Home Blog Page 1047

હસતો-રમતો પરિવાર વિખેરાયો : થરા હાઈવે પર અકસ્માતમાં પતિ-પત્ની અને દીકરીનું મોત

0
  • Banaskantha news : બનાસકાંઠામાં મોડી રાતે કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર પતિ, પત્ની અને દીકરીનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું.

બનાસકાંઠાના કાંકરેજના થરા હાઈવે પર મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને સ્વિફ્ટ ગાડી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમા એક નાનકડો હસતો રમતો પરિવાર વિખેરાયો હતો. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. પતિ-પત્ની અને નાનકડી દીકરીનું ઘટનાસ્થળે મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે મોડી રાતે બનાસકાંઠાના ડીસાના માણેકપુર ગામમાં રહેતા વેરશીજી ઠાકોર પોતાના પરિવાર સાથે બાઈક પર નીકળ્યા હતા. બાઈક પર તેમની પત્ની ભાનુબેન ઠાકોર અને 10 વર્ષની દીકરી તેજલ ઠાકોર હતા. નાનકડો એવો આ પરિવાર થરા હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન એક સાથે બાઈક ભટકાયુ હતું.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળ પર જ વેરશીજી ઠાકોર તેમના પત્ની અને દીકરી મૃત્યુ પામ્યા હતા. ઘટના સ્થળે ભારે અરેરાટીના દ્રશ્યો સર્જાયા હતા.

તો બીજી તરફ અકસ્માતને પગલે હાઈવે પર ચક્કાજામ થયો હતો. હાઈવે પર ગાડીઓનો કાફલો ભેગો થયો હતો. બાદમાં ટ્રાફિક દૂર કરાયો હતો. ત્રણેય વ્યક્તિનું મોત નિપજતા તેમના મૃતદેહને નજીકની થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો આવી ગયા હતા.

આ પણ વાંચો :-

 

 

સુરતમાં રાત્રે વરસાદની બેટિંગ : કોર્પોરેશનના વહીવટની ખુલી પોલ

0
  • ચોમાસાની શરૂઆતના બીજા દિવસે સુરતમાં ભારે વરસાદ પડયો હતો. રાત્રે શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

મોટરસાઈકલ પાણીમાં ગરકાવ જોવા મળી હતી તો ક્યાંક દુકાનોની ખુરશીઓ. અત્યારે તો ચોમાસાનો પૂરો વરસાદ આવવાનો બાકી છે અને જો બીજા જ દિવસના વરસાદમાં સુરત શહેરની આ હાલત થશે તો ભવિષ્યમાં શું સ્થિતિ હશે તેનો અંદાજ લગાવી શકાય છે.

પોશ વિસ્તારો પણ ના રહ્યા બાકી :

સુરત શહેરમાં મંગળવારે રાત્રે મેઘાએ જોરદાર બેટિંગ શરૂ કરી હતી. દરેક જગ્યાએ લોકો ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોતા હોય છે. સુરતના લોકો પણ કમોસમી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ચોમાસાના બીજા દિવસે પણ સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી.

શહેરના રસ્તા હોય કે રહેણાંક વિસ્તારની શેરીઓ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે સ્વાભાવિક રીતે જ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. સુરતના પોશ વિસ્તારનો ઘોડદોડ રોડ હોય કે પછી ઉધના અને ડિંડોલી વિસ્તારના રસ્તાઓ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

પ્રિ-મોનસૂન પ્લાન પર સવાલો :

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ એવી બની છે કે એક આઈસ્ક્રીમની દુકાન અને ચાઈનીઝ વેચનારની દુકાનની બહાર પાર્ક કરેલી મોટરસાઈકલ અને દુકાનની ખુરશીઓ પાણીમાં ગરકાવ જોવા મળી હતી અને દુકાનદારો પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા હતા. જેથી ત્યાં કામ કરતા કામદારો ગટર ખુલ્લી કરી પાણી કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

ચોમાસાના બીજા દિવસે વરસાદના દિવસે સુરતની આ હાલત છે તો હજુ સુધી વરસાદની આખી સિઝન બાકી છે ત્યારે શું થશે તમે કલ્પના કરી શકો છો. ચોમાસાના બીજા દિવસે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિએ સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂન કાર્યવાહી પર પણ સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો :-

ગુજરાતના આ સ્થળને કેમ કહે છે મીની કાશ્મીર? વરસાદ પડતા જ કેમ અહીં ઉમટી પડે છે ગુજરાતીઓ ?

0
  • ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે. જ્યાં તમને મોજ-મસ્તીની સાથે મનની શાંતિ પણ મળશે. તમામ સ્થળો એવા છે જ્યાં તમે તમારી પર્સનલ કારમાં સરળતાથી પહોંચી શકો છો.

ગુજરાતમાં આવેલું છે મીની કાશ્મીર (Mini Kashmir). જાણીને નવાઈ લાગશે પણ આ હકિકત છે. પોલો ફોરેસ્ટ આ નામ આ સ્થળ હાલ ગુજરાતીઓ માટેનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન (Hot Favorite Destination) બની ગયું છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલું આ સ્થળ ચોમાસામાં પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે. પોળોનું જંગલ સાંબરકાંઠા (Sambarkantha) જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું છે.

તે હિંમતનગરથી 70 કિમી દૂર અને અમદાવાદથી 160 કિમી દૂર છે. તથા રાજસ્થાનના ઉદયપુરથી (Udaipur in Rajasthan) 120 કિમી દૂર છે. અહીં રાષ્ટ્રીય રાજમાર્ગ 8 દ્વારા પહોંચી શકાય છે. જાહેર પરિવહન ઉપલબ્ધ છે. જો કે આ માટે પહેલેથી તપાસ કરીને જવું. જંગલની બરાબર વચ્ચે થઈને હરણાવ નદી વહે છે. જેના પર એક મોટો બંધ અને કેટલાક નાના આડબંધ પણ બાંધવામાં આવેલા છે.

પોલોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો. બારેય મહિના તમે પોલોના જંગલોમાં આવી શકો છો. ચોમાસામાં આપ અહીં આવશો તો આપને પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે. જેને જોઇને આપનું મન પણ પ્રકુલિત થઈ જશે. એટલું નહીં અહીં બાજુમાં જ રાજસ્થાન બોર્ડર આવેલી છે. તેથી છાટાં-પાણીના શોખીનો ફરવાના બહાને ત્યાં પણ આંટો મારતા આવે છે. એ પણ એક કારણ છે કે ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતની બોર્ડર પર આવેલાં આ સ્થળે લોકો પલળવા માટે પહોંચી જાય છે.

No description available.

કોણે આપી હતી મીની કાશ્મીરની ઉપમા?

પોળોનું જંગલ 300 ચોરસ કિલોમીટરની વિશાળ કંદરાઓમાં પથરાયેલું છે. હાલ સાંબરકાંઠામાં મેઘરાજાના થયેલા આગમન બાદ સોળે કાળે આ વિસ્તાર ખીલી ઉઠયો છે. આખા જંગલમાં હરણાવ નદી પણ પ્રવાસીઓ માટે આકર્ષનું મુખ્ય કેન્દ્ર બની છે તો નાના ઝરણા અને જંગલમાંથી વહેતા નીર પક્ષીઓની કિલકારીઓ સાંભળીને લોકોને મિની કશ્મીરમાં આવ્યા હોવાની અનુભૂતી મહેસુસ થઈ રહી છે. સાબરકાંઠા જીલ્લામાં જન્મેલા કવિ ઉમાશંકર જોશી એ તો પોતાની કવિતાઓમાં પણ પોળોના જંગલને મીની કાશ્મીર તરીકેની ઉપમા આપી છે.

આસપાસના જોવાલાયક સ્થળો :

આ સાથે તમને અભાપુરનું શક્તિમંદર, કલાત્મક છત્રીઓ, શરણેશ્વર મહાદેવ, રક્ત ચામુંડા, લાખેણાના દેરા, સદેવંત સાવળિંગાના દેરા જેવા સ્થળો જોવા મળશે. ગુજરાત સરકાર દવારા પોળો ફેસ્ટિવલનું પણ આયોજન થાય છે.

ફોટોગ્રાફી માટે ફેવરિટ સ્પોટ :

પોળોના જંગલોની વાત કરીએ તો ખાસ કરીને અહીં વીડિયોગ્રાફી, શુટિંગ, ફોટોગ્રાફી કે વનડે કે બે દિવસની પિકનિક માટે લોકો વધુ આવે છે. આ જગ્યા મહારાણા પ્રતાપની વિચરણ ભૂમિ તરીકે પણ જાણીતી છે. અહીં જોવા માટે ચૌદમી-પંદરમી સદીના સોલંકી યુગના મંદિરો ચે. તથા વણજ ડેમ અને ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઈટ આવેલા છે. અહીં ઉમરાના વૃક્ષના મૂળમાંથી ગુપ્ત ગંગા એટલે કે પાણીનો સ્ત્રોત પણ વહે છે જે સૌને પોતાની તરફ આકર્ષિત કરે છે.

પોળોનો ઈતિહાસ :

પ્રાચીન પોળો શહેર હરણાવ નદીને કાંઠે વસેલું છે ઈડરના પરિહાર રાજાઓ દ્વારા 10મી સદીમાં આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાનું લોકમુખે સાંભળવા મળે છે ત્યારબાદ મારવાડના રાઠોડ રાજપૂતો દ્વારા 15 મી સદીમાં આ સ્થળ કબજે કરાયું.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ચોમાસું જામ્યું : નવસારી-વલસાડમાં ૩ દિવસ અતિ ભારે વરસાદની આગાહી

0
  • ગુજરાતમાં ચોમાસાએ તોફાની શરૂઆત કરી છે અને અત્યાર સુધી મોસમનો સરેરાશ ૧૩.૪૫ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

હવામાન વિભાગે આગામી ૨૮થી ૩૦ જૂન દરમિયાન નવસારી- વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ દ્વારા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવાયો છે અને તમામ ટીમને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

ચોમાસાએ ત્રણ દિવસમાં સમગ્ર રાજ્યને આવરી લીધું :

દેશમાં નૈઋત્યનું ચોમાસુ ગત વર્ષ કરતા એક સપ્તાહ મોડું ૮ જૂને બેઠુ હતું અને ૧૧થી ૨૨ જૂન સુધી તો મહારાષ્ટ્ર કાંઠે અટકી ગયું હતું. આમ છતાં ૨૩ જૂનથી આજ સુધીમાં સ્પીડ વધારીને મેઘરાજાએ ગુજરાતમાં વાવણીનો સમય સાચવી લીધો છે. સમગ્ર રાજ્યમાં ૩૦ જૂન સુધીમાં ચોમાસુ બેસે છે તેના બદલે ૨૭ જૂને સમગ્ર રાજ્યમાં ચોમાસુ પ્રવેશી ગયાનું સત્તાવાર જાહેર થયું છે.

આગામી દિવસોમાં ક્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી :

28 જૂન: નવસારી- વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં અતિભારે. નર્મદા-ભરૂચ-સુરત-ડાંગ-તાપી-રાજકોટ-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ-કચ્છમાં ભારે વરસાદની આગાહી

29 જૂન: નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-સુરત-ડાંગ-તાપીમાં અતિભારે. બનાસકાંઠા-સાબરકાંઠા-પંચમહાલ-દાહોદ-વડોદરા-છોટા ઉદેપુર-નર્મદા-ભરૂચ-રાજકોટ-જૂનાગઢ-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ-બોટાદમાં ભારે વરસાદની આગાહી

30 જૂન: નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં અતિ ભારે. નર્મદા-સુરત-ડાંગ-તાપી-પોરબંદર-જૂનાગઢ-ભાવનગર-ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

આધાર કાર્ડ અંગે અત્યંત મહત્વના સમાચાર, સરકાર તરફથી લોકોને મોટી રાહત

0
  • ૨૭ જૂનના રોજ પ્રકાશિત એક નોટિફિકેશનમાં કહેવાયું છે કે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આરજીઆઈ કાર્યાલયને જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રેશન દરમિયાન પ્રદાન કરાયેલી ઓળખ વિગતોને પ્રમાણિત કરવા માટે આધાર ડેટાબેસના ઉપયોગની મંજૂરી આપી દીધી છે.

કેન્દ્ર સરકારે રજિસ્ટ્રાર જનરલના કાર્યાલય (RGI) ને દેશમાં જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રેશન વખતે આધાર પ્રમાણીકરણ કરવાની મંજૂરી આપી દીધી છે. જો કે આવા રજિસ્ટ્રેશન માટે આધાર જરૂરી નહીં હોય. ૨૭ જૂનના રોજ પ્રકાશિત એક નોટિફિકેશનમાં કહેવાયું છે કે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આરજીઆઈ કાર્યાલયને જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રેશન દરમિયાન પ્રદાન કરાયેલી ઓળખ વિગતોને પ્રમાણિત કરવા માટે આધાર ડેટાબેસના ઉપયોગની મંજૂરી આપી દીધી છે.

શું કહે છે જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રેશન અધિનિયમ 1969

જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રેશન અધિનિયમ ૧૯૬૯માં કહેવાયું છે કે નિયુક્ત રજિસ્ટ્રારને રિપોર્ટિંગ ફોર્મ જન્મ કે મૃત્યુમાં માંગવામાં આવેલી અન્ય વિગતોની સાથે એકત્ર કરાયેલા આધાર નંબરના સત્યાપન માટે સ્વૈચ્છિક આધાર પર હા કે નહીં આધાર પ્રમાણીકરણ કરવાની મંજૂરી આપવામાં આવશે.

મામલો જન્મના મામલે બાળક, માતા પિતા અને સૂચના આપનારાની ઓળખ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી હોઈ શકે છે અને જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રેશન દરમિયાન પ્રદાન કરાયેલા મામલામાં માતા-પિતા, પતિ કે પત્ની અને સૂચના આપનારાની ઓળખ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી હોઈ શકે છે.

રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન આધાર પ્રમાણીકરણના ઉપયોગ સંબંધમાં મંત્રાલય દ્વારા નિર્ધારિત દિશાનિર્દેશોનું પાલન કરશે. વર્ષ ૨૦૨૦માં મંત્રાલયે નિયમોને અધિસૂચિત કર્યા જેમાં કહેવાયું કે કેન્દ્ર સરકાર સુશાસન, જાહેર ધનના  ફ્લોને રોકવા અને જીવનમાં સરળતા વધારવા માટે સંસ્થાઓને ભલામણ કરીને આધાર ઓથોન્ટીકેશનની મંજૂરી આપી શકે છે.

આ પણ વાંચો :-

હાપા માર્કેટ યાર્ડમાં જીરુંનો જલવો ! સેન્સેક્સની જેમ અત્યાર સુધીના રેકોર્ડનો ઐતિહાસિક ભાવ બોલાયો

0
  • હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઈ પટેલે વિગત આપતા જણાવ્યું કે, આપા માર્કેટિંગ યાર્ડમાં દિવસે દિવસે જીરું ના પાકની મબલક આવક થઈ રહી છે અને ખેડૂતોને સારો એવો ભાવ પણ મળી રહ્યો છે.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં દિવસે દિવસે ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેના પગલે એક ખેડૂતને ૧૧૮૦૦ રૂપિયા મણનો ભાવ જીરુનો મળ્યો છે. જે હાપા માર્કેટ યાર્ડમાં અત્યાર સુધીનો સૌથી રેકોર્ડ બ્રેક અને ઐતિહાસિક ભાવ છે. બે દિવસ પહેલા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના એક ખેડૂતને ૧૦૨૨૫ જીરૂના મણનો ભાવ મળ્યો હતો.

હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઈ પટેલે વિગત આપતા જણાવ્યું કે, આપા માર્કેટિંગ યાર્ડમાં દિવસે દિવસે જીરું ના પાકની મબલક આવક થઈ રહી છે અને ખેડૂતોને સારો એવો ભાવ પણ મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે. જેવી રીતે શેર બજારમાં સેન્સેક્સ સતત ઉછળતો હોય અને બજારમાં બોલબાલા હોય તેવી રીતે જામનગર પંથકમાં જીરુંની હાલ બોલબાલા છે અને જીરૂનો જમાનો આવ્યો છે.

જોકે જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં પણ ૧૦૦૦૦ થી ઉપરનો ભાવ જીરુંનો ખેડૂતને મળ્યો છે. આમ જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટિંગ યાર્ડ અને હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જીરુંનો ઊંચો ભાવ મેળવી રહ્યા છે. જામનગર પંથકમાં જીરુંનું મબલખ ઉત્પાદન થઈ રહ્યું છે અને ખેડૂતોએ માવજત કરી સારું બિયારણ વાપરી અને આ જીરુંનો પાક પકવ્યો છે. જેના કારણે જીરુંનો ઊંચો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. જેના પગલે હાલારના ખેડૂતો પણ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :-

રેસ્ટોરેન્ટના બિલ જેટલા રૂપિયામાં મળી રહ્યો છે ફોન, એકસાથે 4-4 ખરીદી રહ્યા છે ગ્રાહકો

  • જો તમારી પાસે પણ સ્માર્ટફોન છે અને તમે સેકન્ડરી ફોન તરીકે ફીચર ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમારા માટે કેટલાક શાનદાર વિકલ્પો લાવ્યા છીએ જે તમારા બજેટમાં સરળતાથી ફિટ થઈ જશે.

મોટાભાગના લોકો જેનું કામ કોલિંગ સંબંધિત હોય છે તેઓ ફીચર ફોનને સેકન્ડરી ફોન તરીકે પોતાની પાસે રાખે છે. તેની પાછળ એક મોટું કારણ છે. જોકે આ ફોન ઓપરેટ કરવામાં ઈઝી હોય છે અને તેનું વજન પણ ઘણું ઓછું છે. આ સાથે તે ખૂબ મજબૂત અને વ્યાજબી પણ હોય છે.

તેથી જ લોકો તેનો ઉપયોગ કરે છે. જો તમારી પાસે પણ સ્માર્ટફોન છે અને તમે સેકન્ડરી ફોન તરીકે ફીચર ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો. તો આજે અમે તમારા માટે કેટલાક શાનદાર વિકલ્પો લાવ્યા છીએ જે તમારા બજેટમાં સરળતાથી ફિટ થઈ જશે.

Lava Hero 600i (કિંમત 849 રૂપિયા)

આ એક પાવરફુલ અને એફોર્ડેબલ ફીચર ફોન છે. જેમાં ગ્રાહકોને લાઇટ વેટવાળી ડિઝાઈન તો મળે છે સાથે જ ફોનમાં 10 પ્રાદેશિક ભાષાઓ માટે સપોર્ટ, ઓટો કોલ રેકોર્ડિંગ ફીચર, વાયરલેસ એફએમ (રેકોર્ડિંગ ફીચર સાથે) અને 32 જીબીની એક્સપાન્ડેબલ મેમરી પણ મળી જાય છે. આ એક મજબૂત ડિઝાઇનવાળો ફોન છે.

IKALL (કિંમત 839 રૂપિયા)

IKALL K52 ફોનમાં ગ્રાહકોને સ્ટાઈલિશ અને મજબૂત ડિઝાઈન મળી જાય છે સાથે જ આ ફોનમાં ગ્રાહકોને કૉલ રેકોર્ડિંગ અને કિંગ વોઈસની સુવિધા પણ જોવા મળે છે. આ ફોન વજનમાં હલકો છે અને તેને કેરી કરવો ખૂબ જ સરળ છે.

IKALL K3310 (કિંમત 744)

આ ફોન ડયુઅલ સિમને સપોર્ટ કરી શકે છે. આ સ્થિતિમાં જો તમારી પાસે એક્સ્ટ્રા સિમ કાર્ડ હશે તો તમને કોઈપણ પ્રકારની સમસ્યા નહીં થાય અને તમે તેમાં બીજું સિમ કાર્ડ પણ ઈન્સ્ટોલ કરી શકો છો. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ફોનમાં 1000mAH બેટરી ઉપલબ્ધ છે સાથે જ તેમાં 1.8 ઈંચની ડિસ્પ્લે પણ મળી જાય છે.

IKALL K20 (કિંમત 929 રૂપિયા)

IKALL K20 નો આ ફીચર ફોન ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. ફીચર ફોન હોવા છતાં, તે એકદમ ટ્રેન્ડી અને સ્ટાઈલિશ છે. આમાં ગ્રાહકોને 1.8-ઈંચની ડિસ્પ્લે મળે છે, તેની સાથે ગ્રાહકોને ડયુઅલ સિમ કાર્ડ પણ મળે છે. ગ્રાહકોને ફોનમાં 2500 mAh બેટરી પણ મળે છે. આ બેટરીના કારણે તમે ફોનને બે દિવસ સુધી ચલાવી શકો છો.

આ પણ વાંચો :-

૨૮ જૂન / વૃષભ, તુલા સહિત આ રાશિના જાતકોના બુધવારે ધાર્યા કામ પાર પડશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ:
આજે દિવસ દ‌રમિયાન માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

વૃષભ:
આજનો દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જુના મિત્રોની મુલાકાત શક્ય બને.

મિથુન:
આજેપણ આર્થિક ઉપાર્જન વધતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતિ થતી જણાય. નવંુ જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય જળવાય.

કર્ક:
આર્થિક દૃષ્ટિએ દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ-ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. જુના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી.

સિંહ:
સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ચિંતા રહે.

કન્યા:
આવકમાં વધારો થતાં મન પ્રફુલ્લીત રહે. નાના ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા. સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલા:
પરોપકાર, હિંમત, છટાદાર વાણી રહે. અણુ-ઉર્જા સંશોધન, ઈલેક્ટ્રોનિક્સ, બુકસેલરના ધંધામાં વધારે પ્રગતિ થાય. માતા તથા પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારે કરવી પડશે.

વૃશ્ચિક:
આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા-વાદ વિવાદ ટાળવાની સલાહ છે.

ધન:
ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતિ ઓછી થતી જણાય. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.

મકર:
આર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શક્યતાઓ છે. માતૃપક્ષ તરફથી આનંદના સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય.

કુંભ:
ભાગ્ય બળવાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય. પરિણામે દિવસ દરમિયાન પ્રસન્‍નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય.

મીન:
આજે આવક ઘટતી જણાય. માનસિક પરિતાપ-ચિંતા સતાવે. પરિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ચિંતા. તથા ધંધામાં પણ ચિંતાનું વાતાવરણ રહે. આરોગ્ય જાળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

આ તારીખે અમદાવાદમાં આમને સામને હશે ભારત-પાકિસ્તાન ! નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાશે વર્લ્ડ કપની ફાઈનલ

0
  • ક્રિકેટની દુનિયાનો સૌથી મોટો મુકાબલો એટલે કે ભારત-પાકિસ્તાનની મેચ અમદાવાદમાં રમાશે. વર્લ્ડ કપમાં આગામી ૧૫ મી ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ. આ હાઈવોલ્ટેજ મુકાબલા પર રહેશે દુનિયાભરના ક્રિકેટ ચાહકોની નજર.

આ વર્ષના અંતમાં ભારતમાં વનડે વિશ્વકપ રમાનાર છે. ત્યારે વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર થઈ ચુક્યો છે. ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત આવી ગયો છે. ક્રિકેટની દુનિયાનો સૌથી મોટો મુકાબલો એટલેકે ભારત-પાકિસ્તાનની મેચ અમદાવાદમાં રમાશે. વર્લ્ડ કપમાં આગામી ૧૫ મી ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ.

આ હાઈવોલ્ટેજ મુકાબલા પર રહેશે દુનિયાભરના ક્રિકેટ ચાહકોની નજર. લાંબા અંતરાલ બાદ ભારત આવશે પાકિસ્તાનની ટીમ. અને મેદાનમાં જોવા મળશે હાઈવોલ્ટેજ ડ્રામા. ગુજરાતના ક્રિકેટ રસિકો માટે વધુ એક સારા સમાચાર છે. ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ પણ અમદાવાદમાં જ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાશે વર્લ્ડ કપની ફાઈનલ.

ODI વર્લ્ડ કપ ૨૦૨૩નું સત્તાવાર શિડ્યૂઅલ જાહેર થઈ ગયું છે. ટૂર્નામેન્ટ શરૂ થવાના ૧૦૦ દિવસ પહેલા ICCએ એક કાર્યક્રમમાં વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કરી હતી. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ ૮ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. તમામ ૧૦ ટીમોએ લીગ રાઉન્ડમાં ૯-૯ મેચ રમવાની છે.

ICC એ ODI વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. ટૂર્નામેન્ટની મેચો ૫ ઓક્ટોબરથી ૧૯ નવેમ્બર સુધી રમાશે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડનો સામનો અમદાવાદમાં ન્યુઝીલેન્ડ સામે થશે. આ જ સમયે ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ૮ ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. ૪૬ દિવસની ટૂર્નામેન્ટમાં કુલ ૪૮ મેચો રમાશે. કુલ ૧૦ ટીમો વિશ્વકપ રમશે. આ માટે ૮ ટીમો ક્વોલિફાય થઈ છે. ૨ ટીમો અંગેનો નિર્ણય ક્વોલિફાયરમાંથી થશે.

ICC World Cup 2023 Knockouts :

•1st Semifinal – 15th November, Mumbai.

•2nd Semifinal – 16th November, Kolkata.

•Final – 19th November, Ahmedabad.

8th October: India Vs Australia (Chennai)
11th October: India Vs Afghanistan (Delhi)
15th October: India Vs Pakistan (Ahmedabad)
19th October: India Vs Bangladesh (Pune)
22nd October: India Vs New Zealand (Dharamshala)
29th October: India Vs England (Lucknow)
2nd November: India Vs Qualifier 2 (Mumbai)
5th November: India Vs South Africa (Kolkata)
11th November: India Vs Qualifier 1 (Bengaluru)

આ પણ વાંચો :-

રસ્તે જતા મા-દીકરા પર ગાય તૂટી પડી, પુત્રને બચાવવા જતા માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

0
  • રાજ્યમાં ફરી એકવાર રખડતા ઢોરના હુમલાના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં જ વડોદરામાં એક વ્યક્તિનું રખડતા ઢોરે અડફેટે લેતા મોત નિપજ્યું હતું. ત્યારે હવે જામનગરમાં રસ્તે જતા માતા-પુત્ર પર ઢોરના હુમલાનો બનાવ બન્યો છે.

જેમાં દીકરાને બચાવવા જતા માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ અને હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ગાયના હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

શેરીમાં ચાલતા જતા મા-દીકરા પર ગાયનો હુમલો :

જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ નંબર ૫૩માં વિદ્યાબેન ચિરાગભાઈ શેઠિયા નામની એક મહિલા પોતાના પુત્ર સાથે ગલીમાંથી નીકળી રહી હતી. ત્યારે જ સામેથી રખડતું ઢોર આવે છે અને બાળક અને મહિલા પર હુમલો કરી દે છે. મહિલાએ ગમે તેમ કરીને પોતાના બાળકને છોડાવીને બચાવી લીધો. પરંતુ ગાયે તેના પર હુમલો ચાલુ રાખ્યો અને પગ વડે આખું શરીર ખૂંદતી રહી. જેમાં મહિલાને મોઢા તથા શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી છે. ઉપરાંત ચહેરામાં મોટો ચીરો પણ પડી ગયો છે.

લગભગ ૪૦ સેકન્ડ સુધી મહિલાને ગાય ખૂંદતી રહી. જોકે સ્થાનિકોએ પાણી છાટતા અને લાકડી ફેંકતા આખરે ગાય ત્યાંથી ભાગી ગઈ હતી. મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે, જ્યાં હાલ તેની સારવાર કરવામાં આવી રહી છે. જોકે ગાયના હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ પણ વાંચો :-