- સરળ શબ્દોમાં કહીએ તો ઈન્ટરનેટ દ્વારા કોઈપણ પ્રોડકટનું પ્રમોશન કરવું તેને ડિજિટલ માર્કેટિંગ કહેવામાં આવે છે. આજના ડિજિટલ યુગમાં તમે આ ફિલ્ડમાં કરિયર બનાવીને લાખોમાં કમાઈ શકો છો.
આજનો યુગ ડિજિટલ યુગ તરીકે ઓળખાય છે. દુનિયાભરમાં આજે અડધાથી વધુ વસ્તુઓ ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં ડિજિટલ માર્કેટિંગ ફિલ્ડમાં કરિયર બનાવવુ એ આજના સમયમાં ખૂબ જ ફાયદાકારક ઓપ્શન છે. આજો અમે તમારી સાથે નીચે કેટલીક ટીપ્સ શેર કરી રહ્યા છીએ, જેને અનુસરીને તમે આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકો છો.
1. જો આપણે આ ફિલ્ડમાં કરિયર વિશે વાત કરીએ, તો આજના સમયમાં આ ફિલ્ડનો મહત્તમ અવકાશ છે. તમે ડિજિટલ માર્કેટિંગ દ્વારા તમારા પ્રોડકટને કોઈપણ ટારગેટ ઓડીયન્સ સુધી સરળતાથી પહોંચાડી શકો છો. તેથી જ આજે મોટી કંપનીઓ ડિજિટલ માર્કેટિંગનું નોલેજ ધરાવતા લોકોને સારા પગાર પર નોકરી પર રાખી રહી છે.
2. આ ફિલ્ડમાં સોશિયલ નેટવર્કિંગ સાઈટસ પર માર્કેટિંગ ટેકનીક્સ એપ્લાય કરવામાં આવે છે. તમે ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા સાઈટસ પર જે જાહેરાતો જુઓ છો તે આનો એક ભાગ છે.
3. ઈમેલ માર્કેટિંગ પણ આનો એક ભાગ છે. ઈમેલ માર્કેટિંગમાં ઈમેલ મોકલીને અને લોકોના પ્રતિભાવનું વિશ્લેષણ કરીને માર્કેટિંગ કરવામાં આવે છે.
4. આમાં એક વધુ વસ્તુ આવે છે. જેને આપણે ગ્રોથ હેકિંગ કહીએ છીએ. આમાં કોઈપણ બિઝનેસ ચલાવવા માટે ફાઈનાન્સ સંબંધિત કોન્સેપ્ટ, કોસ્ટ ઈફેક્ટિવ મેનેજમેન્ટ અને બીજી ઘણી બાબતોને લગતી ટીપ્સ આપવામાં આવે છે.
5. આ સિવાય એક વસ્તુ હોય છે ઈનબાઉન્ડ માર્કેટિંગ. આમાં કોઈપણ સામાન અથવા સેવા ખરીદતા પહેલા, સામગ્રી નિર્માણ દ્વારા ગ્રાહકને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવે છે.
6. ડિજિટલ માર્કેટિંગનો સૌથી મહત્વપૂર્ણ ભાગ સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન (SEO) છે. આના દ્વારા, ગૂગલ અને યાહૂ જેવા સર્ચ એન્જિન દ્વારા પેજ વ્યુમાં વધારો કરવામાં આવે છે.
7. જે વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે. તેઓ ધોરણ 12 અથવા ગ્રેજ્યુએશન પછી આ કોર્સ કરી શકે છે. આ કોર્સ કરીને તમે કન્ટેન્ટ માર્કેટર, કોપી રાઈટર, કન્વર્ઝન રેટ ઓપ્ટિમાઈઝર વગેરે બની શકો છો.
આ પણ વાંચો :-