સાળંગપુર હનુમાનજીનું વિશાળ સ્વરૂપ હવે આ જગ્યાએ જોવા મળશે, બજરંગ બલીની ૩૯ ફૂટ ઊંચી મૂર્તિનું અનાવરણ

Share this story
  • આણંદમાં ઉમરેઠનાં ઓડમાં સંકટમોચન હનુમાનજી ભગવાનની ૩૯ ફૂટ ઊંચી મૂર્તિનું સંતો-મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.

આણંદનાં ઉમરેઠનાં ઓડ ગામે ૩૯ ફૂટ ઉંચી હનુમાનજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. સાળંગપુરનાં કષ્ટભંજન દેવની પ્રતિકૃતિ ઓડ ગામમાં જોવા મળી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઓડ ગામના જાહેર રસ્તા પર વિશાળ હનુમાનજી મૂર્તિ સૌનું ભક્તિનું કેન્દ્ર બન્યો છે.

સંતો-મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ  :

ઓડમાં બિરાજીત સંકટમોચન હનુમાનજી ભગવાનની ૩૯ ફૂટ ઊંચી મૂર્તિનું સંતો-મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ મંગલ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા જિલ્લાના વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભક્તિમય માહોલ  :

૧૦ માસના ટૂંકા ગાળામાં ૩૯ ફૂટ ઉંચી સંકટમોચન હનુમાનજીની મૂર્તિ તૈયાર કરાઈ છે. ભગવાનની મૂર્તિના અનાવરણ પ્રસંગે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અત્રે જણાવીએ કે ઓડ ગામમાં આ મૂર્તિના અનાવરણને લઈ ગ્રામજનોમાં પણ ભક્તિમય માહોલ વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :-