આબુ જતા ગુજરાતીઓ સાવધાન ! આ હાઈવે કરવામાં આવ્યો બંધ

Share this story
  • જિલ્લાના પાલનપુરમાંથી પસાર થતો અમદાવાદ-આબુરોડ હાઈવે ખાડાઓ પડી જવાના કારણે અમદાવાદ-આબુરોડ હાઈવે બંધ કરવામાં આવ્યો છે.

આબુરોડ અને રાજસ્થાન જતા વાહનોને ચંડીસર, વાઘરોલ થઈ ચિત્રાસણી સુધીનું ૩૦-૩૫ કિલોમીટર લાંબુ ડાયવર્ઝન અપાયું છે. જેના પગલે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય વરસાદમાં જ અમદાવાદ-આબુ રોડ બિસ્માર બન્યો હતો. રાજ્યનો ધોરીમાર્ગ સમાન આ મહત્વના નેશનલ હાઈવે કોઈ ગામડાના રોડને પણ સારો કેવડાવે તેવો બિસ્માર બન્યો છે. આ રોડ એટલો ખરાબ હતો કે લોડથી ભરેલા અનેક ખટારા પણ પલટી ગયા હતા. જો કે ગઈકાલે પડેલા સામાન્ય વરસાદમાં જ હાઈવે પર ખાડાઓ પડી જતા તેમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે ભારે હાલાકીનો સામનો વાહન ચાલકોએ કરવો પડયો હતો.

પાલનપુરના એરોમા સર્કલ પર બેરીકેડિંગ કરી દેવામાં આવ્યું છે. વાહનોને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. જો કે એક જ મહિનામાં અત્યંત મહત્વના હાઈવેને બધ કરી દેવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. વારવાર હાઈવે ઓથોરિટી દ્વારા રોડ બંધ કરી દેવામાં આવતા વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :-