બદલાઈ જશે Toll લેવાનો નિયમ, વાહન ચાલકોને બલ્લે-બલ્લે, સરકારે કરી મોટી જાહેરાત

Share this story
  • સરકાર ટૂંક સમયમાં બેરિયર-લેસ ટોલ કલેક્શન સિસ્ટમ (Barrier-less toll system) શરૂ કરવાની યોજના બનાવી રહી છે. નવી સ્કીમ આવતાં વાહનચાલકોએ ટોલ બૂથ પર અડધી મિનિટ પણ ઊભા રહેવું નહીં પડે.

જો તમે વારંવાર હાઈવે પર કાર દ્વારા મુસાફરી કરો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે તમારો ટોલ ટેક્સ પર ખર્ચવામાં આવતો સમય વધુ ઓછો થવા જઈ રહ્યો છે. સરકાર ટૂંક સમયમાં બેરિયર-લેસ ટોલ કલેક્શન સિસ્ટમ (Barrier-less toll system) શરૂ કરવાની યોજના બનાવી રહી છે.

નવી સ્કીમ આવતાં વાહનચાલકોએ ટોલ બૂથ પર અડધી મિનિટ પણ ઊભા રહેવું નહીં પડે. બુધવારે આ માહિતી આપતાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય પ્રધાન વીકે સિંહે જણાવ્યું હતું કે બેરિયર-લેસ ટોલ કલેક્શન સિસ્ટમ હાલમાં ટ્રાયલ હેઠળ છે. તેમણે કહ્યું, “એકવાર અમારું ટ્રાયલ સફળ થઈ જાય તો અમે તેને ટૂંક સમયમાં લાગુ કરીશું.”

વીકે સિંહે કહ્યું કે દેશમાં રસ્તાઓ પર કવર કરવામાં આવેલા અંતરના આધારે ટોલ ચૂકવણીની સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ટોલ વસૂલાતની નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે તો તેની કાર્યક્ષમતા વધશે અને મુસાફરીનો સમય પણ ઘટશે. તેમણે કહ્યું કે વાહનોમાં ફાસ્ટેગના ઉપયોગથી ટોલ બૂથ પર લાગતો સમય ઘટીને ૪૭ સેકન્ડ પર આવી ગયો છે. પરંતુ સરકાર તેને વધુ ઘટાડી ૩૦ સેકન્ડથી પણ ઓછા કરવા માંગે છે.

દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ટેસ્ટિંગ:

આ માટે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર પાયલોટ (પ્રાયોગિક) પરીક્ષણ ચાલી રહ્યું છે જેમાં સેટેલાઈટ અને કેમેરા આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સિંહે કહ્યું, “જ્યારે તમે કોઈ હાઈવેમાં પ્રવેશો છો અને ત્યાં લગાવેલ કેમેરા તમારા વાહનના રજીસ્ટ્રેશન નંબરને સ્કેન કરે છે. તો તેના આધારે એ જાણી શકાય છે કે તમે ટોલ બૂથ સુધી પહોંચવા માટે કેટલા કિલોમીટરનો પ્રવાસ કર્યો છે.

તેમણે કહ્યું, “આ વર્તમાન સિસ્ટમથી અલગ છે જેમાં તમે હાઈવે પર કેટલા કિલોમીટરની મુસાફરી કરી છે તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી. આ ચુકવણી ટોલના નિયમો પર આધારિત છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વર્તમાન સરકાર દ્વારા ટેલિકોમ્યુનિકેશન સહિત તમામ ક્ષેત્રોમાં કરવામાં આવેલા કાર્યોને કારણે જ આવી પ્રગતિ પ્રાપ્ત થઈ રહી છે. તેમણે કહ્યું કે ટેલિકોમ્યુનિકેશન નેટવર્કમાં થયેલા સુધારાથી ટોલ પ્લાઝા પર વાહનોનો ડેટા એકત્ર કરવામાં મદદ મળી રહી છે.

આ પણ વાંચો :-