Home Blog Page 1007

આ ઈમોજી WhatsApp પર મોકલ્યું તો થશે જેલ, આ સ્થળોએ નિયમો લાગુ થશે

0
  • કેટલાક દેશો એવા છે કે જ્યાં મહિલાઓને રેડ હાર્ટ ઈમોજી મોકલવા માટે જેલની જોગવાઈ રાખવામાં આવી છે. એટલું જ નહીં આવા લોકો પર ભારે દંડ પણ થઈ શકે છે.

જો તમે ભારતીય નાગરિક છો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો સાથે વાત કરો છો, તો સ્વાભાવિક છે કે ઘણી વખત તમે તમારી લાગણી વ્યક્ત કરવા માટે હાર્ટ ઈમોજી પણ મોકલો છો. આને પ્રેમ વ્યક્ત કરવો અથવા તમારી લાગણીઓ વ્યક્ત કરવી પણ કહેવાય છે અને તેને ખોટું માનવામાં આવતું નથી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટેક્સ્ટ કરવા માટે તમને હાર્ટ ઈમોજી સહિત ઘણા પ્રકારના ઈમોજી મળે છે અને તે લાલ, પીળું, સફેદ અથવા લીલો અને વાદળી જેવા ઘણા રંગોમાં હોય છે, અને તમે તેનો ઉપયોગ તમારી ચેટિંગ માટે કરી શકો છો. જે ખૂબ જ સામાન્ય છે અને ઉપયોગમાં લેવાય છે.

માત્ર ભારતમાં જ નહીં પરંતુ તમામ દેશોમાં. જો કે કેટલાક દેશો એવા છે જ્યાં જો તમે કોઈ મહિલાને લાલ રંગનું હાર્ટ ઈમોજી મોકલો છો તો તમારે જેલના સળિયા પાછળ જવું પડી શકે છે જ્યાંથી બહાર નીકળવા માટે તમને પરસેવો પડશે. જો તમને આ વાત રમુજી લાગી રહી છે તો તમે ખોટા છો કારણ કે વાસ્તવમાં આવું જ છે અને આજે અમે તમને આ બાબત વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

કયા દેશમાં આ નિયમ લાગુ છે :

વાસ્તવમાં કુવૈત અને કિંગડમ ઓફ સાઉદી અરેબિયા(KSA) માં જો તમે WhatsApp અથવા અન્ય કોઈ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર કોઈ છોકરીને ‘Red Heart‘ ઈમોજી મોકલો છો. તો તેને ખોટું કામ કરવા માટે ઉશ્કેરવાનો ગુનો ગણવામાં આવે છે.

કુવૈતીના વકીલ હયા અલ-શાલ્હીના જણાવ્યા અનુસાર ૩૦ જુલાઈ રવિવારના રોજ પ્રાપ્ત માહિતી અનુસાર આ ગુનામાં દોષિત લોકોને બે વર્ષ સુધીની જેલ અને ૨,૦૦૦ કુવૈતી દિનાર (૫,૩૫,૫૮૪ રૂપિયા)થી વધુનો દંડ થઈ શકે છે.

તેવી જ રીતે, સાઉદી અરેબિયામાં વોટસએપ પર ‘Red Heart’ ઈમોજી મોકલવા પર બેથી પાંચ વર્ષની જેલની સજા તેમજ ૧૦૦,૦૦૦ સાઉદી રિયાલ (રૂ. ૨૧,૯૨,૫૮૮)નો દંડ થઈ શકે છે. જો તમે આ નિયમનું વારંવાર ઉલ્લંઘન કરો છો, તો તેના કારણે પાંચ વર્ષની જેલની સાથે દોષિત વ્યક્તિ પર ૩૦૦,૦૦૦ સાઉદી રિયાલ (રૂ. ૬૫,૭૭,૮૩૮) સુધીનો દંડ પણ થઈ શકે છે.

આ પણ વાંચો :-

 

 

શિમલામાં ભયંકર અકસ્માત, ટ્રકની બ્રેક ફેલ થતાં કેટલીય ગાડીઓને કચડી નાખી, બે લોકોના મોત

0
  • પ્રાપ્ત વિગતો અનુસાર શિમલાના ઢિયોગથી રોહડ હાટકોટી હાઈવે પર છેલાની આ ઘટના છે. મંગળવારે સાંજે સફરજન બરેલો ટ્રક બેકાબૂ થઈ ગયો અને તેણે ચાર ગાડીને ચપેટમાં લઈ લીધી.

હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં ટ્રક દુર્ઘટનામાં એક ખતરનાક અને ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. દુર્ઘટનામાં પતિ-પત્નીનું મોત થઈ ગયું છે. જ્યારે ત્રણ લોકો માંડ માંડ બચી શક્યા છે. હાલમાં પોલીસે લાશને કબ્જામાં લીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શિમલાના ઢિયોગથી રોહડ હાટકોટી હાઈવે પર છેલાની આ ઘટના છે. મંગળવારે સાંજે સફરજન બરેલો ટ્રક બેકાબૂ થઈ ગયો અને તેણે ચાર ગાડીને ચપેટમાં લઈ લીધી. દુર્ઘટના દરમ્યાન ફુલ સ્પિડે આવી રહેલ ટ્રોલીએ ગાડીઓને ટક્કર માર્યા બાદ રસ્તા પર પલ્ટી ગઈ હતી. ટ્રકની નીચે કાર દબાઈ ગઈ હતી. જેમાં બેઠેલા દંપત્તિનું મોત થઈ ગયું હતું.

સફરજનની ૬૦૦ પેટીઓથી ભરેલ આ ટ્રક નારકંડાથી રાજગઢ-સોલન થતાં પાડોશી રાજ્યોની મંડી માટે જઈ રહ્યો હતો. આ દરમ્યાન છૈલા કૈંચીથી ટ્રક વળવાનો હતો પણ ફુલ સ્પિડના કારણે સૈંજ-રાયગઢની જગ્યાએ છૈલા બજાર તરફ જતો રહ્યો અને પલ્ટી ગયો. ઘટનામાં HP-૩૦ ૦૬૬૧ નંબરની ગાડી ટ્રક નીચે દબાઈ ગઈ હતી.

તેને જેસીબી અને એલએનટીની મદદથી ટ્રકની નીચેથી કાઢવામાં આવે અને બે લાશ જપ્ત કરવામાં આવી. ટ્રકની ચપેટમાં આવેલી ઓલ્ટો કાર સવાર મોહન લાલ નેગી અને તેની પત્ની આશા નેગી સૈંજ, ડાકઘર પંદ્રાનુ, જુબ્બલ, શિમલાનું મોત થઈ ગયું છે. ડીએસપી સિદ્ધાર્થ શર્માએ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે ટ્રકે એક પછી એક ત્રણ વાહનોને કચડી નાખ્યા. જેમાં બે લોકોના મોત થઈ ગયા છે.

ટ્રકની દુર્ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થયો છે. વીડિયોમાં જોઈ રહ્યા છે એક ટ્રક ફુલ સ્પિડમાં છે અને આ દરમ્યાન તે એક ગાડીને ટક્કર માર્યા બાદ આગળ અન્ય ગાડીઓને પણ ચપેટમાં લેતા પલ્ટી જાય છે. આ દરમ્યાન ઘટનાસ્થળ પર અફરાતફરી મચી જાય છે.

એક કારમાંથી બે લોકોના મોત થઈ ગયા છે. આ દરમ્યાન લોકો કાર સવારમાં હાલચાલ પુછતા પણ દેખાય છે. ઘટના દરમ્યાન અવસર પર પોલીસ પણ હાજર હતી. હાલમાં કહેવાય છે કે ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જો કે સાચુ કારણ તો તપાસ બાદ જ સામે આવશે.

આ પણ વાંચો :-

તંત્રની બેદરકારીના લીધે ૦૩ બહેનોએ એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવ્યો

0
  • કચ્છના અંજાર શહેરના વોર્ડ નંબર ૦૮માં આવેલી અંજલિ વિહાર સોસાયટીમાં રહેતા ૮ વર્ષના બાળક દર્શીલ બાંભણીયાનું PGVCL અને અંજાર નગર પાલિકાની બેદરકારીના કારણે અકાળે ભોગ લેવાયો હતો.

કચ્છના અંજાર શહેરના વોર્ડ નંબર ૮માં આવેલી અંજલિ વિહાર સોસાયટીમાં રહેતા 8 વર્ષના બાળક દર્શીલ બાંભણીયાનું PGVCL અને અંજાર નગર પાલિકાની બેદરકારીના કારણે અકાળે ભોગ લેવાયો હતો. વીજપોલને અડી જતા બાળકને કરંટ લાગ્યો અને ૩ બહેનોએ રક્ષાબંધનના પર્વ પહેલા જ એકનો એક ભાઈ ગુમાવી દીધો.

આ બનાવની વિગત એવી છે કે રાત્રે ૮ વાગ્યાની આસપાસ સોસાયટીના બાળકો રાબેતા મુજબ રમત ગમતમાં મસ્ત હતા. દરમિયાન દર્શીલ પીજીવીસીએલના પોલ પાસે હતો ત્યારે તેનો હાથ અજાણતા અર્થીંગ વાયરના સંપર્કમાં આવી જતાં શોકનો જોરદાર ઝટકો લાગતા તે નીચે પટકાઈ ગયો હતો.

સોસાયટીના રહેવાસીઓ તેને તરત જ સારવાર હેતુ જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ દુઃખદ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા સગા સ્નેહીઓ કલ્પાંત સાથે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને વાતાવરણ એકદમ ગમગીન બની ગયું હતું.

થોડા દિવસો પહેલાં જ અખબારી યાદી દ્વારા પીજીવીસીએલ તેમજ અંજાર નગરપાલિકા તંત્રને આ બાબતે ચેતવવામાં આવ્યા હતા કે દીવાબત્તીના સીધા જોડાણને કારણે ગમે ત્યારે ગંભીર જીવલેણ અકસ્માત થઈ શકે છે. પરંતુ નિર્ભર તંત્ર જાગ્યું નહિ અને આજે એક માસુમ બાળકનો ભોગ લેવાઈ ગયો.

ત્યારે આ ગંભીર અકસ્માતની જવાબદારી કોણ લેશે ? પીજીવીસીએલ કે અંજાર નગરપાલિકા ? એવો સવાલ કરતાં પૂર્વ વિપક્ષી નેતા જીતેન્દ્ર ચોટારાએ જણાવ્યું હતું કે દર્શીલ ત્રણ બહેનોનો એક જ લાડકવાયો વીરલો હતો. તંત્રની બેદરકારીને કારણે તેની અકાળે વિદાયથી આખો પરિવાર આધાતમાં શોકમગ્ન થઈ ગયો છે.

આ દુર્ઘટના પછી નિંદ્રામાં પોઢેલું તંત્ર હવે જાગશે કે હજુ પણ માસૂમ બાળકોના ભોગ લેવાશે? તેવો વેધક સવાલ કર્યો હતો જો કે હવે જોવું એ રહ્યું કે આ ઘટના માટે કોઈની જવાબદારી નક્કી કરી તેની સામે પગલાં ભરવામાં આવશે કે પછી તંત્ર અને લોકો સમય જતાં આ કરૂણ ઘટના ને પણ વિસરી જશે ?

આ પણ વાંચો :-

 

સાંસદ ટામેટાંની માળા પહેરી ગૃહમાં આવતા હોબાળો, રાજ્યસભાની કાર્યવાહી ૦૨ વાગ્યા સુધી સ્થગિત

0
  • રાજ્યસભાની કાર્યવાહી ૦૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આપ સાંસદ સુશીલ ગુપ્તા ટામેટાંની માળા પહેરીને આવતાં મામલો બગડ્યો હતો.

આપ સાંસદ સુશીલ ગુપ્તા ટામેટાંની માળા પહેરીને આવતાં મામલો બગડ્યો હતો. જ્યાર બાદ ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી અને જેના પગલે રાજ્યસભાની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે સુશીલ ગુપ્તા વધતાં જતાં ટામેટાંના ભાવ સામે વિરોધ દર્શાવવા અને મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ રૂપે ટામેટાંની માળા પહેરીને ગૃહમાં આવ્યા હતા. આજે સંસદની કાર્યવાહી શરુ થતા પહેલા હિરોશિમા અને નાગાસાકી પર અણુ બોમ્બ ફેકવાની ઘટનાની ૭૮મી વર્ષગાંઠ પર પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

લોકસભામાં આજે સતત બીજા દિવસે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ દાવો કર્યો છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગૃહમાં બપોરે ૧૨ વાગ્યે સંબોધન કરશે. આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી આજે સાંજે ૪ વાગ્યે ગૃહમાં કોંગ્રેસને જવાબ આપે તેવી શક્યતા છે.

આ પણ વાંચો :-

વેસ્ટ ઈન્ડિઝ સામે વિનિંગ સિક્સ મારીને હાર્દિક પંડયા બન્યો ‘વિલન’, ફેન્સ કેમ કહી રહ્યા છે સ્વાર્થી ?

0
  • ભારતીય ટીમે ત્રીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને ૦૭ વિકેટે હરાવ્યું. વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા માટે ૧૬૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ટીમ ઈન્ડિયાએ સરળતાથી મેળવી લીધો હતો. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અને બોલરોએ શાનદાર રમત બતાવી. જોકે મેચમાં ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડયાએ આવું કામ કર્યું. જેના કારણે સોશિયલ મીડિયા પર લોકો તેના પર ગુસ્સે થયા છે.

ભારતીય ટીમ માટે સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે તોફાની ઈનિંગ રમી હતી. તેના કારણે જ ટીમ ઈન્ડિયા મેચ જીતવામાં સફળ રહી હતી. સૂર્યાએ ૮૩ રન બનાવ્યા જેમાં ૧૦ ચોગ્ગા અને ૪ લાંબી છગ્ગાનો સમાવેશ થાય છે. તેના કારણે ટીમ ઈન્ડિયાની શ્રેણી જીતવાની આશા જીવંત છે, જ્યારે ટીમ ઈન્ડિયાને જીતવા માટે ૨ રનની જરૂર હતી ત્યારે કેપ્ટન હાર્દિક પંડયા સ્ટ્રાઈક પર હતો.

તે જ સમયે તિલક વર્માએ નોન-સ્ટ્રાઈકર એન્ડમાં ૪૯ રન બનાવીને ઊભો હતો. આવી સ્થિતિમાં હાર્દિક એક રન બનાવીને તિલકને સ્ટ્રાઈક આપી શક્યો હોત. પરંતુ તેણે રોવમેન પોવેલના બોલ પર લાંબી સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી અને આ રીતે યુવા બેટસમેન તિલક તેની અડધી સદી પૂરી કરી શક્યો ન હતો.

આ પછી ચાહકોએ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડયાને ખરું-ખોટું કહેવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું કે જો હાર્દિક ભાઈએ તિલક વર્માને સ્ટ્રાઈક આપી હોત અને તેણે સતત બીજી અડધી સદી પૂરી કરી હોત તો શું થાત. તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું કે તેણે હાર્દિક જેવો સ્વાર્થી ખેલાડી જોયો નથી.

આ પણ વાંચો :–

 

ગઢડાના રાજપીપળામાં એવું તે શું બન્યું કે સામસામે તીક્ષ્ણ હથિયારો લઈને તૂટી પડયાં

0
  • બોટાદના રાજપીપળામાં દબાણ હટાવવાને લઈને બે જૂથ હથિયારો સાથે સામસામે આવી જતાં મચી અફરાતફરી બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે.

બોટાદ જિલ્લામાંથી જૂથ અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. ઘર પાસે કરેલા ઉકરડા અને દબાણ હટાવવા મામલે થયેલી જૂથ અથડામણમાં કુલ ૬ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ઉગ્ર બોલાચાલી બાદ મારામારી :

પ્રાપ્ત વિગતો અનુસાર બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાજપીપળા ગામમાં ઘર પાસે કરેલા ઉકરડા અને દબાણ હટાવવા મુદ્દે ગઈકાલે મોડી સાંજે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે થોડીવારમાં મારામારીમાં પરિણમી હતી. ઘર પાસે કરેલા ઉકરડા અને દબાણ હટાવવાને લઈને બંન્ને જૂથના લોકો તીક્ષ્ણ હથિયારો વડે સામસામે આવી ગયા હતા. બન્ને જૂથના લોકોએ કુહાડી, લાકડીઓ અને લોખંડની પાઈપો સાથે સામસામે હુમલો કર્યો હતો. બંને જૂથે સામસામે હથિયાર વડે સામ સામે હુમલો કરતા ગામમાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો.

અરે ! આ શું બોલી ગયાં રાહુલ ગાંધી :- જુઓ વિડીયો

આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ જૂથ અથડામણમાં કુલ ૬ લોકોને ઈજાઓ પહોંચી હતી. જેમાંથી ૪ ઈજાગ્રસ્તોને ભાવનગરની હોસ્પિટલમાં જ્યારે અન્ય ૨ ઈજાગ્રસ્તોને બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે રાજપીપળા ગામમાં પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ ગઢડા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

હે રામ ! ગુજરાત યુનિ. બાદ હવે આ ગાર્ડનમાંથી ગાંજાના છોડ મળ્યા, આ હોસ્ટેલમાંથી દારૂ મળ્યો

0
  • ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાના છોડ મળવાની ઘટનાના કલાકોની અંદર શહેરમાં ફરી જાહેરમાં ગાંજાના છોડ મળી આવ્યા છે.

રિવરફ્રન્ટ પર AMC હાઉસ તરીકે ઓળખાતી બિલ્ડિંગના ગાર્ડનમાં ગાંજાના ૬ ફૂટ ઊંચા છોડ મળી આવતા હડકંપ મચી ગયો છે. જોકે ગાંજો મળી આવતા AMC દ્વારા ઢાંક પીછોડો કરતા છોડ ઉખાડીને ફેંકી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ ગાંધીજીના મૂલ્યો પર ચાલતી વિદ્યાપીઠની હોસ્ટેલના રૂમમાંથી દારૂની બોટલો મળી આવી હતી.

અમદાવાદ રિવરફ્રન્ટ પર VIP ગાર્ડનમાં ગાંજાના છોડ મળી આવતા મોટો વિવાદ થયો હતો. વિવાદને પગલે અધિકારીઓ દોડતા થયા હતા અને છોડને ઉખાડીને ફેંકી દેવામાં આવ્યો હતો. જોકે થોડીવાર બાદ ગાર્ડનની બહારથી પણ ગાંજાનો છોડ મળી આવ્યો હતો. ગાર્ડનમાં ગાંજાના છોડ કેવી રીતે ઉગ્યા અને તેનું વાવેતર કોણે કર્યું તેની તપાસ કરવાના બદલે કંઈ બન્યું જ ન હોય એમ છોડી ઉખાડીને ફેંકીને પુરાવાનો જ નાશ કરી દેવામાં આવ્યો.

અરે ! આ શું બોલી ગયાં રાહુલ ગાંધી – જુઓ વિડીયો

તો ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાણજીવન હોસ્ટેલના રૂમ.નં ૪૧માં ૩ વિદ્યાર્થી દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. જેમાં એક વિદ્યાર્થી ઈતિહાસ વિભાગનો હતો જ્યારે અન્ય બે બહારના વિદ્યાર્થી હતા. જોકે ત્રણેય સ્થળ પરથી ભાગી ગયા હતા. વાઈસ ચાન્સેલર ડો. ભરત જોશીએ ઘટના સ્વીકારી હતી અને વિદ્યાર્થીનું એડમિશન તાત્કાલિક રદ કરી દેવાયું હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

રોડ પર મહિલાનું ચીરહરણ, યુવાને બેડ ટચ કરીને પછી….

0
  • હૈદરાબાદમાં એક દારુડિયા પુત્ર અને માતાના શરમજનક કામથી લોકો ચોંકી ઉઠયાં છે. આ બન્નેએ રોડ પર એક મહિલાને નિવસ્ત્ર કરી નાખી હતી.

હૈદરાબાદના જવાહર નગર વિસ્તાર એક વ્યક્તિએ દારુના નશામાં તેની માતા સાથે મળીને એક મહિલાના કપડા ફાડીને તેને નગ્ન કરી નાખી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેને જોઈને લોકોમાં ગુસ્સો ભડકી ઉઠયો હતો.

મહિલા રવિવારે રાત્રે લગભગ ૮ વાગ્યે નજીકની કપડાની દુકાનથી પરત ફરી રહી હતી ત્યારે આરોપીએ તેનો બેડ ટચ કર્યો હતો જોકે મહિલા તેની સામે પડતા તે વધુ આક્રમક બન્યો અને રસ્તા વચ્ચે તેના કપડા ફાડી નાખ્યાં જે પછી મહિલા નગ્ન થઈ ગઈ હતી.

અરે ! આ શું બોલી ગયાં રાહુલ ગાંધી – જુઓ વિડીયો

આ દરમિયાન એક ટુ વ્હીલર પાસેથી પસાર થઈ રહેલી અન્ય એક મહિલાએ આ શખ્સને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે પણ તેનો સામનો કર્યો હતો. આ દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ શખ્સને કસ્ટડીમાં લીધો હતો. રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં આરોપીની ઓળખ પેડ્ડામરૈયા તરીકે થઈ હતી. જેણે મહિલા સાથે માત્ર ગેરવર્તન જ નથી કર્યું. પરંતુ જાહેરમાં તેને નગ્ન પણ કરી દીધી હતી. અહેવાલો અનુસાર આરોપી દારૂના નશામાં હતો.

આ પણ વાંચો :-

અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના : ૧૦૦ની સ્પીડે કારે ત્રણ કારને મારી ટક્કર, 

0
  • શહેરમાં ફરી એકવાર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. શેલા ગામમાં આ હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં એક વૈભવી કાર ચાલકે અન્ય ત્રણ વાહનોને ટક્કર મારી છે.

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર બનેલી ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં વધુ એક અકસ્માત સર્જાયો છે. શહેરમાં ફરી એકવાર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. શેલા ગામમાં આ હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં એક વૈભવી કાર ચાલકે અન્ય ત્રણ વાહનોને ટક્કર મારી છે.

શેલાના આવિષ્કાર હોલ ચાર રસ્તા પાસે આ ઘટના બની છે. આ ઘટનામાં એક મહિલાને ઈજા પહોંચી છે. જોકે, સદનસીબે ઘટનામાં કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. ત્રણ વાહનોને ટક્કર મારી કાર ચાલક ફરાર થયો હતો. આ સમગ્ર ઘટના મામલે બોપલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અરે ! આ શું બોલી ગયાં રાહુલ ગાંધી – જુઓ વિડીયો

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શેલા ગામમાં આવિષ્કાર હોલ ચાર રસ્તા પાસે હેરિયર ગાડીના ચાલકે ત્રણ ગાડીઓ સાથે અકસ્માત સર્જયો છે. બે ગાડીઓને ભારે તો એક ગાડીને સામાન્ય નુકસાન થયું છે. ગાડીની સ્પીડ ૧૦૦ કિ.મી પ્રતિ કલાકની હોવાનો પ્રત્યદર્શીએ દાવો કર્યો છે. GJ 38 BE ૯૧૧૩ ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પોલીસે ગાડી શોધી કાઢી હતી જોકે ચાલક ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો :-

મોરબીમાં સ્પાની આડમાં ચાલી રહ્યો છે ગોરખ ધંધો ! ધારાસભ્યના વીડિયો બાદ………

0
  • મોરબીમાં ઝડપથી પૈસાદાર બનવા માટે યેનકેન પ્રકારે કોઈને સીસામાં ઉતારવાની અને બુચ મારવાની હિનવૃત્તિ છેલ્લા કેટલાક વર્ષોથી ફૂલીફાલી છે અને તેમાં મહિલાઓને આગળ ધરીને સામેવાળા પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે.

મોરબી-માળિયાના ધારાસભ્ય દ્વારા શહેરની આસપાસમાં ૯૦ જેટલા સ્પા છે અને તેમાં ગોખધંધા ચાલે છે તેવો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે દોડતી થયેલ છે અને હાલમાં મોરબીના લખધીરપુર ચોકડી પાસે આવેલ શોપીંગ સેન્ટરમાં ટોકીયો સ્પા અને મસાજ પાર્લરમાં રેડ કરી હતી. ત્યારે ત્યાંથી સ્પા ચલાવતા મુખ્ય ઈસમ સહિત કુલ ત્રણ ઈસમોની ધરપકડ કરી હતી અને ત્રણ મહિલાઓને ત્યાંથી મુક્ત કરાવવામાં આવી હતી.

મોરબીમાં ઝડપથી પૈસાદાર બનવા માટે યેનકેન પ્રકારે કોઈને સીસામાં ઉતારવાની અને બુચ મારવાની હિનવૃત્તિ છેલ્લા કેટલાક વર્ષોથી ફૂલીફાલી છે અને તેમાં મહિલાઓને આગળ ધરીને સામેવાળા પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે આવી હિન્ન પ્રવૃત્તિ મોરબીની આસપાસમાં આવેલ સ્પામાં ચાલુ હોવાની સ્ફોટક માહિતી સાથેનો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો એક વિડીયો વાયરલ થયો હતો.

ત્યાર બાદ સ્પાના નામે ચાલતા કુટણખાના પકડવા માટે પોલીસે મોરબીની લખધીરપૂર ચોકડી પાસે આવેલ ટોકિયો સ્પા અને મસાજ પાર્લરમાં રેડ કરી હતી જ્યાં સ્પા ચલાવતો વિપુલ રામઆશ્રય પાંડે જાતે બ્રાહ્મણ (૨૯) હાલ રહે.યમુનાનગર શેરી નંબર-૩ નવલખી રોડ મોરબી મૂળ રહે. મૂળ ઉત્તરપ્રદેશ વાળો તેમજ સાગર મનસુખ સારલા જાતે કોળી (૨૨) રહે. યમુનાનગર નવલખી રોડ મોરબી તેમજ જીવણ બચુ ચાવડા જાતે કોળી (૩૨) રહે. લાલપર રબારીવાસ વાળો મળી આવ્યા હતા જેથી તેની ધરપકડ કરી હતી અને ત્રણ મહિલાઓને ત્યાંથી મુક્ત કરાવી હતી.

અરે ! આ શું બોલી ગયાં રાહુલ ગાંધી :- જુઓ વિડીયો

અત્રે ઉલેખનીય છે કે, ધારાસભ્યના વિડીયો પછી પોલીસ દોડતી થયેલ છે અને સ્પાની આડમાં ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુ હોવાની માહિતી સામે આવેલ છે હાલમાં જે ત્રણ આરોપી પાકડેલ છે તેમાં સ્પાના સંચાલક દ્વારા બાકીના બે શખ્સોને ગ્રાહક સોધવા માટે કામે રાખ્યા હતા તેવી માહિતી પોલીસે પાસેથી સામે આવેલ છે.

બહારથી આવતા ગ્રાહકોને મહિલાઓને બોલાવીને સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીર સુખ માણવાની સગવળતાઓ પૂરી પાડી કુટણખાનું ચલાવવામાં આવતું હતું. જેથી કરીને પોલીસે રોકડા ૧૦,૬૫૦ તથા ચાર મોબાઈલ કિંમત રૂપિયા ૫૫૦૦ અને આઠ કોન્ડમ એમ કુલ મળીને રૂપિયા ૧૬,૧૫૦ ના મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે.

આ પણ વાંચો :-