- રાજકોટમાં ચાલુ શાળાએ ૧૨માં ધોરણના બાળકનું શંકાસ્પદ મૃત્યુ. લાલ બહાદુર શાસ્ત્રી શાળાના વિદ્યાર્થીનું બેભાન થયા બાદ મોત. પોસ્ટ મોર્ટમ બાદ સામે આવશે મોતનું કારણ.
ગઈ કાલે અરવલ્લીના મોડાસામાં ૨૦ વર્ષીય યુવકનું ક્રિકેટ રમતાં હાર્ટ એટેક આવતાં મોત નીપજયું હતું. ત્યારે આજે સવારે રાજકોટમાં ધોરણ-૧૨ના એક વિદ્યાર્થીનું ચાલુ ક્લાસમાં શંકાસ્પદ મોત નિપજ્યું છે. લાલબહાદુર સ્કૂલનો વિદ્યાર્થી ચાલુ ક્લાસમાં બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. વિદ્યાર્થીનું મોત હાર્ટ અટેક કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં તપાસ થશે. મૃતક વિદ્યાર્થી મુદિત નડિયાપરા ધો.૧૨ કોમર્સમાં અભ્યાસ કરત હતો. તેના પિતા સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટીમાં જ ફરજ બજાવે છે. વ્હાલસોયાનો મૃતદેહ જોઈ તેના માતાપિતા ચોધાર આસુંએ રડી પડ્યા હતા. જો કે હાર્ટ એટેક હવે એક ડરાવણી બીમારી બની ગઈ છે. ગુજરાતમાં રોજ કોઈને કોઈ ખૂણેથી કોઈના હાર્ટ એટેકથી મોતના સમાચાર આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૫થી ૭ વર્ષમાં યુવાઓને પણ હાર્ટ એટેક આવવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. આ વિશે તબીબોનું કહેવું છે કે કોરોના પછી આવા કિસ્સાઓ વધ્યાં છે. છેલ્લા ૧૦ દિવસથી ઠંડીનું જોર વધી રહ્યું છે. આ સીઝનની ઠંડી કેટલાક વર્ષો પછી અનુભવી છે. તેથી વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યા બાદ જ કોલેજ કે સ્કૂલમાં જવું જોઈએ. જો વિદ્યાર્થીઓને તાવ, શરદી હોય તો સ્પોર્ટસ એક્ટિવિટી ન કરવી જોઈએ. હાલમાં શરદીના કારણે ઘણા લોકોને દમ થાય છે. તેથી સ્ટ્રેસફુલ એક્ટિવિટીથી પણ દૂર રહેવુ જોઈએ.
આ પણ વાંચો :-
- શું તમને પણ છે ટોયલેટમાં ફોન યુઝ કરવાની આદત ? તો સુધારી દેજો નહીંતર થશે મોટું નુકસાન
- બાબા બાગેશ્વરનું વિવાદિત નિવેદન ! કહ્યું કે સિંદૂર ન હોય એટલે એવું થાય કે આ…….