Home Blog Page 1039

ડાકોર મંદિરમાં જ ઢળી પડ્યો વ્યક્તિ, પોલીસ દેવદુત બનીને આવી અને…

0
  • સ્વાસ્થય અને સલામતીના ભાગરૂપે રાજ્યમાં પોલીસ જવાનોને CPR ટ્રેનિંગ આપવામાં આવી હતી. જે સીપીઆરની તાલીમ હવે ખરા અર્થમાં જીવન રક્ષક સાબિત થઈ રહી છે.

ડાકોર મંદિર બહાર એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા પોલીસે સીપીઆર આપીને જીવન બચાવી લીધું છે. ડાકોર મંદિરની બહાર એક દર્શનાર્થી ભક્તને હાર્ટ એટેક આવતા અચાનક મંદિરમાં જ પડી ગયા હતા.

જો કે ઘટના સ્થળે હાજર PSI અને હેડ કોન્સ્ટેબલે તેમને સીપીઆર આપ્યું હતું. પ્રાથમિક રીતે સીપીઆર મળતા વ્યક્તિનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું ડોક્ટર્સ દ્વારા જણાવાયું હતું. તેમનો પરિવાર પણ ઘટના અંગે માહિતી મળતા દોડી આવ્યો હતો અને તેમણે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને પીએસઆઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચોંકાવનારી રીતે વધારો થયો છે. તેવામાં જરૂરી છે કે દરેક નાગરિકને સીપીઆર અંગે માહિતી હોય. જેથી આવી સ્થિતિમાં જો કોઈ હાર્ટ એટેક પીડિત વ્યક્તિને જો સમયસર સીપીઆર મળી જાય તો તેને બચાવી શકાય. કેટલાક કિસ્સાઓમાં સીપીઆર નહી મળવાનાં કારણે પણ મોત નિપજ્યાં હોવાની શક્યતાઓ છે. જેને જોતા જરૂરી છે કે દરેક નાગરિકને સીપીઆર અંગેની માહિતી હોય.

આ પણ વાંચો :-

સાળંગપુર હનુમાનજીનું વિશાળ સ્વરૂપ હવે આ જગ્યાએ જોવા મળશે, બજરંગ બલીની ૩૯ ફૂટ ઊંચી મૂર્તિનું અનાવરણ

0
  • આણંદમાં ઉમરેઠનાં ઓડમાં સંકટમોચન હનુમાનજી ભગવાનની ૩૯ ફૂટ ઊંચી મૂર્તિનું સંતો-મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.

આણંદનાં ઉમરેઠનાં ઓડ ગામે ૩૯ ફૂટ ઉંચી હનુમાનજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. સાળંગપુરનાં કષ્ટભંજન દેવની પ્રતિકૃતિ ઓડ ગામમાં જોવા મળી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઓડ ગામના જાહેર રસ્તા પર વિશાળ હનુમાનજી મૂર્તિ સૌનું ભક્તિનું કેન્દ્ર બન્યો છે.

સંતો-મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ  :

ઓડમાં બિરાજીત સંકટમોચન હનુમાનજી ભગવાનની ૩૯ ફૂટ ઊંચી મૂર્તિનું સંતો-મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ મંગલ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા જિલ્લાના વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભક્તિમય માહોલ  :

૧૦ માસના ટૂંકા ગાળામાં ૩૯ ફૂટ ઉંચી સંકટમોચન હનુમાનજીની મૂર્તિ તૈયાર કરાઈ છે. ભગવાનની મૂર્તિના અનાવરણ પ્રસંગે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અત્રે જણાવીએ કે ઓડ ગામમાં આ મૂર્તિના અનાવરણને લઈ ગ્રામજનોમાં પણ ભક્તિમય માહોલ વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :-

 

 

 

 

 

જુલાઈના આ દિવસો ભયાનક જશે : ૩ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી વરસાદની આગાહી

0
  • આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. આવતીકાલથી ૫ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

આજથી પાંચ દિવસ ગુજરાત માટે બહુ જ ભારે છે. આજથી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં ભારે વરસાદ આવશે. આવતી કાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થશે. બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ વરસાદ લાવશે.

ગુજરાતમાં આવતીકાલથી ફરીથી ચોમાસું જમાવટ કરશે. ગુજરાતના વાતાવરણમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્રણ સિસ્ટમ સક્રિય થયા ચોમાસાનો ત્રીજો રાઉન્ડ આવતીકાલથી ધમધમશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહામે જણાવ્યું કે, રાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની આગાહી છે. આવનારા ૨ દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેશે. આજે ૧૭ જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. પરંતુ આવતીકાલે મંગળવારે ૧૮ જુલાઈ બાદ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમના કારણે ૧૮ જુલાઈથી અત્યંત ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો :-

 

ટામેટાનું સેવન ક્યાંક તમને ભારે ના પડી જાય ! કચરામાંથી સડેલા ટામેટા કેરેટમાં ભરીને વેચવા માટે તૈયાર

0
  • દેશમાં ટામેટાના ભાવો સતત વધી રહ્યા છે. ત્યારે નફાખોરી કરવા માટે કેટલાક શખ્સો અખાદ્ય ટામેટાનો વપરાશ કરતા જોવા મળ્યા છે.

સુરતમાંથી સામે આવી છે. જો તમે પણ સસ્તા ટામેટા ખાતા હોવ તો સાવધાન થઈ જજો. સુરતથી મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે.

કચરા પેટીમાં ફેંકવામાં આવેલા ટામેટા ફરીથી કેરેટમાં ભરાયા :

હાલ ટામેટાના ભાવ આસમાને હોવાના કારણે સડેલા ટામેટા વેચવાની ફિરાકમાં છે વેપારીઓ. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું કેેટલું યોગ્ય છે ? ઉલ્લેખનીય છે કે આ મામલો સામે આવ્યા બાદ શું તંત્ર એક્શન લેશે કે નહીં.

  • સસ્તા ટામેટા ખાનારા થઈ જજો સાવધાન.
  • તમારા ભોજનમાં કચરા પેટીમાંથી ઉઠાવેલા સડેલા ટામેટા તો નથી ને.
  • સુરતથી થઈ રહ્યો છે મોટો ઘટસ્ફોટ.
  • કચરા પેટીમાં ફેંકવામાં આવેલા ટામેટા ફરીથી કેરેટમાં ભરાયા.
  • ટામેટાના ભાવ આસમાને હોય સડેલા ટામેટા પણ વેચવાની ફિરાકમાં.
  • દ્રશ્યમાં જોય શકાય છે કે એક વ્યક્તિ ટ્રેકટર માં ફેંકાયેલા કચરામાંથી સડેલા ટામેટા લઈ રહ્યો છે.

કચરા પેટીમાં ફેંકવામાં આવેલા ટામેટા ફરીથી કેરેટમાં ભરીને વેચવામાં આવી રહ્યા છે. દ્રશ્યમાં ચોક્કસથા જોઈ શકાય છે કે એક વ્યક્તિ ટ્રેકટરમાં ફેંકાયેલા કચરામાંથી સડેલા ટામેટા લઈ રહ્યો છે અને આ જ ટામેટાને  માર્કેટની બહાર સસ્તા ભાવે વેચવામા આવી રહ્યા છે. આ સમગ્ર વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે હાલ સુરતમાં ટામેટા રૂ.૧૬૦ કિલો વેચાઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

વંદે ભારત ટ્રેનમાં આગ લાગી, મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

0
  • રાની કમલાપતિ રેલ્વે સ્ટેશનથી નિજામુદ્દીન માટે જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી હતી. રેલ્વે સ્ટેશન પહેલા કુરવાઈ કેથોરામાં ટ્રેનને રોકવામાં આવી હતી.

રેલ્વેની ટેકનિકલ ટીમ પહોચી ગઈ હતી અને તપાસ કરવામાં આવી રહી છે. ટ્રેનમાં મુસાફરી કરતા લોકો અનુસાર કોચ સી-૧૪માં બેટરી પાસે ધુમાડો જોવા મળ્યો હતો. તે બાદ બેટરી બોક્સમાંથી આગ નીકળવા લાગી હતી. ટ્રેનને ત્યાં જ રોકી દેવામાં આવી હતી અને મુસાફરોને સુરક્ષિત બહાર ઉતારવામાં આવ્યા હતા.

રેલ્વે તરફથી આ વાતની પૃષ્ટી કરવામાં આવી છે કે ટ્રેનમાં ટેકનિકલ તકલીફ આવી હતી. કુરવાઈ કેથોરા પાસે વંદે ભારત ટ્રેનને રોકવામાં આવી છે. જ્યાં તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પુરી થયા બાદ ટ્રેનને ત્યાથી રવાના કરવામાં આવશે. આ ટ્રેન ભોપાલના રાની કમલાપતિ રેલ્વે સ્ટેશનથી ૫.૪૦ વાગ્યે ઉપડી હતી.

૭.૧૦ વાગ્યે સી-૧૪ કોચના બહારના ભાગમાં આગ જોવા મળતા તેને રોકવામાં આવી હતી. ટ્રેનના જે કોચમાં આગ લાગી તેમાં ૩૬ મુસાફરો હતાં. તે તમામને સુરક્ષિત બહાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

કેદારનાથ મંદિર પરીસરમાં આ વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ, ગમે તેવા કપડા પહેરીને પણ નહિ જઈ શકાય

0
  • થોડા સમય પહેલા કેદારનાથમાં એક કપલ ભગવાન શિવના દર્શન કરતું જોવા મળ્યું હતું ત્યાર પછી કપલમાંથી યુવતીએ પોતાના બોયફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કર્યું. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી વિવાદ થયો હતો.

કેદારનાથ મંદિરમાં હવે શ્રદ્ધાળુઓને મોબાઈલ સાથે એન્ટ્રી નહીં મળે. મંદિરમાં જતા પહેલા શ્રદ્ધાળુએ મોબાઈલ ફોન બંધ કરવો પડશે અથવા તો સુરક્ષિત જગ્યાએ રાખવો પડશે. કારણકે બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે મંદિરમાં મોબાઈલ ફોન નહીં લઈ જઈ શકાય. આ નિર્ણય કેદારનાથ મંદિર પરિસરની વાયરલ થયેલી રીલ્સ બાદ લેવાયો છે.

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક મહિલા બ્લોગરે કેદારનાથ મંદિર પરિસરમાં પોતાના બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. આ વિડીયો વાયરલ થયા પછી હવે બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ આંકરાપાણીએ છે.

જાણવા મળતી માહિતી અનુસાર મંદિર પરિસરમાં ઠેર ઠેર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. આ બોર્ડમાં લખ્યું છે કે મોબાઈલ ફોન સાથે મંદિર પરિસરમાં પ્રવેશ ન કરવો અને મંદિરમાં કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી ન કરવી. આ સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જે પણ વ્યક્તિ આ નિયમનું પાલન નહીં કરે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

કેદારનાથ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ માટે કપડાને લઈને પણ સૂચના આપવામાં આવી છે. શ્રદ્ધાળુઓને સભ્ય કપડા પહેરીને મંદિર પરિસરમાં આવવાની સૂચના આપવામાં આવી છે આ સૂચના પણ બોર્ડમાં લખવામાં આવી છે. આ મામલે બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજય જણાવ્યું હતું કે આ ધાર્મિક સ્થળ છે જ્યાં લોકો પોતાની આસ્થાના કારણે ભગવાનના દર્શન કરવા આવે છે તેવામાં અન્ય ભક્તોએ લોકોની આસ્થા નું સન્માન કરવું જોઈએ. જોકે કેદારનાથ જેવી ઘટના બદ્રીનાથમાં નથી બની તેમ છતાં અહીં પણ આ પ્રકારના બોર્ડ લગાડી દેવામાં આવ્યા છે.

ભક્તોને સૂચના આપવામાં આવી છે કે મંદિરના ગર્ભ ગૃહમાં જતા પહેલા યાત્રીઓએ ફોનને સ્વીચ ઓફ કરી દેવા. આ સિવાય ભક્તો કોઈ પણ પ્રકારનો કેમેરો લઈને પણ મંદિર પરિસરમાં નહીં જઈ શકે. થોડા સમય પહેલા કેદારનાથમાં એક કપલ ભગવાન શિવના દર્શન કરતું જોવા મળ્યું હતું ત્યાર પછી કપલમાંથી યુવતીએ પોતાના બોયફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કર્યું. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી વિવાદ થયો હતો જેને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોનું કહેવું છે કે કેદારનાથ ધામ લોકોની આસ્થાનું કેન્દ્ર છે કોઈ સામાન્ય ટુરિસ્ટ સ્પોટ નથી જ્યાં આ પ્રકારની હરકત કરવામાં આવે. ત્યાર પછી પરિસરમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ મુકવાની પણ માંગ ઉઠી હતી.

આ પણ વાંચો :-

વાસ્તુના આધારે આ ૬ પ્રાણીઓની મૂર્તિ ઘરમાં રાખશો તો થઈ જશો માલામાલ !

  • ઘણી વખત આપણે ઘરની સજાવટ માટે પ્રાણીઓની મૂર્તિઓ લાવીએ છીએ. પરંતુ શું તમે વિચાર્યું છે કે તેની તમારા ઘર પર શું અસર થશે ? વાસ્તુશાસ્ત્રમાં આ પ્રાણીઓની મૂર્તિઓને ઘરમાં રાખવાના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યાં છે.

ઘણીવાર લોકો ઘરમાં સજાવટ માટે અલગ-અલગ પ્રકારની મૂર્તિઓ રાખે છે. મોટાભાગના લોકો ઘરમાં ભગવાનની મૂર્તિ રાખે છે પરંતુ કેટલાક લોકો ઘરમાં પ્રાણીઓની મૂર્તિ પણ રાખે છે. એવું કહેવાય છે કે દરેક પ્રાણી એક યા બીજા ગ્રહ સાથે સંબંધિત છે. તેથી તે ઘર પર પણ અસર કરે છે. વાસ્તુશાસ્ત્રમાં પ્રાણીની મૂર્તિ ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે. જેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. તેની સાથે ઘરની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે.

હાથીઓની જોડી :

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હાથીની જોડી રાખવી શુભ માનવામાં આવે છે. ઘરમાં હાથીની જોડી રાખવાથી પરિવારમાં એકતા જળવાઈ રહે છે. તેની સાથે લગ્નજીવન સુખી રહે છે. વાસ્તુ અનુસાર ઘરમાં ચાંદી કે પિત્તળનો હાથી રાખવો ખૂબ જ શુભ ગણવામાં આવે છે.

કાચબો :

કાચબાને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરમાં કાચબો હોય છે, તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં કાચબો રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

હંસની જોડી  :

વાસ્તુશાસ્ત્ર અનુસાર ડ્રોઈંગ રૂમ કે બેડરૂમમાં હંસની જોડી લગાવવી સારી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી પતિ-પત્નીનું દાંપત્ય જીવન સુધરે છે. આ સાથે ઘરના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે.

માછલી :

વાસ્તુશાસ્ત્ર અનુસાર માછલીને ધન અને ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. ઘરમાં પિત્તળ અથવા ચાંદીની માછલી રાખવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. તેને ઘરની ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશામાં રાખવું શુભ ગણવામાં આવે છે.

ગાય :

શાસ્ત્રો અનુસાર ગાયમાં તમામ દેવી-દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. એટલા માટે ઘરમાં ગાયની મૂર્તિ રાખવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ આવે છે.

ઊંટ :

ઘરમાં ઊંટની મૂર્તિ રાખવી ખુબ શુભ માનવામાં આવે છે. ઊંટએ સંઘર્ષ અને સફળતાનું પ્રતીક છે. ઘરના ડ્રોઈંગ રૂમ કે લિવિંગ રૂમની ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવાથી કરિયર કે બિઝનેસમાં સફળતા મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ગુજરાત ગાર્ડિયન તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

૧૭ જુલાઈ / કોર્ટ-કચેરીનાં કામકાજમાં સાચવવું, આ રાશિનાં જાતકોએ વાહન ચલાવવામાં રાખવી કાળજી, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આનંદ-ઉત્સાહપૂર્ણ દિવસ. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. આર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતૃસુખમાં વધારો થાય. મિત્રોથી લાભ. પરિવારમાં આનંદ.

વૃષભઃ

કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે. ભાગ્યમાં વૃદ્ધિ થતી જણાય. તીર્થયાત્રા, પ્રવાસ શક્ બને. કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ચિંતા રહે.
‌

મિથુનઃ

વાણીચાર્તુયથી અન્ય ઉપર પ્રભાવ પાડી શકાય. નાણાંકીય બાબતો માટે ઉત્તમ દિવસ. નાના ભાઈ-બહેનોની પ્રગતિ થતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. આરોગ્ય સાચવવું. રોગ પ્રતિકારક શક્તિ ઘટે. થાક લાગે.

કર્કઃ

મિત્રવર્તુળમાં વધારો થાય. મનમાં ચંચળતા રહે. કોઈ વ્ય‌ક્તિ આપનો ગેરલાભ ન ઉઠાવી જાય એ સાચવવું. પત્ની સાથે સંબંધો ઉષ્માપૂર્ણ બને. ચર્મ રોગોથી સાચવવું. સાસરાપક્ષ તરફથી સારા સમાચાર મળે.
‌

સિંહઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જૂના મિત્રોને મળવાનું થાય. મિત્રોનો સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાર્થીમિત્રોને સફળતા. કાપડના ધંધામાં પ્રગતિ.

કન્યાઃ

બેંક, વીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્યક્તિને સફળતા મળે. માતાપિતા તરફથી શાંતિ, પ્રેમ મળે. સંતાન સુખ વધતું જણાય. આરોગ્ય સારું રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યાત્મિક પ્રગતિ અનુભવાશે.

તુલાઃ

આળસને કારણે મળેલી તક ગુમાવવાનો વારો આવશે. સફળતા મેળવવા માટે મહેનત કરવી જરૂરી બનશે. મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળતું જણાય. નાની મુસાફરીના યોગ બને છે.

વૃ‌‌‌શ્ચિકઃ

ભાગ્યના બળે આવકમાં વૃદ્ધિ થતી જણાય. છતાં ખર્ચનું પ્રમાણ વધશે. નાના ભાઈ બહેનથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ટાયર-ટ્યૂબ, કલર, કેમિકલના ધંધા માટે શુભ.

ઘનઃ

માનસિક અશાંતિ રહે. નકારાત્મક વિચારો વધતા જણાય. શરદી-ખાંસીનો પ્રકોપ વધે. જળાશયોથી દૂર રહેવું. જીવનસાથી સાથે પ્રેમથી વર્તવું. નોકરી-ધંધામાં શાંતિથી દિવસ પસાર કરવા.

મકરઃ

ન્યાયી, સત્યપ્રેમી, વ્યવહાર કુશળ તથા વિશાળ મન રહેશે. ભક્તિમાં મન પરોવાશે. ઓફિસ, સ્ટેશનરી, જ્યોતિષીના ધંધામાં લાભ. અડચણો, મુશ્કેલીનું નિવારણ થાય. જીવનસરળ બને.

કુંભઃ

‌જોમ-જુસ્સામાં વધારો થાય. મિત્રોથી સાવચેત રહેવું. આવક વધતી જણાય. કુટુંબમાં સંપ રહે. સ્ત્રીવર્ગ સાથે પ્રેમભર્યા વ્યવહાર રહે. કરેલા રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાનની ચિંતા રહે.

મીનઃ

અગત્યના કાર્ય મુલતવી રાખવા. સંતાનોની પ્રગતિથી આનંદ થાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આધાત્મિક પ્રગતિ થાય. બીજાને મદદ કરવાથી દીલ હરખાય. મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

 

દુબઈથી આંતરવસ્ત્રોમાં સોનું સંતાડીને લાવવાનું મોટું કૌભાંડ, આપના પૂર્વ મહિલા વોર્ડ ઉપપ્રમુખ નીકળ્યા આરોપી

0
  • દુબઈથી સસ્તું સોનું ખરીદીને દેશમાં ગેરકાયદેસર દાણચોરી કરવાના રોજે રોજ નવા બનાવો સામે આવી રહ્યા છે.

આ વચ્ચે દુબઈથી લિક્વિડ સોનું લાવીને દાણચોરીનું રેકેટ ચલાવતા જિજ્ઞેશ રાઠોડની પત્ની શીલા તથા સોનું મગાવનારા જયેશ સોનીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં શીલા AAPના ઠક્કરબાપાનગર વોર્ડની પૂર્વ ઉપપ્રમુખ હોવાનું તથા અગાઉ ઠક્કરબાપા વોર્ડમાંથી કોર્પોરેશનની ચૂંટણી પણ લડી ચૂકી હોવાનું જણાવ્યું હતું. તેના જણાવ્યા મુજબ તે પતિ સાથે દુબઈ સોનું લેવા જતી હતી.

આંકરવસ્ત્રો અને સેનેટરી પેડમાં હતું સોનું :

ક્રાઈમ બ્રાન્ચના PIના જણાવ્યા મુજબ, જયેશ સોનીએ જીજ્ઞેશ રાઠોડ અને તેની પત્ની શીલાને દુબઈથી સોનું લાવવાનું કામ આપ્યું હતું. બંને પતિ-પત્ની આંતરવસ્ત્રો તથા સેનેટરી પેડમાં છુપાવીને લિક્વિડ ફોર્મમાં સોનું લાવ્યા હતા. જેથી ક્રાઈમબ્રાન્ચ દ્વારા તેમની અટકાયત કરીને પૂછપરછ કરાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સોનાની દાણચોરી અંગે કસ્ટમ વિભાગને જાણ કરવામાં આવી છે. જે બાદ કસ્ટમ વિભાગ આરોપીઓને લઈ જશે અને કસ્ટમમાં તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવશે.

મુંબઈ એરપોર્ટ પર ન પકડાયું સોનું :

નોંધનીય છે કે, શીલા અને જિજ્ઞેશ અમદાવાદથી મુંબઈ અને ત્યાંથી દુબઈ ગયા હતા. દુબઈથી તેઓ મુંબઈ ફ્લાઈટમાં આવ્યા અને ત્યાંથી ટ્રેનમાં અમદાવાદ પરત ફર્યા. બંને પાસે રૂ.૩૫ લાખનું સોનું હતું. જોકે મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ તેમને સ્કેન ન કરી શક્યું હતું. એવામાં એરપોર્ટ પરથી કોઈ સ્ટાફ દ્વારા પણ તેમને મદદ કરાઈ હોવાની આશંકા છે.

૫થી વધુ વખત દુબઈ જઈ આવ્યું દંપતી :

બંને પતિ-પત્ની બે વર્ષથી સોનાનું આ રેકેટ ચલાવતા હતા અને ૮૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ ૫થી વધુ વખત સોનાની દાણચોરી કરીને ૩ કરોડથી વધુનું સોનું દેશમાં ઘુસાડયું હતું. દુબઈમાં સોનાને પાઉડરમાં મિક્સ કરીને અપાતો પતિ પત્ની અંડર ગારમેન્ટ, બાળકોના ડાઈપર અને સેનેટરી પેડમાં છુપાવીને લાવતા હતા. એક ટ્રિપને તેમને ૨૫૦૦૦ રૂપિયા મળતા સાથે હોટલમાં રહેવા-ખાવાની તમામ સુવિધાઓ અને ટિકિટનું ભાડું પણ મળતું હતું.

હવે કોઈનું પણ WhatsApp સ્ટેટસ ફટાફટ કરો ડાઉનલોડ, બસ ફોલો કરો આ સ્ટેપ્સ

0
  • WhatsApp Tricks: આ ખૂબ જ સરળ ટ્રીકથી તમે કોઈનું પણ વોટસએપ સ્ટેટસ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

વોટસએપે થોડા વર્ષો પહેલા ‘સ્ટેટસ’ ફીચર રજૂ કર્યું હતું. એવા ઘણા લોકો છે જે સ્ટેટસ અપલોડ કરવા માટે માત્ર ઈન્સ્ટાગ્રામ જ નહીં પરંતુ વોટસએપનો પણ ઉપયોગ કરે છે. ઘણી વખત એવું બને છે જ્યારે તમને તમારા મિત્રોનું સ્ટેટસ ગમે અને તેને ડાઉનલોડ કરવાનું મન થાય, તમે તેનો સ્ક્રીનશોટ લઈ શકો છો, વીડિયો માટે તમારે થર્ડ પાર્ટી એપ્સ પર આધાર રાખવો પડે છે.

Whatsapp તમને સ્ટેટસ ડાઉનલોડ કરવાની પરવાનગી આપતું નથી. થોડા વર્ષો પહેલા, પ્લેટફોર્મ દ્વારા યુઝર્સને પ્રોફાઇલ ચિત્ર ડાઉનલોડ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ પ્રાઈવસી ખાતર આ સુવિધાને દૂર કરવામાં આવી હતી. યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે સ્ટેટસ ડાઉનલોડ કરતા પહેલા વ્યક્તિની પરવાનગી લેવી.

જો તમે નથી જાણતા તો જણાવો કે WhatsApp તમને સ્ટેટસ તરીકે ૩૦ સેકન્ડનો વીડિયો પોસ્ટ કરવાની મંજૂરી આપે છે.

તમારા મિત્રોનું whatsapp સ્ટેટસ કેવી રીતે સેવ કરવું :

સ્ટેપ 1: સૌ પ્રથમ, તમારે ‘સ્ટેટસ સેવર – વોટસએપ માટે ડાઉનલોડર’ નામની થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની જરૂર છે.

સ્ટેપ 2: એપ્લિકેશન ખોલો અને તેને તમારા ફોનના સ્ટોરેજને એક્સેસ કરવાની પરવાનગી આપો.

સ્ટેપ 3: હવે WhatsApp સ્ટેટસ ડાઉનલોડ કરવા અથવા સેવ કરવા માટે, તમારે પહેલા મેસેજિંગ એપમાં સ્ટેટસ જોવું પડશે. એકવાર તમે સ્ટેટસ જોઈ લો, તમારે સ્ટેટસ સેવર એપ ઓપન કરવી પડશે.

સ્ટેપ 4: જ્યારે તમે તેને ખોલશો. ત્યારે તમે WhatsApp પર જોયેલા તમામ સ્ટેટસ જોવા મળશે. હવે, તમારે ફક્ત તે વિડિઓ અથવા ઈમેજ પર ટેપ કરવાનું રહેશે જેને તમે સેવ કરવા માંગો છો અને પછી ડાઉનલોડ આઇકોન પર ટેપ કરો, જે નીચે જોવા મળશે.

આ પણ વાંચો :-