્ટમાં સૌથી વધુ વેચાય છે. Maruti Suzuki Brezza, Tata Nexon, Kia Sonnet અને Hyundai Venue જેવા વાહનો આ સેગમેન્ટમાં આવે છે. આમાં Tata Nexon અને Maruti Brezza સૌથી વધુ વેચાય છે.

સબ-4 મીટર SUV એ SUV સેગમેન્ટમાં સૌથી વધુ વેચાય છે. Maruti Suzuki Brezza, Tata Nexon, Kia Sonnet અને Hyundai Venue જેવા વાહનો આ સેગમેન્ટમાં આવે છે. આમાં Tata Nexon અને Maruti Brezza સૌથી વધુ વેચાય છે. પરંતુ ટાટા નેક્સોન સેફ્ટી રેટિંગની દ્રષ્ટિએ આગળ છે. તેને ગ્લોબલ NCAP દ્વારા 5 સ્ટાર સેફ્ટી રેટિંગ આપવામાં આવ્યું છે જ્યારે નવી મારુતિ બ્રેઝા (ફેસલિફ્ટ વર્ઝન જે 2022માં આવ્યું હતું) હજુ સુધી ગ્લોબલ NCAP દ્વારા ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યું નથી.

જોકે, જૂની બ્રેઝાને 4 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. એપ્રિલ મહિનામાં લોકોએ બ્રેઝા કરતાં વધુ નેક્સોનની ખરીદી કરી છે. Nexon ની શરૂઆતની કિંમત પણ Brezza કરતા ઓછી છે. તમને જણાવી દઈએ કે મારુતિ બ્રેઝાની કિંમત 8.29 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ટાટા નેક્સન વિશે વાત કરીએ.

ટાટા નેક્સન વિશે :

Nexonની કિંમતની (એક્સ-શોરૂમ) રેન્જ રૂ. 7.80 લાખથી રૂ. 14.35 લાખ વચ્ચે છે. તેની રેડ ડાર્ક એડિશન પણ આવે છે. જેની કિંમત 12.35 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. આ 5 સીટર SUVની બૂટ સ્પેસ 350 લિટર છે. એન્જિન સ્પેસિફિકેશનની વાત કરીએ તો Nexonને પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પો મળે છે. તેનું 1.2-લિટર, 3-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન ખૂબ શક્તિશાળી છે, તે 120PS/170Nm જનરેટ કરે છે. જ્યારે, 1.5-લિટર, 4-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન 115PS/260Nm આઉટપુટ કરે છે.

બંને એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે. તેમાં એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે, 7.0-ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રેઇન-સેન્સિંગ વાઇપર્સ, ઓટો એસી, ક્રુઝ કંટ્રોલ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, રીઅર એસી વેન્ટ્સ, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, રીઅર પાર્કિંગ સેન્સર્સ, ઇબીડી સાથે ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ઈએસપી) મળે છે. ABS અને ISOFIX ચાઈલ્ડ સીટ એન્કર જેવી સુવિધાઓ પણ છે.

આ પણ વાંચો :-

૨૬ મે / વિરોધીઓથી સાવધાન, ખોટા ખર્ચાથી સંભાળવું, આ રાશિના જાતકો શનિવાર સંભાળી લેજો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

May 26 / Beware of opponents

મેષઃ
આત્મવિશ્વાસ વધતો જણાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં આનંદ. રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાય.

વૃષભઃ
સ્વભાવમાં લાગણીશીલતા વધે. આવક વધે, સાથે સાથે મોજશોખમાં ખર્ચ વધે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વિદ્યાર્થી મિત્રો માટે શુભ. કરેલા રોકાણો ફળદાયી નીવડે.

મિથુનઃ
આર્થિક બાબતો અંગે શુભ દિવસ. નાના ભાઈ બહેનોની પ્રગતિથી આનંદ. પરિવારમાં સભ્યોની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્કઃ
માનસિક સ્થિરતા જળવાય. આવકનું પ્રમાણ વધે. યોગ્ય નિર્ણય લેવાને કારણે કાર્યક્ષેત્રે સફળતા મળે. આર્થિક રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનસાથી સાથે ગુસ્સો ટાળવો.

સિંહઃ
મનની ચંચળતા વધે. મિત્રોનો સાથ સહકાર મળે. મિત્રવર્તુળમાં વધારો થાય. નાણાંકીય બાબતોમાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થતો જણાય. વાહન ચલાવવામાં અકસ્માતની શક્યતા છે આથી સાવધાની જરૂરી.

કન્યાઃ
આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. અગત્યના નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી રાખવી હિતાવહ. માથાના દુઃખાવાની શક્યતા છે. આધાત્મિક ક્ષેત્રે રસ વધે.

તુલાઃ
વધુ મહેનતે ઓછો લાભ મળતો જણાય. આળસ વધારે રહે. કુટુંબમાં શાંતિભર્યું વાતાવરણ જળવાય. શેરસટ્ટામાં લાભ. પિતાની તબિયત સાચવવી. ધંધામાં સાવધાનીથી કામ લેવું. આરોગ્ય સંબંધી ચિંતા ઓછી થાય.

વૃશ્ચિકઃ
નોકરીમાં ઉપરી અધિકારી તરફથી પ્રશંસા થાય. નવા ધંધાનું આયોજન તથા ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઈ શકાય. યાત્રા-પ્રવાસમાં કાળજી રાખવી. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એની કાળજી રાખવી.

ધનઃ
ભાગ્યનો સાથ મળતા ઓછી મહેનતે સફળતા મળે.  પ્રતિષ્ઠામાં વધારો થાય. સંતાન તરફથી સારા સમચારા મળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ.

મકરઃ
નાણાંકીય ક્ષેત્રે નુકસાનીની શક્યતા છે. આવક ઘટે. પરિવારમાં તણાવભર્યું વાતાવરણ રહે. જીવનસાથી સાથે શાંતિથી કામ લેવું. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. શરદી-ખાંસી-કફની સમસ્યા રહે.

કુંભઃ
દામ્પત્ય ક્ષેત્રે આનંદભર્યો દિવસ. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. નિર્ણય શક્તિમાં વધારો થતો જણાય. હયાત રોકાણોથી ફાયદો તથા નવા રોકાણ યોગ્ય રીતે કરી શકાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.

મીનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. દૃઢ નિર્ણય શક્તિથી અગત્યના કાર્યોમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. જ્યોતિષ, કર્મકાંડ, એક્સપોર્ટ, ઈમ્પોર્ટના ધંધામાં વિશેષ લાભ.

આ પણ વાંચો :-

ગુજરાતમાં બે દિવસ બાદ વરસાદની આગાહી, શું IPLની ફાઈનલ બગાડશે ?

0

Rain forecast  

  • ગુજરાતનું અમદાવાદ ગુરુવારે સૌથી ગરમ શહેર હતું. અમદાવાદમાં આગામી બે-ત્રણ દિવસમાં વાતાવરણ ગરમ રહેવાની સંભાવના છે. ૨૮ મે પછી અહીં વરસાદ પડી શકે છે. ત્યારબાદ લોકોને સૂર્યપ્રકાશ અને ગરમીથી રાહત મળશે.

ગુજરાતના (Gujarat) અમદાવાદમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. મહત્તમ તાપમાન પાંચ દિવસ પછી ૪૩ ડિગ્રી સેલ્સિયસને વટાવીને ૪૩.૪ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું. તાપમાન સામાન્ય કરતા ૧.૭ ડિગ્રી વધુ હતું. એટલું જ નહીં, અમદાવાદ (Ahmedabad) ગુજરાતનું સૌથી ગરમ શહેર પણ રહ્યું. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ૦.૯ ડિગ્રી વધુ ૨૮.૫ ડિગ્રી નોંધાયું હતું. IMDની આગાહી અનુસાર શુક્રવારે મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

દયાભાભી પર માં ‘લક્ષ્મી’ના છે ચાર હાથ, એક્ટિંગથી દુર છે છતાં પણ કમાણી છે લાખોમાં

‘Lakshmi’ has four hands  

  • દયાબેન એટલે દીશા વાકાણીને લોકો આજે પણ ભૂલ્યા નથી. હાલમાં તારક મહેતાના ઉલટા ચશ્માના અસિત મોદી વિવાદમાં સપડાયા છે. તારક મહેતા છોડ્યા બાદ ઘણાએ બળાપો કાઢ્યો છે પણ આ શો બાબતે દીશા વાકાણી ક્યારેય એક શબ્દ બોલી નથી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ (Tarak Mehta Ka Ulta Chashma) એ ટીવી પરનો સૌથી લોકપ્રિય શો છે. આ શો છેલ્લા 15 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ના દરેક પાત્રે દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. પરંતુ આ શોમાં ‘જેઠાલાલ’ (Jethalal) અને ‘દયાબેનની (Dayaben) ભૂમિકા ભજવનાર અભિનેતા દિલીપ જોશી (Dilip Joshi) અને દિશા વાકાણીએ (Disha Vakani) સૌથી વધુ લોકપ્રિયતા મેળવી છે.

દિશા વાકાણીનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમણે ફિલ્મી કરિયરની શરૂઆત ગુજરાતી થિયેટરથી કરી હતી દિશાએ તેમની કરિયરની શરૂઆત 1997થી કરી હતી. તેમની ડેબ્યૂ ફિલ્મ કમસિન:ધ અનટચ્ડ હતી. તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘારાવાહિક પહેલા ખીચડી, આહટ, રેશમ ડંક સહિતની અનેક સિરિયલમાં કામ કર્યું. તે માત્ર એક આલિશાન ઘરની જ માલિકન જ નહીં. પરંતુ તેની પાસે ઘણી મોટી અને શાનદાર કાર પણ છે. તેના કાર કલેક્શનમાં બીએમડબલ્યુથી લઈને મર્સિડીઝ જેવી કાર સામેલ છે. તેના પતિ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.

tmkoc_landscape_thumbnail_ep1005.jpg

‘જેઠાલાલ’ના પાત્રમાં જોવા મળેલા દિલીપ જોશી હજુ પણ આ શોનો એક ભાગ છે. જ્યારે ‘દયાબેન’ ઉર્ફે દિશા વાકાણીએ શો છોડ્યાને 5 વર્ષ થઈ ગયા છે. દિશા વાકાણીએ 9 વર્ષ સુધી ‘દયાબેન‘ બનીને દર્શકોના દિલ પર રાજ કર્યું. ભલે આ અભિનેત્રી છેલ્લા 5 વર્ષથી પડદાથી દૂર છે, પરંતુ આજે પણ દર્શકો તેને ભૂલી શક્યા નથી. કદાચ આ જ કારણ છે કે 5 વર્ષ પછી પણ ‘દયાબેન’ને શોમાં રિપ્લેસ કરવામાં આવી નથી. શોના નિર્માતાથી લઈને દર્શકો હજુ પણ દિશાની ‘દયાબેન’ તરીકે પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.

દિશા વાકાણી ભલે વર્ષોથી ટીવીથી દૂર હોય. પરંતુ આજે પણ આ અભિનેત્રી ટીવીની સૌથી સફળ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. આ સાથે દિશા કરોડોની માલકિન પણ છે. 9 વર્ષ સુધી મુખ્ય ભૂમિકા ભજવનાર દિશા વાકાણી ટીવીની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ના દરેક એપિસોડ માટે દિશા લગભગ 1.5 લાખ રૂપિયા ચાર્જ કરતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરોડોની પ્રોપર્ટીની માલકિન છે દિશા – દિશા વાકાણીની નેટવર્થની વાત કરીએ તો તે લગભગ 37 કરોડ રૂપિયા છે. દિશાએ આ પ્રોપર્ટી ફિલ્મો, જાહેરાતો અને અન્ય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટસ બનાવી છે.

દિશા વાકાણીએ વર્ષ 2015માં મયુર પાડિયા સાથે લગ્ન કર્યા હતા. 2017માં દિશાએ મેટરનિટી લીવ લીધી હતી, જેના પછી તે આજ સુધી શોમાં પાછી આવી નથી. તમને જણાવી દઈએ કે દિશાએ 2017માં પુત્રીને જન્મ આપ્યો હતો અને ગયા વર્ષે આ અભિનેત્રી એક પુત્રની માતા પણ બની છે. દિશા વાકાણીએ હિન્દી ફિલ્મમાં પણ નાના-મોટા રોલ કર્યો છે. જે ફિલ્મોમાં તેનો બહુ નાનો રોલ હતો. દીશા ઘણી ફેમસ એક્ટર છે અને હાલમાં પોતાની ગૃહસ્થી સંભાળી રહી છે.

આ પણ વાંચો :-

New Parliament Building : મધ્ય પ્રદેશના આ મંદિરની ડિઝાઈન પરથી તૈયાર કરાયું છે નવું સંસદ ભવન, જુઓ તસવીરો

0

New Parliament Building 

  • સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલી ભારતની નવી સંસદનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે તેમાં મધ્યપ્રદેશના એક મંદિરની ઝલક જોવા મળી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રોજેક્ટની ડિઝાઈન વિદિશાના વિજય મંદિરને જોઈને કરવામાં આવી છે.

નવા સંસદ ભવનનું નિર્માણ મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) આવેલાં પ્રસિદ્ધ મંદિર પરથી કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના મુરૈના ચૌસઠ યોગિની મંદિરની (Chausat Yogini Temple) આબેહૂબ ડિઝાઈન અને તેની તર્જ પર જ સંસદ ભવનનું નિર્માણ કરાયું છે.આ મંદિર મધ્યપ્રદેશના (Madhya Pradesh) વિદિશામાં આવેલું છે. ઈતિહાસકારોના મતે વિજય મંદિરની (Victory Temple) ગણના દેશના સૌથી મોટા મંદિરોમાં થાય છે. આક્રમણકારો દ્વારા તેને ઘણી વખત લૂંટવામાં આવી છે.

વિજય મંદિરના ઊંચા પાયાને જોતા તેનું કદ અને સંસદનો આકાર સમાન છે. અહીં તમે નવી સંસદ ભવનનો પ્રોજેક્ટ અને મંદિરની તસવીર જોઈને ખ્યાલ મેળવી શકો છો.

વિજય મંદિર અનેક વખત તોડવામાં આવ્યું છે અને લૂંટાઈ ચૂક્યું છે. આ મંદિર મોહમ્મદ ઘોરીના ગુલામ અલ્તમશથી લઈને ઔરંગઝેબ જેવા ક્રૂર શાસકોનો શિકાર બન્યું છે. પરંતુ તેનું નિર્માણ પણ વારંવાર થયું હતું. વિજય મંદિરની પાછળ ચાર મિનારા દેખાય છે. જે મસ્જિદના રૂપમાં બનાવવામાં આવ્યા હતા.

વિજય મંદિર અનેક વખત તોડવામાં આવ્યું છે અને લૂંટાઈ ચૂક્યું છે. આ મંદિર મોહમ્મદ ઘોરીના ગુલામ અલ્તમશથી લઈને ઔરંગઝેબ જેવા ક્રૂર શાસકોનો શિકાર બન્યું છે. પરંતુ તેનું નિર્માણ પણ વારંવાર થયું હતું. વિજય મંદિરની પાછળ ચાર મિનારા દેખાય છે. જે મસ્જિદના રૂપમાં બનાવવામાં આવ્યા હતા.

મંદિરનું વિજય મંદિર નિર્માણ ચાલુક્યવંશી રાજાએ વિદિશા વિજયને સ્થાયી બનાવવા માટે અહીં ભેલીસ્વામીન (સૂર્ય)નું મંદિર બનાવ્યું હતું. ૧૦મી અને ૧૧મી સદીમાં પરમાર કાળ દરમિયાન પરમાર રાજાઓ દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. મુઘલ શાસક ઔરંગઝેબે આ મંદિરને તોડી પાડ્યું હતું. આ પછી મઠ રાજાઓએ તેનું નિર્માણ કરાવ્યું હતું.

દેશની વર્તમાન સંસદની ઈમારતની ડિઝાઈન પણ મધ્યપ્રદેશના મોરેનામાં આવેલા ચૌસથ યોગિની મંદિર જેવી જ છે. જેનું નિર્માણ બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે નવા સંસદ ભવનનું નિર્માણ પણ મધ્યપ્રદેશના વિજય મંદિર જેવું જ છે. એટલે કે ભારતની સૌથી શક્તિશાળી ઈમારતનો ઈતિહાસ આઝાદી પહેલા મધ્યપ્રદેશ સાથે જોડાયેલો છે અને આગળ પણ જોડાયેલ રહેશે.

આ પણ વાંચો :-

શું સ્માર્ટફોનની પણ expiry date હોય છે ? તમારે નવો ફોન ક્યારે ખરીદવો જોઈએ ?

Does the smartphone 

  • Expiry Date Of Smartphone : માર્કેટમાંથી ખરીદેલી કોઈપણ વસ્તુની એક્સપાયરી ડેટ હોય છે એટલે કે થોડા સમય પછી તેનો ઉપયોગ કરી શકાતો નથી.

સ્માર્ટફોન (Smartphone) આજે આપણા જીવનનો ખુબ જ જરૂરી ભાગ બની ગયો છે. આજે સ્માર્ટફોનનો ઉપયોગ માત્ર કોલ કરવા માટે જ નહીં પરંતુ ફોટો શેર કરવા ખાવાનો ઓર્ડર આપવા અને ટિકિટ બુક કરાવવા માટે પણ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તમારે જાણવું જ જોઈએ કે તમારા સ્માર્ટફોનની એક્સપાયરી ડેટ (Expiry Date Of Smartphone) શું છે અને તમારે નવો સ્માર્ટફોન ક્યારે ખરીદવો જોઈએ.

એક્સપાયરી ડેટ શું છે? જ્યાં સુધી સ્માર્ટફોનનો સવાલ છે. તમે ભલે ગમે તેટલો ઉપયોગ કરો. તે એક્સપાયર થતો નથી. વાસ્તવમાં સ્માર્ટફોનની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. પરંતુ કેટલાક એવા કારણો છે જેના કારણે સ્માર્ટફોન ખરાબ થઈ જાય છે પછી ભલે તમે તેનો એક દિવસ પણ સારી રીતે ઉપયોગ ન કર્યો હોય.

સ્માર્ટફોનની લાઈફ કેટલી હોય છે? જો તમે બ્રાન્ડેડ કંપનીના સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તે તમને ઘણી મુશ્કેલી વિના દાયકાઓ સુધી સાથ આપશે. જો કે સ્માર્ટફોન બનાવતી કંપનીઓ હોંશિયાર બની ગઈ છે. આજકાલ કંપનીઓ ૨-૩ વર્ષ પછી સ્માર્ટફોનમાં સોફ્ટવેર અપડેટ આપવાનું બંધ કરી દે છે. કંપનીઓ બે-ત્રણ વર્ષ પછી એસેસરીઝ બનાવવાનું પણ બંધ કરી દે છે.

સ્માર્ટફોન ક્યારે બદલવો જોઈએ? વાસ્તવમાં તે તમારા પર નિર્ભર છે કે તમે ક્યારે તમારો સ્માર્ટફોન બદલવા માંગો છો. ઘણા લોકો સ્માર્ટફોન બદલી નાખે છે અને ૩ થી ૪ મહિનામાં માર્કેટમાં આવેલ નવો સ્માર્ટફોન ખરીદે છે. પણ જો જોવામાં આવે તો એમાં કશો અર્થ નથી. આમ કરવાથી તમારું બજેટ પણ બગડે છે. નિષ્ણાતોના મતે જ્યાં સુધી સ્માર્ટફોન વાપરી શકાય તેવો છે ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો જોઈએ. જો જરૂરી હોય તો ફોનની ખરાબ બેટરી અને સ્ક્રીનને બદલી શકાય છે.

આ પણ વાંચો :-

આમિર ખાન સાથે લગ્ન કરશે ફિલ્મમાં દીકરીનો રોલ કરનાર આ એક્ટ્રેસ… બોલિવૂડના આ ખાને કર્યો ચોંકાવનારો દાવો

This actress who played

  • Aamir Khan Fatima Sana Shaikh : KRKએ દાવો કર્યો છે કે આમિર ખાન ખૂબ જલ્દી ફાતિમા સના સેખની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તેમણે આ એલાન કરતા આમિરની ઉંમર પર કટાક્ષ પણ કર્યો છે.

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન (Aamir Khan) પોતાની પર્સનલ લાઈફને લઈને એક વખત ફરી ચર્ચામાં છે. હકીકતે એક્ટ્રેસ ફાતિમા સના શેખની સાથે આમિર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં બન્ને સ્ટાર્સ પિકલબોલ ગેમ રમતા જોવા મળી રહ્યા છે. આ જોયા બાદ યુઝર્સ આમિર અને ફાતિમાને કપલ જણાવી રહ્યા છે. ત્યાં જ બોલિવુડ એક્ટર કેઆરકે ઉર્ફ કમાલ આર ખાને તો આમિર ખાન અને ફાતિમાના લગ્નની જાહેરાત પણ કરી દીધી છે.

KRKએ આમિરના લગ્નને લઈને કર્યું આ ટ્વીટ 

KRKએ ટ્વીટ કરતા આમિર ખાન અને ફાતિમા સના શેખની વચ્ચે ઉંમરના તફાવત પર કટાક્ષ કર્યું છે. તેમણે લખ્યું, “બ્રેકિંગ ન્યૂઝ- આમિર ખાન પોતાની દિકરીની ઉંમરની ફાતિમા સના શેખની સાથે ખૂબ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. આમિર ફિલ્મ દંગલના ટાઈમથી સનાને ડેટ કરી રહ્યા છે.”

આ પણ વાંચો :-