આ ઈમોજી WhatsApp પર મોકલ્યું તો થશે જેલ, આ સ્થળોએ નિયમો લાગુ થશે

Share this story
  • કેટલાક દેશો એવા છે કે જ્યાં મહિલાઓને રેડ હાર્ટ ઈમોજી મોકલવા માટે જેલની જોગવાઈ રાખવામાં આવી છે. એટલું જ નહીં આવા લોકો પર ભારે દંડ પણ થઈ શકે છે.

જો તમે ભારતીય નાગરિક છો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો સાથે વાત કરો છો, તો સ્વાભાવિક છે કે ઘણી વખત તમે તમારી લાગણી વ્યક્ત કરવા માટે હાર્ટ ઈમોજી પણ મોકલો છો. આને પ્રેમ વ્યક્ત કરવો અથવા તમારી લાગણીઓ વ્યક્ત કરવી પણ કહેવાય છે અને તેને ખોટું માનવામાં આવતું નથી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટેક્સ્ટ કરવા માટે તમને હાર્ટ ઈમોજી સહિત ઘણા પ્રકારના ઈમોજી મળે છે અને તે લાલ, પીળું, સફેદ અથવા લીલો અને વાદળી જેવા ઘણા રંગોમાં હોય છે, અને તમે તેનો ઉપયોગ તમારી ચેટિંગ માટે કરી શકો છો. જે ખૂબ જ સામાન્ય છે અને ઉપયોગમાં લેવાય છે.

માત્ર ભારતમાં જ નહીં પરંતુ તમામ દેશોમાં. જો કે કેટલાક દેશો એવા છે જ્યાં જો તમે કોઈ મહિલાને લાલ રંગનું હાર્ટ ઈમોજી મોકલો છો તો તમારે જેલના સળિયા પાછળ જવું પડી શકે છે જ્યાંથી બહાર નીકળવા માટે તમને પરસેવો પડશે. જો તમને આ વાત રમુજી લાગી રહી છે તો તમે ખોટા છો કારણ કે વાસ્તવમાં આવું જ છે અને આજે અમે તમને આ બાબત વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

કયા દેશમાં આ નિયમ લાગુ છે :

વાસ્તવમાં કુવૈત અને કિંગડમ ઓફ સાઉદી અરેબિયા(KSA) માં જો તમે WhatsApp અથવા અન્ય કોઈ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર કોઈ છોકરીને ‘Red Heart‘ ઈમોજી મોકલો છો. તો તેને ખોટું કામ કરવા માટે ઉશ્કેરવાનો ગુનો ગણવામાં આવે છે.

કુવૈતીના વકીલ હયા અલ-શાલ્હીના જણાવ્યા અનુસાર ૩૦ જુલાઈ રવિવારના રોજ પ્રાપ્ત માહિતી અનુસાર આ ગુનામાં દોષિત લોકોને બે વર્ષ સુધીની જેલ અને ૨,૦૦૦ કુવૈતી દિનાર (૫,૩૫,૫૮૪ રૂપિયા)થી વધુનો દંડ થઈ શકે છે.

તેવી જ રીતે, સાઉદી અરેબિયામાં વોટસએપ પર ‘Red Heart’ ઈમોજી મોકલવા પર બેથી પાંચ વર્ષની જેલની સજા તેમજ ૧૦૦,૦૦૦ સાઉદી રિયાલ (રૂ. ૨૧,૯૨,૫૮૮)નો દંડ થઈ શકે છે. જો તમે આ નિયમનું વારંવાર ઉલ્લંઘન કરો છો, તો તેના કારણે પાંચ વર્ષની જેલની સાથે દોષિત વ્યક્તિ પર ૩૦૦,૦૦૦ સાઉદી રિયાલ (રૂ. ૬૫,૭૭,૮૩૮) સુધીનો દંડ પણ થઈ શકે છે.

આ પણ વાંચો :-