૨૫ મે / આ રાશિના જાતકોએ આજે કૌટુંબિક મતભેદથી દૂર રહેવું તો આ જાતકે વાહન ચલાવવામાં રાખવી કાળજી, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Share this story

May 25 / If the people of this zodiac sign

મેષઃ
મક્કમ મનોબળને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય, પરિણામે આવકનું પ્રમાણ પણ વધાવા પામે. બેંક બેલેન્સ વધતુ જણાય. અગત્યના નાણાંકીય વ્યવહારો, રોકાણો બપોર સુધી કરી દેવા. ત્યારબાદ દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભઃ
આવક જળવાય. મોજશોખનું પ્રમાણ વધતું જણાય. નાના ભાઇ-બહેન સાથે મતભેદની શક્યતા. કાર્યક્ષેત્રે બપોર સુધી સફળતા. બપોર બાદ સંઘર્ષ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. નોકરી, ધંધા ક્ષેત્રે પ્રગતિ થતી જણાય.

મિથુનઃ
સરળ અને સિધ્ધાંતવાદી વલણ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. અગત્યના નાણાંકીય વ્યવહારોમાં સાવધાની જરૂરી. પરિવારમાં થોડી ઉગ્રતા રહે. માતાની તબિયત અંગે સાવચેતી રાખવી. સંતાનની પ્રગતિના સાથી બની શકાય.

કર્કઃ
બપોર સુધી માનસિક સ્વાસ્થતા જળવાય. ત્યારબાદ ચિંતાનું વાતાવરણ પેદા થતું જણાય. આર્થિક બાબતોમાં લાભ. આવકનું પ્રમાણ જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. નોકરી-ધંધામાં ભાગ્યનો સાથ મળી રહે.

સિંહઃ
આવક ખર્ચનું પાસુ સરભર થતું જણાય. પરિવારમાં સ્નેહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ. સ્થાવર-જંગમ મિલકત થી લાભ મળતો જણાય. સંતાન અંગેના પ્રશ્નો નો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

કન્યાઃ
સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ને બનાય એનું ધ્યાન રાખવું. આવકનું પ્રમાણ જળવાશે. પરંતુ બપોરબાદ નાણાં ફસાઇ જવાની શક્યતા છે. સોબત થી સાચવવું. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ.

તુલાઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. ખોટા ખર્ચ ટાળવા. નાના ભાઇ-બહેન સાથે મતભેદની શક્યતા. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. આરોગ્ય સારૂ રહેશે. ધાર્મિક પ્રવાસ, પ્રસંગનું આયોજન થાય.

વૃષિકઃ
આત્મવિશ્વાસ વધતો જણાય. ભાગ્યને સથવારે આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. સંતાન સાથે મતભેદ ટાળવા. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ જણાય.

ધનઃ
માનસિક રીતે અસંતોષ રહે. નિર્ણય લેવામાં ભુલ થતી જણાય. આવકમાં ખાસ વધારો જણાતો નથી. નવા રોકાણો સાવધાની પૂર્વક કરવા. મહત્વના નિર્ણયો મુલતવી રાખવી. તાવ-શરદી-ખાંસીથી સાચવવું.

મકરઃ
આત્મવિશ્વાસ તથા ખંતમાં વૃદ્ધિ થતી જણાય. યોગ્ય ખર્ચ કરવાનું આયોજન સરળ બનશે. ઓઇલ, કેરોસીન, ધાતુને લગતા ધંધામાં લાભ. નર્સીંગના ક્ષેત્રે નોકરી કરતી બહેનોને પ્રગતિ. આંખની કાળજી રાખવી જરૂરી.

કુંભઃ
માનસિક વ્યગ્રતા રહે. નાણાંનો બગાડ અટકાવવો. ધંધાર્થીઓને પૈસા ફસાઇ જવાના યોગ છે. આથી નાણાં ઉધાર-ઉછીના આપવા નહીં. રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય સાચવવું.

મીનઃ
પોતે સાચા અને બીજા ખોટા એવી વૃતિ પ્રબળ બનતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ રહે. સંતાન સુખમાં વૃદ્ધિ થતી જણાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. પત્નિ સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થય સારૂં રહેશે.

આ પણ વાંચો :-