શું તમે ગળ્યું ખાવાના છો શોખીન ? તો ખાંડથી બચીને રહેજો, માત્ર સ્વાસ્થ્ય જ નહીં…

Share this story
  • શુગરનું વધુ સેવન કરવામાં આવે તો આરોગ્યની સાથે સાથે ત્વચાને પણ નુકસાન થાય છે. શુગરનું વધુ સેવન કરવાથી ત્વચાને કયા કયા નુકસાન થઈ શકે?

હાલના સમયમાં મોટાભાગના લોકો ત્વચા સંબંધિત સમસ્યાથી પરેશાન છે. અનેક લોકો ખરાબ ત્વચા માટે પ્રદૂષણ અને ધૂળ માટીને જવાબદાર ગણાવે છે. પરંતુ ડાયટના કારણે પણ ત્વચા પર અસર થાય છે. શુગરનું વધુ સેવન કરવામાં આવે તો આરોગ્યની સાથે સાથે ત્વચાને પણ નુકસાન થાય છે. શુગરનું વધુ સેવન કરવાથી ત્વચાને કયા કયા નુકસાન થઈ શકે. તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

સોજો :

શુગરના કારણે સોજો આવે છે અને બળતરા થાય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે ફળ, શાકભાજી અને ઓમેગા-૩થી ભરપૂર ભોજનનું સેવન કરવું જોઈએ.

ગ્લાઈકેશન :

ગ્લાઈકેશનના કારણે વ્યક્તિ ઝડપથી ઘરડી થવા લાગે છે. જેના કારણે કોલેજન અને ઈલાસ્ટિન ફાઈબર કઠોર તથા ફ્લેક્સિબલ થાય છે. આ કારણેસર ઉંમર જલ્દી ના વધે તે માટે ગ્લાઈસેમિક ઓછો હોય તેવા ફૂડનું સેવન કરવું.

કરચલી :

શુગરને કારણે કોલેજન અને ઈલાસ્ટિનને નુકસાન થાય છે અને કરચલીઓ થવા લાગે છે. ઓક્સિડેટીવ સ્ટ્રેસથી રાહત મેળવવા માટે વિટામીન સી અને ઈ જેવા એન્ટી ઓક્સિડેન્ટ ફૂડનું સેવન કરવું જોઈએ.

કોલેજન :

શુગરના કારણે કોલેજનના ઉત્પાદનને નુકસાન થાય છે. જે ત્વચાની લોચ માટે જરૂરી છે. શક્કરિયા અને ગાજર જેવા વિટામીન એ યુક્ત ફૂડનું સેવન કરવું જોઈએ.

ફ્રી રેડિકલ્સ :

શુગર ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન કરે છે. જેના કારણે સેલુલર ડેમેજ થાય છે. જે બેરીજ, ગ્રીન ટી અને નટ્સમાં રહેલ એન્ટી ઓક્સિડેન્ટની સાથે સાથે ઓક્સિડેટીવ સ્ટ્રેસ મેનેજ કરી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત ગાર્ડિયન આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો :-