- YouTube ટૂંક સમયમાં જ એક નવું AI પાવર્ડ ડબિંગ ટૂલ Aloudનો ઉપયોગ કરશે. તેને ગુગલે ડેવલોપ કર્યું છે. તેની મદદથી યુટ્યુબ ક્રિએટર્સ પોતાના વીડિયોઝને અલગ અલગ લેન્ગવેજમાં ડબ કરી શકશે.
જો તમે યુટ્યુબ (Youtube) પર વીડિયો અપલોડ કરો છો તો એક નવું ફિચર તમારી કમાણી વધારવામાં મદદ કરશે. ઓનલાઈન વીડિયો શેરિંગ પ્લેટફોર્મે જાહેરાત કરી છે કે તે ગુગલના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વેસ્ટ ડબિંગ ટૂલ અલાઉડનો ઉપયોગ કરશે.
આ ટૂલ દ્વારા તમે અલગ અલગ લેન્ગ્વેજમાં વીડિયો ડબ કરી શકશો. એટલે કે ફર્ત પોતાની ભાષાના લોકો જ નહીં પરંતુ બીજી ભાષાઓના યુઝર્સ પણ તમારો વીડિયો જોશે અને સરળતાથી સમજી શકશે. આ પ્રકારે આ ફિચર તમને યુટ્યુબથી કમાણી વધારવામાં ખૂબ મદદ કરશે.
આ રીતે કામ કરે છે Aloud :
Aloudની વાત કરીએ તો આ વીડિયોને જાતે જ ટ્રાન્સક્રોઈબ કરે છે અને ડબિંગ વર્ઝન તૈયાર કરે છે. તેના ઉપરાંત આ ફિચર ડબિંગ પુરૂ કર્યા પહેલા ટ્રાન્સક્રિપ્શનને રિવ્યૂ અને એડિટ કરવાનું ઓપ્શન પણ આપે છે. અત્યાર સુધી કન્ટેઈન્ટ ક્રિએટર્સ યુટ્યુબ વીડિયોને બીજી લેન્વેજમાં ડબ કરવા માટે થર્ડ પાર્ટી એપ કે પ્લેટફોર્મ પર નિર્ભર હતા. જોકે નવા ફિચરના આવ્યા બાદ તેમનું કામ ખૂબ સરળતાથી થઈ જશે.
આ ભાષાઓમાં કરી શકાશે ડબિંગ :
ઓડિયો ટ્રેકને બદલવા માટે તમારે ગિયર આઈકન પર ટેપ કરવાનું રહેશે. ત્યાર બાદ ઓડિયો ટ્રેક પર ટેપ કરો અને પસંદગીની લેંગ્વેજ સિલેક્ટ કરો. જે તમે વીડિયોમાં સાંભળવા માંગો છો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અલાઉડ ફિચર કઈ રીતે કામ કરે છે.
હાલ Aloud પર ફક્ત ઈંગ્લિશ, પોર્ટુગીઝ અને સ્પેનિશ લેંગ્વેજને સપોર્ટ કરે છે. ગુગલનો પ્લાન છે કે આવનાર સમયમાં તેમાં હિંદી અને બહાસા ઈંડોનેશિયા જેવી લેગ્વેજને સપોર્ટ પણ આપવામાં આવે.
Aloudમાં મળશે આ ફંક્શન
યુટ્યુબ ક્રિએટર પ્રોડર્ટ્સના વાઈસ પ્રેસિડેન્ટ અમઝદ હનીફ અનુસાર, યુટ્યુબના હજારો કન્ટેન્ટ ક્રિએટર્સ આ ટૂલનો ઉપયોગ કરી રહ્યા છે. જલ્દી જ આ ફિચર દરેક માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. અહેવાલ અનુસાર હનીફે આગળ કહ્યું કે જેનરેટિવ AI દ્વારા અલાઉડમાં વોઈસ પ્રીઝર્વેશન, લિપ રી-એનિમેશન અને ઈમોશન ટ્રાન્સફર જેવા ફંક્શન પણ જોડવામાં આવશે.
આ પણ વાંચો :-