Home Blog Page 1006

૫ ઓગષ્ટ / શનિવાર આ રાશિવાળા ફાળશે, થશે આકસ્મિક ધનલાભ, આ જાતકો નુકસાન સહન કરવા રહે તૈયાર, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
માનસિક ઉગ્રતા રહે. આત્મવિશ્વાસ માં વધારો થતો જણાય. આવકનો સ્ત્રોત મર્યાદીત રહે. આરોગ્ય સાચવવું, નવા નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. પરિવારના સભ્યો ની ચિંતા રહે.

વૃષભઃ
પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. ધાર્મિક પ્રસંગોનું આયોજન શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. ભાગ્યનો સાથ મળે.

‌મિથુનઃ
દિવસ દરમ્યાન માનસિક તણાવ રહે. આકસ્મિક ખર્ચની સંભાવના છે. નાણાંકીય વ્યવહાર માં સાવધાની જરૂરી. જીવનસાથીની તબિયત સાચવવી. સંતાનની પ્રગતિ થી આનંદ.

કર્કૃઃ
ભાગ્યનો સાથ મળતો જણાય. પરિવાર નો સભ્ય વચ્ચે પરસ્પર પ્રેમ જળવાય. નાણાંકીય બાબતો માં સાવધાની જરૂરી. દામ્પત્ય જીવન માં સ્નેહનું વાતાવરણ રહે. એલર્જીની સમસ્યા ઉદભવે.

‌સિંહઃ
આવકનું પ્રમાણ જળવાય છતાં પણ માનસિક અશાંતિ રહે. વિચારોમાં નકારાત્મકતા જણાય. શરદી, ખાંસી, કફથી પરેશાની રહે. ધંધાકીય ક્ષેત્રે શુભ ફળ મળતું જણાય. ગુસ્સાનો ત્યાગ કરવો.

કન્યાઃ
દિવસ દરમ્યાન આનંદની અનુભુતિ થાય. આર્થિક ક્ષેત્રે આવક જળવાય. પરિવાર ના સભ્યોની પ્રગતિથી આનંદમાં વધારો થાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ કરી શકાય.

તુલાઃ
આર્થિક બાબતો અંગેના આયોજન માં વિશેષ સાવધાની જરૂરી. બાબતો અંગેના આયોજન માં વિશેષ સાવધાની જરૂરી. સંતાન અંગે ચિંતાનું વાતાવરણ પેદા થાય. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. માતાની તબિયત ચિંતા ઉપજાવે. મુસાફી દરમ્યાન કાળજી જરૂરી.

વૃ‌શ્ચિકઃ
મનોબળ વધતાં અગત્યના નિર્ણયો લેવામાં સફળતા મળતી જણાય. આવક-જાવક નું પાસુ સરભર રહે. નોકરી-ધંધામાં પ્રગતિ, નવા ધંધાની શરૂઆત લાભદાયક નીવડે, માન-સન્માન માં વધારો થાય. સ્વાસ્થ્ય સારૂં રહે.

ધનઃ
આર્થિક પાસુ મજબૂર બને. નાના ભાઇ-બહેનોની પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવા રોકાણો નું આયોજન યથાર્થ રીતે કરી શકાય. યશ, પ્રતિષ્ઠા વધે. નવી ઓળખાણ ફાયદાકારક પુરવાર થાય.

મકરઃ
દિવસ દરમ્યાન થોડી ઉદાસીનતા વર્તાય, છતાં આવકનું પાસુ જળવાય. પરિવારના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. સાડી, સૌંદર્ય પ્રાસધન ના ધંધા માં વિશેષ લાભ. આખની કાળજી રાખવી.

કુંભઃ
અગત્યના કાર્યમાં સફળતા મળતી જણાય. આવકમાં વધારો થતો અનુભવી શકાય. પરિવાર માં ગુસ્સાનું પ્રમાણ વધે. સંતાન તરફથી સારા સમાચાર મળતા જણાય. પાણીના રોગોથી સાવચેતી જરૂરી.

મીનઃ
માનસિક ચંચળતા માં વધારો થાય. સંતાનની પ્રગ‌તિના સાથી બની શકે છે. પરિવારમાં આનંદ જળવાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. માતા-પિતા તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય સાચવવું.

આ પણ વાંચો :-

લેટેસ્ટ ફોટોશૂટમાં સારા અલી ખાને આ રીતે પહેરી સાડી, લોકોએ કહ્યું – શિક્ષકે….

  • તાજેતરમાં સારા વોગના કવર પેજ પર જોવા મળી હતી. આ તસવીરમાં સારા સિલ્કી ગ્રીન ડ્રેસમાં જોવા મળી હતી. જ્યાં આ સ્લીવલેસ ડ્રેસ સારાની સુંદરતામાં વધારો કરી રહ્યો છે.

સારા અલી ખાન બોલિવૂડની એ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે જેમના ફેન્સ તેની સુંદરતાની સાથે સાથે તેની ફેશન સેન્સના પણ કવિન્સ કરે છે. પરંતુ આ દિવસોમાં સારા અલી ખાનની એક તસવીર લોકોને વધુ પસંદ નથી આવી. જેના પછી તે ટ્રોલ પણ થઈ.

વાસ્તવમાં તાજેતરમાં જ સારા વોગના કવર પેજ પર જોવા મળી હતી. આ તસવીરમાં સારા સિલ્કી ગ્રીન સાડીમાં લપેટાયેલી જોવા મળી હતી. જ્યાં આ સ્લીવલેસ ડ્રેસ સારાની સુંદરતામાં વધારો કરી રહ્યો છે, ત્યારે અભિનેત્રી પણ માથું ઢાંકેલી જોવા મળી હતી.

Sara Ali Khan: “I don't have a single pair of designer clothing in my  wardrobe” | Vogue India

આ ફોટોશૂટમાં સૌથી વધુ ધ્યાન સારાની બિંદી પર હતું જે ડ્રેસની સાથે વધારે સૂટ નહોતી કરી રહી. સારાના આ લુકને જોઈને લોકોએ શું કહ્યું ચાલો જાણીએ..

સારાનું ફોટોશૂટ લોકોને પ્રભાવિત કરી શક્યું નથી :

તાજેતરમાં સારા અલી ખાને વોગ માટે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ગ્રીન ડિઝાઈનર ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ફોટોશૂટનો હેતુ ભલે ગમે તે હોય. પરંતુ લાગે છે કે મોટાભાગના લોકોએ તેની અવગણના કરી છે. જ્યાં એક તરફ લોકો સારાના આ લુકના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો આ લુકને ટ્રોલ કરતા પણ જોવા મળી રહ્યા છે.

સારા અલી ખાનની આ તસવીર વોગ ઈન્ડિયાના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘આજના યુગમાં, હું નથી જાણતો કે મહત્વાકાંક્ષી સ્ટાર જેવી આભા જોડાવા માટે સૌથી પહેલા શક્ય છે અથવા તો જરૂરી પણ છે. લોકો સેલિબ્રિટીઓમાં પ્રમાણિકતા અને પ્રમાણિકતા શોધી રહ્યા છે. ફ્રેશ ખુલ્લા વાળ સાથે એરપોર્ટ જવું હોય કે જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી હેર સ્ટાઈલ કે મેકઅપ ન કરવું હોય. હું ખરેખર છું જે હું છું. Vogue India ની ડિજિટલ કવર સ્ટોરીમાં, #SaraAliKhan હંમેશાની જેમ સંબંધિત લાગે છે.

આ પણ વાંચો :-

 

 

 

 

 

 

Gadar 2 : સની દેઓલની ઓન-સ્ક્રીન પુત્રવધૂએ ઈન્ટીમેટ સીન પર તોડ્યું મૌન, કહ્યું- ‘આ એક બિઝનેસ…’

  • ગદર ૨ ની એક્ટ્રેસ સિમરત કૌર તેની પાછલી ફિલ્મોમાં આપવામાં આવેલા ઈન્ટિમેટ સીનને કારણે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહી છે. હવે અભિનેત્રીએ પોતે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

Gadar ૨ Actress Simrat Kaur: સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ગદર ૨ ફિલ્મ ૧૧ ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે એ પહેલા દર્શકોમાં ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મના ટ્રેલરની સાથે અત્યાર સુધીમાં ઘણા ગીતો પણ રિલીઝ થઈ ચૂક્યા છે. પણ આ બધા વચ્ચે ગદર ૨ ની અભિનેત્રી સિમરત કૌર તેની પાછલી ફિલ્મોમાં આપવામાં આવેલા ઈન્ટિમેટ સીનને લઈને ચર્ચામાં છે અને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

૨૨ વર્ષ બાદ ફરી એકવાર પડદા પર તારા અને સકીનાની જોડી ‘ગદર‘ બનાવવા માટે તૈયાર છે. એક તરફ દરેકને ફિલ્મની યુવા સ્ટાર કાસ્ટ પાસેથી ઘણી આશાઓ છે. બીજી તરફ ગદર ૨ ની અભિનેત્રી સિમરત કૌર તેની પાછલી ફિલ્મોમાં આપવામાં આવેલા ઈન્ટિમેટ સીનને લઈને ચર્ચામાં છે. સિમરત આ મામલે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહી છે.આવી સ્થિતિમાં હવે અભિનેત્રીએ પોતે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

અભિનેત્રી સિમરત કૌરે હાલમાં એક ઈન્ટરવ્યુમાં ઈન્ટીમેટ સીન પર ખુલીને વાત કરી હતી. સિમરતે કહ્યું કે, ‘લોકોને હંમેશા જજ કરવાની આદત હોય છે. સાચું કહું તો હું ખૂબ જ લાગણીશીલ અને સંવેદનશીલ વ્યક્તિ છું. જ્યારે હું અભિનેત્રી નહોતી ત્યારે પણ લોકોએ મને જજ કરી હતી અને હવે પણ કરે છે.

લોકો હંમેશા સોશિયલ મીડિયા પર મારા વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં રહે છે અને હું સારી રીતે જાણું છું કે જ્યારે આપણે કોઈ વ્યક્તિ પર ટિપ્પણી કરીએ છીએ. તો તે વ્યક્તિ પર તેની શું અસર થાય છે. આ વસ્તુઓથી આપણે સામેની વ્યક્તિને દુઃખી કરી શકીએ છીએ. એટલા માટે સોશિયલ મીડિયા પર પોતાના વિચારો વ્યક્ત કરતા પહેલા વિચારવું જોઈએ.’

સિમરત કૌરે આગળ કહ્યું, ‘હું આશા નથી રાખતી કે કોઈ મારા વિશેના વિચારો રાતોરાત બદલી નાખે કારણ કે તેઓ કોના વિશે શું વિચારે તે તેમની વિચારસરણી છે. જ્યારે સાચા અર્થમાં આ એક બિઝનેસ છે જે જીવનભર ચાલુ રહેશે. આજે કોઈ વસ્તુ માટે તો કાલે બીજી કોઈ વસ્તુ માટે. મારા માટે અત્યારે સૌથી મોટી વાત ગદર ૨માં કામ કરવાની છે, જે દિવસે આ ફિલ્મ રિલીઝ થશે. લોકોને આપોઆપ મારા વિશે ખબર પડી જશે.આટલું જ નહીં લોકોને ફિલ્મની સાથે મારું પાત્ર પણ ગમશે.

હવે ‘ગદર ૨‘ની રિલીઝને થોડા જ દિવસો બાકી છે.આવી સ્થિતિમાં દર્શકોની ઉત્તેજનાનું સ્તર ખૂબ જ વધી ગયું છે. સકીના અને તારાની પ્રેમ કહાની ક્યાં સુધી પહોંચી છે તે જોવા દરેક લોકો ઉત્સુક છે. ‘ગદર ૨‘ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ રિલીઝ થઈ રહી છે.

આ ફિલ્મમાં તારા અને સકીનાનો પુત્ર ઉત્કર્ષ શર્મા ભજવશે. ઉત્કર્ષે જ પહેલી ફિલ્મમાં તારા-સકીનાના પુત્રની ભૂમિકા ભજવી હતી. ૨૨ વર્ષ પછી પણ માત્ર ઉત્કર્ષ જ તેના પુત્રના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો :-

 

સુરતમાં જાહેર રોડ પર વિદ્યાર્થીના બે જૂથ વચ્ચે ધીંગાણું- એક બીજાના કપડા ફાડીને કરી છૂટા હાથની મારામારી

0

સુરતમાં જાહેર રોડ પર વિદ્યાર્થીના બે જૂથ વચ્ચે ધીંગાણું- એક બીજાના કપડા ફાડીને કરી છૂટા હાથની મારામારી

  • સુરતમાં અવારાનાર મારામારીના કિસ્સાઓ સામે આવતા હોય છે. તેમાં હાલ સુરતના રીંગ રોડ ખાતે આવેલા ચામુંડા રેસ્ટોરન્ટની બહાર શાળાના આઠથી દસ વિદ્યાર્થીઓ વચ્ચે છુટા હાથની મારામારીનીઘટના બની છે.

વિદ્યાર્થીઓની છુટા હાથની મારામારીની આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જો કે, અંદરો અંદર વિદ્યાર્થીઓની કઈ બાબતને લઈ મારામારી થઈ હતી તે તો જાણી શકાયું નથી. પરંતુ આ મારામારીમાં વિદ્યાર્થીઓએ એક બીજાના સ્કૂલ ડ્રેસ પણ ફાટી નાખ્યા હતા. સ્થાનિક લોકો વચ્ચે પડતા વિદ્યાર્થીઓએ તેમને પણ ધક્કે છોડાવ્યા હતા.

માતા-પિતા પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે અને સમાજમાં પોતાનું નામ રોશન કરે, એક સારી જિંદગી જીવી શકે તે માટે સ્કૂલે મોકલતા હોય છે. પરંતુ ઘણીવાર વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે ગુંડાગર્દી, મારામારી અને અવળી લાઈન પર પણ જતા રહે છે. જેની ખરેખર વાલીઓને ખબર જ હોતી નથી.

આવી જ એક વધુ ઘટના સુરતમાંથી સામે આવી છે. શહેરની ખાનગી શાળાના કેટલાક વિદ્યાર્થીઓ જાહેર રોડ પર ગેંગવોરની જેમ બાખડી પડ્યા હતા. ત્યારે સ્કૂલે જતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે આવી ઘટના ખરેખર લાલબત્તી સમાન માનવામાં આવી રહી છે.

જાહેર રોડ પર વિદ્યાર્થીઓએ કરેલી મારામારીની આ ઘટનાનો કોઈએ મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો. વિદ્યાર્થીઓની આવી મારામારીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોવા મળ્યું હતું કે ૧૦થી ૧૨ વિદ્યાર્થીઓ અંદર છુટા હાથની મારામારી કરી રહ્યા હતા. જાણે બે કુખ્યાત ગેંગ વચ્ચે મારામારી અને હુમલાનો ગેંગવોર થતો હોય તેવી મારામારી આ વિદ્યાર્થીઓ વચ્ચે જોવા મળી હતી. આ મારામારીમાં વિદ્યાર્થીઓએ પહેરેલા પોતાની કપડા પણ ફાટી નાખ્યા હતા.​​​​​​​

વિદ્યાર્થીઓની આ મારામારી જોઈ સ્થાનિક લોકો તેમને છોડાવવા ગયા હતા. તો આ દરમિયાન કેટલાક છોડાવનાર લોકોને પણ વિદ્યાર્થીઓએ ધક્કે ચડાવી દીધા હતા. જો કે તેમ છતાં સ્થાનિક લોકો વિદ્યાર્થીઓના બંને જૂથને દૂર કરી મામલો થાળે પડાવ્યો હતો. પરંતુ વિદ્યાર્થીઓ આ રીતની મારામારી શા માટે કરી હતી તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું.

આ પણ વાંચો :-

 

માત્ર ધો. ૦૭ ભણેલા નટુ પટેલે હોલિવુડની મૂવીને ટક્કર આપે તેવી બાઈક બનાવી

0
  • સુરતના રસ્તાઓ પર એક બાઈક તમામ લોકોને આકર્ષી રહી છે. લોકોનું કેહેવું છે કે આવી બાઇક તો તેઓએ હોલિવૂડ મૂવીમાં જોઈ છે.

સામાન્ય ગેરેજ ચલાવતા નટુ પટેલે આ બાઈક બનાવી છે. ધો. ૦૭ ભણેલા ૬૪ વર્ષના નટુ પટેલે બાઈક તથા કારમાં પ્રયોગ કરતા રહે છે.

હાલ ચાલી રહેલા સોશિયલ મીડિયાના યુગમાં કયો વીડિયો ક્યારે વાયરલ થઈ જાય એનું કાંઈ નક્કી નથી હોતું અને આવો જ એક રિંગ બાઈકનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાની સાથે અમે આ રિંગ બાઈક કોણે બનાવ્યું એની તપાસમાં જોડાયા આ રિંગ બાઈક અઠવા ઝોન ઓફિસની બાજુમાં આવેલા શ્રીકૃષ્ણ ગેરેજના માલિક નટુભાઈએ બનાવ્યું હતું. નટુભાઈ નો સંપર્ક કરી અમે તેમની પાસે પહોંચ્યા જ્યારે અમે તેમની પાસે પહોંચ્યા ત્યારે ખરેખર તેમની પાસે આ રિંગ બાઈક હાજર હતી અને તેઓ તેમના ઘરેથી આ બાઈક ચલાવીને આવી રહ્યા હતા.

નટુભાઈ છેલ્લા ૪૨ વર્ષથી મિકેનિક તરીકે પોતાનું કામ કરી રહ્યા છે નાનપણથી જ તેમને કંઈક અલગ કરવાનો શોખ હતો અને હવે તેમનો આ શોખ પૂરો થયો છે આ બાઈક બનાવવા માટે તેમણે દિવસ રાત મહેનત કરી છે આ બાઈક બનાવી છે.

નટુભાઈને આ બાઈક બનાવતા આશરે ચાર મહિના જેટલો સમય લાગ્યો છે ચાર મહિનામાં નટુભાઈએ આ બાઈકની સર્વપ્રથમ ડિઝાઈન બનાવી હતી. ડિઝાઈન બનાવ્યા બાદ કબાડી માર્કેટમાંથી થોડો થોડો સામાન લાવ્યા બાદ બાઈકને બનાવવાની શરૂઆત કરી હતી. આ બાઈકને બનાવવા માટે તેમણે નાની લિથિયમ બેટરીનો ઉપયોગ કર્યો છે લિથિયમ બેટરી એકવાર ચાર્જ કરવાથી ૩૫ કિલોમીટર ચાલે છે.

લીથીયમ બેટરીને ચાર્જ કરવાનો સમય એક કલાક જેવું લાગે છે. એક યુનિટ કરતાં પણ ઓછી વીજળીમાં આ બેટરી ચાર્જ થઈ જાય છે નટુભાઈ દ્વારા બનાવવામાં આવેલી આ રિંગ બાઈક નો અત્યારે બનાવવાનો ખર્ચ ૮૦ થી ૯૦,૦૦૦ જેટલો આવ્યો છે.

નટુભાઈ જ્યારે આ બાઈક લઈને સુરતના રસ્તા ઉપર નીકળે છે ત્યારે લોકો કુતુહલતા સાથે આ બાઈક અને જુએ છે. નટુભાઈ રસ્તા વચ્ચે જતા હોય ત્યારે લોકો તેમની પાસે આ રિંગ બાઈક રોકાવીને એક વખત રાઉન્ડ પણ માનતા હોય છે અને જ્યારે પણ તેઓ રસ્તા પરથી નીકળે ત્યારે લોકો સોશિયલ મીડિયામાં અપલોડ કરવા માટે તેના વીડિયો પણ બનાવતા હોય છે. લોકો દ્વારા સહયોગ મળતા નટુકાકા પણ ખુશખુશાલ જોવા મળે છે નટુકાકાને સેલિબ્રિટી હોય એવી ફીલીંગ તેમને આવી રહી છે.

આ પણ વાંચો :-

અરે શું વાત કરો છો ! અહી બનશે વડાપ્રધાન મોદીનું સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં મોટું સ્ટેચ્યુ

0
  • મહારાષ્ટ્રના ફેમસ ટુરિસ્ટ પ્લેસ લવાસામાં પીએમ મોદીનું વિશાળ અને ભવ્ય સ્ટેચ્યુ બનનાર છે. આગામી ડિસેમ્બરમાં તેનું અનાવરણ કરવામા આવી શકે છે.

નર્મદા જિલ્લામાં બનાવેલુ સરદાર પટેલનું સ્ટેચ્યુ. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી ઉચું સ્ટેચ્યુ છે. ત્યારે હવે પીએમ મોદીનું ભવ્ય સ્ટેચ્યુ બનવા જઈ રહ્યું છે. આ સ્ટેચ્યુ સરદાર પટેલના સ્ટેચ્યુ કરતા પણ ઉંચુ હશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીની આ પ્રતિમા ૧૯૦-૨૦૦ મીટરની ઉંચાઈ પર બનાવાશે. જે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા હશે. હવે આ સ્ટેચ્યુ ભારતમાં ક્યા બનશે તે પણ જાણી લો.

મહારાષ્ટ્રમાં પ્રખ્યાત ટુરિઝમ સ્થળ આવેલુ છે લવાસા. જે પ્રવાસીઓમાં ફેમસ છે. પૂણેના લવાસામાં પીએમ મોદીની ભવ્ય પ્રતિમા બનવા જઈ રહી છે. કહેવાય છે કે ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ પહેલા કે તે દિવસે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવી શકે છે. કાર્યક્રમાં ઈઝરાયેલ, જર્મની, ફ્રાન્સ, સંયુક્ત આરબ અમીરતા. સાઉદી અમીરાત અને સંયુક્ત રાજ્ય અમેરિકાના વાણિજ્ય દૂતાવાસના પ્રતિનિધિઓ કાર્યક્રમમાં સામેલ થવાની શક્યતા છે.

આ પ્રતિમા દૂરંદેશી નેતૃત્વ અને રાષ્ટ્રમાં અખંડ એકતા માટે કરવામાં આવતા પ્રયાસો માટે સમર્પિત રહેશે. અહી ડાર્વિન પ્લેટફોર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા પીએમ મોદીની પ્રતિમા બનવા જઈ રહી છે. નેશનલ કંપની લો ટ્રિબન્યુનલ (NCLT) દ્વારા અજય હરિનાથ સિંહના નેતૃત્વવાળી ડાર્વિન પ્લેટફોર્મ ગ્રુપ ઓફ કંપનીઝનના પક્ષમાં લવાસા સ્માર્ટ સિટી માટે સંકલ્પ યોજનાને મંજૂરી અપાયા બાદ પીએમ મોદીની અખંડ પ્રતિમાના પરિકલ્પના હવે વાસ્તવિક બનવા જઈ રહી છે.

બસ આટલા ફૂટ જ રાખી શકાશે ઊંચાઈ : ગણેશ મહોત્સવ પહેલા જાણી લેજો પોલીસના આ કડક નિયમો

0
  • રાજકોટ પોલીસ કમિશનરનું ગણેશ મહોત્સવને લઈ જાહેરનામું પ્રસિદ્ધ ૯ ફૂટ કરતા ઊંચી ગણપતિની મૂર્તિ રાખવાની મનાઈ.

ગણેશ મહોત્સવને લઈને રાજકોટ પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં શહેરમાં ગણેશ મહોત્સવના પંડાલમાં ૦૯ ફૂટથી ઊંચી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવા પર પ્રતિબંધ મુકાયો છે. સાથે જ POP (પ્લાસ્ટર ઓફ પેરીસ)ની મૂર્તિ બનાવવા કે વહેંચવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ગણેશ મહોત્સવના આયોજકો સાથે બેઠક યોજ્યા બાદ ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ જાહેરનામામાં અલગ-અલગ ૯ જેટલા મુદ્દાઓનને આવરી લેવામાં આવ્યા છે. આ જાહેરનામાનો આજથી ૨૯ સપ્ટેમ્બર સુધી અમલ કરાશે. જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો તેમની સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગણપતિ મહોત્સવના આયોજક જિમ્મી અડવાણીએ જણાવ્યું કે, રાજકોટ શહેર પોલીસ કમિશર દ્વારા ગણપતિ બાપ્પાની મૂર્તિને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ બનાવવા અને વહેચવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

POPની મૂર્તિ ખૂબ જ હાનિકારક છે. આ મૂર્તિનો ઉપયોગ ન થવો જોઈએ. દરેક આયોજકોએ માટીની મૂર્તિ બનાવવી જોઈએ. અમે તો છેલ્લા ૧૦ વર્ષથી ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ છીએ અને અન્ય ઘણા આયોજકો પણ આવી જ મૂર્તિ બનાવે છે. જે લોકો ઘરે ગણપતિ બેસાડે છે. તેઓએ પણ માટીની મૂર્તિ જ લાવવી જોઈએ.

જાહેરનામામાં આ બાબતનો કરાયો છે ઉલ્લેખ :

– ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની ૦૯ ફૂટ કરતા વધારે ઊંચાઈન બનાવવા, વેચવા, સ્થાપના કરવા પર પ્રતિબંધ.

– ભગવાન ગણેશજીની મૂર્તિ પ્લાસ્ટ ઓફ પેરીસની બનાવવા કે વેંચવા કે સ્થાપના કરવા પર પ્રતિબંધ.

– કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિ બનાવવા, ખરીદવા તથા વેંચવા તેમજ સ્થાપના કરવા પર પ્રતિબંધ.

– CCTV કે ફાયર એક્સટીંગ્યુસર લગાવ્યા વિના ગણેશ પંડાલનું આયોજન કરવા પર પ્રતિબંધ.

– સ્થાપના /વિસર્જન સરઘસ યોજવા અંગેની પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાયના અન્ય રૂટ પર સરઘસ યોજવા પર પ્રતિબંધ.

– નક્કી કરાયેલા વિસર્જન સ્થળો સિવાય અન્ય કોઈ દરિયા, નદી, તળાવ, કુદરતી જળ સ્ત્રોત કે નદીના ઓવારા ખાતે વિસર્જન કરવા પર પ્રતિબંધ.

– મૂર્તિકારોએ વેંચાણમાં લીધેલ અથવા ખંડીત થયેલી મૂર્તિઓને સ્થાપના દિવસ બાદ બિનવારસી હાલતમાં મૂકવા પર પ્રતિબંધ

– મૂર્તિકારોએ મૂર્તિ જે જગ્યાએ વેંચાણ માટે રાખનાર છે. તે જગ્યાની આજુ બાજુ ગંદકી કરવા પર પ્રતિબંધ

– મૂર્તિ બનાવટમાં પાણીને નુકસાનકારક ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ.

આ પણ વાંચો :-

પોરબંદરમાં ગુંડા તત્વો બેફામ, જૂની કોર્ટ બિલ્ડિંગમાં યુવકને નગ્ન કરીને જાહેરમાં માર માર્યો

0
  • પોરબંદરમાં લુખ્ખા તત્વોને હવે પોલીસ કે કાયદાનો પણ ડર રહ્યો નથી. જાહેરમાં કાયદાની મજાક ઉડાવતા બે યુવકોએ એક યુવકને નગ્ન કરીને માર માર્યો હતો.

આ સમગ્ર ઘટના પણ શહેરના જૂની કોર્ટ બિલ્ડીંગમાં આવેલા મેદાનમાં બની હતી. ત્યારે લુખ્ખા તત્વોની મારામારીનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવકના કપડા ફાડીને નગ્ન કરી નાખવામાં આવ્યો છે. એક યુવક તેને પકડી રાખે છે. જ્યારે અન્ય યુવક તેને જાહેરમાં ઢોર માર મારી રહ્યો છે. સમગ્ર ઘટના લોકો ટોળું વળીને જોઈ રહ્યા છે. યુવક પીડામાં બુમો પાડી રહ્યો છે અને લોકો સામે કરગરે છે કે કોઈ તો બચાવો. પરંતુ ભીડમાંથી કોઈપણ તેની મદદ માટે આગળ આવતું નથી અને યુવકો તેને જાહેરમાં માર મારતા રહે છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા શહેરભરમાં ભાર ચર્ચા જોવા મળી રહી છે. આ વિડીયો પૈસાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. બે લુખ્ખા તત્વો દ્વારા આ રીતે યુવાનને નગ્ન કરી અને માર મારવાની ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો :-

સુરેન્દ્રનગર ફરી રક્તરંજીત ! પ્રેમી યુવકને રસ્તા પર બેહીચક લાકડા-છરી મારી પતાવી દીધો, ચીસો પાડતો વીડિયો આવ્યો સામે

0
  • સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ છેલ્લા લગભગ ૩૦ દિવસમાં ચોથો હત્યાનો બનાવ બન્યો છે. બસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા કરાઈ છે.

સુરેન્દ્રનગરમાં ચોરી-લૂંટફાટ અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. જેના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા લગભગ ૩૦ દિવસમાં ચોથો હત્યાનો બનાવ બન્યો છે. અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ હત્યા કરી રહ્યાં છે. જેને લઈ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. બસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં છરીના ઘા ઝીંકી એક યુવાનની હત્યા કરાઈ છે.

સુરેન્દ્રનગરમાં બસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ છે જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બે દિવસ પહેલાનો જ વીડિયો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યો છે. પાપ્ત વિગતો મુજબ પ્રેમ સબંઘમાં સમાઘાનમાં મારામારી થઈ હતી. બાદમાં યુવકને છરીના ઘા મારવામાં આવ્યા હતા જેના પગલે તેનો મૃત્યુ થયું છે. જે વીડિયોને લઈ કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં હત્યારાઓ બેફામ બન્યા હોય તેમ જણાઈ રહ્યું છે કારણ કે થોડા દિવસ અગાઉ હત્યાના ત્રણ બનાવો સામે આવ્યા હતા. જે બાદ આ ચોથો બનાવ સામે આવ્યો છે. તેમજ વીડિયોમાં પણ જોઈ શકાય છે કે હત્યારા બેફામ થઈ ધોળા દિવસે અને ખુલ્લેઆમ રસ્તાની વચ્ચો વચ્ચ યુવકને માર મારી રહ્યાં છે જેના પરથી પોલીસની કામીગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.

તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન બાબતે બે સગાભાઈની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જે બાદ પાટડીના વડગામમાં ૧૯ વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરાઈ હતી. જે બાદ હવે સુરેન્દ્રનગરમાં બસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લેઆમ યુવકની હત્યા કરાઈ છે. આપને જણાવીએ કે લગભગ છેલ્લા ૩૦ દિવસમાં સુરેન્દ્રનગરમાં ૪ વ્યક્તિની હત્યા થઈ છે.

આ પણ વાંચો :-

ગૌરીકુંડમાં વરસાદે મચાવી ભારે તબાહી : ભૂસ્ખલન થતા દુકાનો ધરાશાયી અનેક લોકો કાટમાળમાં….

0
  • પહાડી પરથી કાટમાળ પડતાં બે દુકાનો ધરાશાયી દુર્ઘટના સમયે ઘણા લોકો દુકાનોમાં સૂતા હતા. SDRF પાસેથી મળેલી માહિતી અનુસાર લગભગ ૧૩ લોકો લાપતા થયા.

ઉત્તરાખંડમાં ફરી એકવાર ભારે મેઘમહેર વચ્ચે રૂદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના મુખ્ય સ્ટોપ ગૌરીકુંડમાં મોડી રાત્રે ભારે વરસાદને કારણે તબાહી મચી ગઈ હતી. અહીં પહાડી પરથી કાટમાળ પડતાં બે દુકાનો ધરાશાયી થઈ ગઈ હતી.

દુર્ઘટના સમયે ઘણા લોકો દુકાનોમાં સૂતા હતા. ગૌરીકુંડના સેક્ટર ઓફિસરે જણાવ્યું કે કાટમાળ નીચે ઘણા લોકો દટાયા છે. SDRF પાસેથી મળેલી માહિતી અનુસાર લગભગ ૧૩ લોકો લાપતા થયા છે. જેમાં નેપાળી અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે.

વરસાદના કારણે મંદાકિની નદીમાં ગાબડું પડ્યું છે. મીડિયા અહેવાલ અનુસાર ભારે વરસાદને કારણે પોસ્ટલ કલ્વર્ટની સામે ભૂસ્ખલન થયું છે. મોડી રાત્રે જ એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

જોકે વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રુદ્રપ્રયાગમાં દિવસભર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ૫ ઓગસ્ટે હળવો વરસાદ અને ૬ ઓગસ્ટે ફરીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

એક જ પરિવારના છ લોકો ગુમ :

  • આશુ, ૨૩ વર્ષ, જુનાઈનો રહેવાસી જાહેરાત
  • પ્રિયાંશુ ચમોલા, ૧૮ વર્ષ, અગસ્તમુનિ, તિલવાડાનો રહેવાસી
  • રણવીર સિંહ,  ૨૩ વર્ષ, અગસ્તમુનિ, તિલવાડાનો રહેવાસી
  • અમર બોહરા, ૨૮ વર્ષ, નિવાલી જુમલા, નેપાળ
  • અનીતા બોહરા, ૨૬ વર્ષ, અમર બોહરાની પત્ની
  • સલિકા બોહરા, ૧૪ વર્ષ, અમર બોહરાની પુત્રી
  • પિંકી બોહરા, ૮ વર્ષ, અમર બોહરાની પુત્રી
  • પૃથ્વી બોહરા, ૭ વર્ષ, અમર બોહરાના પુત્ર
  • જટીલ, ૬ વર્ષ, અમર બોહરાના પુત્ર
  • એડવોકેટ, ૩ વર્ષ, s/o અમર બોહરા
  • વિનોદ, ૨૩ વર્ષ, ભરતપુર, રાજસ્થાનનો રહેવાસી
  • મુલાયમ સિંહ નિવાસી ફતેહપુર સીકરી આગ્રા
  • અજ્ઞાત

હવામાન વિભાગે ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં ૬ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે ગુરુવારે બાગેશ્વર, નૈનીતાલ અને ચંપાવત જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. તેમણે અહીં ભારે વરસાદની આગાહી કરી હતી. એલર્ટના કારણે ત્રણેય જિલ્લામાં ધોરણ ૧૨ સુધીની શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા હતા. દેહરાદૂન, હરિદ્વાર, પૌરી અને ઉધમ સિંહ નગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-