Home Blog Page 1038

ગામમાં પાણી કે પાણીમાં ગામ ! ધોધમાર વરસાદના કારણે આ પંથકમાં લોકોને આવ્યો રોવાનો વારો

0
  • બોટાદ જિલ્લાના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ગઢડા તાલુકાના કાળુભાર ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જ્યારે ઉમરાળા અને વલભીપુર તાલુકા પંથકમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે.

જિલ્લામાં ઘણા લાંબા સમયથી વરસાદી માહોલ છવાયો છે. તેમજ જિલ્લાના અનેક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. જેમાં ધોધમાર વરસાદના કારણે ભાલ પંથકના ખેડૂતોને ફરી એકવાર રોવાનો વારો આવ્યો છે.

બોટાદ જિલ્લાના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ગઢડા તાલુકાના કાળુભાર ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જ્યારે ઉમરાળા અને વલભીપુર તાલુકા પંથકમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે.

જેના કારણે આ બંને તરફના પાણી ભાલ પંથકમાં થઈને દરિયામાં ભળી જતાં હોય છે, પરંતુ ભાલ પંથકની મોટાભાગની જમીનો મીઠા ઉદ્યોગ માટે ફાળવી દેવાના કારણે અગરો બનાવવા માટે બનાવાયેલા પાળા દરિયામાં વહી જતાં પાણીને રોકી રહ્યા છે.

ભાલ પંથકમાંથી કુલ સાત નદીઓ પસાર થઈ રહી છે જેના કારણે લાખો કયુસેક પાણી નો ધસમસતો પ્રવાહ ભાલ પંથકમાંથી પસાર થાય છે. ત્યારે અગરો માટે બનાવાયેલ પાળા અને ખાડીમાં થઈ ગયેલું પુરાણ પાણીને અવરોધી રહ્યા છે. જેના કારણે ભાલ વિસ્તારના ૨૦ થી વધુ ગામોમાં પાણી એકઠું થઈ જતાં ખેતરો જળબંબાકાર બની જાય છે.

અહિ કપાસ, ચણા, જુવાર, બાજરી, અને ભાલ પ્રદેશના ખૂબ પ્રખ્યાત ઘઉંની ખેતી થાય છે. પરંતુ ખેતરોમાં સતત પાણી ભરાઈ રહેવાના કારણે પાક નષ્ટ થઈ જાય છે. ભાલ પંથકના ખેડૂતો દ્વારા અહી મીઠાના અગરો માટે જમીન નહિ ફાળવવા અનેક વખત રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કામગીરી નહિ કરવામાં આવતા દરવર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને લોકોને પારાવાર હાડમારી ભોગવવાનો વારો આવે છે.

આ પણ વાંચો :-

જાણી લો ફોન Restart કરવાનું સીક્રેટ, હેંગ થવા વગર લાંબા સમય સુધી ટકાટક ચાલશે સ્માર્ટફોન

0
  • આજના સમયમાં સ્માર્ટફોન દરેક લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. પરંતુ ક્યારેક સ્માર્ટફોનમાં હેંગ થવા સહિત અનેક સમસ્યાઓ આવતી રહે છે. આ સ્થિતિમાં ફોન સારી રીતે ચાલે તે માટે તેને રીસ્ટાર્ટ કરવો જોઈએ.

 આજના સમયમાં લગભગ દરેક લોકોના હાથમાં ફોન જોવા મળે છે. સ્માર્ટફોનથી ઘરે બેઠા અનેક કામ થઈ જાય છે. તેથી ફોન સારી રીતે ચાલે તે જરૂરી છે. જૂના ફોનમાં સમસ્યા આવવી સામાન્ય વાત છે. પરંતુ ઘણીવાર થોડા જૂના ફોનમાં પણ સમસ્યા આવી જાય છે. તેવામાં ફોનને લાંબો સમય સારી કંડીશનમાં રાખવા માટે એક મેજિક છે. તે છે ફોનને Restart કરવો. આવો તે વિશે જાણીએ.

આજકાલ ફોનનો ઉપયોગ ફોટો ક્લિક કરવા, ઓફિસમાં મેલ ચેક કરવા, પેમેન્ટ કરવા, સોશિયલ મીડિયા હેન્ડલ કરવા, ભોજન ઓર્ડર કરવા, અનેક પ્રકારના બિલ પેમેન્ટ કરવા માટે કરવામાં આવે છે. એટલે ફોન સારી રીતે ચાલે તે ખુબ જરૂરી છે.

તમે જાણીને ચોંકી જશો કે માત્ર ફોનને Restart કરતા રહેવાથી ફોન લાંબા સમય સુધી સારી રીતે ચાલી શકે છે. તેમાં હેંગ થવા અને અટકવા જેવી સમસ્યા ઓછી આવે છે. જ્યાં સુધી કોઈ મેજર હાર્ડવેર કે સોફ્ટવેર સમસ્યા ન આવે.

જો તમે પણ લેપટોપ કે કમ્ય્યૂટર કે કોઈ એવી ડિવાઈસ ચલાવો છો. તો તમે ખુદે ઘણીવાર તે ડિવાઈસને રીસ્ટાર્ટ કરી ઠીક કરી હશે. ક્યારેક પ્રોફેશનલ્સે પણ તમને ડિવાઈસ રીસ્ટાર્ટ કરવાની સલાહ આપી હશે.

જ્યાં સુધી ફોનની વાત છે તો તેને રીસ્ટાર્ટ કરવા પર તે ડિવાઈસની મેમરીને ક્લિયર કરે છે. કોઈ માલફંક્શન કરનાર એપને બંધ કરે છે અને તેને ઠીક કંડીશનમાં ઓપન કરે છે. સાથે મેમરી મેનેજમેન્ટ, નેટવર્ક અને બેટરી ઓપ્ટિમાઇઝેશન પણ તેનાથી સારૂ થાય છે.

તેવામાં રીસ્ટાર્ટ કરવું ફોનને ખુબ ફાયદો પહોંચાડે છે. પરંતુ આ સપ્તાહમાં કેટલીવાર કરવું જોઈએ. તેને લઈને પણ આંકડો છે. એક્સપર્ટ માને છે કે ફોનને સપ્તાહમાં ઓછામાં ઓછા ત્રણ વાર રીસ્ટાર્ટ કરવો જોઈએ.

તો મોબાઇલ કમ્યુનિકેશન કંપની ટી-મોબાઈસલ પ્રમાણે આઈફોન અને એન્ડ્રોઈડ ફોનને સપ્તાહમાં ઓછામાં ઓછો એકવાર રીસ્ટાર્ટ કરવો જોઈએ. તો એન્ડ્રોઈડ ફોન બનાવનારી કંપની સેમસંગ કહે છે કે તેના Galaxy ફોન દરરોજ રીસ્ટાર્ટ કરવા જોઈએ. સેમસંગ ગેલેક્સી ફોનમાં Auto Restart સેટ કરવાનો પણ વિકલ્પ મળે છે.

આ પણ વાંચો :-

 

જામનગરમાં આભ ફાટ્યું : માત્ર ૦૪ કલાક અને ૦૪ ઈંચ ખાબક્યો, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ તસ્વીરો

0
  • Jamnagar Heavy Rain : જામનગર શહેરમાં ૦૨ કલાકમાં દોઢ ઈંચથી વધુ વરસાદ. ભક્તિનગર વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. વરસાદી પાણીના કારણે લોકોની મુશ્કેલીમાં થયો વધારો.

જામનગર શહેરમાં આજે સવારે ૦૪ ઈંચ વરસાદ ખાબક્યો. આજે સવારે ૬ થી ૧૦ દરમિયાન જામનગર શહેરમાં ૪ ઈંચ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. શહેરમાં છેલ્લા ૪ કલાકમાં ૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી જામનગર શહેરના રસ્તા પર પાણી વહેતા થયા છે. જોડિયા તાલુકામાં પણ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરમાં આજથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.

અંબાલાલ પટેલે એવુ કેમ કહ્યું કે જુલાઈ મહિનો ભારે રહેશે, વરસાદના એક નહિ ચાર રાઉન્ડ આવશે

0
  • Red Alert In Gujarat : આજથી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. આજે, કાલે અને પરમ દિવસે ગુજરાતમાં વરસાદની આગાહી. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી.

ગુજરાતમાં ચોમાસાની બીજી ઈનિંગ બરાબરની જામી ગઈ છે. લગભગ પોણા ભાગનું ગુજરાત ભીંજાય જાય તેવી આગાહી આવી છે. વરસાદ બરાબરની ધબધબાટી બોલાવશે. હવામાન ખાતાએ તો કહી દીધું છે કે ગુજરાતમાં ૧૦ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરીને કહ્યું કે જુલાઈમાં ચોમાસાની જમાવટ રહેશે. સાથે જ તેમણે કહ્યું કે કેમ જુલાઈ મહિનો ભારે રહેશે.

રાજ્યભરમાં એકધારો વરસાદ રહેશે :

અંબાલાલ પટેલે જણાવ્યું કે પુનર્વસુ નક્ષત્રના કારણે જુલાઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યાર બાદ પુષ્ય નક્ષત્રમાં પણ રાજ્ય સહિત દેશમાંમાં ભારે વરસાદ થશે. આ ચોમાસું અતિ વિશિષ્ટ પ્રકારનું રહેશે જેમાં ખૂબ વરસાદ થશે. વાદળો નીચલા સ્તરે જુલાઈ મહિનામાં હોય છે. ૧૧ જુલાઈ બાદ વરસાદમાં રાહત મળશે. પરંતુ તેના ચાર દિવસ બાદ ફરી એકવાર વરસાદ ૧૫ જુલાઈ બાદ શરૂ થશે. જે લગભગ ૨૦ જુલાઈ સુધી રાજ્યભરમાં એકધારો વરસાદ રહેશે.

આ પણ વાંચો :-

 

 

 નવી બંધાઈ રહેલી ઈમારતની માટીની ભેખડ ઘસતાં ૦૪ શ્રમજીવીઓ માટીમાં દબાયા

0
  • વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં નવી બંધાઈ રહેલી ઈમારતની માટીની ભેખડ ધરાશાયી થતાં કેટલાક શ્રમજીવીઓ દબાયા છે.

જેમનું રેસ્ક્યુ કરવા માટે ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી છે. રેસકોર્સ થી નટુભાઈ સર્કલ તરફ જતા વચ્ચેના માર્ગ પર નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈટ પર સવારે ૧૧ વાગ્યાના અરસામાં પાયાનું ખોદકામ ચાલતું હતું તે દરમિયાન માટીની ભેખડ તૂટી પડતા ૦૪ જેટલા શ્રમજીવીઓ દબાયા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. જેમાંથી ૦૪ જેટલા મજૂરોને બહાર કાઢી લેવાયા છે.

બનાવને પગલે પોલીસ તેમજ વડોદરા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને વરસતા વરસાદ વચ્ચે સાવચેતીપૂર્વક માટી દૂર કરવાની અને દબાયેલા શ્રમજીવીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ફાયર બ્રિગેડ દ્વારા ત્રણ મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા જ્યારે હજી એક મજૂર દબાયેલો હોવાની વિગતો મળતા તેને શોધવાની કામગીરી ચાલી રહી છે. ઉપરોક્ત બનાવને પગલે લોકોના ટોળા જમ્યા હતા અને ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. જેથી પોલીસની ટીમ મદદે આવી હતી.

આ પણ વાંચો :-

દાંડીયા રાસના ક્લાસમાં હિન્દુની ઓળખ આપી કોચિંગ માટે વિધર્મી યુવકને રખાતા બજરંગ દળનો હોબાળો

0
  • નવરાત્રિને હજુ ઘણો સમય બાકી છે. ત્યારે અત્યારથી યુવા હૈયાઓ ગરબાના અવનવા સ્ટેપ્સ શીખતા હોય છે.

સુરતના અડાજણ વિસ્તારમાં પનઘટ ગરબા ક્લાસીસમાં વિધર્મી યુવક કોચિંગ આપતો હોવાનું ગીતાંજલિબેન ઈટાલિયાના ધ્યાનમાં આવતાં તેમણે બજરંગ દળના કાર્યકરો સાથે હોબાળો મચાવ્યો હતો. જેથી ક્લાસીસના સંચાલકે આ પ્રકારના વિધર્મીને નોકરી પર ન રાખવાની બાયંધરી આપી હતી.

હિન્દુત્વ માટે લડતાં ગીતાંજલિબેન ઈટાલિયાને માહિતી મળી હતી કે સ્નેહ સંકુલની વાડી આનંદ મહલ રોડ અડાજણ ખાતે પનઘટ ગરબા ક્લાસિકના નામે ગરબા ક્લાસીસ ચલાવતાં અનિલ જરીવાળા નામના ઈસમે પોતાના ગરબા ક્લાસમાં એક વિધર્મીને પોતાની ઓળખ હિન્દુ તરીકે આપીને દાંડિયા રાસ શીખવાડવા રાખ્યો છે. આ વાતની જાણ થતાં ગીતાંજલિબેને બજરંગ દળના ૫૦ જેટલા કાર્યકરો સાથે ક્લાસીસમાં પહોંચી જઈને વિરોધ કર્યો હતો.

બજરંગ દળના વિરોધના કારણે ગરબા ક્લાસીસના આયોજકો દ્વારા માફી માગવામાં આવી હતી. સાથે જ વિધર્મીને તાત્કાલિક દૂર કરવાની બાયંધરી આપી હતી. સાથે ફરીથી કોઈ વિધર્મીને પોતાને ત્યાં ન રાખવા અંગેની પણ ખાતરી આપી હતી. બીજી તરફ બજરંગ દળ દ્વારા યુવતીઓને પણ વિધર્મીઓ દ્વારા થતાં લવ જેહાદ સહિતની બાબતોથી વાકેફ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

એક ઉંદરને કારણે ગુજરાતમાં મોટો ટ્રેન અકસ્માત થતા રહી ગયો, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

0
  • વડોદરા પાસે એક ઉંદરને કારણે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન ૧૪ મિનિટ અટકાવી હતી. ટ્રેનમાં અચાનક ફાયર એલાર્મ રણકતાં સ્ટાફ દોડતો થયો હતો.

ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા કોરોમંડલ ટ્રેન અકસ્માતની યાદ હજી તાજી જ છે. જેમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે ગુજરાતમાં આવો જ એક મોટો અકસ્માત થયો રહી ગયો. વડોદરા પાસે એક ઉંદરને કારણે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનને ૧૪ મિનિટ અટકાવી હતી. વરણામા ઈટોલા વચ્ચે ચાલુ ટ્રેનમાં અચાનક ફાયર એલાર્મ વાગ્યું હતું.

ટ્રેનમાં અચાનક ફાયર એલાર્મ વાગતાં મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. તંત્ર દ્વારા તપાસ કરતા માલૂમ પડયું કે એક ઉંદરના કારણે શોર્ટ સર્કિટ થયુ હતું. આખરે ટ્રેનમાં સ્પ્રિંકલર ચાલુ થાય એ પેહલા જ ધુમાડાને અટકાવી દેવાયો હતો. આખરે ૧૪ મિનિટ બાદ ટ્રેન ને રવાના કરાતા હાશકારો. ખાસ વાત એ છે કે આ ટ્રેન માતા વૈષ્ણોદેવીના ધામમાં જતી હતી.

વૈષ્ણોદેવીથી બાંદ્રા જતી ટ્રેનમાં આ વિચિત્ર ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારના રોજ આ ઘટના બની હતી. જેમાં સવારે ૧૦.૫૫ વાગ્યાની આસપાસ વૈષ્ણોદેવીથી બાંદ્રા જઈ રહેલી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ફાયર એલાર્મ વાગ્યુ હતું. એલાર્મ વાગતા જ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. તો સાથે જ ટ્રેનના સ્ટાફમાં દોડાદોડી થઈ હતી. આ સાથે જ આખી ટ્રેનમાં ભયનો માહોલ ફેલાયો હતો અને ગણગણાટ શરૂ થયો હતો. જેથી ટ્રેન તાત્કાલિક અસરથી વરણામા-ઈંટોલા વચ્ચેના રુટમાં થોભાવી દેવામાં આવી હતી.

આ બાદ તપાસ કરતા જાણવા મળ્યું કે ઈલેક્ટ્રિક એટેન્ડન્ટે બાથરૂમ પાસે આવેલી સર્કિટ પાસે ધુમાડો થયા એલાર્મ વાગ્યું હતું. જેમાં જોયુ તો એક ઉંદર સર્કિટ પાસે ચોંટી ગયો હતો. ઉંદરનું મોત થવાથી ધુમાડાને કારણે એલાર્મ વાગ્યો હતો. આમ ઉંદરને હટાવી લેવાતા રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

તો બીજી તરફ,મુસાફરોને પણ આ વિશે જાણ કરતા મુસાફરો પણ નિશ્ચિંત બન્યા હતા. એક ઉંદરને કારણે લગભગ ૧૪ મિનિટ સુધી ટ્રેન વરણામા-ઈટોલા વચ્ચે અટકી હતી તેના બાદ રાબેતા મુજબ શરૂ કરાવી હતી. ધુમાડો નીકળતાની સાથે જ એલાર્મ વાગતું હોય છે અને ત્યારબાદ ૦૪ સેકન્ડ પછી સ્પ્રિન્ક્લરમાંથી પાણી નીકળતું હોય છે. જોકે ગણતરીની મિનિટમાં તમામ કામગીરી કરી દેવામાં આવી હતી.

ઘટના અંગે વડોદરા રેલવે ડિવિઝનના સિનિયર પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે ટ્રેનમાં આધુનિક સુવિધાઓ હોય છે અને આગ લાગવા જેવી ઘટના બને તો સ્પ્રિન્કલર પણ તુરત ચાલુ થઈ જતાં હોય છે.

આ પણ વાંચો :-

રાજ્યસભાની ચૂંટણીમાં ઉતરતા પહેલા કોંગ્રેસે હથિયાર મૂકી દીધા…

0
  • ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે યોજાનારી ચૂંટણી એક તરફી બની રહી છે. કોંગ્રેસ ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા નહીં રાખે. આખરે કેમ કોંગ્રેસે આ નિર્ણય લેવો પડયો.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે મેદાન છોડયું છે. કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી દીધી છે. જેથી રાજ્યસભાની ત્રણેય બેઠકો ભાજપને બિનહરીફ મળશે. અપૂરતા સંખ્યાબળને જોતાં કોંગ્રેસે પીછેહઠ કરી છે. એક ઉમેદવારને જીતાડવા ૪૭ મતની જરૂર છે. જ્યારે કે કોંગ્રેસ પાસે વિધાનસભામાં ફક્ત ૧૭ બેઠકો છે. આવામાં કોંગ્રેસ કેવી રીતે ચૂંટણી લડે.

ગુજરાત, પશ્વિમ બંગાળ અને ગોવાની ૧૦ રાજ્યસભા બેઠકો માટે ૨૪ જુલાઈએ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે આ મુકાબલો હવે ફક્ત એક ઔપચારિકતા બની રહ્યો છે. સંખ્યાબળને જોતાં પહેલાથી જ કોંગ્રેસ ચિત્રમાં નહતી. હવે કોંગ્રેસે સામેથી જાહેરાત કરી છે કે તે વિધાનસભાની ચૂંટણીમાં નહીં ઝંપલાવે.

ચૂંટણી માટે નામાંકન દાખલ કરવાની ઔપચારિકતા તો થશે, પણ ચૂંટણીની પ્રક્રિયા નહીં યોજાય, એટલે કે ભાજપના ત્રણેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે. તેની પાછળનું કારણ છે ગુજરાત વિધાનસભાનું સંખ્યાબળ, ભાજપ પાસે સૌથી વધુ ૧૫૬, કોંગ્રેસ પાસે ૧૭ અને આમ આદમી પાર્ટી પાસે ૫ ધારાસભ્યો છે.

આ જ સંખ્યાબળ રાજ્યસભામાં ઉમેદવારની હાર-જીતનો ફેંસલો કરતું હોય છે, કેમ કે રાજ્યસભાની ચૂંટણી પ્રત્યક્ષ નહીં પરોક્ષ રીતે થાય છે. વિધાનસભાના સંખ્યાબળના આધારે રાજ્યસભામાં એક ઉમેદવારને જીતવા માટે ૪૭ મતોની જરૂર પડે. જ્યારે ત્રણ ઉમેદવારને જીતાડવા માટે ૧૪૧ મત જરૂરી છે. આ સંખ્યાબળ ફક્ત ભાજપ પાસે જ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સંયુક્ત રીતે વોટિંગ કરે તો પણ એક ઉમેદવારને જીતાડી શકે તેમ નથી.

ચૂંટણીનું જાહેરનામું ૬ જુલાઈએ બહાર પડયું છે. નોમિનેશનની છેલ્લી તારીખ ૧૩ જુલાઈ અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૧૭ જુલાઈ છે. ૨૪ જુલાઈના રોજ મતદાન અને મતગણતરી થશે.

આ પણ વાંચો :-

મહિલા ખેડૂતોની હિંમતને દાદ દેવી પડે, સિંહથી એક બળદને બચાવી લીધો – વિડીયો

0
  • અમરેલીમાં હિંસક પ્રાણીઓની અવર જવર ઘણીવાર જોવા મળતી હોય છે. ઘણી વખત સિંહ અને દીપડા દ્વારા કરવામાં આવેલા મારણના વીડિયો પણ સામે આવી ચુક્યા છે.

જોકે મોટા ભાગે માણસથી દૂર રહેતા સિંહ દ્વારા ખેતરમાં જ ખેડૂતની કામગીરી દરમિયાન તેના પશુ પર હુમલો કરવામાં આવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મહિલા ખેડૂતોની હિંમત :

અમરેલી અને તેમાં પણ ગીરના જંગલની નજીકમાં સિંહે એક બળદનો શિકાર કર્યો છે. અહીં એક ખેડૂત પરિવાર બે બળદને હળ બાંધી ખેતીકામ કરી રહ્યો હતો. દરમિયાન અચાનક લીલીછમ હરિયાળી વચ્ચે છૂપાયેલા સિંહે હળમાં બાંધેલા એક બળદ પર હુમલો કર્યો હતો. જેમાં એ એક બળદને તે ખેંચી જતા અન્ય એક બળદને બચાવવા માટે ખેડૂત પરિવારે ભારે જહેમત કરી હતી.

મહિલા ખેડૂતો દ્વારા બચી ગયેલા બળદને તુરંત હળથી છોડીને તેને બચાવવી લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં તેમને સફળતા પણ મળી હતી. પરંતુ આ પરિવાર માટે એક બળદને ગુમાવવો પણ ખુબ જ દુખદ ઘટના હતી.

મહિલા મોત સામે લડતી રહી, પણ ૧૦૮ પાણીમાં ફસાઈ… : સુરેન્દ્રનગરમાં તંત્રના પાપે મહિલાનો ભોગ લેવાયો

0
  • Surendranagar News : અંડરબ્રિજમાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોઈ ૧૦૮ ફસાઈ ગઈ, સમયસર ૧૦૮ ન પહોંચી શકતા મહિલા દર્દીનું મોત.

ગુજરાતમાં વરસાદી વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગરથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અહીં તંત્રના પાપે એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાત જાણે એમ છે કે એક મહિલા બેભાન થતા ૧૦૮ બોલાવાઈ હતી. જોકે ૧૦૮ સુરેન્દ્રનગરમાં અંડરબ્રિજમાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોય ત્યાં ફસાઈ ગઈ હતી. જે બાદમાં ૧૦૮ સમયસર ન પહોંચી શકતા મહિલા દર્દીનું મોત થયું છે.

સુરેન્દ્રનગરમાં વરસાદ વચ્ચે તંત્રના પાપે એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. સુરેન્દ્રનગરમાં અંડરબ્રિજમાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું છે. ચર્ચા મુજબ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા વગર જ બ્રિજ બનાવી દેવાયો હોઈ અંડરબ્રિજમાં પાણી ભરાતા લોકોને પરેશાની થઈ રહી છે. આ તરફ અંડરબ્રિજમાં પાણીના કારણે ૧૦૮ સમયસર ન પહોચી શકતા મહિલા દર્દીએ જીવ ગુમાવ્યો છે.

બે દિવસ પહેલાં અંડરબ્રિજમાં સ્કૂલ બસ ફસાયા બાદ પણ તંત્ર ન જાગતા ગઈ કાલે ૧૦૮ ફસાઈ હતી. જેમાં લીલાપુરના મહિલા દર્દી બેભાન થતા ૧૦૮ ઈમરજન્સીને કોલ કર્યો હતો. જોકે ૧૦૮ એમ્બ્યુલ્સ અંડર બ્રિજ પાસે અટવાઈ ગઈ અને બ્રિજમાં પાણી ભરેલા હોવાની ૧૦૮ પહોચી શકી નહી. જે બાદમાં મહિલાનું મોત થયું છે.

આ પણ વાંચો :-