હિંસાની આગમાં ભભૂકી ઉઠયું હરિયાણા : સ્કૂલ-કોલેજો બંધ, અનેક શહેરોમાં કલમ ૧૪૪ લાગુ, કેન્દ્રીય દળોની ૧૫ કંપનીઓ તૈનાત

Share this story
  • મેવાત જિલ્લામાં બબાલ બાદ કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે તેમજ ડેપ્યુટી કમિશનરે સ્થાનિક લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને જિલ્લામાં વધારાની પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.

હરિયાણાના મેવાત, ગુરુગ્રામ, ફરીદાબાદ અને રેવાડી આ ચાર જિલ્લા છે. જ્યાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. બંને પક્ષો વચ્ચેનો વિવાદ અને પથ્થરમારો બાદ તણાવનો માહોલ ઉભો થયો છે. આ તણાવ મેવાતના નૂહ વિસ્તારથી શરૂ થયો હતો.

જ્યાં હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવી રહેલી બ્રજમંડળ યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ બાદ પથ્થરમારો થયાની વિગતો સામે આવી હતી ત્યારબાદ પચાસ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ હિંસામાં બે હોમગાર્ડ અને એક નાગરિક મોત થયા હતા અને ૧૦થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

શરૂઆતી માહોલમાં મેવાતની પોલીસ દળ હિંસા પર કાબૂ મેળવવા માટે ઓછું પડયું હતું અને આવી સ્થિતિમાં મેવાત ફોર્સને ગુરુગ્રામથી હિંસા પ્રભાવિત વિસ્તારમાં મોકલવામાં આવી હતી. આ દરમિયાન હુમલાખોરોએ મેવાતથી ગુરુગ્રામ જઈ રહેલા પોલીસ વાહનો પર પણ પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તો બીજી તરફ હોમગાર્ડ નીરજ (સ્ટેશન ખેરકી દૌલા) અને હોમગાર્ડ ગુરસેવક (સ્ટેશન ખેરકી દૌલા)નું મોત થયું હતું.

વિગતો મુજબ તમામ ઘાયલ પોલીસકર્મીઓને મેદાંતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે. જણાવી દઈએ કે હરિયાણાનો મેવાત-નુહ વિસ્તાર પહેલાથી જ ગાય-તસ્કરી વિવાદમાં ખૂબ જ સંવેદનશીલ રહ્યો છે. આ વિસ્તાર દેશની રાજધાનીથી માત્ર દોઢ કલાકના અંતરે આવેલો છે.

મેવાત જેવા વિસ્તારોમાં ધાર્મિક યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મંદિરને ઘેરીને હુમલાનો દાવો કરવામાં આવ્યો હતો. જેને લઈ અનેક લોકો મંદિરમાં ફસાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જે બાદમાં રેસ્ક્યુ પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-