આ ૨ દિવસ ઘરની બહાર ન નીકળતા ! જાણો કયા વિસ્તારો માટે કરાઈ છે ભારે વરસાદની આગાહી

Share this story
  • Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી દિવસોમાં ચોમાસાના વરસાદની શરૂઆત થવાના હવામાન ખાતા દ્વારા સંકેતો અપાયા છે. આગામી ૪ દિવસમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી દિવસોમાં ચોમાસાના વરસાદની શરૂઆત થવાના હવામાન ખાતા દ્વારા સંકેતો અપાયા છે. આગામી ૪ દિવસમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

આ બે દિવસ રહી શકે છે ભારે :

તારીખ ૨૫ અને ૨૬ જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય ગુજરાતના નર્મદા, છોટા ઉદેપુર, અને વડોદરામાં રવિવારે તેમજ ભરૂચ, વડોદરા, અને સુરતમાં સોમવારે ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં રવિવારથી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ શરૂ થવાના પણ સંકેત અપાયા ચે.

અત્રે જણાવવાનું કે હવામાન ખાતાની આગાહી મુજબ રવિવારે નર્મદા, છોટા ઉદેપુર, અને વડોદરામાં વરસાદ પડશે જ્યારે સોમવારે વડોદરા, ભરૂચ અને સુરતમાં વરસાદની આગાહી કરાઈ છે. અખબારી યાદીમાં હવામાન ખાતાએ જણાવ્યું છે કે નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, મહિસાગર, ડાંગ, ગીર સોમનાથ અમેરેલીમાં શનિવારે હળવો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો :-