HomeOffbeat12 દિવસમાં લાલબાગચા રાજાના ચરણોમાં ભક્તોએ કેટલું દાન ચઢાવ્યું? આંકડો જાણીને ચોંકી...

12 દિવસમાં લાલબાગચા રાજાના ચરણોમાં ભક્તોએ કેટલું દાન ચઢાવ્યું? આંકડો જાણીને ચોંકી જશો

Date:

Related stories

ચકલાસી નગરપાલિકામાં ભાજપને વધુ એક ઝટકો, પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું

ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપને વધુ...

ધરપકડ બાદ અભિજીત દીપકેને જેલમાં મોકલાશે? કોર્ટમાં થશે રજૂઆત, સુરક્ષા વધારાઈ

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ‘લહેરા દો તિરંગા માર્ચ’...

આજનું રાશિફળ 17 ઑક્ટોબર 2026: શનિવારે જાણો મેષથી મીન રાશિનું ભવિષ્યફળ

​મેષ (Aries): શનિવાર અને મા કાલરાત્રિની આરાધનાથી શત્રુભય, નકારાત્મક...

વાગરા GIDCની ફાર્મા કંપનીના રિએક્ટરમાં ભયાનક બ્લાસ્ટ, 5 શ્રમિકોનાં મોત, 6 ઘાયલ

ભરૂચ જિલ્લાના વાગરા GIDCમાં આવેલી સેનઝીલ ફાર્માકેમ પ્રા. લિ....
spot_img

ગણેશોત્સવ ભલે સંપન્ન થઈ ગયો હોય, પરંતુ મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાના દરબારમાં ભક્તોનો પ્રેમ અને અતૂટ શ્રદ્ધા સોના-ચાંદીના વરસાદ રૂપે અકબંધ છે. આ વર્ષે બાપ્પાના ચરણોમાં એટલો મોટો ખજાનો ઠલવાયો છે કે દાનના આંકડા સાંભળીને તમે પણ દંગ રહી જશો! રોકડથી લઈને લાખો રૂપિયાની કિંમતની સોનાની ઈંટ સુધી, ભક્તોએ પોતાની માનતા પૂરી થવા પર રાજાને દિલ ખોલીને ભેટ અર્પણ કરી છે.

આ વર્ષના ૧૨ દિવસીય ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજા મંડળને કુલ રૂ. ૬,૧૧,૯૬,૫૦૦ (અંદાજે રૂ. ૬.૧૨ કરોડ) નું માતબર દાન મળ્યું છે. ભક્તો દ્વારા ત્રણ અલગ-અલગ દાન પેટીઓમાં જમા કરાવવામાં આવેલી રકમની વાત કરીએ તો, ‘સ્ટેજ બૉક્સ’માંથી સૌથી વધુ રૂ. ૩.૫૩ કરોડ એકત્રિત થયા છે. આ ઉપરાંત ‘તરંગ બૉક્સ’માં રૂ. ૨.૪૨ કરોડ અને ‘વિસર્જન બૉક્સ’માં રૂ. ૧૬.૧૪ લાખ રોકડ પ્રાપ્ત થઈ છે.

દાનમાં મળેલી કિંમતી વસ્તુઓએ આ વર્ષે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. એક અનામી શ્રદ્ધાળુએ લાલબાગચા રાજાને ૨૪-કૅરેટ શુદ્ધ સોનાની ૧ કિલો વજનની ઈંટ અર્પણ કરી છે, જેનું મૂલ્ય અંદાજે રૂ. ૧.૪૮ કરોડ આંકવામાં આવ્યું છે. આ સાથે અન્ય એક અજ્ઞાત ભક્તે ૧૪૧ ગ્રામ વજન ધરાવતી અને ૧૮-કૅરેટ સોનામાંથી બનેલી ભગવાન ગણેશની આકર્ષક મૂર્તિ પણ ભેટમાં આપી છે, જેની કિંમત રૂ. ૧૫.૬૫ લાખ છે.

બાપ્પાના ચરણોમાં ચઢાવવામાં આવેલી અન્ય વિશેષ ભેટોમાં સોનાના ઘરેણાં, સોનાના મોદક, ચાંદીની ગદા, ચાંદીનું ક્રિકેટ બૅટ અને બે મોટરબાઈકનો પણ સમાવેશ થાય છે. મંડળની વર્ષો જૂની પરંપરા મુજબ, લાલબાગચા રાજાને દાનમાં મળેલી આ તમામ કિંમતી ચીજવસ્તુઓની હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો અને લોકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

Subscribe

Latest stories