સેકન્ડ હેન્ડ કાર હપ્તા પર લેવી હોય તો ! જાણી લો શું છે કાર લોનની શરતો 

Share this story
  • સ્ક્રેપેજ પોલિસી આવ્યા બાદ સેકેન્ડ હેન્ડ કારો પર લાગતા ફાઈનાન્સમાં અમુક ફેરફાર થઈ ગયા છે. હવે આવી કારોને ઓછા સમય માટે અને વધારે વ્યાજ પર ફરી ફાઈનાન્સ કરવામાં આવી રહી છે.

ઘણા લોકોનું સપનું હોય છે કે પોતાની કાર હોય. એવામાં જ્યારે નવી કાર બજેટ બહાર હોય ત્યારે ઘણા લોકો સેકેન્ડ હેન્ડ કાર પણ ખરીદવાનું પસંદ કરતા હોય છે. માર્કેટમાં હાલ સેકેન્ડ હેન્ડ કારોનું બજાર પણ ખૂબ જ ગરમ છે અને તમને સર્ટિફાઈડ યુઝડ કારો પણ મળે છે. જે કંડીશનમાં બિલકુલ પરફેર્ટ હોય છે અને તેની સાથે ગેરેન્ટી પણ આવે છે.

સેકેન્ડ હેન્ડ કાર પર પણ મળે છે લોન :

હવે સવાલ એ ઉઠે છે કે જો તમારૂ બજેટ સેકેન્ડ હેન્ડ કાર ખરીદવાનું પણ નથી તો એવામાં તમારી પાસે કાર લોનનો ઓપ્શન આવે છે. જોકે અમુક લોકોનું માનવું હોય છે કે સેકેન્ડ હેન્ડ કારને લોન પર ન લેવી જોઈએ પરંતુ આ વાત અમુક હદ સુધી ખોટી પણ છે. સેકેન્ડ હેન્ડ કાર પણ સરળતાથી ફાઈનાન્સ થઈ જાય છે.

જોકે સેકેન્ડ હેન્ડ કારો પર ફાઈનાન્સ ઓછા ટેન્યોર એટલે કે ઓછા વર્ષ માટે હોય છે. ત્યાં જ તેના વ્યાજ દર પણ નવી કારોના મુકાબલે થોડુ વધારે હોય છે. આવો તમને જણાવીએ કે સેકેન્ડ હેન્ડ કારો પર શું હોય છે ફાઈનાન્સની શરતો.

બદલાઈ ગઈ છે શરતો  :

સ્ક્રેપેજ પોલિસી આવ્યા બાદ સેકેન્ડ હેન્ડ કારો પર ફાઈનાન્સને લઈને અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. હવે તેજ ડીઝલ કારો પર બેંક કે અનબીએસી ફાઈનાન્સ કરે છે જેમની લાઈફ ઓછામાં ઓછી ૦૫ વર્ષ બાકી હોય. ઉદાહરણ તરીકે જો તમને કોઈ કાર પસંદ આવે છે અને તે ૨૦૧૮ની રજીસ્ટર્ડ છે તો બેંક તેના પર ફાઈનાન્સ કરી દેશે.

પરંતુ આ ફાઈનાન્સ ફક્ત ૩ વર્ષ માટે જ હશે અને તેના વ્યાજદર પણ ૧૨થી ૧૪ ટકા સુધી હશે. ત્યાં જ પેટ્રોલ કારો પર પણ આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. જોકે આ નિયમ ક્યાંય પણ જણાવવામાં નથી આવ્યો પરંતુ બેંકોની તરફથી હવે આવી જ ગાડીઓ પર ફાઈનાન્સ કરવામાં આવી રહ્યું છે.

શું થશે ફાયદો? 

તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને એક શાનદાર અને વધારે ફિચર્સથી સજ્જ કાર સસ્તામાં મળી જશે અને ફાઈનાન્સની રકમ ચુકવવા પર પણ તે નવી કારથી ઓછી કિંમત પર મળી જશે. સેકેન્ડ હેન્ડ કાર લેવાનો સૌથી મોટો ફાયદો હોય છે કે તમે નવી કારના બેસ મોડલથી પણ ઓછી કિંમત પર ટોપ વેરિએન્ટ સુધી લઈ શકો છો. જે સરળતાથી ફાઈનાન્સ પણ થઈ શકે છે અને તમે કારના માલિક બની શકો છો.

આ પણ વાંચો :-