હવે દુકાન પર નહીં કહેવું પડે, ‘ભાઈ QR કોડ આપજો’, જોરદાર ફીચર લાવી રહ્યું છે Google, જાણો શું

Share this story
  • GOOGLE હવે QR CODE સ્કેન કરવા માટે સરળ અને ઉપયોગી ફીચર લઈને આવી રહ્યું છે. ઓટો-ઝૂમનાં ફીચર સાથે સરળતાથી બારકોડ સ્કેન થઈ શકશે.

ભારતમાં QR કોડથી પેમેંટ કરવું હવે ઘણું સામાન્ય થઈ ગયું છે. આજકાલ લોકો નાનામાં નાની વસ્તુ લેવા માટે પણ QR કોડ સ્કેન કરીને પૈસાની ચૂકવણી કરે છે પરંતુ પેમેંટ દરમિયાન એક જ મુશ્કેલી થતી હોય છે. વારંવાર સ્કેન કરવા માટે મોબાઈલનો કેમેરા ચાલુ કરવો પડે છે. Google હવે આ સમસ્યાનું પણ સમાધાન લઈને આવી ગયું છે.

Google લાવ્યું નવું અપડેટ :

Google હાલમાં નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં QR કોડ સ્કેનિંગની પ્રક્રિયામાં મોટો બદલાવ લાવી શકે છે. નવા અપડેટનો મુખ્ય ઉદેશ્ય કેમેરા ફ્રેમની અંદર જ ક્યૂઆર કોડ આપમેળે શોધાઈ જાય, તેના પર ઝૂમ ઈન થઈ જાય અને તેમાં રહેલી માહિતીની પણ જાણકારી મેળવી લેવાનો છે. ટૂંકમાં કેમેરા ઓપન કર્યા વિના જ સ્કેનિંગની સુવિધા યૂઝર્સને આપવાનો મૂળ હેતુ છે.

કંપની અનુસાર, Google કોડ સ્કેનર API એપને કેમેરા પરમીશન માંગ્યા વગર જ કોડ સ્કેન કરવાની સુવિધા ફાળવશે. આ ફેરફાર યૂઝર્સની ગોપનીયતાને પ્રાથમિકતા આપવાની સાથે સાથે સ્કેનિંગ પ્રક્રિયાને સરળ અને સુરક્ષિત બનાવશે.

એડિશન ૧૬.૧.૦ લોન્ચ થવાની સાથે જ યૂઝર્સ ઓટો-ઝૂમ એક્ટિવેટ કરી શકશે જે બાદ Google કોડ સ્કેનર કેમેરાથી ઘણો દૂર હશે તો પણ સરળતાથી બારકોડ સ્કેન કરી લેશે. ગૂગલ સ્કેનર સમજદારીથી બારકોડની માહિતી મેળવે છે અને મેન્યૂઅલ ઝૂમ કરવાની માથાકૂટને પણ દૂર કરે છે. પરિણામે વધુ ઝડપથી અને સરળતાથી બારકોડ સ્કેન થઈ જાય છે.

Google Play પર મળશે સુવિધા :

Google દ્વારા QR કોડને સ્કેન કરવાની સુવિધા Google Playનાં માધ્યમથી મળે છે. અથવા તો તેના સિવાયની કેટલીક સંબંધિત એપ આ સુવિધા આપે છે. તમામ ઈમેજ પ્રોસેસિંગ ડિવાઈઝની અંદર જ હોય છે. ગૂગલ અનુસાર Google કોઈ ઈમેજ કે રિઝલ્ટનો ડેટા સેવ કરતો નથી.

ટૂંક જ સમયમાં આવશે ફીચર :

ગૂગલ હાલમાં આ ફીચર પર કામ કરી રહ્યું છે. જો કે કંપનીએ આ નવા ફીચરનાં લોન્ચિંગને લઈને કોઈ જાણકારી આપી નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફીચરને કંપની સૌથી પહેલા પોતાના ફ્લેગશિપ પિક્સલ ડિવાઈઝને આપશે અને ત્યારબાદ બાકીનાં મોડલ્સને મળશે.

આ પણ વાંચો :-