Home Blog Page 1049

યુટ્યુબર્સ માટે ગુડ ન્યુઝ : હવે YouTube પર થશે કમાણી જ કમાણી ! આવી રહ્યું છે જોરદાર ફિચર

0
  • YouTube ટૂંક સમયમાં જ એક નવું AI પાવર્ડ ડબિંગ ટૂલ Aloudનો ઉપયોગ કરશે. તેને ગુગલે ડેવલોપ કર્યું છે. તેની મદદથી યુટ્યુબ ક્રિએટર્સ પોતાના વીડિયોઝને અલગ અલગ લેન્ગવેજમાં ડબ કરી શકશે.

જો તમે યુટ્યુબ (Youtube) પર વીડિયો અપલોડ કરો છો તો એક નવું ફિચર તમારી કમાણી વધારવામાં મદદ કરશે. ઓનલાઈન વીડિયો શેરિંગ પ્લેટફોર્મે જાહેરાત કરી છે કે તે ગુગલના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વેસ્ટ ડબિંગ ટૂલ અલાઉડનો ઉપયોગ કરશે.

આ ટૂલ દ્વારા તમે અલગ અલગ લેન્ગ્વેજમાં વીડિયો ડબ કરી શકશો. એટલે કે ફર્ત પોતાની ભાષાના લોકો જ નહીં પરંતુ બીજી ભાષાઓના યુઝર્સ પણ તમારો વીડિયો જોશે અને સરળતાથી સમજી શકશે. આ પ્રકારે આ ફિચર તમને યુટ્યુબથી કમાણી વધારવામાં ખૂબ મદદ કરશે.

આ રીતે કામ કરે છે Aloud :

Aloudની વાત કરીએ તો આ વીડિયોને જાતે જ ટ્રાન્સક્રોઈબ કરે છે અને ડબિંગ વર્ઝન તૈયાર કરે છે. તેના ઉપરાંત આ ફિચર ડબિંગ પુરૂ કર્યા પહેલા ટ્રાન્સક્રિપ્શનને રિવ્યૂ અને એડિટ કરવાનું ઓપ્શન પણ આપે છે. અત્યાર સુધી કન્ટેઈન્ટ ક્રિએટર્સ યુટ્યુબ વીડિયોને બીજી લેન્વેજમાં ડબ કરવા માટે થર્ડ પાર્ટી એપ કે પ્લેટફોર્મ પર નિર્ભર હતા. જોકે નવા ફિચરના આવ્યા બાદ તેમનું કામ ખૂબ સરળતાથી થઈ જશે.

આ ભાષાઓમાં કરી શકાશે ડબિંગ : 

ઓડિયો ટ્રેકને બદલવા માટે તમારે ગિયર આઈકન પર ટેપ કરવાનું રહેશે. ત્યાર બાદ ઓડિયો ટ્રેક પર ટેપ કરો અને પસંદગીની લેંગ્વેજ સિલેક્ટ કરો. જે તમે વીડિયોમાં સાંભળવા માંગો છો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અલાઉડ ફિચર કઈ રીતે કામ કરે છે.

હાલ Aloud પર ફક્ત ઈંગ્લિશ, પોર્ટુગીઝ અને સ્પેનિશ લેંગ્વેજને સપોર્ટ કરે છે. ગુગલનો પ્લાન છે કે આવનાર સમયમાં તેમાં હિંદી અને બહાસા ઈંડોનેશિયા જેવી લેગ્વેજને સપોર્ટ પણ આપવામાં આવે.

Aloudમાં મળશે આ ફંક્શન 

યુટ્યુબ ક્રિએટર પ્રોડર્ટ્સના વાઈસ પ્રેસિડેન્ટ અમઝદ હનીફ અનુસાર, યુટ્યુબના હજારો કન્ટેન્ટ ક્રિએટર્સ આ ટૂલનો ઉપયોગ કરી રહ્યા છે. જલ્દી જ આ ફિચર દરેક માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. અહેવાલ અનુસાર હનીફે આગળ કહ્યું કે જેનરેટિવ AI દ્વારા અલાઉડમાં વોઈસ પ્રીઝર્વેશન, લિપ રી-એનિમેશન અને ઈમોશન ટ્રાન્સફર જેવા ફંક્શન પણ જોડવામાં આવશે.

આ પણ વાંચો :-

હવામાન વિભાગે આપ્યુ યલો એલર્ટ : આજે ગુજરાતના આ ૩ જિલ્લામાં તૂટી પડશે ધોધમાર વરસાદ

0
  • Gujarat Weather Forecast : આજે દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ.

ચોમાસાનું (Monsoon) સત્તાવાર રીતે આગમન થઈ ચુક્યું છે. ત્યારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. રવિવારે સૌરાષ્ટ્રભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. જેમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ થતાં પાલિકાની તંત્રની પોલ ખુલી ગઈ. કારણ કે રાજકોટના દક્ષિણ વિસ્તારમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી. તો ગોંડલમાં ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા.

ઉમવડા રેલ્વે અંડરબ્રિજમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી. સાથે જ ભાવનગર શહેરભરમાં ધોધમાર વરસાદ થતાં કુંભારવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી. આ ઉપરાંત કાળીયાબીડ, સંસ્કાર મંડળ, વાઘાવાડી રોડ પર પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરી પાણીમાં ડૂબતી દેખાઈ.

તો બોટાદ જિલ્લાભરમાં પણ મેઘરાજા ધમાકેદાર વરસ્યા. બોટાદ શહેરનાં ભાવનગર રોડ, તાજપર રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પાણી ભરાઈ ગયા. જ્યારે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. અમરેલીમાં પણ સવારથી વરસી રહેલા સતત વરસાદના કારણે ખેતરો વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા હતા.

આજે ક્યાં ક્યાં આગાહી :

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં પોણા ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભાવનગરના ઘોઘા તાલુકામાં ૩ ઈંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત આજે દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. તો આજે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ આવી શકે છે.

આગામી ત્રણ દિવસની વરસાદની આગાહી  :

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર પધરામણી થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આજે સુરત, ભરૂચ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. તો ૨૭ જૂને ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આવતીકાલે વડોદરા, વાપી, સુરત, નવસારી માટે પણ વરસાદની આગાહી અપાઈ છે. તો ૨૮ જૂને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.

યેલો એલર્ટ જાહેર  :

ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે. ત્યારે કેટલાક જિલ્લાઓને લઈ હવામાન વિભાગે યેલો અલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા સુરત, ભરૂચ અને ગીર સોમનાથ માટે યેલો અલર્ટ જાહેર કરાયું છે. આ ત્રણેય જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. તો આવતીકાલે વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદની એટલે કે ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે કે ભાવનગર, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં યેલો અલર્ટ છે.

આ પણ વાંચો :-

ડિજિટલ પેમેન્ટ કરતી વખતે આ બાબતોનું રાખજો ધ્યાન, નહીં તો તમારું એકાઉન્ટ થઈ જશે ખાલી !

0
  • આજકાલ આપણે બધા દૈનિક વ્યવહારો માટે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ. ભારત હવે ધીમે ધીમે ડિજિટલ તરફ જઈ રહ્યું છે. આજના સમયમાં ડિજિટલ ફ્રોડના મામલામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેથી તમારે પણ સાવચેત રહેવુ જોઈએ.

ફિઝિકલ પેમેન્ટને બદલે લોકો હવે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. આ મોડમાં તમે ગમે ત્યાં સરળતાથી પેમેન્ટ કરી શકો છો. પરંતુ જે રીતે ઓનલાઈન પેમેન્ટ વધી રહ્યું છે તે જ રીતે છેતરપિંડીના કેસ પણ વધી રહ્યા છે. જો તમે પણ ઓનલાઈન પેમેન્ટ કરી રહ્યા છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. ચાલો જાણીએ ઓનલાઈન છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય?

ઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચવું?

ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે તમારે હંમેશા સતર્ક રહેવાની જરૂર છે. તમારે તમારા ડિજિટલ એકાઉન્ટનો પાસવર્ડ હંમેશા યુનિક રાખવો જોઈએ જેથી કોઈ તમારા એકાઉન્ટને સરળતાથી એક્સેસ ન કરી શકે. આ સાથે, તમારે ટુ-ફેક્ટર-ઓથેન્ટિકેશનને પણ સક્રિય રાખવું જોઈએ.

આ સાથે તમારે તમારી વ્યક્તિગત અને નાણાકીય માહિતી ક્યારેય કોઈને જણાવવી ન જોઈએ. તમારે હંમેશા તમારા એકાઉન્ટ પર નજર રાખવી જોઈએ, કોઈપણ શંકાસ્પદ પેમેન્ટની તમારે સર્વિસ પ્રોવાઈડરને જાણ કરવી જોઈએ.

આ રીતે ફ્રોડથી બચો :

-તમારે હંમેશા ખાતરી કરવી જોઈએ કે તમારું ડિવાઈસ અને પેમેન્ટ અપ ટુ ડેટ છે.

-તમારે માત્ર વિશ્વસનીય એપ્સનો ઉપયોગ કરવો જોઈએ. તમારે કોઈપણ શંકાસ્પદ એપ્સ ડાઉનલોડ કરવી જોઈએ નહીં. એટલા માટે તમારે માત્ર એવી જ એપ્સ ડાઉનલોડ કરવી જોઈએ જેનો સિક્યોરિટીનો સારો ટ્રેક રેકોર્ડ હોય.

-તમારે હંમેશા કૌભાંડો માટે નજર રાખવી જોઈએ. તમને ખબર જ હશે કે માર્કેટમાં કેવા પ્રકારના કૌભાંડો થઈ રહ્યા છે. જો તમે તમારી જાતને અપડેટ રાખો છો, તો તમે તમારી જાતને ઘણી છેતરપિંડીથી બચાવી શકો છો.

-કોઈપણ ચુકવણી કરતા પહેલા તમારે ચુકવણીની રકમ અને રસીદની વિગતો તપાસવી આવશ્યક છે.

-તમારે સાર્વજનિક Wi-Fi નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. સાર્વજનિક Wi-Fi નો ઉપયોગ કરીને ઘણી છેતરપિંડી કરવામાં આવે છે. હેકર્સથી બચવા માટે તમારે હંમેશા વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ કરવો જોઈએ.

– નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) આવી છેતરપિંડીઓની જાણ કરતું રહે છે. આજના સમયમાં સોશિયલ એન્જીનીયરીંગ ટેક્નિક દ્વારા વધુ છેતરપિંડી કરવામાં આવે છે.

ડાયરામાં ફેમસ થયેલા કમાભાઈની એક ઝલક જોવા અમદાવાદ એરપોર્ટ પર ભીડ ઉમટી

0
  • લોકગાયક કીર્તિદાન ગઢવીના ડાયરાથી ફેમસ થયેલ કમો દુબઈના પ્રવાસે. કીર્તિદાન ગઢવી સાથે કમો દુબઈના પ્રવાસે. કમાને જોવા તથા સેલ્ફી લેવા એરપોર્ટ પર લોકોના ટોળા ઉમટી પડયાં.

કીર્તિદાન ગઢવીના ડાયરામાં ડાન્સ કરીને ફેમસ થઈ ગયેલા કમાની દરેક વાત જાણવામાં લોકોને રસ હોય છે. આવામાં કીર્તિદાનનો કમો એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર કીર્તિદાન ગઢવી અને કમાભાઈને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી. લોકોએ કમાભાઈ સાથે સેલ્ફી પડાવવા પડાપડી કરી હતી. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરનો માહોલ જોવા જેવો બની રહ્યો હતો.

No description available.

કમા તરીકે જાણીતા થયેલા કમલેશભાઈ નકુંભ એટલે કમાભાઈ દુબઈના પ્રવાસે છે. કમાભાઈ પણ કીર્તિદાન ગઢવીની સાથે દુબઈના પ્રવાસે છે. ત્યારે કીર્તિદાન અને કમાભાઈને મળવા એરપોર્ટ પર લોકો ઉમટી પડયા હતા. લોકો કમાભાઈ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. કીર્તિદાન ગઢવીના ડાયરા બાદ કમાભાઈ લોકપ્રિય થયા છે. લોકગાયક કીર્તિદાન ગઢવીના ડાયરામાં ડાન્સ કરીને કમાભાઈએ વિદેશમાં પણ ખ્યાતિ મેળવી લીધી છે.

No description available.

અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા કીર્તિદાન ગઢવી અને કમાભાઈને જોવા લોકોના ટોળા ઉમટી પડયા હતા. લોકો કમાભાઈ સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :-

ગુજરાતી IAS ઓફિસરનો લેટર બોમ્બ, ગુજરાતનું શિક્ષણ સડેલું હોવાનો પુરાવો આપી સરકારની પોલ ખોલી

0
  • ગુજરાતની કથળતી શિક્ષણનીતિ પર IAS ધવલ પટેલે દુઃખ વ્યક્ત કરી શાળાઓની સ્થિતિ ખુલ્લી પાડી. શાળા પર્વતોત્સવમાં ધવલ પટેલે જે શાળાઓની મુલાકાત લીધી તેમની દયનીય હાલત. છોટાઉદેપુર તાલુકાના ૬ ગામની શાળાઓનો રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ સચિવને મોકલ્યો.

છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ કથળેલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. IAS અધિકારી ધવલ પટેલે  પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખ્યો છે. જે બાદ શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠયાં છે. ધવલ પટેલે શાળા પ્રવેશોત્સવ દરમિયાન છોટાઉદેપુરની છ શાળાની મુલાકાત લીધી હતી. જે બાદ આ છ ગામની શાળાઓનો રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ સચિવને મોકલ્યો છે. શિક્ષણનું સ્તર અત્યંત નિમ્ન હોવાનો ધવલ પટેલે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પત્રમાં એવો ચોંકાવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને વાંચતા લખતા પણ નથી આવડતું. બાળકોને સમાનાર્થી અને વિરોધી જેવા સામાન્ય શબ્દનો અર્થ ખબર ન હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વાંચતા-લખતા ન આવડતું હોવા છતાં વિદ્યાર્થીઓ પાસ થયા હોવા પર ધવલ પટેલે સવાલ ઉઠાવ્યા છે. ૬ માંથી માત્ર એક જ શાળાના બાળકોના વ્યવસ્થિત શિક્ષણ મળતું હોવાનો ધવલ પટેલનો દાવો છે.

ગુજરાતની કથળતી શિક્ષણનીતિ પર IAS ધવલ પટેલે દુઃખ વ્યક્ત કરી શાળાઓની સ્થિતિ ખુલ્લી પાડી છે. શાળા પર્વતોત્સવમાં ધવલ પટેલે જે શાળાઓની મુલાકાત લીધી તેમની હાલત અત્યંત દયનીય છે. તેઓએ છોટાઉદેપુર તાલુકાના ૬ ગામની શાળાઓનો રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ સચિવને મોકલ્યો છે. તેઓએ શાળાઓનું શિક્ષણ અત્યંત નિમ્ન કોટીનું ગણાવ્યું. ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને વાંચતા લખતા પણ ન આવડતું હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો.

ધવલ પટેલે પત્રમાં લખ્યું કે આદિવાસી બાળકોને આપણે સડેલું શિક્ષણ આપીને તેઓને અન્યાય કરી રહ્યા છીએ. આદીવાસીઓ સાથે છળ કરવું એ નૈતિક અધઃપતનની પરાકાષ્ઠા છે. શિક્ષણ સચિવને લખેલા પત્રમાં ગુજરાતના શિક્ષણની પોલ છતી થઈ. આમ આઈએએસ અધિકારી ધવલ પટેલનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 આ પણ વાંચો :- 

 સુરત પોલીસની કાબિલેદાદ ધીરજ, અપહૃ‍ત ચાર વર્ષનાં બાળકને હેમખેમ શોધી કાઢ્યો

  • સ્મીમેર હોસ્પિ.માં દાખલ કરાયેલી પ્રસૂતાએ નવજાતને જન્મ આપ્યો, બીજી તરફ તેના ચાર વર્ષનાં બાળકનું કોઈ અપહરણ કરી ગયું !
  • પ્રસૂતાના પરિવારમાં આનંદ અને વેદનાનાં બેવડા માહોલ વચ્ચે પોલીસ માટે બાળકને હેમખેમ શોધી કાઢવાનું મહત્ત્વનું હતું.
  • પોલીસે બિલ્લી પગે ઘરમાં ઘૂસીને બાળકનો કબજો લઈ લેવા સાથે દંપતીની અટકાયત કરતાં આંખો પહોળી થઈ ગઈ, દંપતીને કોઈ સંતાન નહીં હોવાથી બાળકનું અપહરણ કર્યું હતું.
  • હોસ્પિ.નાં કેમેરાથી શરૂ થયેલી તપાસ એક વસાહત સુધી લઈ ગઈ, પરંતુ પોલીસ અપહરણકારને પોલીસની હાજરીનો અહેસાસ થવા દેવા નહોતી માંગતી અને પોલીસનાં આશ્ચર્ય વચ્ચે એક ઘરમાં બાળકના કંકુ પગલા કરવા સાથે પરિવારમાં નવજાતનો જન્મ થયો હોય એવો ઉત્સવ ચાલી રહ્યો હતો !

ગઈકાલે શનિવારે સુરત મનપાની સ્મીમેર હોસ્પિ.માં એક જ પરિવારમાં અત્યંત દુઃખદ અને અત્યંત આનંદની ઘટના એકસાથે બનવા પામી હતી. આ આખી ઘટનામાં ખાખીવર્દી પોલીસની કાબિલેદાદ કામગીરી રહી હતી. પોલીસની તત્કાળ અને અસરકારક કામગીરીને પગલે પ્રસૂતિ માટે દાખલ થયેલી માતાની આંખોમાં હર્ષનાં આંસુ રેલાયાં હતાં અને સમગ્ર પોલીસતંત્રને ખોળો પાથરીને આશીર્વાદ, દુઆઓ પાઠવી હતી.

સમગ્ર ઘટનાક્રમ જોતા હોસ્પિ.માં પ્રસૂતાનું દાખલ થવું સ્વભાવિક છે, પરંતુ એક તરફ નવજાત બાળકનાં આગમનની પ્રતિક્ષાનો આનંદ અને બીજી તરફ પ્રસૂતાનાં જ ચાર વર્ષનાં બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવે ત્યારે સમગ્ર પરિવારનો જીવ તાળવે ચોંટી જાય એ સ્વાભાવિક છે.

સ્મીમેર હોસ્પિ.માં પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવેલી પ્રસૂતા અને પરિવાર સાથે આવી જ આઘાતજનક ઘટના બનવા પામી હતી. કતારગામ ગજેરા સ્કૂલ નજીક જનતાનગરમાં રહેતાં શિવશંકર ચંદ્રબલી ગૌડા એમ્બ્રોઈડરીનાં કારખાનામાં કામ કરે છે. શિવશંકરની પત્ની ગોમતી સગર્ભા હોવાથી ગત તા.૨૩મીનાં રોજ પ્રસૂતિ માટે સ્મીમેર હોસ્પિ.માં દાખલ કરવામાં આવી હતી અને તેણે એક તંદુરસ્ત બાળકને જન્મ પણ આપ્યો હતો. માતાને હો‌સ્પિ.માં દાખલ કરવામાં આવી હોવાથી તેણીનો ચાર વર્ષનો પુત્ર અર્ક પણ હોસ્પિટલમાં આવ્યો હતો. પરંતુ અર્કને હોસ્પિ.માં લઈ આવવાનું પરિવારને ભારે પડયું હતું.

એક તરફ પરિવારમાં નવા બાળકનું આગમન થયાનો આનંદ હતો. બરાબર આ જ સમયે ચાર વર્ષનો માસૂમ પુત્ર અર્ક અચાનક ગુમ થઈ ગયો હતો! પ્રસૂતિનાં પલંગ નજીક અને સગાઓની નજર સામે ઊભેલો પુત્ર અર્ક અચાનક ગુમ થઈ જવાની ઘટનાએ શિવશંકરનાં પરિવારને વિહવળ બનાવી દીધું હતું. નવજાત બાળકનાં જન્મનાં આનંદ વચ્ચે બીજો પુત્ર ગુમ થવાની ઘટનાએ પરિવારને સ્તબ્ધ બનાવી દીધો હતો. ખુશાલીને બદલે આંખોમાંથી દુઃખની ધારાઓ વહેવા માંડી હતી.

હોસ્પિ. પ્રશાસનને જાણ કરવામાં આવી હતી. પરંતુ જાણે લાગણીશૂન્ય હોય એ રીતે પ્રશાસને પોલીસને જાણ કરીને પોતાની ફરજ પૂરી કરી દીધી હતી.

પરંતુ ખાખીવર્દીએ પ્રસૂતા માતા અને પરિવારની લાગણી સાથે પોતાની લાગણી જોડીને માસૂમ બાળકને શોધવાનાં સંનિષ્‍ઠ અને જાણે પોતાનું બાળક ખોવાયું હોય એવા પ્રયાસો હાથ ધરી ધીરજથી કામ લીધું હતું. પોલીસ સૌપ્રથમ બાળકની સલામતી માટે ચિંતિત હતી. ઘટના અંગે પો.કમિ. અજયકુમાર તોમરને વાકેફ કરવા સાથે વરાછા પોલીસ મથકનાં પો.ઈ. અલ્પેશ ગાબાણીએ તપાસનો દોર હાથ ધર્યો હતો.

વરાછા પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચનાં પો.ઈ. લ‌િલત વાગડિયા, એચ.એમ. ગઢવી, જે.એન. ઝાલા સહિત કાફલો તપાસમાં જોતરાયો હતો અને ખૂબ ગંભીરતાથી અને પોલીસ તપાસનો કોઈને પણ અણસાર આવે નહીં એ રીતે તપાસનો પ્રારંભ કર્યો હતો. હોસ્પિ.નાં સીસી કેમેરાથી શરૂઆત કરતાં એક મહિલાની શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી. આ કેમેરાનાં દૃશ્યોએ જ પોલીસ તપાસ સફળ રહેવાની આશા ઉપજાવી હતી અને તેમ છતાં પોલીસને એક વાતનો ડર હતો કે પોલીસ તપાસ વિલંબમાં પડશે તો બાળક સાથે કોઈક અજુગતી ઘટના બની શકે અને આ ડરનાં કારણે જ પોલીસે પોતાની જાત (વર્દી)ને છુપાવી લીધી હતી.

સ્મીમેર હોસ્પિ.નાં કેમેરાથી શરૂ થયેલી તપાસ આગળ વધતા વધતા પુંણાગામ વિસ્તારમાં આવેલી વિજયનગર સોસાયટી સુધી દોરી ગઈ હતી. અહીંયા આવીને પોલીસ અટકી ગઈ હતી. કારણ કે હવે જ ધીરજથી કામ લેવાનું હતું. પોલીસને એક વાતની ખાતરી થઈ ગઈ હતી કે, બાળક આસપાસનાં વિસ્તારમાં જ હોવો જોઈએ. પોલીસ ખૂબ જ સાવધાનીપૂર્વક અને સતત ઓળખ છુપાવીને એક એક કદમ મૂકી રહી હતી.

અલ્પેશ ગાબાણી

દરમિયાન એક ખોલી જેવા ઘરમાં ચહલપહલનો અવાજ આવી રહ્યો હતો. પરિવારમાં કોઈ ખુશાલી હોય એવું લાગી રહ્યું હતું. ઘરમાં એક બાળકનાં કંકુપગલાં થઈ રહ્યાં હતાં!! અને બાળકનો ઘરમાં પ્રવેશ કરાવીને ખુશાલી વ્યક્ત કરવામાં આવી રહી હતી.

બરાબર આ જ સમયે પોલીસે ઘરમાં પ્રવેશ કરતાં પરિવાર દંગ રહી ગયું હતું. ચહેરા ઉપરનો આનંદ ઓસરી ગયો હતો. દંપતીને ખ્યાલ આવી ગયો હતો કે, તેમનું પરાક્રમ ઉઘાડું પડી ગયું છે.

પોલીસે જરા પણ વિલંબ કર્યા વગર બાળકનો કબજો લઈ લીધો હતો અને દંપતીની અટકાયત કરતાં વિજયનગર સોસાયટીમાં ખળભળાટ મચી ગયો હતો. આ તરફ બાળક હેમખેમ કબજામાં આવી જતાં ખાખીવર્દી પોલીસ પોતાનાં અસલી રૂપમાં આવી ગઈ હતી અને બાળક સાથે લઈને હો‌સ્પિ.માં દાખલ પ્રસૂતા પાસે પહોંચી હતી અને બાળક હેમખેમ હોવાનું કહીને પ્રસૂતા માતાની આંખનાં દુઃખનાં આંસુ લૂછી હરખના આંસુ વહેડાવ્યાં હતાં.

ગુનેગારોને શોધવા પોલીસ અવનવી તરકીબો કરતી હોય છે. ઘણી વખત દિવસો સુધી ગુનેગારો હાથમાં આવતા નથી ત્યારે પોલીસનો પારો આસમાને પહોંચી જતો હોય છે. એક તરફ ઉપરી અધિકારીઓનું દબાણ, શાસકો, રાજકારણીઓ તરફથી ઊભા કરાતા સવાલોને કારણે ઘણી વખત પોલીસમાં હતાશાનું વાતાવરણ ફરી વળતું હોય છે.

વળી ખાસ કરીને માસૂમ બાળકનું અપહરણ અને માસૂમ ભુલકાઓ સાથે આઘાતજનક કૃત્યોની ઘટનાઓનાં ઉકેલમાં વિલંબ થાય ત્યારે પોલીસ વધુ બહાવરી બની જતી હોય છે. કારણ કે, ખંડણી વસૂલવા માટે માસૂમ ભુલકાઓ હાથવગું સાધન બની જાય છે અને મોટા ભાગનાં બનાવોમાં ખંડણી વસૂલવામાં વિલંબ થાય અથવા તો ગુનેગારો પોતાની ઓળખ જાહેર થવાના ભયથી બાળકોની હત્યા કરાયાનાં અનેક બનાવો બનતા રહ્યાં છે.

બાળકનું __મિલન

સ્મીમેર હોસ્પિ.માંથી અપહરણ કરાયેલા બાળકને જીવતો લઈ આવવાનું પોલીસ માટે અત્યંત મહત્ત્વનું હતું. સાથે ગુનેગારોને એવો પણ અંદાજ આવવો જોઈએ નહીં કે પોલીસનો પડછાયો તેની પાછળ દોડી રહ્યો છે અને પોલીસે બાળકને હેમખેમ મેળવવાનાં લક્ષ્ય સાથે તપાસનો દોર શરૂ કરતાં આખરે સુખદ પરિણામ મળ્યું હતું. પોલીસને પોતાની પ્રશંસા કરતાં બાળક મળી ગયાની વાતનો વધુ આનંદ હતો.

બાળકનું અપહરણ કરનાર દંપતીની પૂછપરછ કરતાં પોલીસને વધુ આંચકાજનક વિગતો જાણવા મળી હતી. સીમા શંકર ભંવરલાલ પ્રજાપતિ અને પતિ શંકર પ્રજાપતિની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, રાજસ્થાનનાં પાલી જિલ્લાનાં મહુવા ગામનું વતની દંપતીનાં લગ્નનાં ૨૦ વર્ષનો સમય પસાર થઈ ગયો હતો. પરંતુ સંતાનપ્રા‌િપ્‍ત થઈ નથી. પોતાનું સંતાન નહીં હોવાથી સંતાનસુખ મેળવવા અધીરા બનેલા આ દંપતીએ કાયદેસર બાળક દત્તક લેવાનો રસ્તો પડતો મૂકીને હોસ્પિટલમાંથી કોઈકનાં બાળકનું અપહરણ કરવાનો ખતરનાક નિર્ણય કર્યો હતો અને સ્મીમેર હોસ્પિ.માંથી બાળકનું અપહરણ કરીને સાડીનાં પાલવમાં માસૂમ બાળકને છુપાવીને સીમા પ્રજાપતિ નીકળી ગઈ હતી! પરંતુ બાળક માટે બહાવરી બનેલી સીમાને એ વાતનો ખ્યાલ રહ્યો નહોતો કે બાળકની જનેતા માતાની હાલત કેવી થશે?

ખેર, પ્રસૂતા માતાને પોતાનું બાળક મળી ગયાનો આનંદ થયો હતો. પોલીસ પણ પોતાની કામગીરીથી ખુશ હતી પરંતુ બાળકનું અપહરણ કરનાર દંપતીને બાળકનું અપહરણ કરવાનાં ગુનામાં સજા કાપવાના દિવસો આવશે.
સીમા અને શંકર પ્રજાપતિ જેવા ઘણા પરિવારો નિઃસંતાન હશે. પરંતુ કોઈકનાં બાળકનું અપહરણ કરવાથી માતા-પિતા બની શકાતું નથી એ વાત સીમા અને શંકર ભૂલી ગયાં હતાં.

IMG-20230625-WA0064

ભૂતકાળમાં પણ નિઃસંતાન મહિલાઓ દ્વારા બાળકોનાં અપહરણની ઘટનાઓ પોલીસ દફતરે નોંધાઈ હતી. પરંતુ સરવાળે એક પણ દંપતી બાળકનું અપહરણ કરીને સંતાનસુખ ભોગવી શક્યું નથી. બલ્કે જેલની સજા ભોગવવાના દિવસો આવ્યા હશે.

આ પણ વાંચો :-

૨૫ જૂન / તુલા, મકર સહિત આ રાશિના જાતકોનો રવિવાર ‘ભારે’, કાળજી નહીં રાખો તો ટેન્શનનો પાર નહીં રહે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
દિવસની શરૂઆત આનંદ થી થતી જણાય. બપોર સુધી આવક પણ જળવાય. બપોર પછી આવક ઓછી થતી જણાય અને ‌તબિયતમાં પણ અસ્વસ્થતા જણાય. શરદી-ખાંસી-થાક લાગવાની તકલીફ જણાય. ધંધામાં પ્રગતિ.

વૃષભઃ
સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિધ્ધાંતવાદી વલણ વધે. આર્થિક મોરચે ફાયદો થતો જણાય. પરિવારમાં આનંદ-પ્રમોદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારૂ. નોકરી-ધંધા માં પ્રગતિ. સ્વાસ્થ્ય જળવાય.

મિથુનઃ
કોઇ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. સરકારી કામકાજ, લખાણ બરોબર વાંચી ને કરવું. નાણાંકીય લાભ મેળવી શકાશે, પરિવારમાં આનંદ. સંતાન ની પ્રગતિથી મન હરખાય. વાહ‌ન સુખ મળે. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય.

કર્કઃ
આજનો દિવસ તમામ રીતે આનંદ-ઉત્સાહ લઇ ને આવ્યો છે. આવકમાં વધારો થાય. પરિવાર ના તમામ સભ્યો વચ્ચે એકરાગીતા જળવાશે. નોકરી-ધંધામાં મિશ્રફળ મળે. આરોગ્ય સારૂં રહેશે. માત્ર જમણી છાતી ની કાળજી રાખવી.

સિંહઃ
મનમાં ચંચળતા રહે. આપનું મન કોઇ કળી શકે નહીં. નવા મિત્રો બનશે. જુના મિત્રો ને મળવાનું થાય. પ્રિયપાત્ર સાથે પ્રેમ જળવાશે. જીવનસાથી ની પ્રગતિથી આનંદ. ધંધામાં પ્રગતિ. સત્તા, હોદ્દો, માન માં વધારો થાય.

કન્યાઃ
દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહ માં વધારો થતો જણાય. માનસિક શાંતિ અનુભવાય. નાણાંની આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવાર ના સભ્યોની પ્રગતિ થતી જણાય. નોકરી-ધંધા માં ફાયદો થતો જણાય. માથા નો દુઃખાવો રહે.

તુલાઃ
વિદેશ ના સંબંધો તરફથી લાભ મળતો જણાય. વિદેશ જવાની વ્યવસ્થા નું આયોજન થતું જણાય. માનસિક સંતોષ રહેતો જણાય. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ શક્ય બને.

વૃશ્ચિકઃ
સ્વભાવ માં થોડી ઉગ્રતા જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. આર્થિક દ્રષ્ટિએ સારો દિવસ. માતા-પિતા સાથે મનમેળ રહે. નવા રોકાણો ફાયદા કારક નીવડે. વાહન સુખ મિલકત સુખમાં વધારો થાય. સ્વાસ્થ્ય જળવાય.

ધનઃ
માનસિક રીતે અસંતોષની ભાવના પેદા થાય. નાના ભાઇ-બહેનો સાથે સારૂ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવાર પ્રત્યે ઉદા‌સીનતા વર્તાય. ભાગ્ય બળવાન બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ અનુભવાય.

મકરઃ
માન-સન્માન માં વધારો થતો જણાય. નાણાંકીય બાબતો અંગે સંતોષ. પરિવારમાં આનંદ. સ્થાવર જંગમ મિલકતના રોકાણોમાં સાનુકુળતા જણાય. સંતાન ના પ્રશ્નો ઉકેલાય. સંતાન તરફથી પ્રેમ મળતો જણાય. આરોગ્ય સારૂ.

કુંભઃ
આર્થિક બાબતો અંગે શુભ દિવસ. છતાં આજે કોઇને ઉધાર આપવું નહીં. નાણાં ઉછીના આપવા નહીં. પૈસા ફસાઇ ન જાય તેનું ધ્યાન રાખવું. શરદી-ખાંસી તાવ નો ઉપદ્રવ રહે. દિવસ ના પૂર્વાર્ધમાં ધંધા બાબતે સારૂ.

મીનઃ
આનંદ-ઉત્સાહ સભર દિવસ જણાય. આર્થિક પાસુ મજબુત બને. પરિવારના સ્ત્રીવર્ગ ને સફળતા મળતી જણાય. પત્નિ સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ધંધાકીય બાબતો માં સાચવવું. વિચારીને નિર્ણયો લેવાની સલાહ છે.

આ પણ વાંચો :-

Rashmi Desai Hot Photos : રશ્મિ દેસાઈના બોલ્ડ અવતારના સૌ કોઈ છે દિવાના, જુઓ તસવીરો

  • ફરી એકવાર રશ્મિએ તેના ગ્લેમરસ ફોટોશૂટની તસવીરોથી બધાનું ધ્યાન ખેંચ્યું છે, જેને જોઈને ચાહકોના દિલના ધબકારા વધી ગયા છે.

રશ્મિ દેસાઈ (Rashmi Desai) આજે કોઈ ઓળખ પર આધારિત નથી. પછી તે ભોજપુરી સિનેમા હોય કે હિન્દી ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીએ દરેક જગ્યાએ પોતાનો સિક્કો જમાવ્યો છે. રશ્મિના શાનદાર પ્રદર્શનના લાખો લોકો દિવાના છે.

રશ્મિ દેસાઈએ ૩૭ વર્ષની ઉંમરે પણ તબાહી મચાવી છે. તેની બોલ્ડ સ્ટાઈલ અને ચાર્મિંગ સ્ટાઈલ દરેકનું દિલ જીતી લે છે.

ફરી એકવાર રશ્મિએ તેના ગ્લેમરસ ફોટોશૂટની તસવીરોથી બધાનું ધ્યાન ખેંચ્યું છે, જેને જોઈને ચાહકોના દિલના ધબકારા વધી ગયા છે.

આ ફોટામાં રશ્મિ દેસાઈ ફ્લોરલ પ્રિન્ટ સાથે પીચ કલરના ટ્રાઉઝર અને મેચિંગ બ્લેઝર પહેરેલી જોવા મળે છે. અભિનેત્રીએ નગ્ન મેકઅપ અને ખુલ્લા વાળ સાથે તેના દેખાવને પૂરક બનાવ્યો છે.

કેમેરાની સામે આ લુકને ખૂબ જ સુંદર રીતે બતાવતા રશ્મિએ ઘણા કિલર પોઝ આપ્યા છે જે ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

એક્ટ્રેસનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેઓ તેના જોરદાર વખાણ કરતા જોવા મળી રહ્યા છે. એકે લખ્યું કોઈ આટલું હોટ કેવી રીતે હોઈ શકે? એકે લખ્યું અત્યારે તું આટલી ક્યૂટ લાગશે તો અમારું શું થશે !

 

મહિલા શિક્ષિકાને એક યુવાન સાથે ફોન પર મેસેજ કરવાનું ભારે પડી ગયું

0
  • સુરતમાં એક મહિલા શિક્ષિકાને એક યુવાન સાથે ફોન પર મેસેજ કરવાનું ભારે પડી ગયું હતું. પ્રેમમાં ગાંડા બનેલા સુરતના ઉત્રાણના એક યુવાને હદ વટાવી હતી.

તેણે શિક્ષિકાને કહ્યું કે, ‘તારા હાલ ગ્રીષ્મા જેવા કરી નાંખીશ.’ ત્યારે શિક્ષિકાને આવી ધમકી આપતા યુવકને કતારગામ પોલીસે જેલના સળિયા ગણતો કરી દીધો હતો. શિક્ષિકા 6 વર્ષથી યુવાનના સંપર્કમાં હતી અને યુવક તેને લગ્ન કરવા દબાણ કરતો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતારગામમાં રહેતી ૨૬ વર્ષીય એક યુવતી ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. યુવતી અમરોલી ઉત્રાણ પાસેના કીર્તિનગરમાં રહેતા શૈશવ ગુર્જર નામના યુવકના સંપર્કમાં આવી હતી. યુવતીના મામાનું ઘર તેના ઘર પાસે હોવાથી તે બંને આવજા કરતા હતા. બંને વચ્ચે મિત્રતા બની હતી. પરંતુ યુવતીએ યુવક સાથે મિત્રતા પૂરતા જ સંબંધ રાખ્યા હતા. તેણે પ્રેમ સંબંધ બાંધવાની ના પાડી હતી.

યુવતીની સગાઈ નવસારીમાં થઈ હતી. તો બીજી તરફ શૈશવની સગાઈ અંકલેશ્વરમાં નક્કી થઈ હતી. પરંતુ તે એક મહિનામાં જ તૂટી ગઈ હતી. પોતાની સગાઈ તૂટી જતા શૈશવે યુવતી પાસે આવીને પ્રેમ સંબંધ રાખવા કહ્યુ હતું. પરંતુ યુવતીએ ના પાડી હતી. શૈશવે તેને સંબંધ રાખવા દબાણ કર્યું હતું. પરંતુ યુવતીએ તેને સ્પષ્ટ ના પાડી હતી.

આ બાદ શૈશવે યુવતીને ધમકી આપી હતી કે જો તું સગાઈ કરીશ તો વરાછામાં બનેલી ગ્રીષ્માની ઘટનાનું પુનરાવર્તન હું તારી સાથે કરીશ અને તે પણ તારી સગાઈ થયાના પંદર દિવસની અંદર તૈયારી રાખજે. સાથે જ શૈશવે યુવતીને તેની સાસરીવાળાને પોતાની સાથેના ફોટો બતાવીને તેની સગાઈ તોડી નાંખવાની પણ ધમકી આપી હતી.

આમ યુવતી ગભરાઈ ગઈ હતી. તેણે પોતાના પરિવારજનોને આ વિશે વાત કરી હતી. જેથી અંતે કતારગામ પોલીસે ફરિયાદ નોંધાવી હતી. તેના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં શૈશવની અટકાયત કરી હતી.

આ પણ વાંચો :-

 

સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓ વિવાદમાં ! નિત્યસ્વરૂપદાસ સહિત 3 સામે એફઆરઆઈ નોંધવા કોર્ટનો આદેશ

0
  • રાજકોટથી સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓ વિવાદમાં આવ્યા છે. નિત્યસ્વરૂપદાસ સહિત 3 સ્વામીઓ સામે એફઆરઆઈ નોંધવા કોર્ટે આદેશ આપ્યો છે.

જેમાં આજીડેમ પોલીસને સાત દિવસમાં ગુનો નોંધી અહેવાલ રજૂ કરવાનો હુકમ કરાયો છે. 3 ડિસેમ્બર 2021ના રોજ સરધાર ગામે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં બીપીન મકવાણાના કબજાની જમીનમાં તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે 14 જાન્યુઆરી 2022ના રોજ બીપીન મકવાણા રાજકોટની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓ અને તેમના માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરી હતી.

આ કેસમાં કોર્ટ દ્વારા એટ્રોસીટી, બગીચામાં તોડફોડ, રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે 6 ડિસેમ્બર 2021ના રોજ આજીડેમ પોલીસને લેખિત ફરિયાદ કરવા છતાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં નહોતી આવી.

-રાજકોટ : સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓ વિવાદમાં !

નિત્યસ્વરૂપદાસ સહિત 3 સ્વામીઓ સામે FIR નોંધવા કોર્ટનો આદેશ

-આજીડેમ પોલીસને સાત દિવસમાં ગુનો નોંધી અહેવાલ રજૂ કરવાનો હુકમ

-એટ્રોસીટી, બગીચામાં તોડફોડ, રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવા કર્યો આદેશ

-3 ડિસેમ્બર 2021ના રોજ સરધાર ગામે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં બીપીનભાઈ મકવાણાના કબજાની જમીનમાં કરવામાં આવી હતી તોડફોડ

-6 ડિસેમ્બર 2021ના રોજ આજીડેમ પોલીસને લેખિત ફરિયાદ કરવા છતાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં નહોતી આવી

-સમગ્ર મામલે 14 જાન્યુઆરી 2022ના રોજ બીપીન મકવાણા રાજકોટની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓ અને તેમના માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરી હતી.

આ પણ વાંચો :-