- સોશિયલ મીડિયાના આ સમયમાં લોકો છવાઈ જવા માટે ભલ ભલા ગતકડાં કરતાં હોય છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજની પાળી પર એક યુવકે ચાલીને પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. યુવકને પાળી પર ચાલતાં જોઈને નીચે ઉભેલા લોકોના જીવ પણ અધ્ધર થઈ ગયાં હતાં.
સુરતમાં ફરી રિલ્સ બનાવવાનું યુવાનને ઘેલું લાગ્યું હોવાનું સામે આવ્યું હતું. વીડિયો હાલ સુરતના સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે. વાયરલ વીડિયોમાં યુવાન બ્રિજની પાળી પર ચઢી રિલ્સ બનાવી રહ્યો હતો. જીવના જોખમે રિલ્સ બનાવતા યુવાનનો વીડિયો રાહદારીએ મોબાઈલમાં કંડાર્યો હતો.
સમી સાંજના સમયનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો પાંડેસરા પિયુષ પોઈન્ટના ફ્લાયઓવર બ્રિજનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. વાયરલ વીડિયો અંગેની ગુજરાત ગાર્ડિયન પૃષ્ટિ કરતું નથી. વીડિયો પોલીસ માટે તપાસનો વિષય હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :-