ડાકોર મંદિરમાં જ ઢળી પડ્યો વ્યક્તિ, પોલીસ દેવદુત બનીને આવી અને…

Share this story
  • સ્વાસ્થય અને સલામતીના ભાગરૂપે રાજ્યમાં પોલીસ જવાનોને CPR ટ્રેનિંગ આપવામાં આવી હતી. જે સીપીઆરની તાલીમ હવે ખરા અર્થમાં જીવન રક્ષક સાબિત થઈ રહી છે.

ડાકોર મંદિર બહાર એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા પોલીસે સીપીઆર આપીને જીવન બચાવી લીધું છે. ડાકોર મંદિરની બહાર એક દર્શનાર્થી ભક્તને હાર્ટ એટેક આવતા અચાનક મંદિરમાં જ પડી ગયા હતા.

જો કે ઘટના સ્થળે હાજર PSI અને હેડ કોન્સ્ટેબલે તેમને સીપીઆર આપ્યું હતું. પ્રાથમિક રીતે સીપીઆર મળતા વ્યક્તિનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું ડોક્ટર્સ દ્વારા જણાવાયું હતું. તેમનો પરિવાર પણ ઘટના અંગે માહિતી મળતા દોડી આવ્યો હતો અને તેમણે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને પીએસઆઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચોંકાવનારી રીતે વધારો થયો છે. તેવામાં જરૂરી છે કે દરેક નાગરિકને સીપીઆર અંગે માહિતી હોય. જેથી આવી સ્થિતિમાં જો કોઈ હાર્ટ એટેક પીડિત વ્યક્તિને જો સમયસર સીપીઆર મળી જાય તો તેને બચાવી શકાય. કેટલાક કિસ્સાઓમાં સીપીઆર નહી મળવાનાં કારણે પણ મોત નિપજ્યાં હોવાની શક્યતાઓ છે. જેને જોતા જરૂરી છે કે દરેક નાગરિકને સીપીઆર અંગેની માહિતી હોય.

આ પણ વાંચો :-