HomeGujaratગુજરાતી પાઇલોટ સ્મિત મચ્છરના સાહસને મળશે ગુજરાતનો ખાસ એવોર્ડ, CM ભૂપેન્દ્ર પટેલે...

ગુજરાતી પાઇલોટ સ્મિત મચ્છરના સાહસને મળશે ગુજરાતનો ખાસ એવોર્ડ, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

Date:

Related stories

ચકલાસી નગરપાલિકામાં ભાજપને વધુ એક ઝટકો, પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું

ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપને વધુ...

ધરપકડ બાદ અભિજીત દીપકેને જેલમાં મોકલાશે? કોર્ટમાં થશે રજૂઆત, સુરક્ષા વધારાઈ

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ‘લહેરા દો તિરંગા માર્ચ’...

આજનું રાશિફળ 17 ઑક્ટોબર 2026: શનિવારે જાણો મેષથી મીન રાશિનું ભવિષ્યફળ

​મેષ (Aries): શનિવાર અને મા કાલરાત્રિની આરાધનાથી શત્રુભય, નકારાત્મક...

વાગરા GIDCની ફાર્મા કંપનીના રિએક્ટરમાં ભયાનક બ્લાસ્ટ, 5 શ્રમિકોનાં મોત, 6 ઘાયલ

ભરૂચ જિલ્લાના વાગરા GIDCમાં આવેલી સેનઝીલ ફાર્માકેમ પ્રા. લિ....
spot_img

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ ફ્લાઈટમાં સર્જાયેલી ભયાનક પરિસ્થિતિ વચ્ચે અસાધારણ હિંમત બતાવનાર ગુજરાતી મૂળના કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને હવે ગુજરાત સત્તાવાર સન્માન આપશે. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કોકપિટની પરિસ્થિતિ સંભાળવામાં મદદરૂપ બનેલા સ્મિત મચ્છરને ગુજરાત સરકાર ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સન્માનિત કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઈટના પાઇલોટ સ્મિત મચ્છરના સાહસને આખી દુનિયા સલામ કરી રહી છે. તેમણે કહ્યું કે, હુમલા દરમિયાન લોહીલુહાણ થયા હોવા છતાં મચ્છરે અદમ્ય હિંમત બતાવી અને 174 મુસાફરોના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મુખ્યમંત્રીએ તેમના ઝડપી સ્વસ્થ થવા માટે સમગ્ર ગુજરાત પ્રાર્થના કરી રહ્યું હોવાનું પણ જણાવ્યું છે.

ફ્લાઇટ FZ1073માં કોકપિટની અંદર કો-પાયલટ દ્વારા કેપ્ટન મચ્છર પર કથિત હુમલો થયા બાદ વિમાન અચાનક ઊંચાઈ ગુમાવવા લાગ્યું હતું. ઘટનાક્રમ દરમિયાન મચ્છરે કોકપિટનો દરવાજો ખોલવામાં મદદ કરી, ત્યારબાદ મુસાફરો અને અન્ય ક્રૂ સભ્યો અંદર પહોંચી હુમલાખોરને કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા. બાદમાં વિમાનને સાઉદી અરેબિયાના તબુક તરફ વાળીને સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવ્યું હતું.

કેપ્ટન મચ્છર હાલમાં સાઉદી અરેબિયામાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ગુજરાત સરકારે તેમના સન્માન સાથે ₹25 લાખના રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

Subscribe

Latest stories