- Pashupatinath Temple : નેપાળના કાઠમાંડૂમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાંથી ૧૦ કિલો સોનું ગાયબ થયું છે. આ ઘટનાથી ભારે હોબાળો મચી ગયો છે. આ અંગે તપાસ કરવા માટે રવિવારે બપોરથી મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે.
નેપાળના કાઠમાંડૂમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાંથી ૧૦ કિલો સોનું ગાયબ થયું છે. આ ઘટનાથી ભારે હોબાળો મચી ગયો છે. આ અંગે તપાસ કરવા માટે રવિવારે બપોરથી મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. જાણવા મળતી માહિતી અનુસાર પશુપતિનાથ મંદિરના ૧૦૦ કિલોના આભૂષણમાંથી ૧૦ કિલો સોનુ ગાયબ થયું છે. આ મામલે મંદિર તરફથી ફરિયાદ કરવામાં આવી છે.
પશુપતિનાથ મંદિરમાં થયેલી ચોરી પછી એન્ટી કરપ્શન બોડીએ મંદિરનું સંચાલન પોતાના હાથમાં લીધું છે અને મંદિર શ્રદ્ધાળુઓ માટે રવિવારથી બંધ કરી દેવામાં આવ્યું છે. સીઆઈએએ ભ્રષ્ટાચાર નિયંત્રણ માટેની નેપાળ સરકારની સર્વોચ્ચ સંસ્થા છે.
પશુપતિ ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણે દાવો કર્યો છે કે તેમણે જલાહારી બનાવવા માટે ૧૦૩ કિલો સોનું ખરીદ્યું હતું પરંતુ તેમાંથી 10 કિલો સોનુ ગાયબ છે. આ મામલે તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે.
પશુપતિનાથ મંદિર પ્રશાસનનું કહેવું છે કે ૧૦ કિલો સોનું ચોરી થયાની વાત સામે આવી છે. ત્યારબાદ આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે. જે વ્યક્તિ આ કામમાં દોષી સાબિત થશે તેને કડકમાં કડક સજા કરવામાં આવશે. જો કે હાલ તો પશુપતિનાથ મંદિર ભક્તો માટે પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
આ પણ વાંચો :-