આગામી ૦૪ દિવસ આ રાજ્યોમાં થશે મૂશળધાર વરસાદ, જાણો ગુજરાતની શું રહેશે સ્થિતિ

Share this story
  • રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થશે.

દેશના અલગ અલગ રાજ્યોમાં દરરોજ મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ મિઝોરમ, ઝારખંડ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ ઉપરાંત ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદ પડશે.

અહીં યલો એલર્ટ જાહેર કરાયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આવનારા દિવસોમાં દેશના પૂર્વ અને પૂર્વોત્તર વિસ્તારોમાં ભારે વરસાદની ભવિષ્યવાણી કરી છે. તેમાં એવું પણ કહેવાયું છે કે ૨-૩ ઓગસ્ટ વચ્ચે ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદમાં વધારો થશે. આ ઉપરાંત ૩૦ જુલાઈથી ૩ ઓગસ્ટ વચ્ચે દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ અને હરિયાણામાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની શક્યતા છે.

રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થશે અને ૩ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ વરસી શકે છે.અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે તેમજ આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે.

૧ ઓગસ્ટથી ડીપ ડીપ્રેશન ઓરિસ્સા કિનારે મજબૂત થશે અને પૂર્વ ભારત વિસ્તારમાં આ સિસ્ટમથી વરસાદની શક્યતા છે. વધુમાં કહ્યું કે, આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે તેમજ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને લઈ આગાહી કરી છે.

આ પણ વાંચો :-