ગઢડાના રાજપીપળામાં એવું તે શું બન્યું કે સામસામે તીક્ષ્ણ હથિયારો લઈને તૂટી પડયાં

Share this story
  • બોટાદના રાજપીપળામાં દબાણ હટાવવાને લઈને બે જૂથ હથિયારો સાથે સામસામે આવી જતાં મચી અફરાતફરી બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે.

બોટાદ જિલ્લામાંથી જૂથ અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. ઘર પાસે કરેલા ઉકરડા અને દબાણ હટાવવા મામલે થયેલી જૂથ અથડામણમાં કુલ ૬ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ઉગ્ર બોલાચાલી બાદ મારામારી :

પ્રાપ્ત વિગતો અનુસાર બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાજપીપળા ગામમાં ઘર પાસે કરેલા ઉકરડા અને દબાણ હટાવવા મુદ્દે ગઈકાલે મોડી સાંજે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે થોડીવારમાં મારામારીમાં પરિણમી હતી. ઘર પાસે કરેલા ઉકરડા અને દબાણ હટાવવાને લઈને બંન્ને જૂથના લોકો તીક્ષ્ણ હથિયારો વડે સામસામે આવી ગયા હતા. બન્ને જૂથના લોકોએ કુહાડી, લાકડીઓ અને લોખંડની પાઈપો સાથે સામસામે હુમલો કર્યો હતો. બંને જૂથે સામસામે હથિયાર વડે સામ સામે હુમલો કરતા ગામમાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો.

અરે ! આ શું બોલી ગયાં રાહુલ ગાંધી :- જુઓ વિડીયો

આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ જૂથ અથડામણમાં કુલ ૬ લોકોને ઈજાઓ પહોંચી હતી. જેમાંથી ૪ ઈજાગ્રસ્તોને ભાવનગરની હોસ્પિટલમાં જ્યારે અન્ય ૨ ઈજાગ્રસ્તોને બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે રાજપીપળા ગામમાં પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ ગઢડા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-