- લોકગાયક કીર્તિદાન ગઢવીના ડાયરાથી ફેમસ થયેલ કમો દુબઈના પ્રવાસે. કીર્તિદાન ગઢવી સાથે કમો દુબઈના પ્રવાસે. કમાને જોવા તથા સેલ્ફી લેવા એરપોર્ટ પર લોકોના ટોળા ઉમટી પડયાં.
કીર્તિદાન ગઢવીના ડાયરામાં ડાન્સ કરીને ફેમસ થઈ ગયેલા કમાની દરેક વાત જાણવામાં લોકોને રસ હોય છે. આવામાં કીર્તિદાનનો કમો એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર કીર્તિદાન ગઢવી અને કમાભાઈને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી. લોકોએ કમાભાઈ સાથે સેલ્ફી પડાવવા પડાપડી કરી હતી. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરનો માહોલ જોવા જેવો બની રહ્યો હતો.
કમા તરીકે જાણીતા થયેલા કમલેશભાઈ નકુંભ એટલે કમાભાઈ દુબઈના પ્રવાસે છે. કમાભાઈ પણ કીર્તિદાન ગઢવીની સાથે દુબઈના પ્રવાસે છે. ત્યારે કીર્તિદાન અને કમાભાઈને મળવા એરપોર્ટ પર લોકો ઉમટી પડયા હતા. લોકો કમાભાઈ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. કીર્તિદાન ગઢવીના ડાયરા બાદ કમાભાઈ લોકપ્રિય થયા છે. લોકગાયક કીર્તિદાન ગઢવીના ડાયરામાં ડાન્સ કરીને કમાભાઈએ વિદેશમાં પણ ખ્યાતિ મેળવી લીધી છે.
અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા કીર્તિદાન ગઢવી અને કમાભાઈને જોવા લોકોના ટોળા ઉમટી પડયા હતા. લોકો કમાભાઈ સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો :-