Home Blog Page 1005

યશ સોની, મલ્હાર ઠાકરની નવી ફિલ્મના પ્રમોશન બાદ વિવાદ: જૂતાં-ચંપલ સાથે શિવજીના મંદિરમાં ફરતા…

0
  • વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં ‘૦૩ એક્કા’ ફિલ્મના પ્રમોટરો પગરખા પહેરી મંદિરમાં જતાં વિવાદ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળે સયાજીગંજ પોલીસ મથકે આપી અરજી.

ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા‘ના પ્રમોશનને લઈને મોટો વિવાદ સર્જાયો છે. વડોદરામાં ‘૩ એક્કા’ ફિલ્મના પ્રમોશન વખતે ફિલ્મ પ્રમોટરો બુટ ચંપલ પહેરી મંદિરમાં જતાં વિવાદ સર્જાયો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. જે બાદ સયાજીગંજ પોલીસે વીડિયોના આધારે તપાસ તેજ કરી છે.

રાપ્ત વિગતો અનુસાર, વડોદરાની MS યુનિવર્સિટીમાં NSUI દ્વારા યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકરની ફિલ્મ ‘૩ એક્કા’ના પ્રમોશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મના કલાકારો પણ એમ.એસ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા.

ફિલ્મના પ્રમોશન દરમિયાન યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા શિવજીના મંદિરમાં ફિલ્મ પ્રમોટરો બુટ-ચંપલ પહેરીને પ્રવેશ્યા હતા. તો અન્ય કેટલાક લોકો પણ શિવજીના મંદિરમાં બુટ ચંપલ પહેરીને પ્રવેશ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ લાલઘુમ થઈ ગયું હતું.

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સયાજીગંજ પોલીસ મથકે એનએસયુઆઈ પ્રમુખ સહિતના જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથેની એક અરજી આપવામાં આવી છે. જેથી સયાજીગંજ પોલીસે વીડિયો ફૂટેજ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

૧૮ ઓગસ્ટે રિલીઝ થવાની છે ફિલ્મ :

આપને જણાવી દઈએ કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકર હવે ફરી એકવખત સાથે જોવા મળશે. મલ્હાર, મિત્ર અને યશની નવી ફિલ્મ ‘૩ એક્કા’ ૧૮ ઓગસ્ટ ૨૦૨૩એ રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો :-

 

પોલીસ પાછળ પડતાં મહેમદાવાદમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો, બુટલેગરે બાઈક અને કારને અડફેટે લીધા

0
  • મહેમદાવાદના હલધરવાસ પાસે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દારૂ ભરેલી કારનો પીછો કરી રહી હતી અને કાર ચાલક પોલીસથી બચવા ફુલ સ્પીડમાં કાર ચલાવતો હતો.

બાઈક અને કારને ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો. બાદમાં પોલીએ દારૂ ભરેલી SUV કારની તલાશી લેતા કારમાંથી એક લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલકને ઝડપી પાડ્યો પણ અન્ય એક ઈસમ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો.

ખેડા જીલ્લામાં દારૂની હેરાફેરી દિવસેને દિવસે વધી રહી છે. પોલીસ આવા તત્વોને ઝડપી પાડે છે. છતાંય બુટલેગરો બેખોફ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. દરમ્યાન શુક્રવારે રાત્રે ખેડા એલસીબી પોલીસની ટીમ બાતમીના આધારે એક એસયુવીની તપાસમાં પેટ્રોલિંગમાં હતી. બાતમી વાળી એસયુવી કાર આવતા પોલીસે કારનો પીછો કર્યો હતો. દરમ્યાન એસયુવી ચાલકે પોતાની કાર ફુલ સ્પીડમાં હંકારી હતી. એ સમયે રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

નંબર વગરની મહેન્દ્રા XUV કાર પુરઝડપે જઈ રહી હતી. દરમ્યાન ગાડીનું આગળનું ટાયર ફાટી જતા ડ્રાઇવરે કાર પરનો કાબુ ગુમાવતા સામેથી આવતી એક કાર અને બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સામેથી આવતી ગાડીમાં બે ડોક્ટર હતા કે જેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ગાડીનું ટાયર ફાટી જતા અકસ્માત થયા બાદ ગાડીમાં બેઠેલા ચાલક સિવાયનો અન્ય વ્યક્તિ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો.

પોલીસે કારની તપાસ કરતા કારમાં કુલ ૧૦૫૬ બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા ૦૧ લાખથી પણ વધારે થાય છે. પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ ફોન તથા કાર મળી કુલ રૂપિયા ૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલકને ઝડપી પાડ્યો છે. કાર ચાલક અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો કમલેશ ઉર્ફે બંટી ઠાકોર છે.

પુછપરછ કરતા તેણે જણાવ્યું કે કઠલાલના કાકરખાડનો દિલીપસિંહ ઉર્ફૈ મોટો ભયો ઘેલસિંહ ડાભી, અજયભાઈ ઉર્ફે અજીયાએ દારૂ ભરી આપી પોતાના ઘરે મોકલ્યો હતો. તો દારૂની કટીંગ કરવા જગ્યા આપનાર કઠલાલના વિજયભાઈ વખતસિંહ ડાભી અને કારમાંથી નાસી ગયેલ મહેમદાવાદનો પ્રવિણભાઇ ગોતાભાઈ ચૌહાણ હોવાની કબૂલાત કરી હતી. જેને લઈ પોલીસે ફરાર તમામ ઈસમો સામે ગૂનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

નિયમો નેવે મૂકીને BRTS રૂટમાં બસની સામે બાળકે માઈક્લ જેક્શનની અદામાં સ્ટન્ટ કર્યો

0
  • સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસના અકસ્માતોની વણઝાર વચ્ચે એક આંખો ખોલતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બેદરકાર લોકો અકસ્માતને જ સામેથી આમંત્રણ આપતાં હોય તે રીતે બીઆરટીએસ રૂટમાં જમાવડો કરીને બેસે છે. તો જાણે કોઈ બીઆરટીએસ રૂટમાં જતાં રોકવાવાળું ન હોય તેમ ખાનગી વાહનો પણ દોડે છે. જ્યારે બાળકો પણ અચાનક બસ સામે આવી ને સ્ટન્ટ કરતાં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

કાપોદ્રા વિસ્તારમાં નબીરાએ બીઆરટીએસ રૂટમાં ૯૦ની સ્પીડે કાર દોડાવી અકસ્માત સર્જ્યો હતો. જેમાં 3 બાઈક પર નીકળેલા 6 લોકોને ગંભીર ઈજા પહોંચાડી હતી. દારૂના નશામાં આ અકસ્માત સર્જાયો હતો. ત્યારે બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો રાત્રે જ નહીં પરંતુ ધોળા દિવસે પણ બેરોકટોક પસાર થતાં હોવાનું સામે આવી રહ્યું છે.

રાત્રિના સમયે લોકો બીઆરટીએસ રૂટમાં જાણે પીકનીક પોઈન્ટ હોય તે રીતે બેસેલા જોવા મળી રહ્યાં છે. બસ પસાર થાય ત્યારે જીવનું જોખમ આ લોકો સામે હોવા છતાં જાણે તેમના માટે બગીચો હોય તે રીતે બેસેલા જોવા વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે. બેસવું અને વાહનો ચલાવવાથી વાત અટકતી નથી. વાયરલ વીડિયોમાં એક બાળક અચાનક બસ સામે હાથ ફેલાવી ઉભું રહે છે.

બાદમાં મોટું પરાક્રમ કર્યું હોય તેમ નાસી જાય છે. આ તમામ બેદરકારીને દર્શાવતી બાબતો અકસ્માત સર્જવા માટે પૂરતી હોવાનું કહેતા લોકોએ કહ્યું કે અકસ્માત માત્ર ડ્રાઈવરની બેદરકારીથી નહીં પરંતુ લોકોની લાપરવાહી અને નિયમોને નેવે મૂકવાના કારણે પણ સર્જાઈ રહ્યાં છે. જેથી આ બાબતો પર ગંભીરતા દાખવવી ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો :-

રમતા-રમતા બાળક ફસાયું વોશિંગ મશીનમાં પછી શું થયું…….

0
  • તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક બાળક વોશિંગ મશીનના ડ્રાયરમાં ફસાઈ ગયો. બાળકની માતા જ્યારે કોઈ કામમાં વ્યસ્ત હતી. ત્યારે બાળક બાજુમાં રમી રહ્યો હતો.

અનેક વાર નાના બાળકો તેમની નાદાનીના કારણે મુસીબતમાં પડી જાય છે અને જીવ જોખમમાં મુકી દે છે. તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક બાળક વોશિંગ મશીનના ડ્રાયરમાં ફસાઈ ગયો. બાળકની માતા જ્યારે કોઈ કામમાં વ્યસ્ત હતી. ત્યારે બાળક બાજુમાં રમી રહ્યો હતો.

બાળકની ચીસ સાંભળીને માતાએ દોડીને જોયું તો બાળક વોશિંગ મશીનમાં ફસાઈ ગયો હતો અને તેને બહાર કાઢવા લાગી હતી. ઘણી મહેનત કરવા છતાં બાળક બહાર ના નીકળતા ઈમરજન્સી સર્વિસને ફોન કર્યો ફાયરફાઈટર્સે ત્યાં પહોંચીને ઘણી મહેનત કરી ત્યાર પછી બાળકને બહાર કાઢી શક્યા હતા.

ફાયર ફાઈટર્સે આખુ મશીન ખોલીને ડ્રાયર બહાર કાઢ્યું છે. જેમાં બાળક ફસાઈ ગયો છે અને તેના હાથ-પગ બહાર દેખાઈ રહ્યા છે. થોડું પણ મોડુ થયું હોત તો બાળકને ના બચાવી શકાયો હોત.

આ પણ વાંચો :-

 

તારક મહેતા…ના બબીતાજી બુરખો પહેરીને પહોંચ્યા મસ્જિદ, પછી કહ્યું એવું…

  • મુનમુન દત્તાએ અબુ ધાબીમાં શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદ પહોંચ્યા પછી ફોટા ક્લિક કર્યા અને તેને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા જે બાદ મસ્જિદ જવા બદલ તે ટ્રોલર્સના નિશાને આવી છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘માં બબીતા જીનું પાત્ર ભજવીને ચર્ચામાં આવેલી અભિનેત્રી મુનમુન દત્તા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં બની રહે છે. હાલ તે આ દિવસોમાં દુબઈમાં વેકેશન માણી રહી છે. આ ટ્રીપ પર તે તેની માતા સાથે ગઈ છે. બબીતાજીએ સફર દરમિયાન અબુ ધાબીની મસ્જિદની પણ મુલાકાત લીધી હતી અને તેની બહારના કેટલાક ફોટા ક્લિક કર્યા હતા. જે તે બાદ ટ્રોલર્સના નિશાને આવી છે.

બબીતા જી ઉર્ફે અભિનેત્રી મુનમુન દત્તા ફરી એકવાર ચર્ચામાં આવી છે. એમને સફર દરમિયાન અબુ ધાબીની મસ્જિદની મુલાકાત લીધી હતી અને તેની બહારના કેટલાક ફોટા ક્લિક કર્યા હતા. મુનમુન દત્તાએ અબુ ધાબીમાં શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદ પહોંચ્યા પછી ફોટા ક્લિક કર્યા અને તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા.

હવે અભિનેત્રી મુનમુન દત્તા ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ છે. તેની આ પોસ્ટ ઘણી વાયરલ થઈ રહી છે અને લોકો તેના કોમેન્ટ સેક્શનમાં જઈને ધર્મને ટાંકીને કોમેન્ટ કરી છે. વધુ પડતાં લોકો જય શ્રી રામ ની કોમેન્ટ કરી રહ્યા છે.

Babita ji' was seen enjoying with this special person in Dubai, the  glamorous photos of Munmun Dutta will stop - Bollywood Wallah

ચાલો તમને જણાવીએ કે લોકો શું ટિપ્પણી કરી રહ્યા છે. એકે લખ્યું, ‘શું મસ્જિદમાં જાય છે? આપણે ત્યાં હિંદુ મંદિરની કમી છે?.’ બીજાએ લખ્યું, ‘હિન્દુ બનો, મંદિરમાં જાઓ, મસ્જિદમાં નહીં.’ ઘણા લોકો જય શ્રી રામ લખી રહ્યા છે અને મુનમુન દત્તાને અનફોલો કરવાનું કહી રહ્યા છે. આ કમેન્ટસ જોઈને અંદાજ લગાવી શકાય છે કે ફેન્સ તેના મસ્જિદ જવાથી ખુશ નથી.

આ વાયરલ થયેલ ફોટામાં તમે જોઈ શકો છો કે બબીતાજીએ કાળા રંગનો બુરખો પહેર્યો છે. જો કે તેનો આ ફોટો પોસ્ટ કરતી વખતે બબીતા ઉર્ફે મુનમુન દત્તાએ કેપ્શનમાં લખ્યું કે- ‘મને હિન્દુ હોવા પર ગર્વ છે. આગળ લખ્યું કે ‘કોઈ પણ કંઈપણ પૂછે અથવા કંઈ મૂર્ખતાપુર્ણ ધારી લે તે પહેલાં… હું ગૌરવપૂર્ણ હિંદુ છું અને જો હું બીજા દેશ અને સંસ્કૃતિની મુલાકાત લઈશ, તો હું તેનું સન્માન કરીશ. તેવી જ રીતે, હું અપેક્ષા રાખીશ કે અન્ય ધર્મના કોઈપણ વ્યક્તિ મારા ધર્મ અને માન્યતાઓને માન આપે.’

આ પણ વાંચો :-

બાળકીને પેટના ભાગે ગરમ સોયના ડામ આપવાની ઘટનાથી ચકચાર

0
  • સુરેન્દ્રનગર જિલ્લામાં અંધશ્રદ્ધાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે.

પાટડી તાલુકાના વડગામ ખાતે આવેલા સિકોતર માતાજીના મંદિર ખાતે અંદાજિત દસ વર્ષની બાળકીને ગરમ સોયના ડામ આપવામાં આવ્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેને લઈને બાળકીની તબિયત લથડતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે.

મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસથી દસ વર્ષની બાળકી કોમલ પ્રવીણભાઈ સુરેલાને તાવ આવી રહ્યો હતો અને થોડી બીમાર હતી. ત્યારે ત્યાં નજીકમાં આવેલા વડગામ ખાતે મંદિરે તેને લઈ જવામાં આવી હતી. દરમિયાન ત્યાં રહેલી સકરી મા નામની મહિલા દ્વારા માત્ર દસ વર્ષની બાળકીને ગરમ સોયના ડામ આપ્યા હોવાનું સામે આવ્યું છે.

બાળકીને ગરમ સોયના ડામ આપવામાં આવતા બાળકીની તબિયત લથડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ત્યારે આ અંગે હાલની પરિસ્થિતિ મુજબ સ્થાનિક પોલીસ અને અન્યત્ર બાળકીના પરિવારજનો ત્યાં દોડી ગયા છે અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બાળકીને હાલમાં રાજકોટની સિવિલ હોસ્પિટલના વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી છે. ત્યારે હાલમાં તેની તબિયત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો :-

પાવાગઢ દર્શને આવેલ પ્રેમી પ્રેમિકા સાથે પડયો ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં, જાણો પછી શું થયું

0
  • પાવાગઢ દર્શને આવેલ એક પ્રેમીયુગલ મુશ્કેલીમાં મુકાયું હતું. મોતના મુખમાંથી બહાર આવેલા પ્રેમીયુગલને લઈને હાલમાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પાવાગઢ દર્શને આવેલ એક પ્રેમીયુગલ મુશ્કેલીમાં મુકાયું હતું. મોતના મુખમાંથી બહાર આવેલા પ્રેમીયુગલને લઈને હાલમાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હકિકતમાં વાત એવી છે કે પ્રેમિકા સાથે યુવક પાવાગઢ જંગલના હેલિકલ વાવ નજીક ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો.

ગઈ કાલે સાંજે યુવક યુવતી ખીણમાં પડયાં બાદ આખી રાત ઈજાગ્રસ્ત હાલતમાં રહ્યા હતા. આખી રાત ખીણમાં વિતાવ્યા બાદ બન્નોનો ચમત્કારીક બચાવ થયો હતો. ઈજાગ્રસ્ત યુવકે ૧૦૮ને જાણ કરી ત્યાર બાદ સ્થાનિક પોલીસ ફાયર ટીમ અને વન વિભાગની ટીમે સયુંક્ત ઓપરેશન હાથ ધરી બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા.

પાવાગઢ દર્શન કર્યાં બાદ ગુરુવારની રાત્રે ખીણ નજીક પસાર થતા સમયે યુવકનો પગ લપસ્તા બન્ને ખીણમાં પડયાં હોવાનું ઈજાગ્રસ્ત યુવકે જણાવ્યુ હતું. બંન્ને ઈજાગ્રસ્ત હાલ હાલોલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

 

શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર ? લુણાવાડામાં બાળ ગોપાલનો ચમચીથી દૂધ પીતો વીડિયો વાયરલ

0
  • mahisagar news : લુણાવાડામાં ફૂવારા ચોક પાસેના ઘરમાં ભગવાન બાળગોપાલ ચમચીથી દૂધ પીતા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે પ્રેત્યે લોકોની શ્રદ્ધા ભરી કોમેન્ટો પણ આવી રહી છે.

મહીસાગરના લુણાવાડામાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને દૂધ પાવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વિગતો મુજબ કુવારા ચોક પાસેના ઘરમાં ભગવાન દૂધ પીતા હોય તેવા દ્રશ્યો વાયરલ વીડિયોમાં જાઈ શકાય છે. ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ ઠાકોરજીને ચમચીથી દૂધ પીવડાવવામાં આવી રહ્યું છે. જે વીડિયોને લઈ લોકોમાં ચર્ચા જાગી છે.

શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર !

લુણાવાડામાં ફૂવારા ચોક પાસેના ઘરમાં ભગવાન બાળ ગોપાલ ચમચીથી દૂધ પીતા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર જે કહેવતને બરાબર સાર્થક કરતો વીડિયો વર્તમાનમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે પ્રેત્યે લોકોની શ્રદ્ધા ભરી કોમેન્ટો પણ આવી રહી છે.

આ પણ વાંચો :-

બનાસકાંઠામાં ફિલ્મી સ્ટંટ જેવો વિચિત્ર અકસ્માત, કાર ૬ ફૂટ ઊંચી દિવાલ કૂદીને ખેતરમાં પડી

0
  • ઘાનેરાના સામરવાડા ગામ પાસે એક વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી. જેમાં રોડ પર પૂરપાટ ઝડપે ચાલી રહેલા કાર પર ચાલકે કાબુ ગુમાવી દેતા કાર પલટી મારીને ૬ ફૂટ ઊંચી દિવાલ કૂદી ગઈ હતી.

ઘટનામાં કાર ચાલકનો બચાવ થયો હતો. જોકે આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિગતો મુજબ બનાસકાંઠાના ધાનેરામાં સામરવાડા પાસે પૂરઝડપે કાર હંકારી રહેલો એક ચાલક પેટ્રોલ પંપમાં ઘુસી ગયો હતો.

કારની સ્પીડ એટલો વધારે હતી કે તે કંઈ સમજે તે પહેલા જ કાર દિવાસ સાથે અથડાઈ અને પલટીને મારીને ૬ ફૂટ ઊંચી દિવાલ કૂદીને બાજુના ખેતરમાં પડી હતી. અકસ્માતમાં કારનો સંપૂર્ણ પણે બુકડો બોલી ગયો હતો અને મોટું નુકસાન થયું હતું.

કોઈ સાઉથની ફિલ્મના સ્ટંટ જવાના આ અકસ્માતની સંપૂર્ણ ઘટના પેટ્રોલપંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે અકસ્માતની ઘટનામાં કાર ચાલકનો બચાવ થયો હતો. પરંતુ તે કાર મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત સમયે પેટ્રોલ પંપ પર કોઈ વ્યક્તિ ના હોવાના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી.

આ પણ વાંચો :-

પતિની અમદાવાદ બદલી કરાવવા કસ્ટમ ઓફિસે પત્નીનો હોબાળો ! અધિકારીઓને આપી દીધી એવી ધમકી કે..

0
  •  પતિની બદલી થતાં મહિલાએ કચેરીમાં અધિકારીઓને નોકરી છીનવી લેવાની ધમકી આપી હતી. મહિલા અને પતિ વચ્ચે અણબનાવ હોવાથી બંને વચ્ચે છુટાછેડાનો મુદ્દો હોવાનું પણ જાણવા મળ્યું છે.

શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ કસ્ટમ હાઉસ કમિશનરની કચેરી ખાતે એક મહિલાએ હોબાળો મચાવતા હેડ હવાલદાર એ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

મહિલાની માંગ છે કે તેના પતિની જામનગર ખાતે જે બદલી કરવામાં આવી છે તેની અમદાવાદ ખાતે પરત બદલી કરવામાં આવે. તેનો પતિ ઈન્સ્પેકટર તરીકેની ફરજ બજાવે છે. તેને લઈને તેઓ છેલ્લા એક મહિનાથી કમિશનરને મળવાની જીદ પકડીને અવાર નવાર અધિકારીઓને મળવા માટે આવતા હતા અને ઓફિસના કામમાં અડચણ ઊભું કરીને તંગદિલી ભર્યું વાતાવરણ ઊભું કરતા હતા.

મહિલા અવારનવાર કસ્ટમ હાઉસની ઓફિસે આવીને ધમકી આપતી હતી કે જો તમે તેના પતિની બદલી અમદાવાદ શહેર ખાતે પરત નહીં કરાવી આપે તો આત્મહત્યા કરી લઈશ. જો કે તેને રોકવાનો પ્રયત્ન કરે તો તેમની સાથે પણ કારણ વગર ઝઘડો કરતા અને હુમલો કરવાની તૈયારી દર્શાવતા હતા. તેમ જ સ્ટાફની ચેમ્બરમાં આવી જોર જોરથી બૂમો પાડીને સ્ટાફને માનસિક રીતે હેરાન કરતા હતા.

જે બાબતની જાણ પોલીસને કરતા પોલીસએ ફરિયાદ નોંધીને મહિલાની અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી છે. મહિલાને તેના પતિ સાથે ઘર કંકાસ ચાલતો હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો :-