દારૂડિયાઓ’ને શાંતિ ! બહુ પીવાઈ ગઈ હશે તો મફતમાં સરકારની ટેક્સી ઘરે મૂકી જશે….

Share this story
  • ડ્રંક ડ્રાઈવિંગના કારણે થતા અકસ્માતમાં ઘટાડો કરવા માટે એક અલગ શરૂઆત કરવામાં આવી છે. આ પાયલોટ પ્રોજેક્ટ સપ્ટેમ્બરના મધ્ય સુધી ચાલશે.

ભારત સહિત અનેક દેશોમાં દારૂ પીધા પછી વાહન ચલાવવું તે ગુનો ગણવામાં આવે છે. ઈટલીમાં તે માટેનો એક નિયમ નવો આવ્યો છે. ઈટલી એક યોજના લાગુ કરશે. જેમાં પાર્ટી એનિમલ્સને મફતમાં ટેક્સીની સુવિધા આપવામાં આવશે. ડ્રંક ડ્રાઈવિંગના કારણે થતા અકસ્માતમાં ઘટાડો કરવા માટે એક અલગ શરૂઆત કરવામાં આવી છે. આ પાયલોટ પ્રોજેક્ટ સપ્ટેમ્બરના મધ્ય સુધી ચાલશે. જેમાં પુગલિયાથી તુસ્કાની અને વેનીતો સુધીના ૬ નાઈટક્લબ્સને શામેલ કરવામાં આવી રહ્યા છે.

આ યોજના હેઠળ ક્લબથી નીકળ્યા પછી ટેસ્ટ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિએ વધુ ડ્રિંક કર્યું હશે તો તેમના માટે ટેક્સની વ્યવસ્થા કરવામાં આવશે. આ યોજના માટે ફંડિંગ પણ પરિવહન મંત્રાલય કરી રહ્યું છે. ઈટલી સરકારે આ યોજનાને ટ્રાયલ રૂપે લાગુ કરવાની મંજૂરી આપી છે. જો આ યોજનાથી ફાયદો થશે, તો આ યોજના કાયમી ધોરણે લાગુ કરવામાં આવી શકે છે.

ઈટલીના પરિવહન મંત્રી મૈતિયો સાલવિનીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, જે લોકોએ વધુ ડ્રિંક કર્યું હશે તેમને રાત્રે ફ્રી ટેક્સીની સુવિધા આપવામા આવશે. રોડ અકસ્માતમાં ઘટાડો કરવા માટે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. ઈટલીમાં ડ્રિંક ડ્રાઈવ એક મોટો પડકાર બની ગયો છે. વર્ષ ૨૦૨૦ના રિપોર્ટ અનુસાર અન્ય EU દેશોમાં સૌથી વધુ રોડ અકસ્માત થયા છે.

નાઈટક્લબની બહાર ઊભા રહેલ એક વ્યક્તિએ જણાવ્યું છે કે, સરકારનો આ એક સારો પ્લાન છે, જેથી અકસ્માતમાં ઘટાડો થઈ શકે છે. અનેક લોકો પીધા પછી રસ્તા પર ડાંસ કરવા લાગે છે તેઓને કોઈપણ રીતે રોકવા શક્ય નથી. જેથી આ એક સારો આઈડિયા છે. નાઈટક્લબના માલિક સૈમુલેલેએ જણાવ્યું છે કે સરકારે આ બાબત પર ધ્યાન આપ્યું તે વાતનો મને આનંદ છે. લોકો પોતાનું દુ:ખ ભૂલવા માટે અહીંયા આવે છે અને તેથી વધુ ડ્રિંક કરે છે. હવે આ પ્રકારના લોકોને ટેક્સી સુરક્ષિત રીતે ઘરે મુકી આવશે.

આ પણ વાંચો :-