સાંસદ ટામેટાંની માળા પહેરી ગૃહમાં આવતા હોબાળો, રાજ્યસભાની કાર્યવાહી ૦૨ વાગ્યા સુધી સ્થગિત

Share this story
  • રાજ્યસભાની કાર્યવાહી ૦૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આપ સાંસદ સુશીલ ગુપ્તા ટામેટાંની માળા પહેરીને આવતાં મામલો બગડ્યો હતો.

આપ સાંસદ સુશીલ ગુપ્તા ટામેટાંની માળા પહેરીને આવતાં મામલો બગડ્યો હતો. જ્યાર બાદ ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી અને જેના પગલે રાજ્યસભાની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે સુશીલ ગુપ્તા વધતાં જતાં ટામેટાંના ભાવ સામે વિરોધ દર્શાવવા અને મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ રૂપે ટામેટાંની માળા પહેરીને ગૃહમાં આવ્યા હતા. આજે સંસદની કાર્યવાહી શરુ થતા પહેલા હિરોશિમા અને નાગાસાકી પર અણુ બોમ્બ ફેકવાની ઘટનાની ૭૮મી વર્ષગાંઠ પર પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

લોકસભામાં આજે સતત બીજા દિવસે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ દાવો કર્યો છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગૃહમાં બપોરે ૧૨ વાગ્યે સંબોધન કરશે. આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી આજે સાંજે ૪ વાગ્યે ગૃહમાં કોંગ્રેસને જવાબ આપે તેવી શક્યતા છે.

આ પણ વાંચો :-