Home Blog Page 1053

૨૪ જૂન / આવકના નવા દ્વાર ખુલશે, ભાઈભાંડુ વડીલવર્ગથી લાભ, આ રાશિના જાતકોના શનિવારે ધાર્યા કામ થશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
આત્મવિશ્વાસ વધતો જણાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં આનંદ. રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાય.

વૃષભઃ
સ્વભાવમાં લાગણી શીલતા વધે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વિદ્યાર્થી મિત્રો માટે શુભ. કરેલા રોકાણો ફળદાયી નીવડે.

મિથુનઃ
આર્થિક બાબતો અંગે શુભ દિવસ. નાના ભાઇ બહેનોની પ્રગતિથી આનંદ. પરિવાર માં સભ્યો ની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

કર્કઃ
માનસિક સ્થિરતા જળવાય. આવકનું પ્રમાણ વધે. યોગ્ય નિર્ણય લેવાને કારણે કાર્યક્ષેત્રે સફળતા મળે. આર્થિક રોકાણો નું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે. જીવનસાથી સાથે ગુસ્સો ટાળવો.

સિંહઃ
મનની ચંચળતા વધે. મિત્રો નો સાથ સહકાર મળે. મિત્રો વર્તુળમાં વધારો થાય. નાણાંકીય બાબતોમાં લાભ. સંતાનની પ્રગતિ થી આનંદ થતો જણાય. વાહન ચલાવવામાં અકસ્માત ની શક્યતા છે આથી સાવધાની જરૂરી.

કન્યાઃ
આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. અગત્ય ના નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. માતા ની તબિયત ની કાળજી રાખવી હીતાવહ. માથા ના દુઃખાવાની શક્યતા છે. આદ્યાત્મિક ક્ષેત્રે રસ વધે.

તુલાઃ
વધુ મહેનતે ઓછો લાભ મળતો જણાય. આળસ વધારે રહે. કુટુંબ માં શાંતિ ભર્યું વાતાવરણ જળવાય. શેર સટ્ટામાં લાભ. પિતાની તબિયત સાચવવી. ધંધા માં સાવધાની થી કામ લેવું. આરોગ્ય સંબંધી ચિંતા ઓછી થાય.

વૃશ્ચિકઃ
નોકરી માં ઉપરી અધિકારી તરફથી પ્રશંસા થાય. નવા ધંધાનું આયોજન તથા ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઇ શકાય. યાત્રા-પ્રવાસ માં કાળજી રાખવી. વિશ્વાસઘાત નો ભોગ ન બનાય એની કાળજી રાખવી.

ધનઃ
ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્ય માં વધુ સફળતા મળે. યશ, પ્રતિષ્ઠામાં વધારો થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ.

મકરઃ
નાણાંકીય ક્ષેત્રે નુકશાની ની શક્યતા છે. આવક ઘટે. પરિવાર માં તણાવ ભર્યું વાતાવરણ રહે. જીવનસાથી સાથે શાંતિ થી કામ લેવું. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. શરદી ખાંસી કફ ની સમસ્યા રહે.

કુંભઃ
દામ્પત્ય ક્ષેત્રે આનંદ ભર્યા દિવસ. નવા પ્રેમ સંબંધ નું નિર્માણ થાય. નિર્ણય ‌શક્તિ માં વધારો થતો જણાય. હયાત રોકાણો થી ફાયદો તથા નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. લક્ષ્મી ની વખતસર હેરફેર શક્ય બને.

મીનઃ
આત્મવિશ્વાસ માં વધારો થાય. દ્રઢ નિર્ણય શક્તિ થી અગત્યના કાર્યો માં સફળતા મળતી જણાય. જ્યોતિષ કર્મકાંડ. એક્ષ્પોર્ટ-ઈમ્પોર્ટ ના ધંધામાં વિશેષ લાભ.

આ પણ વાંચો :-

ખુશખબરી ૪-૫ રૂપિયા સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ ! જાણો ઓઇલ કંપનીઓ ક્યારે કરશે જાહેરાત ?

  • Crude Oil Price Today : ઓપેક પ્લસ (Opec+) ની મજબૂત કિંમત નિર્ધારણ શક્તિ આગામી 9-12 મહિના દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો કરી શકે છે. ઓઈલ કંપનીઓને અપેક્ષા છે કે ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ $80ની નીચે રહેશે.

જો તમે પણ પેટ્રોલ અને ડીઝલના મોંઘા ભાવથી પરેશાન છો તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. એક વર્ષથી વધુ સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી અને તે લગભગ સમાન કિંમતે યથાવત છે.

પરંતુ હવે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC) પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં કેટલાક રાજ્યોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઓઈલ કંપનીઓ (OMCs) ઓગસ્ટથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 4-5 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરી શકે છે.

$80 ની નીચે રહેશે કિંમત :

જેએમ ફાઇનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશનલ સિક્યોરિટીઝે એક રિસર્ચમાં જણાવ્યું હતું કે ઓઈલ કંપનીઓનું વેલ્યુએશન વ્યાજબી જણાય છે. પરંતુ ફ્યુઅલ માર્કેટિંગ બિઝનેસમાં કમાણી અંગે નોંધપાત્ર અનિશ્ચિતતા રહે છે. ઓપેક પ્લસ (Opec+) ની મજબૂત કિંમત નિર્ધારણ શક્તિ આગામી 9-12 મહિના દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો કરી શકે છે.

ઓઈલ કંપનીઓને અપેક્ષા છે કે ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ $80ની નીચે રહેશે. જો કે આ સરકાર FY2023 સુધીમાં અંડર-રિકવરીનું સંપૂર્ણ વળતર આપે છે તેના પર નિર્ભર રહેશે.

ક્રૂડમાં વધારો કંપનીઓની કમાણી પર ખતરો :

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે OMCનું વેલ્યુએશન સારું છે. પરંતુ ચૂંટણી દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમતમાં તીવ્ર ઉછાળો આવકને જોખમમાં મૂકી શકે છે. જો બ્રેન્ટ ક્રૂડની કિંમત 85 ડોલરથી વધુ હોય અને ઈંધણની કિંમતમાં ઘટાડો થાય તો ઓઈલ કંપનીઓની કમાણી પર ખતરો ઉભો થઈ શકે છે.

ચૂંટણી દરમિયાન ઈંધણના ભાવમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કાચા તેલની કિંમતમાં વધારો થવાનું જોખમ છે. OPEC પ્લસ તેની મજબૂત કિંમત નિર્ધારણ શક્તિને જોતાં બ્રેન્ટ ક્રૂડને US$ 75-80 પ્રતિ બેરલ પર ટેકો આપવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો :-

 

ભારતીય રેલવેનો મોટો નિર્ણય, આ રૂટ પર હવે વંદે ભારત ટ્રેન નહીં દોડે

0
  • રેલવે બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ વંદે ભારત ટ્રેનના રેકને તેજસ એક્સપ્રેસથી બદલવામાં આવ્યા છે.

મોદી સરકાર દ્વારા વંદે ભારત ટ્રેનોના સંચાલન પર સતત કામ કરવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 27 જૂને રેલવે મંત્રાલય દ્વારા 5 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ બિહારના લોકોને પણ પટનાથી રાંચી સુધી વંદે ભારતની ભેટ મળશે. આ સિવાય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા માર્ચ 2024 સુધી સ્લીપર વંદે ભારત ટ્રેન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે.

આ કારણે વંદે ભારત ટ્રેન બંધ કરવામાં આવી :

રેલવેએ નાગપુર (મહારાષ્ટ્ર) થી બિલાસપુર (છત્તીસગઢ) રૂટ પર ચાલતી વંદે ભારત બંધ કરી દીધી. રેલવેના આ નિર્ણયને લઈને મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુસાફરોની ભારે અછતને કારણે આ રૂટ પર સેમી હાઈ સ્પીડ ટ્રેનને રદ કરવી પડી હતી. રેલવે બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ વંદે ભારત ટ્રેનના રેકને તેજસ એક્સપ્રેસથી બદલવામાં આવ્યા છે.

હાલમાં આટલા રુટ પર દોડે છે વંદે ભારત ટ્રેન :

તમને જણાવી દઈએ કે તેજસ એક્સપ્રેસ લોન્ચ કરવામાં આવી તે સમયે તે સૌથી ઝડપી ટ્રેન હતી. પરંતુ હવે તેનું સ્થાન વંદે ભારતે લઈ લીધું છે. હાલમાં વંદે ભારત ટ્રેનો દેશમાં 18 રૂટ પર ચાલી રહી છે. પરંતુ નાગપુર-બિલાસપુર માર્ગ એવો હતો કે તેમાં સૌથી ઓછો ટ્રાફિક રહેતો હતો. પીએમ મોદીએ ડિસેમ્બર 2022માં નાગપુર-બિલાસપુર રૂટ પર વંદે ભારતની શરૂઆત કરી હતી.

એક રિપોર્ટમાંથી એવું પણ જાણવા મળ્યું કે વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરોની ઓછી ભીડનું કારણ વધુ ભાડું છે. બિલાસપુર-નાગપુર રૂટ પર વંદે ભારત એક્સપ્રેસમાં એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું રૂ.2,045 હતું. જ્યારે, એસી ચેર કારની ટિકિટની કિંમત વ્યક્તિ દીઠ રૂ. 1,075 હતી.

આ પણ વાંચો :-

મોદીએ અમેરિકન ફર્સ્ટ લેડી ડૉ. જીલ બાઈડનને લેબગ્રોન ડાયમંડ ભેટ આપીને સુરતને ગૌરવ અપાવ્યું

  • સંપૂર્ણ પ્રદૂષણ રહીત વાતાવરણમાં તૈયાર કરવામાં આવેલ ‘લેબગ્રોન’ ડાયમંડ વિશ્વનાં દેશો માટે પણ સંદેશારૂપ બની રહે છે.
  • ખાણમાં ખોદકામ કરીને કાઢવામાં આવતાં કુદરતી ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ વચ્ચે કોઈ જ તફાવત નથી. બંનેનાં ઉત્પાદનની પ્રક્રિયા પણ સરખી જ છે. એક ધરતીમાં અને બીજો લેબમાં આકાર પામે છે.
  • વડાપ્રધાન મોદીનાં કેટલાંક અંગત મિત્રો પૈકીનાં સુરતનાં મુકેશ પટેલની ‘ગ્રીનલેબ’માં દેશની આઝાદીનાં અમૃત મહોત્સવની યાદ અપાવતો ૭.૫ કેરેટ વજનનો ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનનાં પત્ની એટલે કે અમેરિકાનાં ફર્સ્ટ લેડી જીલ બાઈડનને સુરતમાં તૈયાર કરવામાં આવેલ ૭.૫ કેરેટ વજનનો ડાયમંડ ભેટ આપીને સુરતને ગૌરવ અપાવ્યું હતું. સાથે સંપૂર્ણ કુદરતી વાતાવરણમાં પરંતુ કોઈપણ પ્રકારના પ્રદૂષણ વગર પેદા કરવામાં આવેલ ‘લેબગ્રોન’ ડાયમંડની ભેટ આપીને ડાયમંડનાં ઉત્પાદનમાં પૂર્ણપણે પર્યાવરણની જાળવણી કરાતી હોવાની સાથે લાખો લોકોને રોજગારી આપતો સુરતનો ડાયમંડ ઉદ્યોગ પર્યાવરણની જાળવણી માટે સજાગ હોવાનો સંદેશો પાઠવ્યો હતો.

પર્યાવરણની જાળવણી કરવા સાથે હીરાનાં કારખાનામાં કામ કરતાં કારીગરોનાં આરોગ્યની તંદુરસ્તી માટે પણ ડાયમંડ ઉદ્યોગ સતત જાગૃત છે. ધરતીનાં પેટાળમાં ઊંડે સુધી ખોદકામ કરીને બહાર કાઢવામાં હીરા પાછળ સેંકડો મજૂરો કાળી મજૂરી કરતાં હોય છે. ધરતીનાં પેટાળમાં પેદા થતો હીરો અને લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવતાં ‘લેબગ્રોન’ ડાયમંડમાં દેખીતો કોઈ જ તફાવત નથી. બંને ડાયમંડ કુદરતી વાતાવરણમાં જ તૈયાર થાય છે. ધરતીનાં પેટાળમાંથી હીરા કાઢવા ખોદકામ કરતી વખતે પ્રદૂષણ ફેલાય છે. ઉપરાંત ખાણમાં કામ કરતાં મજૂરોએ પણ અનેક ત્રાસજનક સ્થિતિમાંથી પસાર થવું પડે છે.

આવા સંજોગોમાં લેબગ્રોન ડાયમંડ વિશ્વ માટે ઉપકારક પુરવાર થશે. પર્યાવરણની જાળવણી માટે સતત આગ્રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદૂષણ ઉપર નિયંત્રણ લાવવા હંમેશા પ્રયત્નશીલ રહ્યાં છે. તેમણે પર્યાવરણમાં સુધાર માટે ગુજરાતથી પહેલ કરી હતી અને સરકારમાં વિશેષ મંત્રાલય ઊભું કર્યું હતું. અમેરિકન ફર્સ્ટ લેડી ડૉ.જીલ બાઈડનને ‘લેબગ્રોન’ ડાયમંડની ભેટ આપીને પર્યાવરણની જાગૃતિનો સંદેશો પણ આપ્યો હતો.

ડૉ.જીલ બાઈડનને આપવામાં આવેલા ડાયમંડનું વજન ૭.૫ કેરેટ એટલા માટે રાખવામાં આવ્યું છે કે, ભારત આઝાદીનાં ૭૫માં વર્ષનાં અમૃત મહોત્સવમાંથી પસાર થઈ રહ્યું છે. આ રીતે પણ ભારતની આઝાદીનાં અમૃત મહોત્સવને યાદ કરવામાં આવ્યો હતો.

જાણવા મળ્યા મુજબ ડૉ.જીલ બાઈડનને ભેટ આપવામાં આવેલ ડાયમંડ સુરતનાં મુકેશ પટેલ (એમ. કાંતિલાલ)ની ‘ગ્રીનલેબ’માં તૈયાર કરવામાં આવ્યો હતો. ‘લેબગ્રોન’ ડાયમંડ તૈયાર કરવા માટે સોલાર અને વિન્ડમિલ દ્વારા પેદા કરવામાં આવતી વીજળીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતલબ કે લેબગ્રોન ડાયમંડ બનાવવા માટે વપરાતી વીજળી પણ સંપૂર્ણ પ્રદુષણ રહીત હતી અને કુદરતી ઊર્જાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે, મુકેશ પટેલ વડાપ્રધાનનાં કેટલાંક નજીકનાં મિત્રો પૈકીનાં એક છે. મુકેશ પટેલ અવારનવાર વડાપ્રધાનની મુલાકાત લેતા રહે છે. બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અને ધુની પ્રકૃતિના માનવામાં આવતાં મુકેશ પટેલ ડાયમંડ ઉદ્યોગમાં અવનવા સંશોધનનાં હંમેશા આગ્રહી રહ્યા છે અને સુરતમાં સર્વશ્રેષ્‍ઠ કહી શકાય એવા કુદરતી ડાયમંડનાં ઉત્પાદન માટે ‘ગ્રીનલેબ’નું ઈચ્છાપોર વિસ્તારમાં નિર્માણ કર્યું છે. તેમની ‘ગ્રીનલેબ’માં હવા, પાણી કે માટીનાં પ્રદુષણને કોઈ જ સ્થાન નથી. સંપૂર્ણ મોકળાશ અને શુદ્ધ પર્યાવરણ ધરાવતા વાતાવરણમાં રત્નકલાકારો કામ કરી રહ્યાં છે. મુકેશ પટેલની ‘ગ્રીનલેબ’માં તૈયાર કરવામાં આવતો પ્રત્યેક ડાયમંડ વાતાવરણની પવિત્રતા અને શુદ્ધતાની ખાતરી આપે છે.

વડાપ્રધાને અમેરિકાનાં પ્રવાસ પૂર્વે મુકેશ પટેલની ગ્રીનલેબમાં ૭.૫ કેરેટ વજનનો ડાયમંડ તૈયાર કરવા સત્તાવાર સરકારી ઓર્ડર આપ્યો હતો અને અમેરિકાનાં ફર્સ્ટ લેડી ડૉ.જીલ બાઈડનને ભારત સરકાર અને ખાસ કરીને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિશાળ સમુદાય વતી ભેટ આપ્યો હતો.

વડાપ્રધાને સુરતમાં તૈયાર થયેલા લેબગ્રોન ડાયમંડની અમેરિકાનાં ફર્સ્ટ લેડી ડૉ.જીલ બાઈડનને ભેટ આપીને સુરતનાં ગૌરવમાં વધારો કર્યો હતો અને ડાયમંડ પહેરવાનાં શોખીન અમેરિકનોને પણ સુરતમાં તૈયાર થતાં ડાયમંડની પવિત્રતાનો પ્રત્યક્ષ પુરાવો આપ્યો હતો.

ડૉ.જીલ બાઈડનને આપવામાં આવેલો ડાયમંડ નેચરલ ડાયમંડ જેટલો જ શુદ્ધ છે : સ્મિત પટેલ

સુરતની એક લેબગ્રોન ડાયમંડ કંપનીમાં આ હીરો તૈયાર થયો છે. ત્યારે આ હીરો કઈ કંપનીમાં બનાવવામાં આવ્યો છે તેની માહિતી છુપી રાખવામાં આવી છે. પરંતુ આ હીરાની વિશેષ્તા જીજેઇપીસીના લેબગ્રોન ડાયમંડ કમિટીના કન્વીનર સ્મિત મુકેશ પટેલે જણાવ્યું હતું કે આ ડાયમંડ ટાઈપ ટુ-એ ક્વોલિટીનો છે. તે કેમિકલ અને ઓપ્ટીકલી નેચરલ ડાયમંડ જેટલો જ શુદ્ધ છે.

સ્મીત પટેલ

આઈજીઆઈ (ઈન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ) દ્વારા સર્ટિફાઈડ આ ડાયમંડ ત્રીપલ એક્સીલેન્ટ કટ, કલર, કેરેટ એન્ડ ક્લેરિટી ધરાવે છે. તે સોલાર અને વિન્ડ પાવર જેવા ઈકો એનર્જીથી ઉત્પાદિત કરાયો છે. યુનેસ્કોના એન્વાયરમેન્ટલ સસ્ટેનિબિલિટના તમામ પરિણામો પર તે ખરો ઉતરે છે. સંપૂર્ણ પણે મેક ઈન્ડિયા આ ડાયમંડ આત્મનિર્ભર ભારતની સ્ટોરી વૈશ્વિક સ્તરે રજૂ કરે છે. વળી આ ડાયમંડ સંપૂર્ણપણે ઈકો ફ્રેન્ડલી પદ્ધતિથી તૈયાર થયો હોય તેને ગ્રીન ડાયમંડ કહેવામાં આવે છે.

આ પણ વાંચો :-

હોટલના વાયરલ થયેલા વિડીયો અંગે આપ ધારાસભ્યે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?

0

Aap MLA made a big statement about 

  • રાજ્યમાં અનેકવાર રાજકીય પાર્ટીના નેતાઓના યુવતી સાથે રંગરેલિયા મનાવતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી એક હોટલના રૂમમાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

રાજ્યમાં અનેકવાર રાજકીય પાર્ટીના નેતાઓના યુવતી સાથે રંગરેલિયા મનાવતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી એક હોટલના રૂમમાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા. વાત ચારેતરફ ખબર પડતા તેઓ પોતાના મોઢા પર રૂમાલ રાખીને ભાગ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેમનો ચહેરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂક્યો હતો. હવે આ અંગે ધારાસભ્ય ભૂપત ભાયાણીએ નિવેદન આપ્યું છે.

એક ઈન્ટરવ્યુમાં વીડિયો વિશે જણાવતા વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કહ્યું કે ભાગવું પડે એવું કોઈ આચરણ મે કર્યું નથી. તેમણે કહ્યું કે આ જે ફૂટેજ છે તે જૂનું છે અને ક્યારનું છે તે મને પણ યાદ નથી. કોઈ બદનામ કરવા માટે આવું કદાચ કર્યું હશે. તેમણે તે આ વીડિયોને રાજકીય કાવતરું સુદ્ધા ગણાવી દીધુ.

અત્રે જણાવવાનું કે આ વિશે મળતી માહિતી પ્રમાણે ધારાસભ્યનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના કારણે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ધારાસભ્ય એક યુવતી સાથે હોટલમાં ઝડપાયા હતા. આ કેસમાં યુવતીના પતિએ રંગેહાથે ઝડપતાં આપ ધારાસભ્ય મોઢે રૂમાલ ઢાંકીને ત્યાંથી ભાગ્યા હતા.

આ પણ વાંચો :-

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતમાં બાળક પોતાના જ ઘરમાં ફસાયું પછી.

0
  • સુરત ખાતે ઘરમાં ફસાયેલા બાળકનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.

સુરતમાં (Surat) સવારે ૦૭ કલાકે હિરાપુરા વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં એક બાળક ઘરનો દરવાજો અંદરથી લોક થઈ જતા ઘરમાં જ ફસાઈ ગયો હતો.

ત્યાર બાદ સમગ્ર ઘટનાની જાણ સુરતના ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક ઘટનાસ્થળે ફાયર વિભાગે પહોંચીને રેસ્ક્યુની કામગીરી (Rescue operations) હાથ ધરી હતી. ફાયર વિભાગે અગાસી મારફતે મકાનની બારીમાંથી ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો.

આખરે ઘરમાં પ્રવેશ કરી અંદરથી લોક થઈ ગયેલો દરવાજો ખોલીને બાળકને બહાર લાવવામાં આવ્યોલ હતો. અંતે બાળકને બહાર આવતાં જોતા મા-બાપે રાહતનો શ્વાશ લીધો હતો. આખરે ઘટનાસ્થળ પર હાજર તમામ લોકોએ તેમની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો :-

આ ૨ દિવસ ઘરની બહાર ન નીકળતા ! જાણો કયા વિસ્તારો માટે કરાઈ છે ભારે વરસાદની આગાહી

0
  • Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી દિવસોમાં ચોમાસાના વરસાદની શરૂઆત થવાના હવામાન ખાતા દ્વારા સંકેતો અપાયા છે. આગામી ૪ દિવસમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી દિવસોમાં ચોમાસાના વરસાદની શરૂઆત થવાના હવામાન ખાતા દ્વારા સંકેતો અપાયા છે. આગામી ૪ દિવસમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

આ બે દિવસ રહી શકે છે ભારે :

તારીખ ૨૫ અને ૨૬ જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય ગુજરાતના નર્મદા, છોટા ઉદેપુર, અને વડોદરામાં રવિવારે તેમજ ભરૂચ, વડોદરા, અને સુરતમાં સોમવારે ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં રવિવારથી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ શરૂ થવાના પણ સંકેત અપાયા ચે.

અત્રે જણાવવાનું કે હવામાન ખાતાની આગાહી મુજબ રવિવારે નર્મદા, છોટા ઉદેપુર, અને વડોદરામાં વરસાદ પડશે જ્યારે સોમવારે વડોદરા, ભરૂચ અને સુરતમાં વરસાદની આગાહી કરાઈ છે. અખબારી યાદીમાં હવામાન ખાતાએ જણાવ્યું છે કે નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, મહિસાગર, ડાંગ, ગીર સોમનાથ અમેરેલીમાં શનિવારે હળવો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો :-

ગુમ થયેલી સબમરીન પર સવાર તમામ લોકોના મોત, સર્ચ ઓપરેશન દરમિયાન કાટમાળ મળ્યો – કંપનીનું નિવેદન

  • Titan Submarine News: યુએસ કોસ્ટ ગાર્ડે ગુરુવારે જણાવ્યું હતું કે ગુમ થયેલી સબમરીનની શોધ કરતી વખતે ટાઈટેનિક જહાજની નજીક કાટમાળ મળી આવ્યો હતો.

એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થયેલ ટાઈટન સબમરીનના પાઈલટ અને મુસાફરો મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે. એપીના રિપોર્ટ અનુસાર સર્ચ અભિયાનમાં લાગેલી કંપનીએ ગુરુવારે (22 જૂન) આ વાત કહી છે. અગાઉ યુએસ કોસ્ટ ગાર્ડે કહ્યું હતું કે ગુમ થયેલી સબમરીનની શોધ કરતી વખતે ટાઇટેનિક જહાજ પાસે કાટમાળ મળી આવ્યો હતો.

ગુમ થયેલી સબમરીનની ઓપરેટિંગ કંપની ઓશનગેટે કહ્યું કે તેઓ માને છે કે સબમરીનમાં સવાર તમામ મુસાફરો દુ:ખદ રીતે ગુમાવ્યા છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે આ દુઃખદ સમયે અમારા વિચારો આ પાંચ મુસાફરોના પરિવારના દરેક સભ્ય સાથે છે. અમે આ અકસ્માત પર શોક વ્યક્ત કરીએ છીએ.

આ સબમરીન ટાઈટેનિકનો કાટમાળ બતાવવા ગઈ હતી :

ટાઈટેનિક જહાજનો ભંગાર બતાવવા માટે સબમરીન રવિવારે (18 જૂન) સવારે એટલાન્ટિક મહાસાગરમાં આઠ કલાકની મુસાફરી માટે રવાના થઈ હતી. ટાઈટેનિકનો કાટમાળ કેપ કૉડથી આશરે 1,450 કિલોમીટર પૂર્વમાં અને સેન્ટ જોન્સ, ન્યુફાઉન્ડલેન્ડથી 644 કિલોમીટર દક્ષિણમાં સ્થિત છે.

સબમરીનમાં કોણ સવાર હતા ?

બ્રિટિશ-પાકિસ્તાની અબજોપતિ પ્રિન્સ દાઉદ (એંગ્લો કોર્પના ઉપાધ્યક્ષ) અને તેમના પુત્ર સુલેમાન, બ્રિટિશ અબજોપતિ હેમિશ હાર્ડિંગ, ફ્રેન્ચ પ્રવાસી પૌલ-હેનરી નરગીયોલેટ અને ઓસેનગેટના સીઈઓ સ્ટોકટન રશ સબમરીનમાં સવાર હતા.

ન્યૂઝ અહેવાલ અનુસાર ગુમ થયેલ ટાઈટેનિકમાં પાંચ લોકો હાજર છે. જેમાં એક બ્રિટિશ સાહિસક, એક ફ્રેન્ચ ડાઇવર, એક પાકિસ્તાની પિતા અને પુત્ર અને ટાઈટેનિકના ભંગાર માટે પ્રવાસનું સંચાલન કરતી કંપની ઓશનગેટ એક્સપિડિશન્સના સ્થાપક હાજર હતા.

આ ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવાથી આ પાંચ મુસાફરોનાં મોતની આશંકા છે. કારણ કે આ પાંચેક દિવસનાં સમયગાળા દરમિયાન તેઓના કોઈ સગડ મળ્યા નથી. દરિયાની વચ્ચે આ પ્રકારે બચીને આટલો સમય પસાર કરવો લગભગ અશક્ય હોવાથી તેઓના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

કેનેડાના એક અધિકારીએ જણાવ્યું કે મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. MRCC (મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર) બોસ્ટન સબમરીન શોધ માટેના શક્ય તમામ પ્રયાસોને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું હતું.

આ પણ વાંચો :-

Black Thread : સમજ્યા વિના પગમાં બાંધશો કાળો દોરો તો પડશો મુસીબતમાં, જાણો સાચો નિયમ

0
  • પગમાં કાળો દોરો બાંધવાથી લાભ થાય છે પરંતુ તેના માટેના કેટલાક નિયમો છે. જો આ વાતનું ધ્યાન રાખવામાં ન આવે તો કાળો દોરો બાંધવાથી લાભ પણ થતો નથી. આજે તમને જણાવીએ કાળો દોરો બાંધવાના કેટલાક નિયમો વિશે. આ નિયમોનું ધ્યાન રાખીને જ હંમેશા કાળો દોરો બાંધવો જોઈએ.

તમે ઘણા લોકોને જોયા હશે જેના પગમાં કાળો દોરો બાંધેલો હોય. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પગમાં કાળો દોરો બાંધવાથી ખરાબ નજર લાગતી નથી. એવી માન્યતા છે કે કાળો દોરો બાંધવાથી નકારાત્મક શક્તિઓ તમારાથી દૂર રહે છે.

જોકે આ એક વાતને ધ્યાનમાં રાખીને લોકો કાળો દોરો બાંધવાના નિયમોને પણ ધ્યાનમાં લેતા નથી. જેના કારણે કાળો દોરો બાંધવાથી લાભ પણ મળતો નથી. આજે તમને જણાવીએ કાળો દોરો બાંધવાના કેટલાક નિયમો વિશે. આ નિયમોનું ધ્યાન રાખીને જ હંમેશા કાળો દોરો બાંધવો જોઈએ.

કેવી રીતે પગમાં બાંધવો કાળો દોરો ? 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાળો રંગ ભગવાન શનિને સમર્પિત છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પગમાં કાળો દોરો બાંધવાથી શનિદોષ ઓછો થાય છે. પરંતુ જ્યોતિષ નિષ્ણાંતોનું એવું પણ કહેવું છે કે કાળો દોરો બાંધો તે પહેલા તેમાં નવ ગાંઠ વાળવી જોઈએ. અન્ય એક વસ્તુનું ધ્યાન એ પણ રાખવું જોઈએ કે જ્યાં પણ તમે કાળો દોરો બાંધો ત્યાં તેના સિવાય અન્ય કોઈ વસ્તુ બાંધવી નહીં.

જ્યારે પણ કાળો દોરો બાંધો ત્યારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જરૂરી છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી કાળા દોરાનું પ્રભાવ વધી જાય છે. દોરો બાંધ્યા પછી પણ નિયમિત એક સમયે ગાયત્રી મંત્રનો જાપ જરૂરથી કરી લેવો.

જો નાના બાળકોને વારંવાર નજર લાગતી હોય અને તે બીમાર પડી જતા હોય તો તેને કાળો દોરો બાંધવો જોઈએ. તેના પગમાં કાળો દોરો બાંધવાથી તે ખરાબ નજરથી બચી જાય છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. Gujarat Guardian તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીની અજીબોગરીબ ઘટના ! આંતરવસ્ત્રોમાં આ રીતે છૂપાવ્યું સોનું

0
  • સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ વિભાગના અધિકારીઓને માહિતી મળી હતી કે શારજહાં સુરત આવતા પ્લેનમાં એક યાત્રી ગેરકાયદેસર રીતે સોનું લાવી રહ્યો છે. જેથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ યાત્રીઓની તપાસ હાથ ધરી હતી.

ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ ફરી એક વખત શારજહાથી સુરત આવતા વિમાનના એક યાત્રી પાસેથી સોનાની દાળ ચોરી ઝડપી પાડી છે. આ યાત્રી આંતરવસ્ત્રોમાં સોના પાવડર સ્વરૂપ ઉપર લઈને આવ્યો હતો. રાત્રીએ તેના બેલ્ટ તથા ટ્રોલી બેગમાં પણ સોનુ છુપાવ્યું હતું. આ યાત્રી પાસેથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ કુલ 60 લાખથી પણ વધુનું સોનુ જપ્ત કર્યું છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ વિભાગના અધિકારીઓને માહિતી મળી હતી કે, શારજહાં સુરત આવતા પ્લેનમાં એક યાત્રી ગેરકાયદેસર રીતે સોનું લાવી રહ્યો છે. જેથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ યાત્રીઓની તપાસ હાથ ધરી હતી. એક યાત્રીની કસ્ટમ વિભાગના અધિકારીઓએ જ્યારે તપાસ હાથ ધરી ત્યારે તેણે પેન્ટ પર કાળા રંગના બેલ્ટ પહેર્યો હતો પરંતુ આ બેલ્ટનમાં જે બક્કલ લાગ્યું હતું તે સોનાનું હતું. જ્યારે કસ્ટમ વિભાગ ના અધિકારીઓએ તપાસ હાથ ધરી ત્યારે ખબર પડી કે તેને ગોલ્ડ કોટેડ કર્યું હતું.

યાત્રીના બીજા લગેજ ની તપાસ જ્યારે કસ્ટમ વિભાગના અધિકારીઓએ શરૂ કરી ત્યારે યાત્રીના ટ્રોલી બેગની ચારેય બાજુ યાત્રીએ જ્યાં ફાઇબર પ્લાસ્ટિક છે તેની અંદર સોનાનું વાયર છુપાવ્યું હતું. સોનાની દાન ચોરી કરવા માટે આ નવો કીમ્યો યાત્રી એ અપનાવ્યો હતો. એટલું જ નહીં આ યાત્રી એ અંતરવસ્ત્રમાં સોનાનો પાવડર પણ મૂકી રાખ્યો હતો.

સુરત એરપોર્ટ પર આ પ્રથમ ઘટના છે જ્યારે દાણ ચોરી કરવા માટે અંતરવસ્ત્રમાં પાવડર રૂપે સોનું મૂકવામાં આવ્યું હોય. આ વ્યક્તિ પાસેથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ 922.66 ગ્રામ સોનું જપ્ત કર્યું છે જેની કિંમત 60.54 લાખ રૂપિયા છે.

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યા બાદ સુરતની એક માત્ર ઈન્ટરનેશનલ ફ્લાઈટ શારજાહા થી અવારનવાર દાણચોરીની ઘટના સામે આવતી હોય છે પરંતુ પ્રથમ વાર ગોલ્ડ દાણચોરી કરવા માટે કોઈ યાત્રીએ અંતરવસ્ત્રમાં અને ટ્રોલી બેગ ના ફાઇબર પ્લાસ્ટિકની અંદર સોનુ વાયર છુપાવ્યું હોવાનું બહાર આવ્યું છે.

અગાઉ અનેક વખત કેપ્સુલ અને મોબાઈલ કવરમાં પણ સોના દાણચોરીની ઘટના સામે આવી ચુકી છે પરંતુ પ્રથમવાર છે કે આવી રીતે કોઈ દાણચોરી કરવા માટે આંતરવસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યો હતો.

આ પણ વાંચો :-