Home Blog Page 1038

આ શેર ચમકાવી શકે છે તમારી કિસ્મત ! જાણો કેમ લેવા માટે થઈ રહી છે પડાપડી

0
  • ફ્લોમિક એ વૈશ્વિક લોજિસ્ટિક્સ અને નૂર સેવા આપનારી કંપની છે. તે ઘણા દેશોમાં તેની સેવા પૂરી પાડે છે. આ BSE લિસ્ટેડ કંપનીના શેરમાં છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં 11 ટકાથી વધુનો વધારો થયો છે. એક મહિનામાં શેરમાં લગભગ 26 ટકાનો વધારો થયો છે.

શેરબજારમાં (Stock Market) કેટલીક નાની કંપનીઓના શેરોએ રોકાણકારોની બલ્લે બલ્લે કરી દીધી છે. ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સ લિમિટેડ (Flomic Global Logistics Limited Share) શેરના શેરનું નામ પણ એવા શેરોની યાદીમાં સામેલ છે જે રોકાણકાર પર નાણાંનો વરસાદ કરે છે. 5 વર્ષ પહેલા પેની સ્ટોકની શ્રેણીમાં આવેલા આ સ્ટોકે રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન (Multibagger return) આપ્યું છે. જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તે આજે કરોડપતિ બની ગયો છે.

ફ્લોમિકએ વૈશ્વિક લોજિસ્ટિક્સ અને નૂર સેવા આપનારી કંપની છે. તે ઘણા દેશોમાં તેની સેવા પૂરી પાડે છે. આ BSE લિસ્ટેડ કંપનીના શેરમાં છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં 11 ટકાથી વધુનો વધારો થયો છે. એક મહિનામાં શેરમાં લગભગ 26 ટકાનો વધારો થયો છે. ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સનું માર્કેટ કેપ હવે રૂ. 81.07 કરોડ છે. આ સ્ટોકની 52 સપ્તાહની ઊંચી સપાટી 181.90 રૂપિયા છે. તે જ સમયે તેની 52 સપ્તાહની નીચી કિંમત 71.60 રૂપિયા છે.

5 વર્ષમાં 32,142% વળતર 

ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સ લિમિટેડના શેરોએ છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોને માલદાર બનાવી દીધા છે. પાંચ વર્ષ પહેલાં આ શેરની કિંમત માત્ર 35 પૈસા હતી. હવે તે વધીને 114.80 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે તેણે છેલ્લા પાંચ વર્ષમાં 32,142 ટકા વળતર આપ્યું છે.

1 લાખનું રોકાણ 32,285,714 રૂપિયા થયા :

જો કોઈ રોકાણકારે પાંચ વર્ષ પહેલા આ સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને તેને અત્યાર સુધી જાળવી રાખ્યું હોય તો તે આજે કરોડપતિ છે. હવે તેના એક લાખ રૂપિયા વધીને 32,285,714 રૂપિયા થઈ ગયા છે. મતલબ કે હવે તે આરામથી કાર-બંગલો ખરીદી શકશે. તેવી જ રીતે આ શેરે બે વર્ષમાં 1400% વળતર આપ્યું છે. જો બે વર્ષ પહેલા આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તે રોકાણ રૂ. 15 લાખ થઈ ગયું હશે.

નાની કંપનીઓમાં રોકાણ કરવું વધુ જોખમી :

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે નાની કંપનીઓના શેરમાં રોકાણ કરવું વધુ જોખમી છે. નાની કંપનીઓ વિશે માહિતી ઓછી છે. આવા શેરોની તરલતા પણ ઓછી હોય છે. નીચી માર્કેટ કેપિટલાઈઝેશન અને ઓછી લિક્વિડિટીને કારણે તેમની કિંમતમાં હેરફેર સરળ છે. જેના કારણે ઘણી વખત રોકાણકારો છેતરપિંડીનો શિકાર બને છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સ્ટોકના પ્રદર્શન પર આધારિત છે. રોકાણ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લો. તમારા નુકસાન માટે ગુજરાત ગાર્ડિયન જવાબદાર રહેશે નહીં.)

આ પણ વાંચો :-

સુરતમાં પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, લાખો લીટર પાણી વેડફાયું, જુઓ તસવીરો

0
  • રાજ્યમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે અને વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જાય તે સમજી શકાય છે. પરંતુ સુરતના સગરામપુરા વિસ્તારમાં વગર વરસાદે પાણી ભરાયા છે.

અહીં પાણીની લાઈનમાં ભંગાણ પડતા એક કિલોમીટર સુધી પાણી-પાણી જોવા મળી રહ્યું છે. નવસારી બજાર નળવિતરણ મથક નજીક પાઈપલાઈનમાં ભંગાણ થવાને લીધે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થવાને કારણે લાખો લીટર પાણી પણ વેડફાયું છે.

આ પણ વાંચો :-

૧૧ જુલાઈ / જીવનસાથી શોધી રહ્યા છો? રોકાણ કરવાનું મન છે ? આ રાશિના જાતકો માટે મંગળવાર સૌથી શુભ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકન‌ું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં પ્રેમ વધે. જુના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યાગ્ય રીતે થાય. દાંમ્પત્ય ક્ષેત્રે આનંદ. નોકરી, ધંધામાં પ્રગ‌િત.

વૃષભઃ
મોજશોખ વધતાં ખર્ચનું પ્રમાણ પણ વધે. આવકમાં વધારો થતો જણાય.  પરિવારમાં આનંદ, સ્થાપર-જંગમ મિલકતથી લાભ. દાંમ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય સાચવવું, લીવરની સમસ્યાથી સાચવ‌વું.

મિથુનઃ
સ્વભાવમાં વિનોદી વૃત્તિ રહે. આવકનો સ્ત્રોત વધતો જણાય છે.  પરિવારના સભ્યો સાથે વાદ-વિવાદ ટાળવા. નવા નાણાંકીય રોકાણો સારી રીતે કરી શકાય. ધંધાકીય રીતે પ્રગતિ જળવાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.

કર્કઃ
માનસિક શાંતિ જળવાય. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં આનંદ, ઉત્સાહ, પ્રેમ જળવાય. માતા-પિતાનો સાથ સહકાર મળતો જણાય. એમની ચિંતા ઓછી થાય. દાંમ્પયત્ય જીવનમાં આનંદ. ભાગ્ય બળવાન.

સિંહઃ
તમામ ક્ષેત્રે આનંદ, ઉત્સાહનો અનુભવ થાય. આવક ‍વધે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. સ્ત્રી શણગારના ધંધામાં લાભ.

કન્યાઃ
મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર  હેરાફેર શકય બને. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ટા‍ળવી. નવા રોકાણો કરતી વખતે સાવચેતી જરૂરી. ઠંડાપીણા, મીનરલ વોટર, ટ્રાવેલીંગના ધંધામાં લાભ.

તુલાઃ
શરીરમાં આળસ વધે. પરિવારમાં લાગણી શીલતાનું પ્રમાણ વધશે. નાણાંકીય રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે.

વૃશ્ચિકઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ ઘટે. નાના ભાઇ- બહેનોની તબિયત સાચવવી. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દાંમ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્યની કાળજી જરૂરી. સફેદ વસ્તુના ધંધામાં લાભ.

ધનઃ
માનસિક આનંદ વર્તાય. જીવનની સમસ્યાઓ વ્યવહારિક રીતે હલ કરી શકશો. કોમ્પ્યુટર, પેકેજીંગ, કોમ્યુનીકેશનના ધંધામાં લાભ મળશે. સ્થાવર-જંગમ મિલક્તના ખરીદ-વેચાણ શક્ય બને. ખોટી સોબતથી સાચવવું.

મકરઃ
આદ્યાત્મિકતા વધે. સામાજીક કાર્યોમાં રૂચિ વધે. માન-સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાંકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. આરોગ્ય સાચવવું. તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
મનોબળ વધે. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. શેરબજારમાં લાભ. સ્ત્રીવર્ગ તરફથી ફાયદો. સંતાનની ચિંતા ઓછી થાય. નવું જાણવા શીખવાનો યોગ બને છે. ધંધામાં સફળતા મળતી જણાય.

મીનઃ
ગુસ્સામાં વધારો થતો જણાય. આવક વધે. પરિવારમાં શાંતિ જળવાય. જુના રોકાણોથી લાભ. નવા રોકાણો ફાયદાકારક પૂરવાર થાય. માતૃસુખ વધે. ટ્રાવેલીંગ તથા પાણીને લગતા ધંધામાં લાભ.

આ પણ વાંચો :-

….હું AAPમાંથી રાજીનામું આપી દઈશ’, ધારાસભ્ય ચૈતર વસાવાએ હાઈકમાન્ડની કઈ વાત  દર્શાવી નારાજગી

0
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદથી સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા ચાલી રહી છે. એવી સંભાવના છે કે આ મહિને શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકાર તેને ગૃહમાં રજૂ કરી શકે છે.

જ્યાં મુસ્લિમ સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે. ત્યાં રાજકીય પક્ષોના અભિપ્રાય આ અંગે વિભાજિત છે. આ મામલે AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ પહેલાથી જ તેનું સમર્થન કરી ચૂક્યા છે. એવામાં હવે ગુજરાતમાં AAPના UCCને સમર્થનથી આદિવાસી નેતાઓ નારાજ છે.

UCC મુદ્દે આપમાં પડયાં બે ભાગ :

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રવિવારે AAPના ધારાસભ્યની સમગ્ર ગુજરાત બહારના આદિવાસી સમાજ સાથે જોડાયેલા આગેવાનો સાથે ટાઉન હોલ ખાતે એક મિટિંગ યોજાઈ હતી. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવનાર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) મુદ્દે ચર્ચા કરવામાં આવી. જેમાં AAPના તમામ આદિવાસી નેતાઓ અને આદિવાસી સમાજના નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને આગામી સમયમાં દેશવ્યાપી લડતની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.

આદિવાસી સમાજ UCCના વિરોધમાં :

આ બાબતે ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સુરમાં સુર પુરાવ્યો હતો અને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમે આદિવાસી સમાજ સાથે છીએ અને જે UCC લગાવામાં આવી રહ્યો છે, તે મુદ્દો ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં લાવી રહી છે. મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવા આ ભાજપ સરકારે આ UCCને અમલીકરણ કરવાનું નક્કી કર્યું હતું.

પરંતુ આ મુદ્દે હવે ભાજપ સરકાર ઘેરાઈ ગઈ છે કારણ કે આવનાર દિવસોમાં લોકસભામાં 47 બેઠકો આદિવાસી રિઝર્વ છે. 62 બેઠકો પર આદિવાસી સમાજ પ્રભુત્વ ધરાવે છે. માટે જો ભાજપ સરકાર UCC કોડ લાગુ કરશે અને જેમાં આદિવાસી સમાજનો સમાવેશ કરશે તો આ 62 સીટ પર ભાજપને વેઠવું પડશે.

પાર્ટી છોડવાની પણ તૈયારી બતાવી :

જોકે આ બાબતે એક મોટું નિવેદન પણ આપને ધારાસભ્યએ આપ્યું કે, હાલ અમે અમારા આદિવાસી સમાજ સાથે ઉભા રહ્યા છે અને ઉભા રહીશું પરંતુ જો અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડ્રાફ્ટ તૈયાર થતા પછી UCCને સમર્થન કરશે તો અમારા આદિવાસી સમાજ માટે હું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું પણ આપી દઈશ. અમે અમારા સમાજ માટે સાથે ઉભા રહીશું. તો નાંદોદથી વિધાનસભાની ચૂંટણી લડનારા અને સારા પ્રમાણમાં વોટ મેળવનારા AAPના નેતા ડો. પ્રફુલ વસાવાએ અરવિંદ કેજરીવાલને પત્ર લખીને રાજીનામું આપી દીધું છે.

આ પણ વાંચો :-

છોકરીએ સગા પિતા સાથે કર્યાં લગ્ન, બની ગઈ ચોથી પત્ની, દિમાગ સુન્ન થઈ જાય તેવું આપ્યું કારણ

  • કંગાળ બનેલા પાકિસ્તાનમાં એક છોકરીએ તેના સગા પિતા સાથે લગ્ન કર્યાં હતા જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પડોશી પાકિસ્તાનમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ લોકોને વિચારતા કરી મૂક્યા છે. ભારતમાં તો તેને વિશે વિચારી પણ ન શકાય પરંતુ પાકિસ્તાનમાં કંઈ પણ બની શકે અને જે બન્યું તેનાથી લોકો ચોંકી ઉઠયાં છે.

પિતા સાથે લગ્નની ખૂદ દીકરીએ કરી કબૂલાત :

પાકિસ્તાનમાં એક પિતાએ પોતાની જ દીકરી સાથે કર્યા લગ્ન . રસપ્રદ વાત એ છે કે, દીકરીએ પોતે જ પોતાના પિતા સાથે લગ્ન કર્યા હોવાની કબૂલાત કરી છે. પુત્રીએ તેના પિતા સાથે લગ્ન કર્યા છે અને તે તેની ચોથી પત્ની બની ગઈ છે.

પિતા સાથે લગ્નનું શું કારણ આપ્યું પુત્રીએ  :

પિતા સાથે લગ્નનું પુત્રીએ જે કારણ આપ્યું છે તે પણ લોકોને ચકરાવે ચઢાવી દે તેવું છે. તે બોલી કે  મેં સાંભળ્યું હતું કે રાબિયા નામની છોકરીઓ છે એટલે રાબિયા નામવાળી છોકરી ચોથી હોય છે પછી મેં વિચાર્યું કે હું ચોથી દીકરી નથી બીજી દીકરી છું એટલે મેં કહ્યું કે જો ચોથા નંબર પર નામ ફિટ થવાનું હોય તો હું ચોથી વાર લગ્ન કરીશ. તેથી હું ચોથી પત્ની બનું છું.

વાયરલ વીડિયોથી લોકો ચોંકી ઉઠયાં  :

પિતા-પુત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ લગ્ન પર અલગ અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. વીડિયો જોયા બાદ ઘણા યૂઝર્સે તેના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. એક યુઝરે લખ્યું કે, એટલા માટે તેઓ તેને ભણવા નથી દેતા. આ વીડિયો પાકિસ્તાનમાં ક્યાંનો છે અને ક્યારે રેકોર્ડ કરવામાં આવ્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો :-

તમારાં માટે છે આ કામની માહિતી ! જો ભારે વરસાદ કે પુરમાં કાર તણાઈ જાય તો ક્લેમ મળશે કે નહીં ?

0
  • ચોમાસાની શરૂઆત પછી અવિરત વરસાદ ઘણા દિવસોથી લગભગ સમગ્ર ભારતમાં કહેર મચાવી રહ્યો છે. વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

ચોમાસાની શરૂઆત પછી અવિરત વરસાદ ઘણા દિવસોથી લગભગ સમગ્ર ભારતમાં કહેર મચાવી રહ્યો છે. વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વર્તમાન સમયની વાત કરીએ તો પહાડો પર પડેલા વરસાદને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ઘણા વિસ્તારોમાં કાર અને બાઈક પાણીમાં ડૂબેલા જોવા મળે છે. આવી સ્થિતિમાં, એ જાણવું જરૂરી છે કે જો પૂરમાં કાર ડૂબી જાય અથવા ભારે વરસાદમાં તણાઈ જાય તો ક્લેમ કરવાની સાચી રીત શું છે? આવી સ્થિતિમાં ક્લેમ મળશે કે નહીં?

આ કિસ્સામાં જો પૂરને કારણે તમારી કાર બગડી જાય કે ગુમ થઈ જાય તો તમારે કાર અથવા બાઈકના રિપેરિંગના ખર્ચનો ક્લેમ કરવા માટે તમારા વીમાદાતાનો સંપર્ક કરવો જોઈએ. અહીં એ જાણવું અગત્યનું છે કે દરેક કારનો વીમો તમને આ બાબતે મદદ કરી શકતો નથી. તેથી કાર વીમા પોલિસીનો લાભ લેતા પહેલા તેની વિશેષતાઓ અને ફાયદાઓને સમજવું અત્યંત મહત્વપૂર્ણ છે.

કાર વીમા કંપનીઓ એવી પોલિસી ઓફર કરે છે જે માલિકોને કુદરતી આફતોને કારણે તેમની કારને થયેલા નુકસાનને રિપેર કરવામાં મદદ કરી શકે છે.

વ્યાપક કાર વીમા પોલિસી :

એક વ્યાપક કાર વીમા પોલિસી તમને પૂર, ધરતીકંપ, ચક્રવાત જેવી કુદરતી આફતોથી થતા નુકસાનની ભરપાઈ કરવામાં મદદ કરી શકે છે. આ પોલિસી કાર અથવા કોઈપણ પ્રકારના વાહનોને આકસ્મિક નુકસાન, આગ અથવા વિસ્ફોટ, ચોરી અને થર્ડ પાર્ટી ક્લેમની જવાબદારીઓ પણ કવર કરી લે છે.

એન્જિન પ્રોટેક્શન કવર

વ્યાપક વીમા પોલિસી કારના એન્જિનને થતા નુકસાનને આવરી લેતી નથી. આવા કિસ્સામાં તમારે એન્જિન પ્રોટેક્શન કવર લેવું પડશે. આ એડ-ઓન સાથે તમે તમારી કાર અથવા બાઇકના એન્જિનના ભાગોના રીપેરીંગ અથવા બદલવા માટે ક્લેમ કરી શકો છો.

નો ક્લેમ બોનસ (NCB) પ્રોટેક્શન કવર

મોટાભાગના લોકોનો ક્લેમ બોનસ વિશે જાણતા હશે. જો તમને ખબર ન હોય તો તમને જણાવી દઈએ કે જો તમે પોલિસી મેળવ્યા પછી એક પણ ક્લેમ લીધો હોય તો તમે NCB થી વંચિત રહી જશો. NCB સાથે જો તમે દાવો કરો તો પણ તમને 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે..

ઈન્વોઈસ કવર (Return to Invoice Cover)

જો પૂરને કારણે કાર એટલી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે કે તેનું રીપેરીંગ ન થઈ શકે તો આવી સ્થિતિમાં ઈન્વોઈસ કવર ખુબ જ કામમાં આવે છે. જો તમારી પાસે આ કવર હોય, તો તમે તમારા વાહનની ખરીદ કિંમત અથવા કારના ઈન્વોઈસ મૂલ્યનો દાવો કરી શકો છો.

આમાં રજીસ્ટ્રેશન અને રોડ ટેક્સનો ખર્ચ પણ સામેલ છે. તે તમારી પોલિસીની શરતો શું છે તેના પર પણ આધાર રાખે છે. સૌથી મહત્વની વાત એ છે કે કાર અથવા તમારા કોઈપણ વાહનનો વીમો લેતી વખતે તમારે ઈન્સ્યોરન્સના તમામ નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચવા જોઈએ.

આ પણ વાંચો :-

સુરતમાં ચાંદી ગેંગનો આતંક, જાહેરમાં યુવકને ફટકાર્યાનો CCTV વાયરલ

0
  • સુરતમાં એક પછી એક ગેંગ સક્રિય થઈ હોવાનું સામે આવી રહ્યું છે. લિંબાયત વિસ્તારમાં લસ્સી ગેંગ બાદ ચાંદી ગેંગ સક્રિય થઈ હોય તેવું સામે આવ્યું છે.

ચાંદી ગેંગના માથાભારે ઈસમો દ્વારા એક યુવકને જાહેરમાં લાકડાના ફટકા વડે માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. લિંબાયતમાં મારામારીની ઘટના સામે આવી છે. અહિં લસ્સી ગેંગ બાદ વધુ એક ગેંગ સક્રિય થઈ છે. ચાંદી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે.

બિલાલ ચાંદીએ ખુરશીદ સૈયદ પર હુમલો કર્યો છે. લાકડીના ફટકા વડે માર મારી હુમલો કર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત ખુરશીદ સૈયદને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાથી વાયરલ થઈ રહી છે.

પોલીસ દ્વારા વીડિયો વાયરલ થયા બાદ હંમેશા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે ચાંદી ગેંગ સામે પણ પોલીસ પગલાં ફરશે અને જાહેરમાં તલવાર લઈને ખૌફ પેદા કરનારનું જે રીતે સરઘસ કાઢવામાં આવ્યું હતું. એ જ રીતે ચાંદી ગેંગને પણ અંકુશમાં લેવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

ટામેટાની સુરક્ષામાં બાઉન્સર રાખ્યાં તો શાકભાજી વેચનારાને જ ઉઠાવી ગઈ પોલીસ

0
  • વારાણસીમાં ટામેટાની સુરક્ષા માટે રાખેલા બાઉન્સરની તસવીર અને વીડિયો વાયરલ થયો હતો. તે બાદ પોલીસ શાકભાજી વેચનારાને જ ઉઠાવીને લઈ ગઈ હતી.

જો કે બાઉન્સર સપા કાર્યકર્તાએ રાખ્યા હતા. સપા કાર્યકર્તાએ ટામેટા પાસે બે બાઉન્સરને ઉભા કરીને મોંઘવારીને લઇને અનોખુ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ સપા કાર્યકર્તાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી પરંતુ સપા કાર્યકર્તા ત્યાંથી ભાગી ગયો હતો. તે બાદ પોલીસ શાકભાજી વેચનારાને પોલીસ સ્ટેશને લઇને આવી હતી. આ જાણકારી સપા પ્રમુખ અખિલેશ યાદવને મળતા યુપી સરકાર અને પોલીસ પર સવાલ ઉભા કરતા એક પછી એક ટ્વીટ કર્યા હતા.

વારાણસીમાં સપા કાર્યકર્તા અજય ફૌજીએ વધતી મોંઘવારીના વિરોધમાં બે બાઉન્સરોને એક શાકભાજીની દુકાન પર ટામેટાની સુરક્ષા માટે ઉભા રાખ્યા હતા. અજય ફૌજીએ જણાવ્યું કે ટામેટા 120 થી લઈને 160 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યાં છે તેની લૂંટ પણ થઈ શકે છે. સપા કાર્યકર્તાએ જણાવ્યું કે ટામેટા ખરીદવા માટે આવનારા લોકોના ઝઘડા અને લૂંટફાટથી બચવા માટે બાઉન્સરોને ઉભા કરવામાં આવ્યા છે. શાકભાજીની દુકાન પર ઉભેલા બાઉન્સરની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તે બાદ પોલીસ અજય ફૌજીને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી.

અજય ફૌજી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ પર વાત કરતા કરતા ફરાર થઈ ગયો હતો. પોલીસ તેને શોધતી રહી હતી પણ મળ્યા નહતા. તે બાદ પોલીસ શાકભાજી વેચનારાની દુકાન પર પહોચી હતી અને શાકભાજીના વેપારી જયનારાયણને પકડીને લઈ ગઈ હતી. આ ઘટનાને લઈને અખિલેશ યાદવે ટ્વીટ કરીને યુપી સરકાર અને પોલીસ પર સવાલ ઉભા કર્યા છે. અખિલેશ યાદવે લખ્યું વારાણસીમાં મોંઘવારી જેવા જનહિતના વિષય પર સરકારનું ધ્યાન આકર્ષનારા શાકભાજીના વેપારીને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવો કેટલો યોગ્ય છે. આ સમાચાર ફેલાતા રાજ્યમાં સમગ્ર શાકભાજીના વેપારી ગુસ્સામાં છે, તે શાકભાજીના વેપારીને તુરંત છોડવામાં આવે.

અખિલેશનો કટાક્ષ, ટામેટાને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે :

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ટામેટાના ભાવ વધતા મોંઘવારીને લઈને સરકાર પર કટાક્ષ કર્યો હતો. અખિલેશ યાદવે એક વીડિયો શએર કર્યો છે જેમાં એક ટામેટા વેચનાર પોતાના ટામેટાને લૂંટવાથી બચાવવા માટે બે બાઉન્સર રાખેલો જોવા મળે છે. જેની પર અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ ટામેટાને ઝેડ પ્લસ સુરક્ષા આપે.

આ પણ વાંચો :-

રમકડાંની જેમ તણાયા વાહન, રોડ-રસ્તા જળમગ્ન, શહેર બન્યા તળાવ, તસવીરોમાં જુઓ વરસાદે સર્જેલી તારાજી

0

Vehicles stretched like toys

  • ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કોસ્ટલ કર્ણાટક અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

શનિવારથી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. જેના કારણે ઘણા શહેરમાં તો તારાજીના દ્રશ્યો સર્જાયા છે. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

દિલ્હી પાણી પાણી :

જુલાઈ મહિનાના પહેલા સપ્તાહથી જ દેશના મોટાભાગના રાજ્યોમાં અતિભારે વરસાદ શરુ થયો હતો. ચોમાસાની શરુઆતથી અત્યાર સુધીમાં 243.2 મીમી વરસાદ નોંધાયો છે જે સામાન્ય 239.1 મીમી વરસાદ કરતા બે ટકા વધુ છે. અનરાધાર વરસાદના કારણે દિલ્હીના રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.

ઉત્તરાખંડમાં મેઘ તાંડવ :

વરસાદના કારણે ઉત્તરાખંડમાં ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં સતત થઈ રહેલા વરસાદના કારણે ઠેરઠેર ભુસ્ખલન થયું છે જેના કારણે વાહન, રોડ-રસ્તા, મકાનો ધરાશાયી થયા હતા. અલગ અલગ ઘટનાઓમાં 8 લોકોના મોત પણ થયા હતા. હવામાન વિભાગે અહીં 11-12 જુલાઈએ રાજ્યના ચમોલી, પૌડી, પિથોરાગઢ,  અલ્મોડા, ચંપાવત, નૈનીતાલ સહિતના શહેરોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

જમ્મુ-કાશ્મીર :

જમ્મુ-કાશ્મીરની ઝેલમ નદી વરસાદના કારણે બેકાંઠે થઈ હતી. જો કે પાણીનું સ્તર ઘટતાં લોકો પર તોળાતું જોખમ ઘટ્યું છે. હવામાન વિભાગ અનુસાર જમ્મુ કાશ્મીરમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદ થવાની સંભાવના છે.

પંજાબ-હરિયાણામાં વરસાદી કહેર :

પંજાબ અને હરિયાણાના ઘણા શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે વાહનવ્યવહારને અસર થઈ છે. હવામાન વિભાગના અહીં આગામી દિવસો દરમિયાન પણ વરસાદ થઈ શકે છે. આ બંને રાજ્યોના અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

13 જુલાઈ સુધી વરસાદની આગાહી  :

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના ઘણા શહેરો માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. અહીં 14 જુલાઈ સુધી ભારે વરસાદ થઈ શકે છે. સાથે જ દેશના મોટાભાગના શહેરોમાં 11 થી 13 જુલાઈ વચ્ચે પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો :-

કેનેડામાં જઈને નોકરી માટે ફાંફાં મારવા કરતા આ શીખી લો, ડિમાન્ડ એટલી છે કે 

  • કેનેડામાં વસવા માટે પર્યાપ્ત નાણાં હોવા જોઈએ. જે લોકો નવો બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા છે અને ઈનોવેટીવ આઈડિયા અપનાવીને વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ઉતરી શકે તેવા લોકો માટે કેનેડા સર્વશ્રેષ્ઠ સ્થાન છે.

કેનેડા જવુ એ દરેક બીજા ગુજરાતીનું સપનુ હોય છે. એક સમય એવો હતો જ્યારે કેનેડામાં ભારતીયોને ઘી-કેળા હતા, પરંતું હવે સ્થિતિ 360 ડિગ્રી બદલાઈ ગઈ છે. હવે ગુજરાતીઓ લાખો ખર્ચીને કેનેડા જઈ રહ્યા છે, પરંતું તેઓને ત્યાં કામ જ નથી મળી રહ્યું. ખાસ કરીને ભારતીયો જ તેમને છેતરી રહ્યાં છે. અથવા કામ મળે તો ઓછા ડોલરમાં કામ સ્વીકારવું પડે.

આવામાં જો તમે કેનેડા જઈને નોકરી કરવા ન માંગતા હોય તો તમે તમારો બિઝનેસ પણ કરી શકો છો. કેનેડામાં અનેક બિઝનેસ ચાલી શકે છે. કેટલાક બિઝનેસ એવા છે જેમાં તમારે રોકાણ કરવાની પણ જરૂર નથી. જો તમે ભારતમાંથી જ કોઈ સ્કીલ શીખીને ત્યા જશો તો તમને આપોઆપ કામ મળી જશે.

કેનેડામાં વસવા માટે પર્યાપ્ત નાણાં હોવા જોઈએ. જે લોકો નવો બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા છે અને ઈનોવેટીવ આઈડિયા અપનાવીને વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ઉતરી શકે તેવા લોકો માટે કેનેડા સર્વશ્રેષ્ઠ સ્થાન છે. તમારે ત્યા જતા પહેલા ભારતમાં જ કેટલીક સ્કીલ શીખી લેવી. જેની કેનેડામાં વસતા ભારતીયોમાં બહુ જ ડિમાન્ડ હોય. આ સ્કીલ થકી તમને ક્યાંય નોકરી શોધવાની જરૂર નહિ પડે.

જ્યા જ્યાં વસે ગુજરાતી ત્યા ત્યા સદાકાળ. ગુજરાતીઓ જ્યા પણ વસે તેઓને તે સ્થળે પોતાની ખાણીપીણી અને વસ્તુઓની ડિમાન્ડ રહે છે. જો તમે સારું ગુજરાતી ફૂડ બનાવવાના શોખી હોવ તો તમે તેનો પણ બિઝનેસ કરી શકો છો. અથવા તો બ્યૂટી પાર્લર, સ્કીન ટ્રીટમેન્ટ, નેલ પિયર્સિંગ, હેર સ્ટાઈલિસ્ટ, ડેકોરેશન, ડ્રેસ ડિઝાઈનિંગ આ બધુ જ તમે અહીથી શીખીને કેનેડામાં ટ્રાય કરી શકો છો. આ ઉપરાંત મીઠાઈ કે ફરસાણ બનાવીને પણ વેચી શકાય છે. આવી તો અઢળક સ્કીલ છે. જેમાં મહારત હાંસિલ કરીને કેનેડામાં તમે તમારું સ્ટાર્ટઅપ ઉભુ કરી શકો છો.

જે લોકો કેનેડામાં બિઝનેસ કરવા માંગે તેઓએ ઓર્ગેનાઈઝેશનમાં અરજી કરવાની હોય છે. પોતાના સ્ટાર્ટઅપ આઈડિયા વિશે માહિતી આપવાની હોય છે. જેમાં તમામ પ્રકારની માહિતી શેર કરવાની હોય છે. જો તમારો આઈડિયા તેમને ગમી ગયો તો કેનેડાની SUV તમને બિઝનેસ કરવાની પરમિશન આપે છે. તે નવા આંત્રપ્રિન્યોર્સને અનેક લાભ આપે છે.

કેનેડામાં સ્ટાર્ટ અપ વિઝા પ્રોગ્રામ પણ બેસ્ટ વિકલ્પ બની રહ્યું છે. જેના માટે કેનેડામાં ઢગલાબંધ રિસોર્સિસ ઉપલબ્ધ છે. જેની મદદથી તમને અનેક લાભ થઈ શકે છે.

આ પણ વાંચો :-