જુલાઈના આ દિવસો ભયાનક જશે : ૩ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી વરસાદની આગાહી

Share this story
  • આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. આવતીકાલથી ૫ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

આજથી પાંચ દિવસ ગુજરાત માટે બહુ જ ભારે છે. આજથી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં ભારે વરસાદ આવશે. આવતી કાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થશે. બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ વરસાદ લાવશે.

ગુજરાતમાં આવતીકાલથી ફરીથી ચોમાસું જમાવટ કરશે. ગુજરાતના વાતાવરણમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્રણ સિસ્ટમ સક્રિય થયા ચોમાસાનો ત્રીજો રાઉન્ડ આવતીકાલથી ધમધમશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહામે જણાવ્યું કે, રાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની આગાહી છે. આવનારા ૨ દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેશે. આજે ૧૭ જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. પરંતુ આવતીકાલે મંગળવારે ૧૮ જુલાઈ બાદ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમના કારણે ૧૮ જુલાઈથી અત્યંત ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો :-