વંદે ભારત ટ્રેનમાં આગ લાગી, મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

Share this story
  • રાની કમલાપતિ રેલ્વે સ્ટેશનથી નિજામુદ્દીન માટે જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી હતી. રેલ્વે સ્ટેશન પહેલા કુરવાઈ કેથોરામાં ટ્રેનને રોકવામાં આવી હતી.

રેલ્વેની ટેકનિકલ ટીમ પહોચી ગઈ હતી અને તપાસ કરવામાં આવી રહી છે. ટ્રેનમાં મુસાફરી કરતા લોકો અનુસાર કોચ સી-૧૪માં બેટરી પાસે ધુમાડો જોવા મળ્યો હતો. તે બાદ બેટરી બોક્સમાંથી આગ નીકળવા લાગી હતી. ટ્રેનને ત્યાં જ રોકી દેવામાં આવી હતી અને મુસાફરોને સુરક્ષિત બહાર ઉતારવામાં આવ્યા હતા.

રેલ્વે તરફથી આ વાતની પૃષ્ટી કરવામાં આવી છે કે ટ્રેનમાં ટેકનિકલ તકલીફ આવી હતી. કુરવાઈ કેથોરા પાસે વંદે ભારત ટ્રેનને રોકવામાં આવી છે. જ્યાં તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પુરી થયા બાદ ટ્રેનને ત્યાથી રવાના કરવામાં આવશે. આ ટ્રેન ભોપાલના રાની કમલાપતિ રેલ્વે સ્ટેશનથી ૫.૪૦ વાગ્યે ઉપડી હતી.

૭.૧૦ વાગ્યે સી-૧૪ કોચના બહારના ભાગમાં આગ જોવા મળતા તેને રોકવામાં આવી હતી. ટ્રેનના જે કોચમાં આગ લાગી તેમાં ૩૬ મુસાફરો હતાં. તે તમામને સુરક્ષિત બહાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-