Home Blog Page 1027

બિલાડી માસી સાથે જબરુ થયું, મોઢું લોટામાં ફસાતા આખા ગામમાં લોટાવાળા મોઢા સાથે દોડી

0
  • Mahisaga News : મહિસાગર જિલ્લાના બાલાસિનોરના રૈયોલી ગામનો આ વીડિયો હાવાની ચર્ચા છે. જ્યાં સ્થાનિકોએ અબોલ જીવને બચાવી પણ હતી.

આપણે ત્યા એવી કહેવત છે કે બિલાડીના ગળામાં ઘંટ કોણ બાંધે. બિલાડી ચપળ અને જબરુ પ્રાણી ગણાય છે. તેથી જ તે વાઘની માસી કહેવાય છે. ત્યારે આ ચપળ બિલાડી પણ મુસીબતમાં મૂકાઈ હોય તેવી ઘટના બની છે. મહીસાગરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બિલાડીનું મોઢું લોટામાં ફસાયુ હતું. લોટામાં ફસાયેલી બિલાડી હાંફળી ફાંફળી બનીને અહી તહી દોડતી જોવા મળી હતી.

મહીસાગરમાં મીની રાણી મુસીબતમાં મૂકાઈ હોય તેવો વીડિયો સામે આવ્યો છે. બિલાડીનું મોઢું એક લોટામાં ફસાઈ ગયુ હતું. જેથી બિલાડી બાવરી બનીને અહીતહી દોડતી દેખાઈ હતી. લોટાને કારણે બિલાડી કંઈ પણ જોઈ શક્તી ન હતી. તેથી તેણે આંધળી દોટ મૂકી હતી. ત્યારે બિલાડીની આ રમૂજનો વીડિયો સ્થાનિકોએ ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

તો બીજી તરફ સ્થાનિકો દ્વારા બિલાડીને આ મુસીબતમાંથી બહાર કાઢવામાં આવી હતી. લોટો ફસાતા મુશ્કેલીમાં મૂકાયેલી બીલાડીને છોડાવવા લોકોએ મદદ કરી હતી. લોકોએ તેના મોઢામાંથી લોટો કાઢતા આખરે છુટકારો મળતાં બિલાડીનો જીવ બચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મહિસાગર જિલ્લાના બાલાસિનોરના રૈયોલી ગામનો આ વીડિયો હાવાની ચર્ચા છે. જ્યાં સ્થાનિકોએ આ ઘટનાની મજા પણ લીધી અને સાથે જ અબોલ જીવને બચાવી પણ હતી.

આ પણ વાંચો :-

 

 

સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ખેલાઈ ગયું ધિંગાણું, પાઈપ-ધારિયાથી હુમલામાં ૬ લોકો ઈજાગ્રસ્ત

0
  • પાટણમાં આવેલા બાલીસણા ગામમાં સોશિયલ મીડિયા પોસ્ટ મૂકવા બાબતે રવિવારે રાત્રે બે જૂથો વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી રહી છે.

લોખંડની પાઈપ, ધારીયા સહિતના હથિયારો વડે સામે સામે મારીમારીના બનાવ બાદ સવારથી અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. પોલીસ દ્વારા ફરી ગામમાં કોઈ છમકલુ ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો જૂથ અથડામણમાં ૧૨ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

જૂથ અથડામણમાં ૬ લોકો ઈજાગ્રસ્ત :

પાટણના બાલીસણા ગામમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે બે જૂથો વચ્ચે સ્થિતિ વણસી હતી. જેમાં અલગ-અલગ સમાજના જૂથો વચ્ચે રાત્રે વિવાદ બાદ મારા મારી થઈ હતી. જેમાં બંને જૂથના લોકોએ એકબીજા પર હથિયાર અને લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. ઘટનામાં બંને જૂથના ૬થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ધારપુર તથા પાટણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ગામમાં જૂથ અથડામણને પગલે LCB, SOG સહિતનો પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્ય છે અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બંને પક્ષો દ્વારા સામ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાતા આગળ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા ૧૨ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો :-

 

 

ચાલુ ક્લાસે ધોરણ-૧૨નાં વિદ્યાર્થીનું મોત, મૃતદેહ જોઈને માતા- પિતા ચોધાર આસુંએ રડી પડ્યા

0
  • રાજકોટમાં ચાલુ શાળાએ ૧૨માં ધોરણના બાળકનું શંકાસ્પદ મૃત્યુ. લાલ બહાદુર શાસ્ત્રી શાળાના વિદ્યાર્થીનું બેભાન થયા બાદ મોત. પોસ્ટ મોર્ટમ બાદ સામે આવશે મોતનું કારણ.

ગઈ કાલે અરવલ્લીના મોડાસામાં ૨૦ વર્ષીય યુવકનું ક્રિકેટ રમતાં હાર્ટ એટેક આવતાં મોત નીપજયું હતું. ત્યારે આજે સવારે રાજકોટમાં ધોરણ-૧૨ના એક વિદ્યાર્થીનું ચાલુ ક્લાસમાં શંકાસ્પદ મોત નિપજ્યું છે. લાલબહાદુર સ્કૂલનો વિદ્યાર્થી ચાલુ ક્લાસમાં બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. વિદ્યાર્થીનું મોત હાર્ટ અટેક કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં તપાસ થશે. મૃતક વિદ્યાર્થી મુદિત નડિયાપરા ધો.૧૨ કોમર્સમાં અભ્યાસ કરત હતો. તેના પિતા સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટીમાં જ ફરજ બજાવે છે. વ્હાલસોયાનો મૃતદેહ જોઈ તેના માતાપિતા ચોધાર આસુંએ રડી પડ્યા હતા.  જો કે હાર્ટ એટેક હવે એક ડરાવણી બીમારી બની ગઈ છે. ગુજરાતમાં રોજ કોઈને કોઈ ખૂણેથી કોઈના હાર્ટ એટેકથી મોતના સમાચાર આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૫થી ૭ વર્ષમાં યુવાઓને પણ હાર્ટ એટેક આવવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. આ વિશે તબીબોનું કહેવું છે કે કોરોના પછી આવા કિસ્સાઓ વધ્યાં છે. છેલ્લા ૧૦ દિવસથી ઠંડીનું જોર વધી રહ્યું છે. આ સીઝનની ઠંડી કેટલાક વર્ષો પછી અનુભવી છે. તેથી વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યા બાદ જ કોલેજ કે સ્કૂલમાં જવું જોઈએ. જો વિદ્યાર્થીઓને તાવ, શરદી હોય તો સ્પોર્ટસ એક્ટિવિટી ન કરવી જોઈએ. હાલમાં શરદીના કારણે ઘણા લોકોને દમ થાય છે. તેથી સ્ટ્રેસફુલ એક્ટિવિટીથી પણ દૂર રહેવુ જોઈએ.

આ પણ વાંચો :-

 

શું તમને પણ છે ટોયલેટમાં ફોન યુઝ કરવાની આદત ? તો સુધારી દેજો નહીંતર થશે મોટું નુકસાન

  • ઘણા લોકો ટોયલેટમાં પોતાની સાથે ફોન લઈને જતા હોય છે. પરંતુ તમારી આ આદત તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

શું તમે પણ એ લોકોમાંથી છો જે ટોયલેટમાં બેસીને ફોનનો ઉપયોગ કરે છે? જો હાં તો સાવધાન થઈ જાઓ તેનાથી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. ઘણા સમય પહેલા અમેરિકી બાથરૂમમાં મેગેઝીન રાખવામાં આવતા હતા. તેને સમયનો ઉપયોગ કરવાં પથી (વ્યક્તિનું નામ) પેટને સાફ કરવામાં વધારે સમય લાગવાની મજબૂરી પરંતુ મોટી સંખ્યામાં એવા લોકો હતા જે ટોયલેટમાં ન્યૂઝ પેપર કે ફોન લઈને જતા અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરતા હતા.

પરંતુ શું તમે જાણો છો કે આ આદતના ઘણા પ્રકારના નુકસાન થઈ શકે છે? આ ઘણા પ્રકારાના સંક્રમણના વારંવાર થવા અને બિમારીઓને પ્રોત્સાહન આપનાર આદત બની શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંત કહે છે જો તમે પણ આમ કરી રહ્યા છો તો હાલ જ આ આદતને છોડી દો.

શા માટે હાનિકારક છે આ આદત? 

હેલ્થ એક્સપર્ટ અનુસાર ટોયલેટની સીટ અને ત્યાં હાજર વસ્તુઓ જેવી કે ડોલ-ટબ પર લાખો વાયરસ બેક્ટેરિયા હોઈ શકે છે. જ્યારે તમે તેનો ઉપયોગ કર્યા બાદ ફોનને સ્પર્શ કરો છો તો હાથના માધ્યમથી બેક્ટેરિયા તમારા ફોન પર સ્પર્શે છે. તેનું એક જોખમ એવું પણ છે કે તમારો સ્માર્ટફોન શૌચમાં હાજર બેક્ટેરિયાથી દૂષિત થઈ શકે છે.

આ પ્રકારની એક સ્ટડીમાં સંશોધકોએ ફોનમાં ઈ.કોલાઈ અને અન્ય માઈક્રોબિયલની હાજરીની જાણકારી મેળવી. બ્રિટનની એક શોધ અધ્યયનમાં મળી આવ્યું કે સરેરાશ સ્માર્ટફોન સ્ક્રીન પર ટોયલેટ સીટથી પણ વધારે બેક્ટેરિયા હોઈ શકે છે.

બેક્ટેરિયાનો વાહક બની શકે છે તમારો ફોન :

સ્વાસ્થ્ય નિષ્ણાંતો કહે છે કે જે ફોન તમે ટોયલેટથી બહાર લઈને આવો છો તેનો જો ટેસ્ટ કરવામાં આવે તો આ કિટાણુઓનું ઘર હોય તેવું દેખાશે. આપણે આપણા હાથને તો ધોઈ લઈએ છીએ પરંતુ ફોનને સાફ નથી કરતા. એવામાં લાંબા સમય સુધી જર્મ્સ ફોનની સ્ક્રીન પર રહી શકે છે અને જ્યારે જ્યારે તેના પર હાથ લગાવે છે તો તેના માધ્યામથી તે નાક અને મોંઢાના રસ્તે પેટમાં જઈ શકે છે.

કબજીયાતનો પણ વધી જાય છે ખતરો :

ટોયલેટમાં લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરવાના કારણે કબજીયાતનો ખતરો થઈ શકે છે. કારણ કે તમારૂ શરીર બાથરૂમમાં ખૂબ લાંબા અને અપ્રાકૃતિક સમય સુધી બેસ્યા રહેવાની ટેવ પાડી લે છે. તેના ઉપરાંત વોશરૂમમાં ૩૦ મિનિટ કરતા વધારે બેસી રહેવાના કારણે તે મસા જેવી સમસ્યા પણ ઉભી કરી શકે છે.

આ પણ વાંચો :-

બાબા બાગેશ્વરનું વિવાદિત નિવેદન ! કહ્યું કે સિંદૂર ન હોય એટલે એવું થાય કે આ…….

0
  • પરિણિત સ્ત્રીઓ પર બાબા બાગેશ્વરનાં વિવાદિત નિવેદનને સાંભળીને સોશિયલ મીડિયામાં લોકો ભડકી ઉઠ્યાં છે. કહ્યું,’તે સંત કે કથાવાચક ન હોઈ શકે’

બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાનાં નિવેદનોને કારણે મોટાભાગે ચર્ચાનો વિષય બનતા હોય છે. હાલમાં જ એક પ્રવચન દરમિયાન બાબા બાગેશ્વરની વિવાદસ્પદ ટિપ્પણીને લીધે મહિલાઓ સહિત જનતા રોષે ભરાયા હતાં. તેમણે કહ્યું કે માની લો કે, ‘માંગમાં સિંદૂર ન ભરેલ હોય અને , ગળામાં મંગળસૂત્ર ન પહેરેલ હોય તો આપણે લોકો શું સમજીએ કે ભાઈ આ પ્લોટ હજુ પણ ખાલી છે.’

તેમની આ વિવાદસ્પદ ટિપ્પણી બાદ અનેક લોકો ટવિટર પર બાબાનાં આ વીડિયોની સાથે લખી રહ્યાં છે કે આવી વાતો કરનારા સંત કે કથાવાચક ન હોઈ શકે. અનેક મહિલાઓએ બાબાનું આ નિવેદન સાંભળ્યાં બાદ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

“શરમ આવે છે કે કેવા સમાજમાં અમે મહિલાઓ રહીએ છીએ”

આ વીડિયોમાં બાબા બાગેશ્વર આગળ કહે છે કે, ‘…અને જો માંગમાં સિંદૂર ભરેલ હોય, ગળામાં મંગળસૂત્ર લટકતું હોય તો આપણે લોકો દૂરથી જ જોઈને સમજી જાઈએ છીએ કે રજિસ્ટ્રી થઈ ચૂકી છે.’ બાબાની આ ટિપ્પણી સાંભળીને ટવીટર યૂઝર સુજાતા લખે છે કે અમને પણ જાણવું છે કે કયાં-ક્યાં પ્લોટ ખાલી છે. પહેરો તમે પણ મંગળસૂત્ર અને ભરો માંગ. એક કાયરને બાબા બનાવી દેવામાં આવ્યું છે. શરમ આવે છે કે કેવા સમાજમાં અમે મહિલાઓ રહીએ છીએ. ખરેખર ભાગ્યહીન છીએ.’

“રામજીનાં પાલતૂનાં ગળામાં કંઠી હોય છે”

વીડિયોમાં એક ભાગમાં બાબા કહે છે કે , ‘ડોગ ૨ પ્રકારનાં હોય છે. એક હોય છે પાલતૂ અને બીજો હોય છે ફાલતૂ. પાલતૂનાં ગળામાં પટ્ટો હોય છે તેવી જ રીતે જે રામજીનાં પાલતૂ હોય છે તેના ગળામાં કંઠીમાળા હોય છે.’

આ પણ વાંચો :-

રિલ્સ બનાવવાની ઘેલછામાં ઓવરબ્રિજની પાળી પર ચાલીને યુવકે રિલ્સ બનાવી

0
  • સોશિયલ મીડિયાના આ સમયમાં લોકો છવાઈ જવા માટે ભલ ભલા ગતકડાં કરતાં હોય છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજની પાળી પર એક યુવકે ચાલીને પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. યુવકને પાળી પર ચાલતાં જોઈને નીચે ઉભેલા લોકોના જીવ પણ અધ્ધર થઈ ગયાં હતાં.

સુરતમાં ફરી રિલ્સ બનાવવાનું યુવાનને ઘેલું લાગ્યું હોવાનું સામે આવ્યું હતું. વીડિયો હાલ સુરતના સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે. વાયરલ વીડિયોમાં યુવાન બ્રિજની પાળી પર ચઢી રિલ્સ બનાવી રહ્યો હતો. જીવના જોખમે રિલ્સ બનાવતા યુવાનનો વીડિયો રાહદારીએ મોબાઈલમાં કંડાર્યો હતો.

સમી સાંજના સમયનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો પાંડેસરા પિયુષ પોઈન્ટના ફ્લાયઓવર બ્રિજનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. વાયરલ વીડિયો અંગેની ગુજરાત ગાર્ડિયન પૃષ્ટિ કરતું નથી. વીડિયો પોલીસ માટે તપાસનો વિષય હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :-

ડાકોર મંદિરમાં જ ઢળી પડ્યો વ્યક્તિ, પોલીસ દેવદુત બનીને આવી અને…

0
  • સ્વાસ્થય અને સલામતીના ભાગરૂપે રાજ્યમાં પોલીસ જવાનોને CPR ટ્રેનિંગ આપવામાં આવી હતી. જે સીપીઆરની તાલીમ હવે ખરા અર્થમાં જીવન રક્ષક સાબિત થઈ રહી છે.

ડાકોર મંદિર બહાર એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા પોલીસે સીપીઆર આપીને જીવન બચાવી લીધું છે. ડાકોર મંદિરની બહાર એક દર્શનાર્થી ભક્તને હાર્ટ એટેક આવતા અચાનક મંદિરમાં જ પડી ગયા હતા.

જો કે ઘટના સ્થળે હાજર PSI અને હેડ કોન્સ્ટેબલે તેમને સીપીઆર આપ્યું હતું. પ્રાથમિક રીતે સીપીઆર મળતા વ્યક્તિનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું ડોક્ટર્સ દ્વારા જણાવાયું હતું. તેમનો પરિવાર પણ ઘટના અંગે માહિતી મળતા દોડી આવ્યો હતો અને તેમણે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને પીએસઆઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચોંકાવનારી રીતે વધારો થયો છે. તેવામાં જરૂરી છે કે દરેક નાગરિકને સીપીઆર અંગે માહિતી હોય. જેથી આવી સ્થિતિમાં જો કોઈ હાર્ટ એટેક પીડિત વ્યક્તિને જો સમયસર સીપીઆર મળી જાય તો તેને બચાવી શકાય. કેટલાક કિસ્સાઓમાં સીપીઆર નહી મળવાનાં કારણે પણ મોત નિપજ્યાં હોવાની શક્યતાઓ છે. જેને જોતા જરૂરી છે કે દરેક નાગરિકને સીપીઆર અંગેની માહિતી હોય.

આ પણ વાંચો :-

સાળંગપુર હનુમાનજીનું વિશાળ સ્વરૂપ હવે આ જગ્યાએ જોવા મળશે, બજરંગ બલીની ૩૯ ફૂટ ઊંચી મૂર્તિનું અનાવરણ

0
  • આણંદમાં ઉમરેઠનાં ઓડમાં સંકટમોચન હનુમાનજી ભગવાનની ૩૯ ફૂટ ઊંચી મૂર્તિનું સંતો-મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.

આણંદનાં ઉમરેઠનાં ઓડ ગામે ૩૯ ફૂટ ઉંચી હનુમાનજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. સાળંગપુરનાં કષ્ટભંજન દેવની પ્રતિકૃતિ ઓડ ગામમાં જોવા મળી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઓડ ગામના જાહેર રસ્તા પર વિશાળ હનુમાનજી મૂર્તિ સૌનું ભક્તિનું કેન્દ્ર બન્યો છે.

સંતો-મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ  :

ઓડમાં બિરાજીત સંકટમોચન હનુમાનજી ભગવાનની ૩૯ ફૂટ ઊંચી મૂર્તિનું સંતો-મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ મંગલ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા જિલ્લાના વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભક્તિમય માહોલ  :

૧૦ માસના ટૂંકા ગાળામાં ૩૯ ફૂટ ઉંચી સંકટમોચન હનુમાનજીની મૂર્તિ તૈયાર કરાઈ છે. ભગવાનની મૂર્તિના અનાવરણ પ્રસંગે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અત્રે જણાવીએ કે ઓડ ગામમાં આ મૂર્તિના અનાવરણને લઈ ગ્રામજનોમાં પણ ભક્તિમય માહોલ વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :-

 

 

 

 

 

જુલાઈના આ દિવસો ભયાનક જશે : ૩ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી વરસાદની આગાહી

0
  • આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. આવતીકાલથી ૫ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

આજથી પાંચ દિવસ ગુજરાત માટે બહુ જ ભારે છે. આજથી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં ભારે વરસાદ આવશે. આવતી કાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થશે. બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ વરસાદ લાવશે.

ગુજરાતમાં આવતીકાલથી ફરીથી ચોમાસું જમાવટ કરશે. ગુજરાતના વાતાવરણમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્રણ સિસ્ટમ સક્રિય થયા ચોમાસાનો ત્રીજો રાઉન્ડ આવતીકાલથી ધમધમશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહામે જણાવ્યું કે, રાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની આગાહી છે. આવનારા ૨ દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેશે. આજે ૧૭ જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. પરંતુ આવતીકાલે મંગળવારે ૧૮ જુલાઈ બાદ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમના કારણે ૧૮ જુલાઈથી અત્યંત ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો :-

 

ટામેટાનું સેવન ક્યાંક તમને ભારે ના પડી જાય ! કચરામાંથી સડેલા ટામેટા કેરેટમાં ભરીને વેચવા માટે તૈયાર

0
  • દેશમાં ટામેટાના ભાવો સતત વધી રહ્યા છે. ત્યારે નફાખોરી કરવા માટે કેટલાક શખ્સો અખાદ્ય ટામેટાનો વપરાશ કરતા જોવા મળ્યા છે.

સુરતમાંથી સામે આવી છે. જો તમે પણ સસ્તા ટામેટા ખાતા હોવ તો સાવધાન થઈ જજો. સુરતથી મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે.

કચરા પેટીમાં ફેંકવામાં આવેલા ટામેટા ફરીથી કેરેટમાં ભરાયા :

હાલ ટામેટાના ભાવ આસમાને હોવાના કારણે સડેલા ટામેટા વેચવાની ફિરાકમાં છે વેપારીઓ. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું કેેટલું યોગ્ય છે ? ઉલ્લેખનીય છે કે આ મામલો સામે આવ્યા બાદ શું તંત્ર એક્શન લેશે કે નહીં.

  • સસ્તા ટામેટા ખાનારા થઈ જજો સાવધાન.
  • તમારા ભોજનમાં કચરા પેટીમાંથી ઉઠાવેલા સડેલા ટામેટા તો નથી ને.
  • સુરતથી થઈ રહ્યો છે મોટો ઘટસ્ફોટ.
  • કચરા પેટીમાં ફેંકવામાં આવેલા ટામેટા ફરીથી કેરેટમાં ભરાયા.
  • ટામેટાના ભાવ આસમાને હોય સડેલા ટામેટા પણ વેચવાની ફિરાકમાં.
  • દ્રશ્યમાં જોય શકાય છે કે એક વ્યક્તિ ટ્રેકટર માં ફેંકાયેલા કચરામાંથી સડેલા ટામેટા લઈ રહ્યો છે.

કચરા પેટીમાં ફેંકવામાં આવેલા ટામેટા ફરીથી કેરેટમાં ભરીને વેચવામાં આવી રહ્યા છે. દ્રશ્યમાં ચોક્કસથા જોઈ શકાય છે કે એક વ્યક્તિ ટ્રેકટરમાં ફેંકાયેલા કચરામાંથી સડેલા ટામેટા લઈ રહ્યો છે અને આ જ ટામેટાને  માર્કેટની બહાર સસ્તા ભાવે વેચવામા આવી રહ્યા છે. આ સમગ્ર વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે હાલ સુરતમાં ટામેટા રૂ.૧૬૦ કિલો વેચાઈ રહ્યા છે.

આ પણ વાંચો :-