Home Blog Page 1011

હિંસાની આગમાં ભભૂકી ઉઠયું હરિયાણા : સ્કૂલ-કોલેજો બંધ, અનેક શહેરોમાં કલમ ૧૪૪ લાગુ, કેન્દ્રીય દળોની ૧૫ કંપનીઓ તૈનાત

0
  • મેવાત જિલ્લામાં બબાલ બાદ કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે તેમજ ડેપ્યુટી કમિશનરે સ્થાનિક લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને જિલ્લામાં વધારાની પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.

હરિયાણાના મેવાત, ગુરુગ્રામ, ફરીદાબાદ અને રેવાડી આ ચાર જિલ્લા છે. જ્યાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. બંને પક્ષો વચ્ચેનો વિવાદ અને પથ્થરમારો બાદ તણાવનો માહોલ ઉભો થયો છે. આ તણાવ મેવાતના નૂહ વિસ્તારથી શરૂ થયો હતો.

જ્યાં હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવી રહેલી બ્રજમંડળ યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ બાદ પથ્થરમારો થયાની વિગતો સામે આવી હતી ત્યારબાદ પચાસ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ હિંસામાં બે હોમગાર્ડ અને એક નાગરિક મોત થયા હતા અને ૧૦થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

શરૂઆતી માહોલમાં મેવાતની પોલીસ દળ હિંસા પર કાબૂ મેળવવા માટે ઓછું પડયું હતું અને આવી સ્થિતિમાં મેવાત ફોર્સને ગુરુગ્રામથી હિંસા પ્રભાવિત વિસ્તારમાં મોકલવામાં આવી હતી. આ દરમિયાન હુમલાખોરોએ મેવાતથી ગુરુગ્રામ જઈ રહેલા પોલીસ વાહનો પર પણ પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તો બીજી તરફ હોમગાર્ડ નીરજ (સ્ટેશન ખેરકી દૌલા) અને હોમગાર્ડ ગુરસેવક (સ્ટેશન ખેરકી દૌલા)નું મોત થયું હતું.

વિગતો મુજબ તમામ ઘાયલ પોલીસકર્મીઓને મેદાંતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે. જણાવી દઈએ કે હરિયાણાનો મેવાત-નુહ વિસ્તાર પહેલાથી જ ગાય-તસ્કરી વિવાદમાં ખૂબ જ સંવેદનશીલ રહ્યો છે. આ વિસ્તાર દેશની રાજધાનીથી માત્ર દોઢ કલાકના અંતરે આવેલો છે.

મેવાત જેવા વિસ્તારોમાં ધાર્મિક યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મંદિરને ઘેરીને હુમલાનો દાવો કરવામાં આવ્યો હતો. જેને લઈ અનેક લોકો મંદિરમાં ફસાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જે બાદમાં રેસ્ક્યુ પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

આયરલેન્ડ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ હશે કેપ્ટન, જાણો કોને કોને સમાવવામાં આવ્યા

0
  • આયરલેન્ડની વિરુદ્ધ આવતા મહિને રમાઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચુકી છે. ટીમમાં જસપ્રીત બુમરાહ ટીમમાં પરત ફર્યો છે. એટલું જ નહી જસપ્રીત બુમરાહને ટીમના કેપ્ટન નિયુક્ત કરાયો છે.

આયરલેન્ડ વિરુદ્ધ આવતા મહિને રમાનારી ત્રણ મેચોની ટી20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચુકી છે. ટીમમાં જસપ્રીત બુમરાહ પરત ફર્યો છે. એટલું જ નહી જસપ્રીત બુમરાહને ટીમના કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યા છે. બીસીસીઆઈએ આયરલેન્ડ મુલાકાત પર યુવાક ખેલાડીને પણ મોકલવાનો નિર્ણય લીધો છે. ઋતુરાજ ગાયકવાડને આયરલેન્ડ મુલાકાત માટે ટીમનો ઉપકપ્તાન બનાવવામાં આવ્યો છે.

આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા રિંકૂ સિંહને આખરે ભારતીય ટીમમાં સ્થાન અપાયું છે. જિતેન શર્માને પણ આયરલેન્ડની વિરુદ્ધ ટી૨૦ સીરીઝ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. બુમરાહ ઉપરાંત ઈજામાંથી ઉભરેલા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. લાંબા સમયથી શિવમ દુબેને પણ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.

ટીમ આ પ્રકારે છે : જસપ્રીત બુમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજૂ સેમસન, જિતેન શર્મા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાજ અહેમદ, રવિ બિશ્નોઇ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આવેશ ખાનનો સમાવેશ ટીમમાં કરવામાં આવ્યો છે.

લાઈવ મેચ વચ્ચે મેદાનમાં ઘૂસી આવ્યો કાળતરો સાપ, ખેલાડીઓ રહી ગયા દંગ

0
  • મેચ દરમિયાન મેદાનમાં કાળા સાપે એન્ટ્રી મારી ! ચોથી ઓવર બાદ અચાનક મેચ રોકી દેવી પડી.

ક્રિકેટની મેચ ઘણીવખત વરસાદનાં કારણે સ્થગિત કરવામાં આવતી હોય છે. વાવાઝોડા કે વરસાદી માહોલમાં ક્યારેક કૂતરાં મેદાનમાં ઘૂસી જતાં જોવા મળ્યાં છે પરંતુ લંકા પ્રીમિયર લીગમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. મેચ દરમિયાન મેદાનમાં કાળો સાપ પ્રવેશ્યો જેના કારણે મેચને તાત્કાલિક અટકાવવી પડી. ગોલ ટાઈટંસ અને દાંબુલા ઓરાની વચ્ચે ચાલતી મેચમાં આ ઘટના બની હતી.

જે સમયે કાળો સાપ મેદાનમાં ઘૂસ્યો ત્યારે દાંબુલાની ટીમ બેટિંગ કરી રહી હતી. ક્રીઝ પર ધનંજય ડિસિલ્વા અને કુસલ પરેરા હાજર હતાં. ત્યારે ચોથી ઓવર સમાપ્ત થતાંની સાથે અચાનક મેચ અટકાવી દેવામાં આવી હતી કારણકે મેદાનમાં કાળો સાપ ઘૂસી ગયો હતો. સાપને પકડવું અઘરું છે તેથી સાપ જ્યારે બાઉન્ડ્રીની બહાર નિકળ્યો ત્યારે મેચ ફરી શરૂ કરવામાં આવી.

લંકા પ્રીમિયર લીગની મેચ દરમિયાન સાપની એન્ટ્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાનાં ખેલાડી દિનેશ કાર્તિકે આ ઘટના પર મજાક બનાવતાં લખ્યું કે, મને લાગ્યું કે નાગિનની એન્ટ્રી બાંગ્લાદેશમાં થઈ છે. તો સ્કોટ સ્ટાયરિસે પણ ટ્વીટ પર લખ્યું કે ક્રિકેટનાં મેદાન પર હવે તેમણે બધું જ જોઈ લીધું છે.

શ્રીલંકાનાં આ સ્ટેડિયમથી પહેલા ભારતમાં પણ સાપે મેદાનમાં એન્ટ્રી કરી છે. ગુવાહાટીનાં બરસપારા સ્ટેડિયમમાં ભારત-સાઉથ આફ્રીકાની મેચ દરમિયાન સાપ ઘૂસી ગયો હતો જેના લીધે મેચને સ્થગીત કરવી પડી હતી. જો કે હવે એ મેદાનમાં સાપની એન્ટ્રીને રોકવા માટે સ્પેશિયલ જંતુનાશકનો છંટકાવ કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

Samsung જલ્દી લોન્ચ કરશે સ્માર્ટ ડિજિટલ Galaxy Ring, જાણો ફીચર્સ

0
  • Samsung આવતા વર્ષે ‘ગેલેક્સી રિંગ’ નામની સ્માર્ટ રીંગ લોન્ચ કરે તેવી ઉમ્મીદ છે. સ્માર્ટ રિંગની મુખ્ય વિશેષતા એ બિલ્ડ-ઈન સેન્સર દ્વારા બોડી અને હેલ્થ ડેટા એકત્રિત કરવાની ક્ષમતા છે. જે પછી કનેક્ટેડ સ્માર્ટફોન પર જોઈ શકાય છે.

Samsung આવતા વર્ષે ‘ગેલેક્સી રિંગ‘ નામની સ્માર્ટ રીંગ લોન્ચ કરે તેવી ઉમ્મીદ છે. રિપોર્ટ અનુસાર આ સ્માર્ટ રીંગના ઉત્પાદન અંગે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઘટકોની મદદથી મોટા પાયે પ્રોડક્શન પહેલા તેની સફળતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગેલેક્સી રિંગ ટીમના સભ્યો તેના વિકાસને સમર્થન આપી રહ્યા છે, અને આવતા મહિને નિર્ણય લેવામાં આવી શકે છે.

Samsung Galaxy Ring :

સ્માર્ટ રિંગની મુખ્ય વિશેષતા એ બિલ્ડ-ઈન સેન્સર દ્વારા શરીર અને આરોગ્ય ડેટા એકત્રિત કરવાની ક્ષમતા છે, જે પછી કનેક્ટેડ સ્માર્ટફોન પર જોઈ શકાય છે. ચોકસાઈને સુધારવા માટે યુઝર્સની આંગળીના કદ પ્રમાણે રિંગને એડજસ્ટ કરી શકાય છે.

કમજોર બ્લડ ફ્લો અથવા વધુ પડતી ચુસ્ત ફિટિંગ ડેટાની ચોકસાઈને અસર કરી શકે છે. જો મોટા પાયે પ્રોડક્શન  મંજૂર કરવામાં આવે તો પણ મેડિકલ ડિવાઈસ સ્ટેટસ માટે સર્ટિફિકેશન પ્રક્રિયામાં 10 થી 12 મહિનાનો સમય લાગવાની અપેક્ષા છે/ જે ઉત્પાદનની ઉપલબ્ધતામાં વિલંબ કરી શકે છે.

રિપોર્ટ અનુસાર “સેમસંગ કેમેરા અને સેન્સર્સનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓના માથા અને હાથની હિલચાલને ટ્રેક કરવા માટે તેના XR (મિશ્ર વાસ્તવિકતા) ઉપકરણનો લાભ લઈને XR ઉપકરણ સાથે ‘ગેલેક્સી રિંગ’ને એકીકૃત કરવા વિચારી રહી છે..” દરમિયાન, આ મહિનાની શરૂઆતમાં, એક Reddit વપરાશકર્તાએ શોધી કાઢ્યું હતું કે સેમસંગ હેલ્થ બીટા એપ, વર્ઝન 6.24.1.023માં “ફીચર લિસ્ટ” શામેલ છે જેમાં “રિંગ સપોર્ટ“ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શક્ય છે કે હેલ્થ બીટા એપ્લિકેશનમાં “રિંગ સપોર્ટ“ ઉમેરવામાં આવ્યું હતું કારણ કે ટેક જાયન્ટ અન્ય કંપનીઓ દ્વારા બનાવેલ સ્માર્ટ રિંગ્સ માટે સપોર્ટ ઉમેરવાનું વિચારી રહી છે. અથવા કદાચ કંપની ગેલેક્સી રિંગને રિલીઝ કરવાની અને હેલ્થ પ્લેટફોર્મ પર થર્ડ પાર્ટી રિંગ્સ માટે સપોર્ટ લાવવાનું આયોજન કરી રહી છે.

આ પણ વાંચો :-

ગુજરાતના ૧૦ લાખ મુસાફરોના ખિસ્સા થશે ખાલી, બસના ભાડામાં તોતિંગ વધારો

0
  • ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ૧૦ વર્ષ બાદ બસના ભાડામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને દરરોજ મુસાફરી કરતા ૧૦થી વધુ મુસાફરોના ખિસ્સા પર ભાર પડશે. આ વધારો રૂપિયા ૧થી માંડીને ૬ રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે.

ગુજરાતને ઝટકો લાગે એવા સમાચાર આવ્યા છે. સરકારે ૧૦ વર્ષ બાદ ભાડામાં વધારો કરતાં મુસાફરોના ખિસ્સાં ખાલી થાય તેવી પૂરી સંભાવના છે. સરકાર બચાવ કરી રહી છે કે વર્ષ  ૨૦૧૪ બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું છે.

જેને પગલે ગુજરાતમાં પણ બસની ટિકિટના ભાવમાં વધારો કરાયો છે. સરકારે નવા દરો પણ જાહેર કર્યા છે. આગામી દિવસોમાં બસમાં મુસાફરી કરો તો વધારે ટિકિટના પૈસા ચૂકવવાની તૈયારી રાખજો. નિગમની લોકલ બસોમાં ૮૫ ટકા મુસાફરો એટલે રોજના ૧૦ લાખ લોકો ૪૮ કિલોમીટર સુધીની મુસાફરી કરે છે. જેઓને રૂપિયા ૧થી ૬ રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે પોતાનો બચાવ કરતાં જણાવ્યું છે કે, તેઓ મુસાફરોની સવલત માટે સતત પ્રયત્નશીલ અને ચિંતિત છે. ગુજરાત સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કર્યો છે.

જેના ભાગરૂપે ભારતમાં પ્રથમ વખત B.S 6 ના ૨૩૨૦ જેટલા નવીન વાહનો સવલતમાં મુક્વામાં આવ્યા છે. નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ ,પાલનપુર, ભરુચ વગેરે જેવા અદ્યતન બસપોર્ટ કાર્યરત છે તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

એસ.ટી નિગમ દ્વારા સને ૨૦૧૪ પછી ભાડામાં સુધારો કર્યો નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચ ને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે. જ્યારે ગુજરાત એસ.ટી નિગમ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી મુસાફર ભાડામાં કોઈ જ વધારો કરાયો નથી. જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.

GSRTC બસના ભાડામાં તોતિંગ વધારો :

  • આજથી મુસાફરોએ એસ ટી બસમાં મુસાફરી માટે વધુ ભાડું ચૂકવવું પડશે
  • ૨૦૧૪ બાદ ભાડામાં વધારો ન કરાતા હવે  હવે ભાડા વધારો લાગુ કરવામાં આવ્યો
  • એસટી બસના ભાડામાં ૨૫ ટકાનો વધારો કરાયો
  • ૧૦ વર્ષ બાદ ગુજરાત સરકારે એસટી બસનું ભાડું વધાર્યું
  • લોકલ બસમાં પ્રતિ કિ.મી. ૬૪ પૈસાની જગ્યાએ ૮૦ પૈસા કરાયા
  • એક્સપ્રેસ બસમાં ૬૮ પૈસાના ૮૫ પૈસા કરાયા
  • નોન એસી સ્વીપર કોચના ૬૨ પૈસાના ૭૭ પૈસા કરાયા

આ પણ વાંચો :-

૦૧ ઓગષ્ટ / ‘ધન’ રાશિના જાતકો શત્રુપક્ષથી સાવધાન તો ‘સિંહ’ રાશિવાળાઓને આજે પ્રેમસંબંધમાં જણાશે તકલીફ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધારે રહે. આવકમાં વધારો થાય. પરિવાર માં થોડો મતભેદ જણાય. મિલકત માં કરેલા રોકાણો થી ફાયદો થાય. નોકરી-ધંધા માં રાહતનો અનુભવ થાય. અગ્નિ થી સાચવવું.

વૃષભઃ
દિવસ ની શરૂઆત મોજ શોખ થી થાય. ભાગ્ય સાથ આપતું જણાય. આવકમાં વધારો થાય. માન-સન્માન વધે. વિશ્વાસઘાત નો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. ચામડીના રોગથી સાચવવું.

મિથુનઃ
જક્કી અને જડ વલણનો ત્યાગ કરવો. આર્થિક પાસુ મજબુત બનતુ જણાય. સંતાન સાથે મતભેદ રહે. ફસાયેલા નાણાં છુટા થાય. અ‌શક્તિનો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ મળે. નોકરી-ધંધામાં સામાન્ય.

કર્કઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. આવક આવતી અનુભવી શકાય. પરિવાર માં મતભેદ ની શક્યતા છે. શેર બજાર થી લાભ મળે. જીવનસાથી સાથે આનંદ થી દિવસ વ્યતિત થાય. દગા-ફટકાનો ભોગ બની શકાય.

સિંહઃ
પ્રભાવમાં વધારો થાય. માન-સન્માન વધે. સફેદ વસ્તુની ખરીદી થાય. આર્થિક ઉપાર્જન સારૂં થાય. સ્થવાર-જંગમ મિલકતથી લાભ, સંતાનની ચિંતા રહે. શરદી, ખાંસી, કફનો ઉપદ્રવ રહે. ડાયાબીટીસ ના દર્દીઓએ સાચવવું.

કન્યાઃ
વાણી ઉપરનો પ્રભાવ વધે. આનંદ થી દિવસ વ્યતિત થાય. નાણાં ની વૃધ્ધિ થતી જણાય. પરિવારમાં શાંતિ મનમેળ રહે. સંતાન તરફ થી આનંદ ના સમાચાર મળે. ભાગ્ય માં વૃદ્ધિ થાય. આદ્યાત્મિક પ્રગતિ થાય.

તુલાઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. ખોટું લાગે એવા પ્રસંગો બને. પ્રોપર્ટી થી લાભ મેળવી શકાય. કુટુંબ માં શાંતિ અને સંપ રહે. તંદુરસ્તી જળવાય. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે.

વૃશ્ચિકઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવાર માં સુખ-શાંતિ જળવાય. મિલકતમાંથી આવક મેળવી શકાય. દામ્પત્ય સુખમાં આનંદ અનુભવી શકાય. પડવા-વાગવા થી સાચવવું.

ધનઃ
માનસિક રીતે અજંપો રહે. આવક માટે દિવસ સામાન્ય છે. પરિવાર માં મનમેળ રહે. માતૃસુખ સારૂ મળે. ખોટા વિચારોથી દૂર રહેવું. શરદી-કફ ના રોગોથી સાવચેતી રાખવી. એકંદરે સામાન્ય દિવસ વ્યતિત થાય.

મકરઃ
ખુબજ સુંદર રીતે દિવસ વ્યતિત થાય. આવક આવતી જણાય. પરિવાર માં આનંદ. સંતાનોની પ્રગતિથી મન હરખાય. આરોગ્ય સારૂ રહે. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. નોકરી, ધંધા માં પ્રગતિ થાય.

કુંભઃ
મક્કમ મનોબળની અનુભૂતિ થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. પરિવાર માં આનંદ. સંતાનોથી ચિંતા રહે. આંખના રોગોથી સાચવવું. ભાગ્યમાં વૃદ્ધિ થાય. ધાર્મિક કાર્ય કરી શકાય. નોકરી-ધંધામાં સારૂં.

મીનઃ
મિલનસાર સ્વભાવ રહે. નાણાંની આવક વધતી જણા. પરિવાર માં ખુશી. સ્થાવર-જંગમ મિલકત, શેરબજાર માં રોકાણ ટાળવું. માતાની તબિયતનું ધ્યાન રાખવું. સંતાનો તરફથી આનંદ. નોકરી-ધંધા બાબતે અસંતોષ રહે.

આ પણ વાંચો :-

અનોખા અંદાજમાં જોવા મળી Nora Fatehi, સોશિયલ મીડિયામાં વાયરલ થયા ફોટોઝ

  • નોરા ફતેહી આજે રેમો ડિસોઝા સાથે જોવા મળી હતી. ટૂંક સમયમાં તે એક નવો રિયાલિટી શો લઈને આવી રહી છે. જેના પ્રમોશન દરમિયાન તે સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી.

નોરા ફતેહીની દરેક સ્ટાઈલ અનોખી હોય છે. પરંતુ આ વખતે તે જે સ્ટાઈલમાં જોવા મળી તેને ઓળખવું પણ તેના ચાહકો માટે મુશ્કેલ બની ગયું. બિલકુલ હટકે અદા અને સ્ટાઈલમાં તે ફરી છવાઈ ગઈ છે.

શોર્ટ સ્કર્ટ, સ્પોર્ટસ બ્રા અને ઓવરસાઈઝ જેકેટ પહેરેલી નોરા ફતેહીની હેરસ્ટાઈલ પણ અલગ હતી અને નોરા આ પહેલા ભાગ્યે જ આવા લુકમાં જોવા મળી છે.

નોરા ફતેહી આજે કોરિયોગ્રાફર અને ડિરેક્ટર રેમો ડિસોઝા સાથે જોવા મળી હતી જ્યાં તે તેના શોનું પ્રમોશન કરી રહી હતી. તે ટૂંક સમયમાં એમેઝોન મિની ટીવી પર આવનારા રિયાલિટી શો હિપ હોપ ઈન્ડિયાને જજ કરતી જોવા મળશે.

આ દરમિયાન નોરા ફતેહીનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. જો કે, નોરા માત્ર આ શોને કારણે જ ચર્ચામાં નથી, પરંતુ તે તેની આગામી ફિલ્મને લઈને પણ ચર્ચામાં છે. નોરા હવે સાઉથ તરફ વળી ગઈ છે. તે વરુણ તેજ સાથે ફિલ્મ કરવા જઈ રહી છે.

ફિલ્મનું ટાઈટલ પણ એનાઉન્સ કરવામાં આવ્યું છે. નોરા અને વરુણની આગામી ફિલ્મનું નામ મટકા હશે. જેમાં નોરા એક્ટિંગની સાથે ડાન્સ કરતી પણ જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે.

આ પણ વાંચો :-

જૂનાગઢની જનતાએ SPને આપ્યું એવું સન્માન કે તમે ક્યાંય નહીં જોયું હોય

0
  • લોકસભાની ચૂંટણી પહેલા IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. કેટલાક પોલીસ કમિશ્નર, રેન્જ IGP અને DCP થી લઈ જિલ્લાના પોલીસ અધિક્ષક SP ની બદલી કરવામાં આવી છે.

જૂનાગઢના SP રવિ તેજ વાસમશેટ્ટીની પણ બદલી થઈ તેઓ હવે ગાંધીનગરના SP તરીકે કામ કરશે. તમને જણાવી દઈએ કે જૂનાગઢના SP રવિ તેજા વાસમશેટ્ટીની પણ બદલી કરવામાં આવી હતી. એસપી રવિ તેજા વાસમ શેટ્ટીને જૂનાગઢ થી બદલી કરીને ગાંધીનગર એસપી તરીકે મૂકવામાં આવ્યા હતા.

બદલીને લઈ તેઓએ ચાર્જ છોડતા વિદાય આપવામાં આવી હતી. તેમની વિદાયમાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ જૂનાગઢના સ્થાનિકો પણ રસ્તા પર તેમને વિદાય આપવામા માટે ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસની સારી કામગીરી પર જનતા હંમેશા પ્રેમ વરસાવે છે. તેવું જ જૂનાગઢમાં જોવા મળ્યું હતું. જૂનાગઢના SP રવિ તેજા વાસમશેટ્ટીને લોકોએ સન્માનિત કર્યા હતા અને યાદગાર વિદાય આપી હતી. રવિતેજા વાસમશેટ્ટીએ ત્રણ વર્ષ જૂનાગઢ SP તરીકે ફરજ બજાવી હતી. આ દરમિયાન તેઓએ તેમની ફરજ પ્રજાલક્ષી સુંદર રીતે નિભાવી હતી, જેને લઈ પ્રજાએ તેમની બદલી થતા તેમના પ્રત્યે સન્માન દર્શાવ્યું હતું.

આ પણ વાંચો :-

 

રખડતા પશુઓના આતંકનો વધુ એક વીડિયો આવ્યો સામે ! ગાયે પહેલા બાળકને દોડાવ્યો પછી રગદોળ્યો, સ્થાનિકો આવી જતા બચ્યો જીવ

0
  • રાજ્યમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતાં ઢોરની પણ ગંભીર સમસ્યા છે. જેને પગલે નાગરિકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવી રહ્યો છે.

પાલનપુરમાંથી આજે કંઈક આવાં જ દૃશ્યો સામે આવ્યાં છે. જ્યાં શેરીમાં ઊભેલા એક બાળકને ગાયે શિંગડે ચડાવીને રગદોળી નાખ્યો હતો. જો કે સ્થાનિકો દોડી આવતાં બાળકનો જીવ બચી ગયો છે. ગાયે બાળકને રગદોળ્યો એના સીસીટીવી પણ સામે આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રખડતાં ઢોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સાથે જોવા મળી રહ્યો છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. આજે સલેમપુરા વિસ્તારમાં આવેલી નવી મસ્જિદ પાસે ગાયે બાળકને પાછળ પડીને રગદોળી નાખ્યો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોએ મહામુસબીતે બાળકને છોડાવ્યો હતો. જેના સીસીટીવી સામે આવ્યા છે.

સામે આવેલા સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે બે મહિલાઓ સાથે એક બાળક શેરીમાં જઈ રહ્યો હોય છે. ત્યારે પાછળથી એક ગાય આવે છે. જે પ્રથમ મહિલાને અડફેટે લેવાનો પ્રયત્ન કરે છે. પરંતુ મહિલા લાંબો હાથ કરતાં અને ખસી જતાં ગાય આગળ નીકળી જાય છે.

ત્યારે બાળક શેરીની એક બાજુની દીવાલને અડીને ઊભો રહે છે. જો કે આગળ ગયેલી ગાય પરત આવીને બાળકને શિંગડે ચડાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે બાળક ભાગવાનો પ્રયત્ન કરે છે પરંતુ પડી જાય છે. જો કે માંડ માંડ ઊભો થઇને બીજી તરફની દીવાલે જાય છે. પણ ગાય પાછળ જ પડી હોય છે. અંતે બાળક પડી જાય છે અને શિંગડે ચડાવ્યા બાદ બાળકને રગદોળે છે.

બાળકને ગાય પગથી રગદોળતી હોય છે ત્યારે મહિલાઓ તેને બચાવવાનો પ્રયત્ન કરે છે. જોકે નાકામ રહે છે. જેથી મહિલાઓ બૂમાબૂમ કરે છે. જે સાંભળીને આજુબાજુના સ્થાનિકો દોડી આવે છે અને ગાયની ચુંગાલમાંથી બાળકને માંડ માંડ છોડાવે છે. સીસીટીવીમાં જોવા મળ્યા મુજબ બાળક મોતના મુખમાંથી બહાર આવતો હોય એવું લાગે છે. જો થોડી વાર માટે પણ સ્થાનિકો દોડી ન આવ્યા હોત તો આ ઘટનામાં બાળકનો જીવ જઇ શકતો હતો. જો કે સદનસીબે બાળકનો જીવ બચી જાય છે.

આ પણ વાંચો :-

નવરાત્રિના કારણે ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલાઈ, હવે આ દિવસે રમાશે વર્લ્ડકપની મેચ

0
  • ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ હાલમાં જ ભારતમાં આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટૂર્નામેન્ટ ૫ ઓક્ટોબરથી શરૂ થશે.

જ્યારે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ ૦૮ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડ કપની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થવાની છે. આ શાનદાર મેચ ૧૫ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી. પરંતુ સમાચાર આવી રહ્યા છે કે આ મેચની તારીખ બદલવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે આ શાનદાર મેચ હવે એક દિવસ પહેલા એટલે કે ૧૪ ઓક્ટોબરે રમાશે. આ સિવાય વર્લ્ડ કપના શેડ્યૂલમાં કેટલાક અન્ય ફેરફારો પણ છે. આ તમામ ફેરફારોની જાહેરાત આજે (૩૧ જુલાઈ) થઈ શકે છે. જણાવી દઈએ કે આ બધો ફેરફાર નવરાત્રીના તહેવારને કારણે કરવામાં આવી રહ્યો છે. નવરાત્રિનો પ્રથમ દિવસ ૧૫ ઓક્ટોબરે આવી રહ્યો છે.

જણાવી દઈએ કે હાલમાં જ આ મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે. જય શાહે કહ્યું હતું કે આ વર્ષે ભારત દ્વારા યોજાનાર ODI વર્લ્ડ કપના શેડ્યૂલમાં ફેરફારની અપેક્ષા છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં તેની જાહેરાત થઈ શકે છે. જય શાહે કહ્યું કે ૨-૩ સભ્ય બોર્ડે વર્લ્ડ કપના શેડ્યૂલમાં કેટલાક ફેરફાર કરવા અપીલ કરી છે. ખાસ કરીને આ ભારત અને પાકિસ્તાનની મેચ માટે નથી.

વાસ્તવમાં નવરાત્રીનો પહેલો દિવસ ૧૫ ઓક્ટોબરે આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓએ BCCIને નવરાત્રિ તહેવારને કારણે તારીખ બદલવા માટે એલર્ટ કરી દીધું છે. એક સૂત્રએ કહ્યું હતું કે એજન્સીઓએ અમને આ વિશે જણાવ્યું છે અને અમે ચર્ચા કરી રહ્યા છીએ ટૂંક સમયમાં નિર્ણય લઈશું.

અહીં સમજવા જેવી વાત એ છે કે વર્લ્ડ કપ દરમિયાન માત્ર નવરાત્રિ જ નહીં પરંતુ દીપાવલી અને દશેરા જેવા તહેવારો પણ આવવાના છે. આવી સ્થિતિમાં BCCIને મેચ કરાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો :-