- gujarati youth killed in america : વિદેશની ધરતી પર ગુજરાતીઓને લૂંટીને મોતને ઘાટ ઉતારવાની વધુ એક ઘટના. ત્રાસવાદીઓએ હિરેન ગજેરાને મુક્ત કરવા એક લાખ ડોલર કે 70 કિલો ડ્રગ્સની ખંડણી માંગી હતી.
વિદેશની ધરતી ગુજરાતીઓ માટે સલામત રહી નથી. છતાં ગુજરાતીઓનો વિદેશ જવાનો મોહ ઘટતો નથી. વિદેશમાં વધુ એક ગુજરાતીને નિર્દતાથી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બની છે. અમેરિકામાં રહેતા અમદાવાદી યુવકનું અપહરણ કરાયુ હતું. જેને છોડાવવા માટે પરિવાર પાસેથી 1 લાખ યુએસ ડોલર અથવા તેને બદલે 70 કિલો ડ્રગ્સની ખંડણી માંગવામાં આવી હતી. જોકે, યુવકને મુક્ત કરાવાય તે પહેલા જ તેને મારીને તેની લાશ નદીમાં ફેંકી દેવાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા હિરેન ગજેરા વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે. તેઓએ 2006 થી લઈને 2014 સુધી અમેરિકાના એમ્પાલમ શહેરમાં સાગના લાકડાના એક્સપોર્ટનો બિઝનેસ વિકસાવ્યો હતો. તેના બાદ છેલ્લા 8 વર્ષથી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા હતા. 2022 ના માર્ચ મહિનામાં તેઓ ઈક્વાડોર પરત ફર્યા હતા. જ્યાં તેઓએ ક્યુએન્કા શહેરમાં નવુ ઘર બનાવ્યુ હતું.
41 વર્ષીય હિરેન ગજેરાનું થોડા દિવસ પહેલા જ કોલંબિયન ત્રાસવાદીઓ દ્વારા અપહરણ કરાયું હતું. જેના બાદ તેમના પરિવાર પાસેથી 1 લાખ યુએસ ડોલર અથવા તેને બદલે 70 કિલો ડ્રગ્સની ખંડણી માંગવામાં આવી હતી. ગજેરા પરિવાર દીકરાને બદલે આ રૂપિયા આપવા તૈયાર થયો હતો. નેગોશિયેન બાદ 20 હજાર યુએસ ડોલર પર ડીલ ડન થઈ હતી. છતાં ત્રાસવાદીઓએ હિરેનને મારી નાંખ્યો હતો. તેની લાશ નદીમાં ફેંકી દીધી હતી.
ત્યારે ગજેરા પરિવાર પર આભ તૂટી પડયું હતું. અમદાવાદના રહેતા હિરેનભાઈના પિતાએ કહ્યું કે, મેં મારા યુવાન દીકરાને મરવા માટે અમેરિકા નહોતો મોકલ્યો.
આ પણ વાંચો :-