HomeNationalપંજાબમાં ભાખડા નહેર પર લોખંડનો પુલ ધરાશાયી, બે ટ્રક નહેરમાં ખાબક્યા; એક...

પંજાબમાં ભાખડા નહેર પર લોખંડનો પુલ ધરાશાયી, બે ટ્રક નહેરમાં ખાબક્યા; એક ટ્રકમાં લાગી આગ

Date:

Related stories

કેનેડામાં ભારતીય યુવકની હત્યાની આશંકા, સળગતી કારમાંથી મળી લાશ; ટાર્ગેટ કિલિંગની શંકા

કેનેડામાં વધુ એક ભારતીય યુવકના શંકાસ્પદ મોતનો કિસ્સો સામે...

Video : બિહારના બેતિયામાં દિવસદહાડે 40 કરોડની લૂંટ! 8 હથિયારધારી લૂંટારુઓએ ગોલ્ડ શોરૂમને બનાવ્યો નિશાન

બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બેતિયામાં બુધવારે બપોરે ચોંકાવનારી લૂંટની...

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, કુલગામમાં લશ્કરનો મોસ્ટ વોન્ટેડ આતંકી લતીફ ભટ ઠાર

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરીને લશ્કર-એ-તૈયબાના...

રશિયામાં સૈન્ય વિમાન ભયાનક રીતે ક્રેશ, 19 લોકોનાં મોત; ટેકનિકલ ખામી હોવાની આશંકા

સાઇબેરિયા: રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ...
spot_img

પટિયાલા: પંજાબના પટિયાલા-સંગરુર બાયપાસ પર પસિયાણા ગામ નજીક ભાખડા નહેર પર બનેલો લોખંડનો પુલ અચાનક તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પુલ પરથી પસાર થઈ રહેલા બે ટ્રક પણ પુલના કાટમાળ સાથે નીચે ખાબક્યા હતા. આ દરમિયાન એક ટ્રકમાં આગ લાગી જતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, આ ઘટના વહેલી સવારે આશરે 5 વાગ્યાની આસપાસ બની હતી. પુલ પરથી વાહનો પસાર થઈ રહ્યાં હતાં ત્યારે અચાનક પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેના કારણે પાછળ પાછળ આવી રહેલા બે ટ્રક પણ નીચે પટકાયા હતા. એક ટ્રકમાં આગ લાગતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસકર્મીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર વિભાગે ભારે જહેમત બાદ ટ્રકમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ટ્રક ચાલક સુખવિંદર સિંહના જણાવ્યા અનુસાર, પુલ તૂટતાં પહેલાં તેમાં કંપન અને ઝટકા અનુભવાઈ રહ્યા હતા. જોકે, અચાનક પુલ ધરાશાયી થતાં વાહનોને સંભાળવાની તક મળી નહોતી. તેમણે જણાવ્યું કે, તેમની આગળ ચાલી રહેલો ટ્રક પહેલાં નીચે પડ્યો હતો અને ત્યારબાદ તેમનો ટ્રક પણ નીચે ખાબક્યો હતો. હાલમાં પુલ ધરાશાયી થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તંત્ર દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

Subscribe

Latest stories