ઝાડુ-પોતા મારનારી નોકરાણી ૦૫ વર્ષમાં જ બની ગઈ લાખોપતિ, આખરે કઈ રીતે ?

Share this story
  • ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં પોલીસે મહિલાની ચોરીના આરોપસર ધરપકડ કરી છે. આરોપી મહિલા ડોકટર દંપતીના ઘરે નોકરી કરતી હતી. દંપતીએ વર્ષ ૨૦૧૯માં તે મહિલાને ઘરના કામકાજ માટે રાખી હતી.

ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં પોલીસે મહિલાની ચોરીના આરોપસર ધરપકડ કરી છે. આરોપી મહિલા ડોકટર દંપતીના ઘરે નોકરી કરતી હતી. દંપતીએ વર્ષ ૨૦૧૯માં તે મહિલાને ઘરના કામકાજ માટે રાખી હતી. વર્ષ ૨૦૨૨થી આ ડોકટર દંપતીના ઘરેથી ચોરી થઈ રહી હતી. જેના પર તેમણે ખાસ ધ્યાન આપ્યું નહીં. આ મહિને તેમની તિજોરીમાં ૧૦ લાખ રૂપિયા હતા. બે દિવસ પછી કેશ ગણ્યા તો પાંચ લાખ રૂપિયા ઓછા હતા. ત્યાર પછી કેમેરાની મદદથી તેમણે નોકરાણીને ચોરી કરતા રંગે હાથે પકડી લીધી.

ડોકટર રાહુલ સિંહે પોલીસને જણાવ્યું કે તે અને તેમની પત્ની ડોકટર છે અને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે. નૈનીતાલ રોડ પર તેમનું ઘર આવેલું છે. વર્ષ ૨૦૧૯માં મધુ નામની મહિલાને ઘરના કામકાજ માટે રાખી હતી. તે નોકરાણીને મહિને ૪૫૦૦ રૂપિયા આપતા હતા. વર્ષ ૨૦૨૨થી તેમના ઘરેથી પૈસા ગાયબ થવા લાગ્યા. રકમ કંઈ ખાસ વધારે નહોતી એટલે તેના પર વધારે ધ્યાન ના આપ્યું.

ડોકટર વધુમાં જણાવે છે કે, ૨૨ જુલાઈના રોજ તિજોરીમાં ૧૦ લાખ રૂપિયા રાખ્યા હતા. ૨૫ જુલાઈના રોજ તિજોરીમાં રાખેલ રોકડ ગણી તો ૪.૭ લાખ રૂપિયા ઓછા હતા. નોકરાણી પર શક થતા તિજોરીમાં હેન્ડી કેમ રેકોર્ડિંગ મોડ પર રાખ્યો અને જે નોટ હતી તે નોટના સીરિયલ નંબરનો પણ ફોટો કેપ્ચર કરી લીધો. શનિવારે ફરી એકવાર પૈસા ગણ્યા તો ૭૫૦૦ રૂપિયા ઓછા હતા. કેમેરાનું રેકોર્ડિંગ જોયું તો તેમાં મધુ ચોરી કરી રહી હતી.

હલ્દ્વાની પોલીસ હરેન્દ્ર ચૌધરી જણાવે છે કે, ડો.રાહુલ સિંહે આ બાબતે પોલીસને જાણકારી આપી છે, ત્યાર પછી મધુની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે નોકરાણીના ઘરેથી ૪,૭૭,૫૦૦ રૂપિયા જપ્ત કર્યા છે. પોલીસે મધુનું બેન્ક એકાઉન્ટ ચેક કરતા જાણવા મળ્યું છે કે, તેના ખાતામાં ૬,૩૦,૦૦૦ રૂપિયા જમા છે. પોલીસ જણાવે છે કે, બેન્કમાં જે પણ રકમ જમા છે તે અનેક ચોરી રકમ છે. આરોપીનું બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરવામાં આવશે અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ મોકલવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-