શિમલામાં ભયંકર અકસ્માત, ટ્રકની બ્રેક ફેલ થતાં કેટલીય ગાડીઓને કચડી નાખી, બે લોકોના મોત

Share this story
  • પ્રાપ્ત વિગતો અનુસાર શિમલાના ઢિયોગથી રોહડ હાટકોટી હાઈવે પર છેલાની આ ઘટના છે. મંગળવારે સાંજે સફરજન બરેલો ટ્રક બેકાબૂ થઈ ગયો અને તેણે ચાર ગાડીને ચપેટમાં લઈ લીધી.

હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં ટ્રક દુર્ઘટનામાં એક ખતરનાક અને ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. દુર્ઘટનામાં પતિ-પત્નીનું મોત થઈ ગયું છે. જ્યારે ત્રણ લોકો માંડ માંડ બચી શક્યા છે. હાલમાં પોલીસે લાશને કબ્જામાં લીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શિમલાના ઢિયોગથી રોહડ હાટકોટી હાઈવે પર છેલાની આ ઘટના છે. મંગળવારે સાંજે સફરજન બરેલો ટ્રક બેકાબૂ થઈ ગયો અને તેણે ચાર ગાડીને ચપેટમાં લઈ લીધી. દુર્ઘટના દરમ્યાન ફુલ સ્પિડે આવી રહેલ ટ્રોલીએ ગાડીઓને ટક્કર માર્યા બાદ રસ્તા પર પલ્ટી ગઈ હતી. ટ્રકની નીચે કાર દબાઈ ગઈ હતી. જેમાં બેઠેલા દંપત્તિનું મોત થઈ ગયું હતું.

સફરજનની ૬૦૦ પેટીઓથી ભરેલ આ ટ્રક નારકંડાથી રાજગઢ-સોલન થતાં પાડોશી રાજ્યોની મંડી માટે જઈ રહ્યો હતો. આ દરમ્યાન છૈલા કૈંચીથી ટ્રક વળવાનો હતો પણ ફુલ સ્પિડના કારણે સૈંજ-રાયગઢની જગ્યાએ છૈલા બજાર તરફ જતો રહ્યો અને પલ્ટી ગયો. ઘટનામાં HP-૩૦ ૦૬૬૧ નંબરની ગાડી ટ્રક નીચે દબાઈ ગઈ હતી.

તેને જેસીબી અને એલએનટીની મદદથી ટ્રકની નીચેથી કાઢવામાં આવે અને બે લાશ જપ્ત કરવામાં આવી. ટ્રકની ચપેટમાં આવેલી ઓલ્ટો કાર સવાર મોહન લાલ નેગી અને તેની પત્ની આશા નેગી સૈંજ, ડાકઘર પંદ્રાનુ, જુબ્બલ, શિમલાનું મોત થઈ ગયું છે. ડીએસપી સિદ્ધાર્થ શર્માએ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે ટ્રકે એક પછી એક ત્રણ વાહનોને કચડી નાખ્યા. જેમાં બે લોકોના મોત થઈ ગયા છે.

ટ્રકની દુર્ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થયો છે. વીડિયોમાં જોઈ રહ્યા છે એક ટ્રક ફુલ સ્પિડમાં છે અને આ દરમ્યાન તે એક ગાડીને ટક્કર માર્યા બાદ આગળ અન્ય ગાડીઓને પણ ચપેટમાં લેતા પલ્ટી જાય છે. આ દરમ્યાન ઘટનાસ્થળ પર અફરાતફરી મચી જાય છે.

એક કારમાંથી બે લોકોના મોત થઈ ગયા છે. આ દરમ્યાન લોકો કાર સવારમાં હાલચાલ પુછતા પણ દેખાય છે. ઘટના દરમ્યાન અવસર પર પોલીસ પણ હાજર હતી. હાલમાં કહેવાય છે કે ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જો કે સાચુ કારણ તો તપાસ બાદ જ સામે આવશે.

આ પણ વાંચો :-