Home Blog Page 1037

અંબાલાલ પટેલે તારીખ સાથે ત્રીજા રાઉન્ડની તોફાની આગાહી કરી !

0
  • ગુજરાતની જનતાને સાવચેત કરતી ચોમાસાની સૌથી મોટી આગાહી આવી ગઈ છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનારાધાર વરસાદની આગાહી છે.

ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી કરીને લોકોને ચેતવ્યા કે, તોફાની વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહો. ૧૪ જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. ૨૦ જુલાઈની વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ત્રીજો રાઉન્ડ વધુ તોફાની હશે.

દક્ષિણ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. ૨૩ થી ૩૦ જુલાઈ સુધી વરસાદ આવવાની શક્યતા છે. ૨૮ જુલાઈથી ૮ ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. મહેસાણામાં ભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે. પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ પડશે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડશે.

રાજ્યના અનેક ભાગોમાં અવિરત વરસાદ પડશે. દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ધોધમાર વરસાદની આગાહી છે. ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ વરસાદ આવશે. તો નર્મદા નદીમાં પુષ્કળ પાણીની આવક થશે. સરદાર સરોવર બંધની ઊંચાઈ સુધી પાણી પહોંચશે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન ૧૮-૧૯અને ૨૦ જુલાઈએ આવશે. ૨૩ થી ૩૦ જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ડીપ ડિપ્રેશન મજબૂત બનીને આખા દેશને ધમરોળશે. ગુજરાત સહિત આખા દેશના અનેક ઘણા ભાગોમાં વરસાદ રહી શકે તેમ છે. ગુજરાતના માં કોઈ કોઈ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે.

અંબાલાલ પટેલે કહ્યું કે દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા નદીઓમાં પૂરની શક્યતા છે. તો પૂરના પાણીથી ગંગા જમના નદીની જળ સપાટી વધી શકે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જેમાં અમદાવાદની સાબરમતી નદીના પાણીની સપાટીમાં વધારો થશે. તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં પણ પાણીની આવક વધશે. સરદાર સરોવર બંધની ઉંચાઈ સુધી પાણી આવી જવાની શક્યતા છે.

તેમણે કહ્યું કે, આ દિવસોમાં ગુજરાતના વિવિધ સ્થળોએ વરસાદ થતા નર્મદા નદીમાં હળવા પૂરની પણ શક્યતા છે. તો તાપી નદીમાં પણ હળવા પૂરની શક્યતા છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં ૪ થી ૮ ઈંચ જેટલો વરસાદ પડે તેવી શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ૧૦-૧૨ ઈંચ વરસાદ રહી શકે છે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે.

આ પણ વાંચો :-

‘ટીપ-ટીપ બરસા પાની’.. છોકરાએ એવી કમર લચકાવી કે નોરા ફતેહીનો ડાન્સ પડ્યો ફિક્કો

0
  • તમે ઘણી છોકરીઓને શ્રીદેવી અને અનિલ કપૂરના ફેમસ ગીત પર ડાન્સ કરતી જોઈ હશે. પરંતુ હવે આ ગીત પર એક છોકરાનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

નોરા ફતેહીને બોલિવૂડમાં આઈટમ સોંગ ક્વીન માનવામાં આવે છે. તેણે એકથી વધુ ડાન્સ નંબર કરીને ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કમાવ્યું છે. પરંતુ ઈન્સ્ટાગ્રામ પર ઘણા એવા પ્રભાવકો છે જેઓ પોતાના ડાન્સ મૂવ્સથી લોકોના દિલમાં અલગ જગ્યા બનાવી રહ્યા છે. તાજેતરમાં એક ઈન્સ્ટાગ્રામ યુઝર તેના ડાન્સ મૂવ્સથી લોકોના દિલ જીતી રહ્યો છે. નંદ ગોપાલ નામનો આ યુવક પોતાના ડાન્સથી બોલિવૂડની સારી જાણીતી અભિનેત્રીઓના હોશ ઉડાવી રહ્યો છે.

ડાન્સ મૂવ્સ જોઈને મગજ કામ નહીં કરે :

ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરો બોલિવૂડના લોકપ્રિય ગીત ‘ટિપ-ટિપ બરસા પાની’ પર તેના ડાન્સ મૂવ્સ બતાવતો જોવા મળે છે. અમિતે પીળી સાડીમાં ટેરેસ પર ઉભા રહીને જબરદસ્ત ડાન્સ કર્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ છોકરાનું સાચું નામ નંદ ગોપાલ છે. જેણે ‘અમિત ધ શાઈનિંગ સ્ટાર‘ નામનું પોતાનું ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું છે. નંદ ગોપાલે તેની ઉત્તમ નૃત્ય કૌશલ્યથી ઈન્સ્ટાગ્રામ પર ભારે ફેન ફોલોઈંગ બનાવ્યું છે.

કેટલા છે ફોલોઅર્સ ?

અમિતના ઈન્સ્ટાગ્રામ પર 199k ફોલોઅર્સ છે. તે એક વિડિયો ક્રિએટર છે. આ સાથે અમિત એક પ્રોફેશનલ ડાન્સર પણ છે. તે ફરીદાબાદમાં રહે છે અને ત્યાં તેના ડાન્સ વીડિયો બનાવે છે. અમિતના આઈડી પર ઘણા ડાન્સ વીડિયો છે જેને લોકોએ ખૂબ પસંદ કર્યા છે. જો કે કેટલાક લોકો અમિતનો વિરોધ કરતા પણ જોવા મળે છે. પરંતુ અમિત આ બધી બાબતોથી દૂર પોતાના ડાન્સ પર ધ્યાન આપે છે.

આ પણ વાંચો :-

દાંતામાં નદી પાર કરતા પિતા-પુત્ર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા

0
  • દાંતામાં ધામણીયા નદી પાર કરતા પિતા-પુત્ર તણાયા. તો ધોરાજીમાં બે યુવકો પાણીના પ્રવાહમાં તણાયા. વડગામમાં વીજ કરંટથી એક જ પરિવારના ત્રણના મોત.

જુલાઈનો વરસાદ કહેર બનીને તૂટી પડ્યો છે. સોમવારે ઉત્તર ગુજરાતમાં ભારે ધબધબાટી બોલાવી હતી. ગુજરાતમાં આજે ફરીથી ભારેથી આ આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.

ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ રહેશે. હાલ ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદથી ખેતરો ફેરવાયા બેટમાં છે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણાના ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

આજે મંગળવારે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે. આવામાં બનાસકાંઠાના દાતામાં ધામણીયા નદીમાં પિતાપુત્ર તણાયા હતા.

આ પણ વાંચો :-

 

એક્સપ્રેસ હાઈવે પર રોંગ સાઈડથી આવતી સ્કૂલ બસમાં SUV કાર ઘુસી ગઈ, ૬ લોકોના દર્દનાક મોત

0
  • ગાઝિયાબાદમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ. અહીં એક્સપ્રેસ વે પર બસ અને TUV 300 કાર વચ્ચે ટક્કર થઈ હતી.

આ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા હતા. તે જ સમયે ગંભીર રીતે ઘાયલ ૮ વર્ષના બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે.

રોંગ સાઈડમાં બસ આવતા કાર અથડાઈ :

મળતી માહિતી મુજબ આ ઘટના દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ક્રોસિંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. હાઈવે પર રોંગ સાઈડથી આવી રહેલી હાઈસ્પીડ બસને અકસ્માતનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. હાઈવે પર રોંગ સાઈડથી સીએનજી લઈ જતી બસ આવી રહી હતી.

ટક્કર એટલી તીવ્ર હતી કે અકસ્માત બાદ મૃતદેહો કારમાં જ ફસાઈ ગયા હતા. ત્યાર પછી ફસાયેલી લાશને કટર વડે દરવાજો કાપીને બહાર કાઢવામાં આવી હતી. મૃતદેહોને કારમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

ખાટુ શ્યામના દર્શને જતો પરિવાર મોતને ભેટ્યો :

જણાવવામાં આવી રહ્યું છે કે સ્કૂલ બસ ખાલી હતી અને રોંગ સાઈડથી આવી રહી હતી. તે જ સમયે કારમાં સવાર પરિવાર મેરઠથી દિલ્હી તરફ આવી રહ્યો હતો. પરિવાર ખાટુ શ્યામના દર્શન કરવા માટે જતો હતો. પરંતુ રોંગ સાઈડથી આવતી બસ સાથે કાર અથડાઈ હતી. આ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા હતા. જ્યારે એક બાળક અને એક પુરુષને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

પંચને ટક્કર મારવા Hyundaiએ લોન્ચ કરી SUV Exter, તસવીરો અને ફીચર્સ લક્ઝુરિયસ કાર જેવા

0
  • હ્યુંડાઈની 5.99 લાખથી માંડી ટોપ એન્ડ વેરિએન્ટની 9.3 લાખ રૂપિયાની કિંમતની માઇક્રો એસયુવી એક્ટરને લોન્ચ કરી દીધી છે.

હ્યુંડાઈએ માઈક્રો એસયુવી એક્ટરને લોન્ચ કરી દીધી છે. આ સીએનજીની સાથે પણ ઉપલબ્ધ છે. માનવામાં આવી રહ્યું છે કે આ કારની સીધી ટક્કર ટાટા પંચ, નિસાન મેગ્નાઈટ અને રેનો કાઈગર સાથે હશે. હ્યુંડાઈની આ કારની શરૂઆતની કિંમત 5.99 લાખ રૂપિયા છે. આ કારના ટોપ એન્ડ વેરિએન્ટની કિંમત 9.3 લાખ રૂપિયા છે. તેના સીએનજી એડિશનની કિંમત 8.2 લાખ રૂપિયા છે.

8 ઈંચનું ટચસ્ક્રિન ડેશબોર્ડ :

હ્યુંડાઈ એક્સ્ટરમાં ઈન્ટિરિયર ડિઝાઈન ઓરા યા નિઓસ જેવું છે. જેમાં સમાન પેટર્નવાળું ડેશબોર્ડ અને 8 ઈંચનું ટચસ્ક્રિન છે. એક્સટરમાં i20ની જેમ એક ડિજિટલ ઈંસ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ છે. એક્સટરની લંબાઈ 3815 મીમી અને વ્હીવેસ 2450 મીમી છે. સ્ટાઈલની વાત કરીએ તો એક્સટરમાં ગ્રિલની સાથે સાથે પાછળના ભાગ માટે પેરામીટ્રિક હ્યુંડાઈ ડિઝાઈન છે. એક્સટરના લાઈટિંગ પેટર્નમાં હેન્ડલેંપ અને ટેલ-લેંપ બંને માટે એક ટચ પેટર્ન છે.

6 એરબેગ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ સહીતની સુવિધા :

એક્સટર 6 મોનોટોન અને 3 ડ્યુઅલ ટોન રંગમાં ઉપલબ્ધ છે. તેમાં વ્હીલ આર્ક અને સ્કિડ પ્લેટ પણ છે જે બીજું એસયુવી સ્ટાઈલિંગ ટચ છે. એક્સટર હ્યુંડાઈ એસયુવી લાઈન-અપમાં વેન્યુથી નીચે છે. ફિચર્સની વાત કરીએ તો એક્સટરમાં વોયસ કમાન્ડ દ્વારા સંચાલિત સિંગલ પેન સનરૂફ અને એક ડેશકેમ છે. જે આ કેટેગરીમાં કોઈ બીજી એસયુવીમાં નથી. સાથે જ ક્નેક્ટેડ કાર ટેક્નોલોજી, ઓટીએ અપડેટ, 6 એરબેગ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, એપ્પલ કારપ્લે, એન્ડ્રોઈડ ઓટો, વોયસ કમાન્ડ, ફૂટવેલ લાઈટિંગ પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

 

 

ના મૂર્તિ, ના ફોટો, આ સ્થળે કોને ચઢે છે પાણીનો પ્રસાદ ? જાણો મિનરલ મંદિરની કહાની

0
  • સમગ્ર રાજ્યમાંથી બાધા આખડી પુરી થયા બાદ અહીં શ્રદ્ધાળુઓ મિનરલ વોટર ચડાવવા આવે છે. વર્ષો પહેલા આ જગ્યાએ કાળજા કંપાવી દે તેવો અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાળકોના પાણી પાણી બોલીને જીવ ગયા બાદ લોકોએ અહીં મિનરલ વોટર ચઢાવવાનું કર્યું શરૂ.

શ્રદ્ધા હોય ત્યાં પથ્થર પણ ભગવાન થઈને પુજાતા હોય છે. દેશ અને દુનિયાભરમાં આવા અનેક ઉદાહરણો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો અહીંયા પણ અનેકવિધ એવા મંદિરો છે જે લોકોની આસ્થાનું કેન્દ્ર છે. જ્યારે લોકોની મનોકામના પુરી થતી હોય છે.

ત્યારે લોકો ભગવાન કે માતાજીને ભાવતો પ્રસાદ ધરવીને તેમની આરાધના કરતા હોય છે. માનતા પુરી કરતા હોય છે. શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં બીજી કોઈ વસ્તુ નહીં પણ ચઢે છે પાણીની પ્રસાદી. જીહાં એ પણ સામાન્ય પાણી નહીં આ મંદિરે ચઢાવવામાં આવે છે મિનરલ વોટર.

સ્થાનિકોની એવી માન્યતા છે કે અહીં મિનરલ વોટર ચઢાવવાથી થાય છે દરેક મનોકામના પૂર્ણ ! આ મંદિર આવેલું છે રાજ્યના પાટણ જિલ્લામાં. મહત્ત્વનું છે કે ગુજરાતમાં અનેક એવા શ્રદ્ધાવાળા સ્થળો છે કે જ્યાં વિશિષ્ટ પ્રકારની ખાસિયતો ધરાવે છે અને આસ્થા તેમજ  શ્રદ્ધા હોય ત્યાં સૌ કોઈ નમસ્તક થાય છે. પાટણ જિલ્લામાં પણ આવુ જ એક સ્થળ છે, જ્યાં નથી કોઈ ભગવાન કે નથી દેવી દેવતાનો ફોટો.

છતાં પણ સમગ્ર રાજ્યના અનેક લોકો અહીં શ્રદ્ધાથી આવે છે.. માનતા માને છે અને માનતા પુરી થયા બાદ અહીં પ્રસાદી ચઢાવીને જાય છે. પરંતુ અહીંયા જે માનતા માં પ્રસાદી ચઢાવવામાં આવે છે તેમાં પેડા કે અન્ય મીઠાઈ નહીં પણ અહીં મિનરલ વોટરના પાઉચ તેમજ બોટલોને પ્રસાદી તરીકે ચઢાવવામાં આવે છે.

સમગ્ર રાજ્યમાંથી બાધા આખડી પુરી થયા બાદ અહીં શ્રદ્ધાળુઓ મિનરલ વોટર ચડાવવા આવે છે. વર્ષો પહેલા આ જગ્યાએ કાળજા કંપાવી દે તેવો અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાળકોના પાણી પાણી બોલીને જીવ ગયા બાદ લોકોએ અહીં મિનરલ વોટર ચઢાવવાનું કર્યું શરૂ. જોતજોતામાં આસ્થાનું અને માનતાનું પવિત્ર સ્થળ બની ગયું.

વર્ષો પહેલા ચાણસ્મા-મોઢેરા હાઈ-વેના આ સ્થળ પર ખતરનાક અકસ્માત થયો હતો અને જે અકસ્માતમાં બાળકો સ્થળ પર જ પાણી પાણીની ચીસો પાડતા રહ્યા અને તેમનું મોત થઇ ગયું. પાણી ના મળવાના કારણે તડપીને થયેલ મોત બાદ સૌ કોઈ લોકોને મનમાં જે એક્સિડન્ટની ઘટનામાં બાળકોનું મોત થયું હતું. તેમના પ્રત્યે સહાનુભૂતિ સ્રજાયી અને ત્યારથી આજદિન સુધી અહીંયા મિનરલ વોટરના પાઉચ તેમજ બોટલો અહીંયા ચઢાવવામાં આવે છે. અહીં માત્ર ઈંટોની ગોખ બનાવી તેમાં દીવો પ્રગટાવવામાં આવે છે. જે આજે આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યું છે.

સમય ધીરે ધીરે આગળ વધતો રહ્યો અને એક્સિડન્ટ થયેલ ગોજારી જગ્યા આસ્થાના સ્વરૂપે પ્રખ્યાત થવા લાગી. જેમના કામ ના થતા હોય તેવા અનેક લોકો આ જગ્યા પર આવીને શ્રદ્ધાથી માનતા માનવા લાગ્યા અને માનતા પુરી થયા બાદ પ્રસાદી તરીકે મિનરલ વોટર ચઢાવવા લાગ્યા. આજે પણ અહીંયા એક ઝાડ નીચે થોડીક ઈંટો મૂકીને શ્રદ્ધાળુઓ માનતા પુરી થયા બાદ અહીંયા દીવો કરે છે પગે પડે છે અને બાધા છોડે છે .

અલગ અલગ ધર્મ અને અલગ અલગ દેવી દેવતાઓને શ્રદ્ધાથી પેડા, શ્રીફળ કે મીઠાઈ ચઢાવવામાં આવતી હોય છે. પરંતુ પાટણ જિલ્લાનું ચાણસ્મા-મોઢેરા હાઈવે પર વર્ષો પહેલા થયેલ અકસ્માત બાદ મિનરલ વોટર ચઢાવીને માનતાઓ પુરી કરવામાં આવે છે. એ શ્રદ્ધા અલગ જ આસ્થા ધરાવે છે.

આ પણ વાંચો :-

 વેપારીએ PM મોદીને પોક લગાવી : રડતા રડતા ટામેટાને આપી જીવનમાંથી વિદાય

0
  • ટામેટાના ભાવોને લઈને જામનગરના એક વેપારીએ અનોખો વિરોધ કર્યો છે. રડતા રડતા મોદીને પોકારીને તેમણે પાણી સાથે રોટલી ખાધી, ટામેટાંનો હાર, ટામેટાંનો તાજ પહેર્યો અને મોંઘા ટામેટાંને વિદાય આપી હતી.

જામનગરના એક વેપારીએ ટામેટાંની સતત વધી રહેલી કિંમત સામે અનોખો વિરોધ કર્યો હતો. રડતા રડતા મોદીને પોક લગાવી મોંઘા ટામેટાંને જીંદગીમાંથી જ વિદાય આપી દીધી હતી.

મોંઘા ટામેટાનો બનાવ્યો નેકલેસ :

સામાન્ય માણસના જીવનમાં ટામેટા એકમાત્ર એવી વસ્તુ છે જે તેના ભોજનમાં સ્વાદ જાળવી રાખે છે. જે રીતે ટામેટાં મોંઘા થઈ રહ્યા છે, સામાન્ય માણસના જીવનમાંથી તેનો સ્વાદ ગાયબ થઈ રહ્યો છે. જામનગરમાં રહેતા નિમેશ સિમરીયા નામના એક વેપારીએ ટામેટાંનો વિરોધ કરવાની ખૂબ જ અલગ રીત અપનાવી છે જે મોંઘા થઈ રહ્યા છે.

નિમેશે મોંઘા દાગીના પર મોંઘા ટામેટાંનો નેકલેસ બનાવ્યો અને ગળામાં પહેર્યો હતો. પાણી સાથે રોટલી ખાતી વખતે વડાપ્રધાન મોદીને ફોન કરીને કહ્યું કે, કેવી રીતે તેમની થાળીમાંથી ટામેટાં ગાયબ થઈ ગયા છે અને તેઓ પાણી સાથે રોટલી ખાય છે. તેણે કાંટાના તાજ વાળા ટામેટાંનો તાજ બનાવી માથે પહેર્યો હતો. પોતાની બાઇકને કફનથી ઢાંકીને તેણે સંદેશો આપ્યો કે પેટ્રોલ અને ટામેટાં બંને ખૂબ મોંઘા થઈ ગયા છે. તો બાઈક પૂછે છે કે શું પેટ્રોલ પીવું કે ટામેટાંનો જ્યૂસ?

લાલ લાલ ટામેટા લોકોના ગાલને લાલ કરે છે. હવે મને વિદાય આપો. હું હવે ગરીબોને થાળીમાં સાથ આપી શકતો નથી. ઓ મોદી મામા, મારા શાકભાજીમાંથી ટામેટા ગાયબ થઈ ગયા જેવા વિરોધ દર્શાવવા નિવેદનો લખીને પ્રદર્શિત કર્યા છે.

આ પણ વાંચો :-

તાપીના ઘસમસતા પ્રવાહમાં જીવનાં જોખમે સેલ્ફી, બંદોબસ્તના અભાવે કોઝ વે મનોરંજન સ્થળ બન્યું

0
  • સુરતમાં ભારે વરસાદના કારણે ઘણા દિવસોથી તાપી નદી પરનો કોઝ વે વાહનવ્યવહાર માટે બંધ છે. નદીનું જળસ્તર ઊંચુ આવ્યું છે. ઘસમસતા પ્રવાહથી રમણીય નજારો સર્જાયો છે.

જેથી લોકો અહિં મોટી સંખ્યામાં ઉમટીને જીવને જોખમમાં મૂકીને પણ કોઝવે પર નદીના પ્રવાહમાં વચ્ચે સુધી પહોંચી જઈને સેલ્ફી લેવાની સાથે સાથે જોખમી ફોટોગ્રાફી કરતાં જોવા મળી રહ્યાં છે. ત્યારે અગાઉ રાંદેર પોલીસ દ્વારા બંદોબસ્ત આપવાની વાત થઈ હતી. પરંતુ કોઈ જ સુરક્ષા ન હોવાથી કોઈ દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે.

કોઝ-વે મોજ મસ્તી કરવાનું સ્થળ બન્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. પોલીસ અને કોર્પોરેશનની બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. કોઝવે બંધ કરાયા છતાં પણ લોકો લટાર મારવા નીકળી રહ્યાં છે. યુવાનો મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે. ઘણા તો પોતાના પરિવાર સાથે પણ અહિં ફોટોગ્રાફિ કરતાં જોવા મળી રહ્યાં છે.

અગાઉ કોઝવે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાંદેર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવાની વાત કરવામાં આવી હતી. જો કે આ વાત માત્ર હવામાં જ રહી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. બેરોકટોક રીતે લોકો અહિં ફરી રહ્યાં છે.સાથે જ મોજ મજા કરતાં હોય અને જાણે દરિયા કિનારે મસ્તી કરતાં હોય તે પ્રકારનો દ્રશ્યો ચિંતા ઉપજાવે તેવા હોવાનું લોકો કહી રહ્યાં છે.

આ પણ વાંચો :-

શિવ મંદિરમાં પોઠિયો દૂધ અને પાણી પી રહ્યો હોવાની ચર્ચા, અનેક ભક્તો પહોંચ્યા મંદિરે

  • વાત ફેલાતા શહેરના અનેક શિવ મંદિરોમાં લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. લોકોએ શ્રદ્ધાથી શિવના પોઠિયાને દૂધ-પાણી પીવડાવી પ્રત્યક્ષ અનુભૂતિ કરી છે.

આપણે ઘણીવાર સાંભળ્યું છે કે મંદિરમાં મૂર્તિ દૂધ, પાણી પી રહી છે. આવા અનેક સમાચાર અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે. હવે ભાવનગરમાં આવી ઘટના સામે આવી છે. ભાવનગરમાં શિવ મંદિરમાં પોઠિયો દૂધ અને પાણી પી રહ્યો છે. આ વાત ફેલાવાની સાથે અનેક લોકો શિવ મંદિરે પોઠિયાને પાણી અને દૂધ પીવડાવવા માટે પહોંચ્યા હતા.

જ્યાં હોય શ્રદ્ધા ત્યાં પુરાવાની જરૂર નથી રહેતી એવી જ ઘટના ભાવનગરમાં બની રહી છે. એક સ્થળેથી શરૂ થાય છે, જ્યારે વાત એ ફેલાય છે, ખુદ અનુભૂતિ કરવા ત્યારે લોકો મંદિર તરફ ખેંચાય છે. ભાવનગરના શિવ મંદિરોમાં શિવનો પોઠિયો દૂધ-પાણી પીતો હોવાની ઘટના સામે આવી છે. શહેરના પાર્વતી પતેશ્વર મહાદેવ મંદિરે પોઠિયો દૂધ-પાણી પી રહ્યો છે.

વાત ફેલાતા શહેરના અનેક શિવ મંદિરોમાં લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. લોકોએ શ્રદ્ધાથી શિવના પોઠિયાને દૂધ-પાણી પીવડાવી પ્રત્યક્ષ અનુભૂતિ કરી છે. પોઠિયો દૂધ-પાણી પીતો હોવાની ઘટના વિજ્ઞાનની દૃષ્ટિએ સામાન્ય હોય શકે. પરંતુ શ્રદ્ધાળુ લોકો માટે આ વિષય ચમત્કારથી જરાય કમ નથી.

આ પણ વાંચો :-

એસ જયશંકર છે આટલા કરોડની સંપત્તિના માલિક, જાણી લો કેટલી છે કાર અને કેટલા છે મકાન

0

એસ જયશંકર છે આટલા કરોડની સંપત્તિના માલિક, જાણી લો કેટલી છે કાર અને કેટલા છે મકાન

  • દેશના વિદેશમંત્રી એસ જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ છે. તેમણે બીજીવાર રાજ્યસભા માટે ગુજરાતમાંથી ઉમેદવારી નોંધાવી છે. વિદેશમંત્રીએ ગઈ કાલે બપોરે 12.39 કલાકે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. હવે તેમના એફિડેવિડમાં વિવિધ માહિતી સામે આવી છે.

ગુજરાતમાં ત્રણ બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે આજે વિદેશમંત્રી એસ. જયશંકરે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. વિદેશમંત્રી એસ.જયશંકર ગુજરાતથી રાજ્યસભા સાંસદ છે અને હવે તેમણે બીજીવાર રાજ્યસભાની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. એસ જયશંકરનું ચૂંટણી એફિડેવિડ સામે આવ્યું છે. જેમાં વિદેશમંત્રીની સંપત્તિ, કાર, મકાન સહિતની વિગતો સામે આવી છે.

વિદેશમંત્રીનું ચૂંટણી એફિડેવિડ :

વિદેશમંત્રી એસ જયશંકરે ઉમેદવારી ફોર્મ ભરવા સમયે રજૂ કરેલા એફિડેવિડ પ્રમાણે તેમના પર કોઈ પોલીસ ફરિયાદ કે કોર્ટ કેસ નથી. રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભરેલા ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલા સોગંદનામું પોતે કરોડપતિ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  જોકે વિદેશમંત્રી એસ જયશંકરના છેલ્લા પાંચ વર્ષના આઈટી રિટર્નમાં આવકમાં ઘટાડો થયો હોવાનો પણ ઉલ્લેખ જોવા મળે છે. 2019- 20માં નવ કરોડ 84 લાખથી વધારાની રકમનું આઈટી રિટર્ન ફાઈલ કર્યું હતું.  જોકે 21 -22 માં 61લાખ 96 હજારથી વધારાનું આઈટી રિટર્ન ફાઇલ કર્યું છે.

વિદેશમંત્રી એસ જયશંકર પાસે હાથમાં રોકડ રકમ 80 હજાર રૂપિયા છે. તો બેન્ક એકાઉન્ટમાં 62 લાખથી વધુની સંપત્તિ છે. બોન્ડ, શેરબજાર અને મ્યૂચુઅલ ફંડમાં વિદેશમંત્રીનું રોકાણ 49 લાખથી વધુનું છે. તો વિદેશમંત્રી પર 8 લાખ 36 હજાર રૂપિયાની લોન છે. જ્યારે 21 લાખથી વધુ કિંમતની જવેલરી હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે. તો વિદેશમંત્રી પાસે રહેલા વાહનોની કિંમત 17,63,000 રૂપિયા થાય છે.

વિદેશમંત્રીની સંપત્તિની વિગત :

– 80 હજાર રૂપિયા હાલમાં એસ જયશંકર પાસે કેશ

– 62 લાખ રૂપિયા બેન્ક એકાઉન્ટમાં

– 3.79 કરોડની અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં એફડી

– 49 લાખનું બોન્ડ અને મ્યૂચ્યલ ફંડમાં ઈન્વેસ્ટમેન્ટ

– 8.36 લાખની બેન્ક લોન

– 17.63 લાખની એક કાર

– 21.61 લાખની પોતાની પાસે તો પત્ની પાસે 32.86 લાખની જવેલરી

– 9.19 કરોડની કુલ મિલકત

આ પણ વાંચો :-