Home Blog Page 1052

Rashmi Desai Hot Photos : રશ્મિ દેસાઈના બોલ્ડ અવતારના સૌ કોઈ છે દિવાના, જુઓ તસવીરો

  • ફરી એકવાર રશ્મિએ તેના ગ્લેમરસ ફોટોશૂટની તસવીરોથી બધાનું ધ્યાન ખેંચ્યું છે, જેને જોઈને ચાહકોના દિલના ધબકારા વધી ગયા છે.

રશ્મિ દેસાઈ (Rashmi Desai) આજે કોઈ ઓળખ પર આધારિત નથી. પછી તે ભોજપુરી સિનેમા હોય કે હિન્દી ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીએ દરેક જગ્યાએ પોતાનો સિક્કો જમાવ્યો છે. રશ્મિના શાનદાર પ્રદર્શનના લાખો લોકો દિવાના છે.

રશ્મિ દેસાઈએ ૩૭ વર્ષની ઉંમરે પણ તબાહી મચાવી છે. તેની બોલ્ડ સ્ટાઈલ અને ચાર્મિંગ સ્ટાઈલ દરેકનું દિલ જીતી લે છે.

ફરી એકવાર રશ્મિએ તેના ગ્લેમરસ ફોટોશૂટની તસવીરોથી બધાનું ધ્યાન ખેંચ્યું છે, જેને જોઈને ચાહકોના દિલના ધબકારા વધી ગયા છે.

આ ફોટામાં રશ્મિ દેસાઈ ફ્લોરલ પ્રિન્ટ સાથે પીચ કલરના ટ્રાઉઝર અને મેચિંગ બ્લેઝર પહેરેલી જોવા મળે છે. અભિનેત્રીએ નગ્ન મેકઅપ અને ખુલ્લા વાળ સાથે તેના દેખાવને પૂરક બનાવ્યો છે.

કેમેરાની સામે આ લુકને ખૂબ જ સુંદર રીતે બતાવતા રશ્મિએ ઘણા કિલર પોઝ આપ્યા છે જે ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

એક્ટ્રેસનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેઓ તેના જોરદાર વખાણ કરતા જોવા મળી રહ્યા છે. એકે લખ્યું કોઈ આટલું હોટ કેવી રીતે હોઈ શકે? એકે લખ્યું અત્યારે તું આટલી ક્યૂટ લાગશે તો અમારું શું થશે !

 

મહિલા શિક્ષિકાને એક યુવાન સાથે ફોન પર મેસેજ કરવાનું ભારે પડી ગયું

0
  • સુરતમાં એક મહિલા શિક્ષિકાને એક યુવાન સાથે ફોન પર મેસેજ કરવાનું ભારે પડી ગયું હતું. પ્રેમમાં ગાંડા બનેલા સુરતના ઉત્રાણના એક યુવાને હદ વટાવી હતી.

તેણે શિક્ષિકાને કહ્યું કે, ‘તારા હાલ ગ્રીષ્મા જેવા કરી નાંખીશ.’ ત્યારે શિક્ષિકાને આવી ધમકી આપતા યુવકને કતારગામ પોલીસે જેલના સળિયા ગણતો કરી દીધો હતો. શિક્ષિકા 6 વર્ષથી યુવાનના સંપર્કમાં હતી અને યુવક તેને લગ્ન કરવા દબાણ કરતો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતારગામમાં રહેતી ૨૬ વર્ષીય એક યુવતી ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. યુવતી અમરોલી ઉત્રાણ પાસેના કીર્તિનગરમાં રહેતા શૈશવ ગુર્જર નામના યુવકના સંપર્કમાં આવી હતી. યુવતીના મામાનું ઘર તેના ઘર પાસે હોવાથી તે બંને આવજા કરતા હતા. બંને વચ્ચે મિત્રતા બની હતી. પરંતુ યુવતીએ યુવક સાથે મિત્રતા પૂરતા જ સંબંધ રાખ્યા હતા. તેણે પ્રેમ સંબંધ બાંધવાની ના પાડી હતી.

યુવતીની સગાઈ નવસારીમાં થઈ હતી. તો બીજી તરફ શૈશવની સગાઈ અંકલેશ્વરમાં નક્કી થઈ હતી. પરંતુ તે એક મહિનામાં જ તૂટી ગઈ હતી. પોતાની સગાઈ તૂટી જતા શૈશવે યુવતી પાસે આવીને પ્રેમ સંબંધ રાખવા કહ્યુ હતું. પરંતુ યુવતીએ ના પાડી હતી. શૈશવે તેને સંબંધ રાખવા દબાણ કર્યું હતું. પરંતુ યુવતીએ તેને સ્પષ્ટ ના પાડી હતી.

આ બાદ શૈશવે યુવતીને ધમકી આપી હતી કે જો તું સગાઈ કરીશ તો વરાછામાં બનેલી ગ્રીષ્માની ઘટનાનું પુનરાવર્તન હું તારી સાથે કરીશ અને તે પણ તારી સગાઈ થયાના પંદર દિવસની અંદર તૈયારી રાખજે. સાથે જ શૈશવે યુવતીને તેની સાસરીવાળાને પોતાની સાથેના ફોટો બતાવીને તેની સગાઈ તોડી નાંખવાની પણ ધમકી આપી હતી.

આમ યુવતી ગભરાઈ ગઈ હતી. તેણે પોતાના પરિવારજનોને આ વિશે વાત કરી હતી. જેથી અંતે કતારગામ પોલીસે ફરિયાદ નોંધાવી હતી. તેના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં શૈશવની અટકાયત કરી હતી.

આ પણ વાંચો :-

 

સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓ વિવાદમાં ! નિત્યસ્વરૂપદાસ સહિત 3 સામે એફઆરઆઈ નોંધવા કોર્ટનો આદેશ

0
  • રાજકોટથી સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓ વિવાદમાં આવ્યા છે. નિત્યસ્વરૂપદાસ સહિત 3 સ્વામીઓ સામે એફઆરઆઈ નોંધવા કોર્ટે આદેશ આપ્યો છે.

જેમાં આજીડેમ પોલીસને સાત દિવસમાં ગુનો નોંધી અહેવાલ રજૂ કરવાનો હુકમ કરાયો છે. 3 ડિસેમ્બર 2021ના રોજ સરધાર ગામે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં બીપીન મકવાણાના કબજાની જમીનમાં તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે 14 જાન્યુઆરી 2022ના રોજ બીપીન મકવાણા રાજકોટની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓ અને તેમના માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરી હતી.

આ કેસમાં કોર્ટ દ્વારા એટ્રોસીટી, બગીચામાં તોડફોડ, રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે 6 ડિસેમ્બર 2021ના રોજ આજીડેમ પોલીસને લેખિત ફરિયાદ કરવા છતાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં નહોતી આવી.

-રાજકોટ : સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓ વિવાદમાં !

નિત્યસ્વરૂપદાસ સહિત 3 સ્વામીઓ સામે FIR નોંધવા કોર્ટનો આદેશ

-આજીડેમ પોલીસને સાત દિવસમાં ગુનો નોંધી અહેવાલ રજૂ કરવાનો હુકમ

-એટ્રોસીટી, બગીચામાં તોડફોડ, રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવા કર્યો આદેશ

-3 ડિસેમ્બર 2021ના રોજ સરધાર ગામે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં બીપીનભાઈ મકવાણાના કબજાની જમીનમાં કરવામાં આવી હતી તોડફોડ

-6 ડિસેમ્બર 2021ના રોજ આજીડેમ પોલીસને લેખિત ફરિયાદ કરવા છતાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં નહોતી આવી

-સમગ્ર મામલે 14 જાન્યુઆરી 2022ના રોજ બીપીન મકવાણા રાજકોટની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓ અને તેમના માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરી હતી.

આ પણ વાંચો :-

 

નડિયાદમાં પહેલા વરસાદમાં જ કોલેજની બસ ફસાઈ, વિદ્યાર્થીઓને બારીમાંથી બહાર કઢાયા, PHOTOs

0
  • મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજ સવારથી જ વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે નડિયાદ શહેરમાં વહેલી સવારથી ભારે વરસાદ તૂટી પડ્યો છે.

ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. આવામાં નડિયાદના શ્રેયસ ગરનાળામાં કોલેજ બસ ફસાઈ હતી. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં આ બસ પસાર થઈ રહી હતી. કોલેજ બસ પાણી ભરેલા ગરનાળામાંથી પસાર થતાં અધવચ્ચે ખોટકાઈ હતી. અધવચ્ચે બસ બંધ પડી જતા કોલેજના વિદ્યાર્થીઓ બસમાં ફસાયા હતા. ત્યારે આસપાસના નાગરિકો દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા.

મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજ સવારથી જ વરસાદ પડી રહ્યો છે. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. એમાં પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. દાહોદમાં પણ વરસાદના કારણે નદી-નાળામાં નવી નીરની આવક થઈ છે.

પહેલા વરસાદમાં દેવગઢ બારિયાની પાનમ નદી છલકાઈ છે. દાહોદ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે.  તોખેડાના તમામ તાલુકાઓમાં વરસાદ છે.

યાત્રાધામ ડાકોરમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. નડિયાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. આ સાથે છોટાઉદેપુરના પાવી જેતપુર અને બોડેલીમાં મેઘરાજાએ મહેર કરી. સારો વરસાદ આવતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે.

આ પણ વાંચો :-

ઓછી કિંમતમાં ખરીદો બ્લૂટૂથ કોલિંગ અને સ્ટાઈલિશ ડિઝાઈનવાળી સ્માર્ટ ઘડિયાળ

  • ફાયર બોલ્ટે હવે ભારતમાં અઢી હજારની કોલિંગ સ્માર્ટવોચ લોન્ચ કરી છે. જેનું નામ ફાયર-બોલ્ટ એપોલો 2 છે. લોકોને ઘડિયાળની ડિઝાઈન અને ફીચર્સ પસંદ આવી રહ્યા છે. આવો જાણીએ Fire-Boltt Apollo 2 ની કિંમત અને ફીચર્સ..

સ્માર્ટવોચનો ક્રેઝ વધી રહ્યો છે. સસ્તીથી મોંઘી સ્માર્ટવોચ બજારમાં આવી ગઈ છે. ફાયર બોલ્ટે હવે ભારતમાં અઢી હજારથી ઓછી કિંમતની કોલિંગ સ્માર્ટવોચ લોન્ચ કરી છે. જેનું નામ ફાયર-બોલ્ટ એપોલો 2 છે. લોકોને ઘડિયાળની ડિઝાઇન અને ફીચર્સ પસંદ આવી રહ્યા છે. આવો જાણીએ Fire-Boltt Apollo 2 ની કિંમત અને ફીચર્સ…

Fire-Boltt Apollo 2 Smartwatch Specifications :

ફાયર-બોલ્ટ એપોલો 2 1.43- ઈંચની AMOLED ડિસ્પ્લે ધરાવે છે જે 466 x 466 પિક્સેલ રિઝોલ્યુશન ઓફર કરે છે. ડિસ્પ્લે સર્કુલર પેનલમાં છે. જે મેટાલિક બોડીમાં છે જ્યારે પટ્ટીઓ સિલિકોનથી બનેલી છે. વધુમાં આ વોચ બ્લૂટૂથ કોલિંગ સપોર્ટ કરે છે.

Fire-Boltt Apollo 2 Features :

ફાયર-બોલ્ટ એપોલો 2 વિવિધ હેલ્થ સેન્સર્સથી સજ્જ છે. તેમા તમારી ઊંઘનું નિરીક્ષણ કરવા, તમારા હૃદયના ધબકારા અને SpO2 બ્લડ ઓક્સિજન સ્તરને ટ્રેક કરવા જેવા ફીચર્સ પણ મળે છે. આ સાથે તે 110 થી વધુ સ્પોર્ટસ મોડસને સપોર્ટ કરે છે અને પાણી અને ધૂળ સામે પણ રક્ષણ આપે છે. આ ઉપરાંત તે ઉપયોગી સુવિધાઓ સાથે પણ આવે છે જેમ કે ઘડિયાળના સ્ક્રીનને કસ્ટમાઇઝ કરવી, AI વોઈસ આસિસટન્ટ, સ્માર્ટ નોટીફીકેશન, બિલ્ટ-ઈન ગેમ્સ, 7 દિવસની બેટરી અને ઘણું બધું.

Fire-Boltt Apollo 2 Price In India

તમે ડાર્ક ગ્રે, ગ્રે, પિંક અને બ્લેક જેવા બહુવિધ કલર વિકલ્પોમાં ફાયર-બોલ્ટ એપોલો 2 સ્માર્ટવોચ ખરીદી શકો છો. આ ઉપકરણ હાલમાં Flipkart પર રૂ.2,499ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે. તમે તેને બ્રાન્ડની સત્તાવાર વેબસાઈટ પરથી પણ ખરીદી શકો છો.

આ પણ વાંચો :-

 

રાજકોટમાં ખુલ્લામાં દારૂની મહેફિલનો વીડિયો, દારૂડિયાએ અવળચંડાઈ કરતાં કહ્યું 20માં મોજ

0
  • રાજકોટમાં દારૂની મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વીડિયો કોઠારિયા વિસ્તારમાં ખોખડદડ નદી નજીકનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે બેફામ દારૂ બને છે અને પીવાય પણ છે. આ મામલે છાસવારે અનેક વખત પોલીસ દ્વારા દારૂના મસમોટા જથ્થા ઝડપી પાડવામાં આવે છે. જે દારૂબંધી માત્ર કાગળ પર રહી હોવાની ચાડી ખાઈ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે અનેક વખતે સોશિયલ મીડિયામાં પણ વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

ત્યારે આવો જ એક વીડિયો રાજકોટમાં વાયરલ થયો છે. જેમાં પોલીસની આબરૂ ધૂળધાણી થઈ રહી છે. રાજકોટના રહેણાક વિસ્તરામાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનું વીડિયોમાં દ્રશ્યમાન થતા લોકોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

ખુલ્લા પટ્ટમાં જામી હતી દારૂની મહેફિલ :

રાજકોટમાં દારૂની મહેફિલનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહ્યો છે. દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વીડિયો કોઠારિયા વિસ્તારમાં ખોખડદડ નદી નજીકનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યા દેશી દારૂ ખુલ્લેઆમ વેંચાતો હતો અને બંધાણીઓ બેફામ દારૂ પીતા પણ હતા.

ખાસ વાત તો એ છે કે કડક કાર્યવાહીના દાવા કરતી પોલીસની દારૂ વેંચવા વાળાને કે પીવા વાળાને જાણે કોઈ ડર જ ન હોય તે વીડિયોમાં દ્રશ્યમાન થઈ રહ્યું છે. મહત્વનું છે કે દારૂ અંગે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરતા અનેક વીડિયો ભૂતકાળમાં પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો :-

આ સરળ ટીપ્સ ફોલો કરીને Digital Marketing માં બનાવો કરિયર, લાખોમાં મળશે પગાર

0
  • સરળ શબ્દોમાં કહીએ તો ઈન્ટરનેટ દ્વારા કોઈપણ પ્રોડકટનું પ્રમોશન કરવું તેને ડિજિટલ માર્કેટિંગ કહેવામાં આવે છે. આજના ડિજિટલ યુગમાં તમે આ ફિલ્ડમાં કરિયર બનાવીને લાખોમાં કમાઈ શકો છો.

આજનો યુગ ડિજિટલ યુગ તરીકે ઓળખાય છે. દુનિયાભરમાં આજે અડધાથી વધુ વસ્તુઓ ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં ડિજિટલ માર્કેટિંગ ફિલ્ડમાં કરિયર બનાવવુ એ આજના સમયમાં ખૂબ જ ફાયદાકારક ઓપ્શન છે. આજો અમે તમારી સાથે નીચે કેટલીક ટીપ્સ શેર કરી રહ્યા છીએ, જેને અનુસરીને તમે આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકો છો.

1. જો આપણે આ ફિલ્ડમાં કરિયર વિશે વાત કરીએ, તો આજના સમયમાં આ ફિલ્ડનો મહત્તમ અવકાશ છે. તમે ડિજિટલ માર્કેટિંગ દ્વારા તમારા પ્રોડકટને કોઈપણ ટારગેટ ઓડીયન્સ સુધી સરળતાથી પહોંચાડી શકો છો. તેથી જ આજે મોટી કંપનીઓ ડિજિટલ માર્કેટિંગનું નોલેજ ધરાવતા લોકોને સારા પગાર પર નોકરી પર રાખી રહી છે.

2. આ ફિલ્ડમાં સોશિયલ નેટવર્કિંગ સાઈટસ પર માર્કેટિંગ ટેકનીક્સ એપ્લાય કરવામાં આવે છે. તમે ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા સાઈટસ પર જે જાહેરાતો જુઓ છો તે આનો એક ભાગ છે.

3. ઈમેલ માર્કેટિંગ પણ આનો એક ભાગ છે. ઈમેલ માર્કેટિંગમાં ઈમેલ મોકલીને અને લોકોના પ્રતિભાવનું વિશ્લેષણ કરીને માર્કેટિંગ કરવામાં આવે છે.

4. આમાં એક વધુ વસ્તુ આવે છે. જેને આપણે ગ્રોથ હેકિંગ કહીએ છીએ. આમાં કોઈપણ બિઝનેસ ચલાવવા માટે ફાઈનાન્સ સંબંધિત કોન્સેપ્ટ, કોસ્ટ ઈફેક્ટિવ મેનેજમેન્ટ અને બીજી ઘણી બાબતોને લગતી ટીપ્સ આપવામાં આવે છે.

5. આ સિવાય એક વસ્તુ હોય છે ઈનબાઉન્ડ માર્કેટિંગ. આમાં કોઈપણ સામાન અથવા સેવા ખરીદતા પહેલા, સામગ્રી નિર્માણ દ્વારા ગ્રાહકને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવે છે.

6. ડિજિટલ માર્કેટિંગનો સૌથી મહત્વપૂર્ણ ભાગ સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન (SEO) છે. આના દ્વારા, ગૂગલ અને યાહૂ જેવા સર્ચ એન્જિન દ્વારા પેજ વ્યુમાં વધારો કરવામાં આવે છે.

7. જે વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે. તેઓ ધોરણ 12 અથવા ગ્રેજ્યુએશન પછી આ કોર્સ કરી શકે છે. આ કોર્સ કરીને તમે કન્ટેન્ટ માર્કેટર, કોપી રાઈટર, કન્વર્ઝન રેટ ઓપ્ટિમાઈઝર વગેરે બની શકો છો.

આ પણ વાંચો :-

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, જાણો કેટલા ગુજરાતીને મળ્યું સ્થાન

0
  • IND vs WI India Squad : વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ અને વન ડે ટીમની જાહેરાત કરવામાં આવી છે.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ અને વન ડે ટીમની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈના પસંદગીકર્તા દ્વારા વન ડે અને ટેસ્ટ ટીમ જાહેર કરવામાં આવી છે. વન ડેમાં ચાર અને ટેસ્ટમાં ત્રણ ગુજરાતીને સ્થાન મળ્યું છે. અજિંક્ય રહાણને ટેસ્ટમાં વાઈસ કેપ્ટન બનાવાયો છે. જ્યારે વન ડેમાં હાર્દિક પંડયાને વાઈસ કેપ્ટન બનાવાયો છે.

વન ડે ટીમમાં કેટલા ગુજરાતી :

વન ડે ટીમમાં ચાર ગુજરાતી – હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટને સ્થાન આપવામાં આવ્યું છે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઈશાન કિશન, હાર્દિક પંડયા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર

ટેસ્ટ ટીમમાં પુજારાની બાદબાકી :

ટેસ્ટ ટીમમાં ત્રણ ગુજરાતીને સ્થાન મળ્યું છે. ચેતેશ્વર પુજારાની બાદબાકી કરવામાં આવી છે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે, કેએસ ભરત, ઈશાન કિશન, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની

12 જુલાઇથી શરૂ થઈ રહ્યો છે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ  :

ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરૂઆત બુધવાર, 12 જુલાઈએ પ્રથમ ટેસ્ટ મેચથી થશે, જે ડોમિનિકામાં રમાશે. આ પ્રવાસમાં બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે. આ પછી 27 જુલાઈ ગુરુવારથી ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થશે. વળી, 5 મેચોની T20 સીરીઝ ગુરુવાર 3 ઓગસ્ટથી શરૂ થશે અને આ પ્રવાસની છેલ્લી મેચ 13 ઓગસ્ટ, શનિવારે રમાશે.

મોબાઈલ પર કઈ એપ પરથી જોઈ શકાશે ફ્રીમાં મેચો  :

ભારતીય ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર એ છે કે ભારતીય ફેન્સ આ ટૂરમાં તમામ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર ફ્રીમાં જોઈ શકશે. ફેનકોડ પાસે ભારતમાં વેસ્ટ ઈન્ડિઝની મેચોનું લાઈવ પ્રસારણ કરવાનો અધિકાર છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર Viacom18 એ ડિજિટલ બ્રોડકાસ્ટ માટે ફેનકોડ સાથે પાર્ટનરશીપ કરી છે. આથી ફેન્સ Jio સિનેમા એપ પર પણ મેચ જોઈ શકશે.

આ પણ વાંચો :-

 

સૌરાષ્ટ્રવાસીઓને મળવા જઈ રહી છે સૌથી મોટી વધુ એક ભેટ ! માત્ર 30 દિવસની અંદર જ મળી જશે આ સુવિધા

0
  • અમદાવાદથી ઓખા ઈલેક્ટ્રીફીકેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે. ઈલેક્ટ્રીક એન્જિન સાથેની ટ્રેનો શરૂ થવાથી ડીઝલ એન્જિનો દ્વારા ફેલાતું પ્રદુષણ બંધ થશે. રેલવેને ડીઝલ એન્જિન કરતા લોકો ઓછા સમયમાં વધુ મુસાફરી કરી શકશે ઈલેક્ટ્રીક ટ્રેનની સ્પીડ વધશે.

સૌરાષ્ટ્રના લોકોને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. માત્ર 30 દિવસની અંદર જ ઓખાથી અમદાવાદ વચ્ચે ઈલેક્ટ્રીક ટ્રેન દોડતી થઈ શકે છે. અમદાવાદથી ઓખા ઈલેક્ટ્રીફીકેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે. ઈલેક્ટ્રીક એન્જિન સાથેની ટ્રેનો શરૂ થવાથી ડીઝલ એન્જિનો દ્વારા ફેલાતું પ્રદુષણ બંધ થશે. રેલવેને ડીઝલ એન્જિન કરતા લોકો ઓછા સમયમાં વધુ મુસાફરી કરી શકશે, ઈલેક્ટ્રીક ટ્રેનની સ્પીડ વધશે.

સ્પીડ વધવાથી આવનારા સમયમાં રાજકોટ અને સૌરાષ્ટ્રને વધુ ટ્રેનો મળશે. જોકે ઈલેક્ટ્રિક ટ્રેન શરૂ થતાની સાથે જ અમદાવાદમાં જે એન્જિન બદલાવવા માટે સમય બગડતો હતો તે સમય નહીં બગડે. ઈલેક્ટ્રીક ટ્રેન શરૂ થવાથી જે રેગ્યુલર ટ્રેનમાં અપડાઉન કરતા હોય છે તેવા લોકો માટે પણ મુસાફરી ઘણી સરળ બની જશે. હાલ ડીઝલ એન્જિન ના કારણે ઘણા સમય બગડતો હોય છે.

આ ઉપરાંત અમદાવાદથી રાજકોટ ડબલ ટ્રેક પર પણ ટ્રેનો ચાલવા લાગી છે. ડબલ ટ્રેક પર ટ્રેનો ચાલે છે. એકી સાથે બે ટ્રેન અવરજવર કરી શકે છે. જેમના કારણે ક્રોસિંગની સમસ્યા ઘણે અંતે હળવી બની છે. ક્રોસિંગ સમયે પણ અન્ય ટ્રેન પસાર ન થાય ત્યાર સુધી બીજી ટ્રેનને રાહ જોવી પડતી હોય છે. આ ઉપરાંત અન્ય વધારાની ટ્રેનનો પણ લાભ સૌરાષ્ટ્રવાસીઓને મળશે. ટૂંક સમયમાં ઈલેક્ટ્રીક ટ્રેનો શરૂ થવાથી રેલવેને બમણો ફાયદો થશે.

આ પણ વાંચો :-

વધુ એક ગુજરાતીનું અમેરિકામાં અપહરણ કરીને અમદાવાદી યુવકની લાશ નદીમાં ફેંકી દીધી

  • gujarati youth killed in america : વિદેશની ધરતી પર ગુજરાતીઓને લૂંટીને મોતને ઘાટ ઉતારવાની વધુ એક ઘટના. ત્રાસવાદીઓએ હિરેન ગજેરાને મુક્ત કરવા એક લાખ ડોલર કે 70 કિલો ડ્રગ્સની ખંડણી માંગી હતી.

વિદેશની ધરતી ગુજરાતીઓ માટે સલામત રહી નથી. છતાં ગુજરાતીઓનો વિદેશ જવાનો મોહ ઘટતો નથી. વિદેશમાં વધુ એક ગુજરાતીને નિર્દતાથી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બની છે. અમેરિકામાં રહેતા અમદાવાદી યુવકનું અપહરણ કરાયુ હતું. જેને છોડાવવા માટે પરિવાર પાસેથી 1 લાખ યુએસ ડોલર અથવા તેને બદલે 70 કિલો ડ્રગ્સની ખંડણી માંગવામાં આવી હતી. જોકે, યુવકને મુક્ત કરાવાય તે પહેલા જ તેને મારીને તેની લાશ નદીમાં ફેંકી દેવાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા હિરેન ગજેરા વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે. તેઓએ 2006 થી લઈને 2014 સુધી અમેરિકાના એમ્પાલમ શહેરમાં સાગના લાકડાના એક્સપોર્ટનો બિઝનેસ વિકસાવ્યો હતો. તેના બાદ છેલ્લા 8 વર્ષથી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા હતા. 2022 ના માર્ચ મહિનામાં તેઓ ઈક્વાડોર પરત ફર્યા હતા. જ્યાં તેઓએ ક્યુએન્કા શહેરમાં નવુ ઘર બનાવ્યુ હતું.

41 વર્ષીય હિરેન ગજેરાનું થોડા દિવસ પહેલા જ કોલંબિયન ત્રાસવાદીઓ દ્વારા અપહરણ કરાયું હતું. જેના બાદ તેમના પરિવાર પાસેથી 1 લાખ યુએસ ડોલર અથવા તેને બદલે 70 કિલો ડ્રગ્સની ખંડણી માંગવામાં આવી હતી. ગજેરા પરિવાર દીકરાને બદલે આ રૂપિયા આપવા તૈયાર થયો હતો. નેગોશિયેન બાદ 20 હજાર યુએસ ડોલર પર ડીલ ડન થઈ હતી. છતાં ત્રાસવાદીઓએ હિરેનને મારી નાંખ્યો હતો. તેની લાશ નદીમાં ફેંકી દીધી હતી.

ત્યારે ગજેરા પરિવાર પર આભ તૂટી પડયું હતું. અમદાવાદના રહેતા હિરેનભાઈના પિતાએ કહ્યું કે, મેં મારા યુવાન દીકરાને મરવા માટે અમેરિકા નહોતો મોકલ્યો.

આ પણ વાંચો :-