ગુમ થયેલી સબમરીન પર સવાર તમામ લોકોના મોત, સર્ચ ઓપરેશન દરમિયાન કાટમાળ મળ્યો – કંપનીનું નિવેદન

Share this story
  • Titan Submarine News: યુએસ કોસ્ટ ગાર્ડે ગુરુવારે જણાવ્યું હતું કે ગુમ થયેલી સબમરીનની શોધ કરતી વખતે ટાઈટેનિક જહાજની નજીક કાટમાળ મળી આવ્યો હતો.

એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થયેલ ટાઈટન સબમરીનના પાઈલટ અને મુસાફરો મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે. એપીના રિપોર્ટ અનુસાર સર્ચ અભિયાનમાં લાગેલી કંપનીએ ગુરુવારે (22 જૂન) આ વાત કહી છે. અગાઉ યુએસ કોસ્ટ ગાર્ડે કહ્યું હતું કે ગુમ થયેલી સબમરીનની શોધ કરતી વખતે ટાઇટેનિક જહાજ પાસે કાટમાળ મળી આવ્યો હતો.

ગુમ થયેલી સબમરીનની ઓપરેટિંગ કંપની ઓશનગેટે કહ્યું કે તેઓ માને છે કે સબમરીનમાં સવાર તમામ મુસાફરો દુ:ખદ રીતે ગુમાવ્યા છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે આ દુઃખદ સમયે અમારા વિચારો આ પાંચ મુસાફરોના પરિવારના દરેક સભ્ય સાથે છે. અમે આ અકસ્માત પર શોક વ્યક્ત કરીએ છીએ.

આ સબમરીન ટાઈટેનિકનો કાટમાળ બતાવવા ગઈ હતી :

ટાઈટેનિક જહાજનો ભંગાર બતાવવા માટે સબમરીન રવિવારે (18 જૂન) સવારે એટલાન્ટિક મહાસાગરમાં આઠ કલાકની મુસાફરી માટે રવાના થઈ હતી. ટાઈટેનિકનો કાટમાળ કેપ કૉડથી આશરે 1,450 કિલોમીટર પૂર્વમાં અને સેન્ટ જોન્સ, ન્યુફાઉન્ડલેન્ડથી 644 કિલોમીટર દક્ષિણમાં સ્થિત છે.

સબમરીનમાં કોણ સવાર હતા ?

બ્રિટિશ-પાકિસ્તાની અબજોપતિ પ્રિન્સ દાઉદ (એંગ્લો કોર્પના ઉપાધ્યક્ષ) અને તેમના પુત્ર સુલેમાન, બ્રિટિશ અબજોપતિ હેમિશ હાર્ડિંગ, ફ્રેન્ચ પ્રવાસી પૌલ-હેનરી નરગીયોલેટ અને ઓસેનગેટના સીઈઓ સ્ટોકટન રશ સબમરીનમાં સવાર હતા.

ન્યૂઝ અહેવાલ અનુસાર ગુમ થયેલ ટાઈટેનિકમાં પાંચ લોકો હાજર છે. જેમાં એક બ્રિટિશ સાહિસક, એક ફ્રેન્ચ ડાઇવર, એક પાકિસ્તાની પિતા અને પુત્ર અને ટાઈટેનિકના ભંગાર માટે પ્રવાસનું સંચાલન કરતી કંપની ઓશનગેટ એક્સપિડિશન્સના સ્થાપક હાજર હતા.

આ ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવાથી આ પાંચ મુસાફરોનાં મોતની આશંકા છે. કારણ કે આ પાંચેક દિવસનાં સમયગાળા દરમિયાન તેઓના કોઈ સગડ મળ્યા નથી. દરિયાની વચ્ચે આ પ્રકારે બચીને આટલો સમય પસાર કરવો લગભગ અશક્ય હોવાથી તેઓના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

કેનેડાના એક અધિકારીએ જણાવ્યું કે મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. MRCC (મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર) બોસ્ટન સબમરીન શોધ માટેના શક્ય તમામ પ્રયાસોને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું હતું.

આ પણ વાંચો :-