Home Blog Page 1003

લવ મેરેજ કાયદામાં શું પાટીદારોના મનની મરજી ચાલશે ? માતા પિતાની સહમતી પર સરકાર તરફથી આવ્યું મોટું નિવેદન

0
  • રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે લવ મેરેજના મુદ્દે મુખ્યમંત્રી સંવેદનશીલ છે અને તમામના અભિપ્રાય લઈને આ મુદ્દે નિર્ણય લેવો તે સરકાર નક્કી કરશે..

સમાજની દીકરીઓને ભોળવી જતા તત્વો પર અંકુશ લાવવા માટે પાટીદાર સમાજે લવ મેરેજમાં માતાપિતાની સંમતિ મુદ્દે કાયદો લાવવાનો મુદ્દો ઉઠાવ્યો છે. ત્યારે હવે આ મુદ્દે સરકારમાં મોટી હલચલ થઈ છે. પાટીદાર સમાજે અગાઉ કાયદો લાવવાની વાત કરી હતી. ત્યારે આ મુદ્દે સરકારે કહ્યું કે લવ મેરેજમાં માતાપિતાની સંમતિ મુદ્દે અભિપ્રાયો મંગાવાશે.

તાજેતરમાં ગુજરાતમાં લવ મેરેજનો મુદ્દો ઉઠ્યો છે. જેમાં પ્રેમ લગ્નમાં કાયદો લાવવાની વાત ઉઠી છે. માતાપિતા કે વાલીની સહમતી પ્રેમ લગ્નમાં જરૂરી છે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે લવ મેરેજના મુદ્દે મુખ્યમંત્રી સંવેદનશીલ છે અને તમામના અભિપ્રાય લઈને આ મુદ્દે નિર્ણય લેવો તે સરકાર નક્કી કરશે.

પ્રવક્તા મંત્રીએ એમ પણ કહ્યું કે સમાજે જે લવ મેરેજ અંગે જે લાગણી વ્યક્ત કરી હતી તે બાબતે મુખ્યમંત્રીએ એવું કહ્યું હતું કે, સંવિધાન અને સાથે સાથે આમાં શું ફેરફાર થઈ શકે તે વાત કરી હતી. સમાજની લાગણી સાથે કેવી રીતે તાલમેલ મેળવી શકાય. તેઓએ આ પણ સ્પષ્ટતા કરી કે હજુ કોઈ કાયદો બનાવાયો નથી કે ન તો કોઈ પ્રક્રિયા કરવામાં આવી છે. પરંતુ આ બાબતે સરકાર અને મુખ્યમંત્રી સંવેદનશીલ છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહેસાણામાં પાટીદાર સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું હતું. પાટીદાર સમાજનો ગઢ ગણાતા એવા મહેસાણા જિલ્લામાં આજે પાટીદાર સમાજનું સૌથી મોટું સંમેલન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમાજના તમામ મોટા આગેવાનો એક મંચ પર એકઠા થયા હતા.

આ પ્રસંગે લવ મેરેજ એટલે કે પ્રેમ લગ્ન સંબંધિત નવી શરત ઉમેરવાનો મુદ્દો પાટીદાર સમાજ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. લવ મેરેજમાં માતા-પિતાની મંજૂરી જરૂરી હોવી જોઈએ તેવી માંગ પાટીદાર સમાજ થકી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે લવ મેરેજ માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય લેવામાં આવશે.

સરદાર પટેલ ગ્રૂપ (SPG)એ અગાઉ પણ પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરીની માંગ ઉઠાવી હતી પરંતુ હવે સમાજના એક મોટા કાર્યક્રમમાં પ્રેમ લગ્ન અંગે નવો કાયદો લાવવાની માંગ ઉઠાવી છે.

આ પણ વાંચો :-

 

 

દિલ્હીથી ગાઝીપુર જઈ રહેલી ટ્રેનમાં વીજળી ગુલ, રોષે ભરાયેલા યાત્રીઓએ TTEને……

0
  • દિલ્હીથી ગાઝીપુર જઈ રહેલી ટ્રેનમાં પાવર કટ થતાં મુસાફરોએ હોબાળો મચાવી દીધો હતો.

ભારતીય રેલવેની યાત્રા માત્ર યાત્રા જ નથી પરંતુ એક અનુભવ છે જે જીવનભર માટે તમારી સાથે જોડાય જાય છે. ક્યારેક આ યાત્રા ખાટી તો ક્યારેક મીઠી હો છે. શુક્રવારની સાંજે જે લોકો આનંદ વિહારથી ગાઝીપુર જનારી સુહેલદેવ સુપરફાસ્ટ ટ્રેનમાં સવાર થયા હતા તેમના માટે આ યાત્રા થોડી ખાટી સાબિત થઈ હતી.

દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી ઉત્તર પ્રદેશના ગાઝીપુર જનારી ટ્રેન સુહેલદેવ સુપરફાસ્ટ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમયથી આનંદ વિહાર માટે રવાના થઈ હતી. ટ્રેન થોડે જ આગળ વધતા બે કોચમાં વીજળી ગુલ થઈ ગઈ. પાવર ફેલિયરના કારણે AC પણ ઠપ થઈ ગઈ. જેના કારણે લોકોનો ગુસ્સો આસમાને ચઢી ગયો.

ગરમીના કારણે કોચમાં બાળકો અને મહિલાઓની હાલત ખરાબ થઈ ગઈ હતી. B1 અને B2 કોચના પેસેન્જર્સ ગરમીના કારણે હેરાન થઈ રહ્યા હતા તે જ સમયે તેમને ટ્રેનનો TTE નજર આવ્યો. યાત્રીઓએ બધો ગુસ્સો TTE પર ઉતારી દીધો. ટ્રેનમાં પાવર કટ થતાં મુસાફરોએ હોબાળો મચાવી દીધો હતો TTE ને પકડીને ટોઈલેટમાં બંધ કરી દીધો હતો.

મામલો ગંભીર બનતા ટ્રેનનો સ્ટાફ અને રેલવે પોલીસ ફોર્સના જવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. મામલો ગંભીર બનતા મોડી રાત્રે રેલવે અધિકારીઓએ આ બાબતને ધ્યાનમાં લીધી અને ટ્રેનના બંને કોચમાં થયેલા પાવર કટને તાત્કાલિક ચાલુ કર્મચારીઓને નિર્દશ આપ્યો.

ટુંડલા રેલ્વે સ્ટેશન પર સવારે લગભગ ૦૧ વાગ્યે ટ્રેન ઉભી રહી અને એન્જિનિયરોની ટીમે ટ્રેનના કોચમાં પાવર કટ થવાના કારણની તપાસ શરૂ કરી. થોડા સમયની મહેનત બાદ B1 કોચમાં પાવર કટની સમસ્યા દૂર થઈ અને થોડા સમય બાદ ફરીથી B2 કોચમાં પણ પાવર આવ્યો અને ટ્રેન રવાના થઈ.

આ પણ વાંચો :-

ઉત્રાણ પોલીસે જ્વેલરી એપની આડમાં બીસીએ આઈટીના ૫ છાત્રો મળી ૦૭ જુગાર રમતા ઝડપી પાડ્યા

0
  • ખરીદીના બહાને દાગીના પર ક્લિક કરો એટલે જુગાર ચાલુ થઈ જાય. પોલીસે​​​​​​​ રોકડ, ૦૭ મોબાઈલ ફોન મળી ૯૩,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો.

હવે ઓનલાઈન જુગાર રમવા જુગારીઓએ નવી ટેકનીક શોધી કાઢી છે. ઉત્રાણ પોલીસે ૦૭ જુગારીને પકડી પાડી ૨૦,૫૦૦ની રોકડ તેમજ ૦૭ ફોન મળી રૂ. ૯૩,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. જુગારીઓ ઓનલાઈન જ્વેલરી શોપિંગની એપ બનાવી હતી.

જેમાં દાગીનાના ભાવ લખ્યા છે. ખરીદીના બહાને દાગીના ક્લિક કરો તો જુગાર ચાલુ થઈ જાય છે. બીસીએ-આઈટીના છાત્રો મળી આરોપીઓ યુઝરનેમ-પાસવર્ડથી જુગાર રમતા હતા. કેટલાકે દેવું પણ કરી દીધું હતું.

  • મયુર વિનુ ઠુમ્મર
  • વત્સલ મહેશ બોરડા
  • અંશુ શૈલેષ માવાણી
  • પાર્થ જયસુખ સતાસીયા
  • હર્ષલ જીવન સતાસીયા
  • ધ્રુવ રતિ ગોજારીયા
  • રવિ ઘનશ્યામ વરસીયા
  • વોન્ટેડ : હિમાશું ડોબરીયા {2 કમલ ડોબરીયા {3 મીત ગોરસીયા

આ પણ વાંચો :-

 

બીચ પર તસવીરો લઈ રહ્યા હતા, અચાનક પહાડ…

  • બ્રિટનના એક બીચનો ખતરનાક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં કેટલાક પ્રવાસીઓ બીચ પર તસવીરો ખેંચી રહ્યા છે કે અચાનક પાછળનો પહાડ તૂટી પડવા લાગે છે. આ ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો.
બ્રિટનના એક બીચનો ખતરનાક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં કેટલાક પ્રવાસીઓ બીચ પર તસવીરો ખેંચી રહ્યા છે કે અચાનક પાછળનો પહાડ તૂટી પડવા લાગે છે. આ ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો. આવા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જે જોઇને આપણાં રૂંવાડા ઊભા થઇ જાય છે. તાજેતરમાં, આવો જ એક વીડિયો ઈંગ્લેન્ડના ડોર્સેટથી સામે આવ્યો છે. જેમાં લોકો કુદરતી આફતમાંથી બચી જતા જોવા મળ્યા હતા. આ ભયાનક ઘટનાના વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સને ચોંકાવી દીધા છે.
વીડિયોમાં પ્રવાસીઓનું એક જૂથ વેસ્ટ બે ડોર્સેટ યુકેમાં ૧૫૦ ફૂટ ઉંચી ભેખડના કાટમાળ નીચે દટાઈને બચી ગયું. આ ઘટના એક વીડિયોમાં કેદ થઈ હતી અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી. જેમાં કોઈપણ સમયે ખડકો પડવાની અને ભૂસ્ખલનની શક્યતા પર ભાર મૂક્યો છે. કાઉન્સિલે સલામતીની સાવચેતીના ભાગરૂપે ભેખડ ઉપરના દક્ષિણ પશ્ચિમ તટ માર્ગને અસ્થાયી રૂપે બંધ કરી દીધો છે. બીચ પર જનારાઓએ ક્ષીણ થતો ખડક જોયો અને સમયસર છટકી શક્યા.
ખડકનો ટુકડો પડી ગયો :
વીડિયોમાં નારંગી ટી-શર્ટ પહેરેલો એક વ્યક્તિ હેરિટેજની તસવીર લેતો જોવા મળે છે. ત્યારે જ ત્યાં ટેકરી પરથી નાના-નાના ખડકો પડવા લાગે છે. આખરે ખડકનો મોટો ભાગ તૂટીને સમુદ્રમાં પડે છે. કાટમાળને પાણીમાં પડતો જોઈને ત્યાં હાજર લોકો ઝડપથી ત્યાંથી ખસી જાય છે.
આ ખડકો ખતરનાક છે :
જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સે આ વાયરલ વીડિયોને જોયો તો તેમણે ઘણી પ્રતિક્રિયાઓ આપી. કેટલાક લોકોએ ચેતવણીના સંકેતોને અવગણીને પીપલ્સ કાઉન્સિલ પર નારાજગી વ્યક્ત કરી. જુરાસિક કોસ્ટના ગોલ્ડન ગેટવે તરીકે ઓળખાતી રીફ, માઈલો સુધી ફેલાયેલો ખતરનાક વિસ્તાર છે. આ ઘટના આ ખડકો દ્વારા ઉભા થતા સંભવિત જોખમોની યાદ અપાવે છે.
આ પણ વાંચો :-

છાણીના સ્વામિનારાયણ મંદિરમાં સંતોના બે જૂથ વચ્ચે ધક્કામૂક્કી થતાં એકનું મોત

0
  • વડોદરાના છાણીના સ્વામિનારાયણ મંદિરમાં સંતોના જુથવાદમાં બબાલ થઈ હતી. જેના કારણે મંદિર ફરીથી વિવાદમાં આવી ગયું છે. આટલું જ નહીં બબાલ થતાં બે જૂથ વચ્ચે ધક્કામૂક્કી થઈ ગઈ હતી.

વડોદરાના છાણીના સ્વામિનારાયણ મંદિરમાં સંતોના જુથવાદમાં બબાલ થઈ હતી. જેના કારણે મંદિર ફરીથી વિવાદમાં આવી ગયું છે. આટલું જ નહીં બબાલ થતાં બે જૂથ વચ્ચે ધક્કામૂક્કી થઇ ગઈ હતી. આ ધક્કામૂક્કીમાં એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ધક્કામૂક્કીમાં દિનેશ વણકર નામની વ્યક્તિનું મોત થયું છે.

છાણી સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબા હેઠળનું છે. અહીં વડતાલ સ્વામિનારાયણ મંદિરે એક જૂથને મંદિર સોંપ્યું છે. જ્યારે અન્ય જૂથ પોતાના સંતને મંદિર મળે તે માટે વિવાદ કરી રહ્યા છે. આ વિવાદના કારણે જ અન્ય જૂથ પોતાનું તાળું મંદિરમાં લગાવવા માગતા હતા. આમ મંદિરના તાળા બદલવાના મામલે બબાલ થતાં ધક્કામૂકીમાં દિનેશ વણકર નામની વ્યક્તિ પડી જતાં તેમનું મોત થયું છે.

મોતને લઈને મૃતકના પરિજનોએ આક્ષેપ કર્યો છે કે મંદિરમાં તાળા બદલવા સમયે થયેલી ધક્કામૂકીમાં મોત થઈ ગયું અને આ મામલે હજુ પણ મંદિરના સંતો કંઈ બોલવા તૈયાર નથી. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, મંદિરમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

સમગ્ર ઘટના અંગે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં રાકેશ પ્રસાદ, અજેન્દ્ર પ્રસાદ સ્વામીના જૂથ વચ્ચે બબાલ ચાલતી હતી. જેમાં અજેન્દ્ર પ્રસાદ સ્વામીને પદભ્રષ્ટ કરાયા છે. તેમજ રાકેશ પ્રસાદ સ્વામી વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રહે છે. જેના અંગે પણ પોલીસ તપાસ કરી રહ્યું છે અને તેના પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :-

શારીરિક ખોટ ધરાવતી બાળકીને સગા મા-બાપે તરછોડી દીધી તો અમેરિકાના દંપતીએ….

0
  • જામનગર જિલ્લા પોલીસને અઢી વર્ષ પહેલા અવાવરૂ જગ્યાએ કાંટાળી વાડમાંથી નવજાત બાળકી મળી આવી હતી. હવે આ બાળકીને અમેરિકાના દંપતીએ દત્તક લીધી છે.

જામનગર જિલ્લા પોલીસને અઢી વર્ષ પહેલા અવાવરૂ જગ્યાએ કાંટાળી વાડમાંથી નવજાત બાળકી મળી આવી હતી. હવે આ બાળકીને અમેરિકાના દંપતીએ દત્તક લીધી છે. પોલીસે દિવસ રાત એક કરીને બાળકીના માતા-પિતાને શોધી કાઢ્યા હતા. જોકે તેમણે બાળકી શારીરિક ખોડખાપણ વાળી હોવાથી અપનાવવાથી ઈનકાર કરી દીધો હતો. જેથી બાળ કલ્યાણ સમિતિ જામનગરનો સંપર્ક કરાતા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં બાળકીના આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી હતી.

બાદમાં બાળકીની શારીરિક ખોટ દૂર કરવા માટે જી.જી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી હતી. જ્યાં સારવાર બાદ બાળકી સ્વસ્થ થઈ હતી અને તેને નવજીવન મળ્યું હતું. બાદમાં હવે CARA (સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી)ના માધ્યમથી અમેરિકાના શિકાગો ખાતે રહેતા સ્ટીવન વોઈટ અને શૈલી વોઈટે આ બાળકીને દત્તક લેવા માટે તત્પરતા દર્શાવી હતી. બાદમાં જિલ્લા કલેક્ટરના આદેશ બાદ તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને કલેક્ટરના હસ્તે બાળકીને દત્તક વાલીને સોંપવામાં આવી હતી.

બાળકીને દત્તક લીધા બાદ શૈલી વોઈટે જણાવ્યું હતું કે સરકારના વિવિધ વિભાગોએ અમને સમગ્ર પ્રક્રિયા દરમિયાન સારો સહકાર આપ્યો. અમને જરૂર પડી ત્યાં અમારી મદદ કરી અને તેમના સહકારના કારણે જ મારા દીકરાને એક બહેન મળી છે. જેના કારણે અમારો પરિવાર પૂર્ણ થયો છે. અમારા જીવનમાં ખુશીઓ લાવનાર આ બાળકીનું અમે જીવની જેમ જતન કરીશું.’

આ પણ વાંચો :-

બગોદરા અકસ્માતમાં બે નાની બાળકીનો આબાદ બચાવ, રડી રડીને બાળકીઓના બેહાલ

0
  • ગઈ કાલે બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માતમાં ૫ મહિલા સહિત ૧૦ લોકોનાં મોત નિપજ્યા છે. ગોઝારા અકસ્માતમાં ૦૬ મહિનાની તેમજ ૦૧ વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે. હાલ બંને બાળકીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બગોદરા-બાવળા હાઈવે પર સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં ૧૦ લોકોનાં મોત નિપજ્યા છે. ત્યારે અકસ્માતમાં બે બાળકીઓનો આબાદ બચાવ થયો હતો. ૬ મહિનાની અને ૧ વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં બંને બાળકીઓ સતત રડી રહી છે. હોસ્પિટલનાં સ્ટાફે બાળકીઓનાં સબંધીઓને અપીલ કરી છે. બાળકીઓનાં સબંધીઓ ઝડપથી  હોસ્પિટલ પહોંચે તેવી અપીલ કરવામાં આવી છે.

આ બાબતે બાળકીઓની દેખભાળ કરી રહેલ હોસ્પિટલના નર્સ દ્વારા જણાવ્યું હતું કે જ્યારે અકસ્માતમાં ઈજા થયેલ લોકોને અહીંયા લાવવામાં આવ્યા ત્યારે તમામ લોકો સીરીયસ હતા.

આ બે બાળકીઓ છે જેઓને સામાન્ય ઈજાઓ થઈ હતી. સારવાર બાદ હાલ બંને બાળકીઓ સ્વસ્થ છે. ત્યારે અમારા સ્ટાફ દ્વારા બંને બાળકીઓને સવારથી સાચવવામાં આવી રહી છે. તેમજ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે બાળકીનાં પરિવારજનો આવે ત્યાં સુધી અમે તેમને સાચવવા પ્રયત્ન કરી રહ્યા છીએ.

ત્યારે બંને બાળકીઓને જ્યારે હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા ત્યારે તેઓને મોં પર કાચનાં કણો લાગેલા હતો. ત્યારે પ્રથમ તો બાળકીને પ્રથમ તેમનું મોં પરથી કાચનાં કણો હટાવ્યા હતા. તેમજ બાળકીનાં પગ પર ફેક્ટર છે. બંને બાળકીઓ હવે તેમનાં પરિવારજનોને યાદ કરી રહી છે.

આ પણ વાંચો :-

દિગ્ગજ અભિનેત્રીને ૬ મહિનાની સજા, કોર્ટે દંડ પણ કર્યો, જાણો શું છે મામલો

  • ફિલ્મોની દિગ્ગજ અભિનેત્રી પર મોટી મુશ્કેલી આવી પડી છે. અભિનેત્રીને ૬ મહિનાની જેલની સજા થઈ છે. અભિનેત્રી પર તેના થિયેટરમાં કામ કરનારા મજૂરોને પૈસા ન આપવાનો આરોપ લાગ્યો હતો અને હવે તે તેમાં દોષિત ઠર્યા છે.

દિગ્ગજ અભિનેત્રી અને રાજનેતા જયા પ્રદાને શુક્રવારે ચેન્નાઈની એક કોર્ટે દોષત ઠેરવ્યા છે. તેમને છ મહિના માટે જેલની સજા થઈ છે. કથિત રીતે તેમના પર પાંચ હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે તેમના પર તેમના થિયેટરમાં કામ કરનારાઓને ઈએસઆઈના પૈસા ન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કથિત રીતે તેમના બિઝનેસ પાર્ટનર રામકુમાર અને રાજાબાબુ પણ દોષિત ઠર્યા છે.

જયા પ્રદાનું ચેન્નાઈમાં એક થિયેટર હતું જે બંધ થી ગયું. બાદમાં થિયેટરકર્મીઓએ જયા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે કર્મચારીઓના પગાર કાપવામાં આવ્યા અને ઈએસઆઈના પૈસાની ચૂકવણી નહીં કરવાની ફરિયાદ થઈ. તેમના આરોપ હતો કે સરકારી વીમા નિગમને ઈએસઆઈના પૈસા આપવામાં ન આવ્યા.

જયા પ્રદાને જેલ :

કથિત રીતે લેબર ગવર્નમેન્ટ ઈન્શ્યુરન્સ કોર્પોરેશને જયા પ્રદા અને તેમના સહયોગીઓ વિરુદ્ધ ચેન્નાઈના એગ્મોર મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કર્યો. એ પણ સૂચન આપ્યું કે અનુભવી અભિનેત્રીએ પણ આરોપોને સ્વીકાર્યા છે અને કેસને ફગાવવાની માંગણી કરતા બાકી રકમ ચૂકવવાનું વચન આપ્યું છે. જો કે કોર્ટે તેમની અપીલ ફગાવી દીધી અને દંડ સાથે જેલની સજા પણ સંભળાવી છે.

જયા પ્રદાની ફિલ્મો

જયા પ્રદા ૭૦ના દાયકાના અંત, ૮૦ના દાયકા અને ૯૦ના દાયકાની શરૂઆતમાં હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક હતી. ઓછી ઉંમરમાં સાઉથ ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવ્યા બાદ જયા 1979માં સરગમ ફિલ્મથી  બોલીવુડમાં આવી અને લોકપ્રિય  બની ગઈ. તેમણે કામચોર (૧૯૮૨), શરાબી (૧૯૮૪), મક્સદ (૧૯૮૪), સંજોગ (૧૯૮૫), આખિરી રાસ્તા (૧૯૮૬), એલાન એ જંગ (૧૯૮૯), આજ કા અર્જૂન (૧૯૯૦), થાનેદાર (૧૯૯૦), મા (૧૯૯૧) અને અનેક તેલુગુ ફિલ્મો કરી છે.

આ પણ વાંચો :-

કારેલીબાગમાં નશાની હાલતમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત, પોલીસે કરી…

0
  • વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો છે. પુરપાટે જઈ રહેલા કાર ચાલકે ડિવાઈડર પર કાર ચઢાવી ઝાડ સાથે અથડાવી હતી.

રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યાં વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો છે. પુરપાટે જઈ રહેલા કાર ચાલકે ડિવાઈડર પર કાર ચઢાવી ઝાડ સાથે અથડાવી હતી. જો કે સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિની માહિતી મળી નથી.આ સાથે જ  અમદાવાદ પાસિંગની ટેક્સી કારની અંદર પોલીસ હાઉસ ઓન ડયુટી લખેલી પ્લેટ મળી છે.

કારની આગળ પાછળ ગુજરાત પોલીસનો લોગો અને ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા લખેલું લખાણ જોવા મળ્યુ છે. અકસ્માત સર્જનાર કાર ચાલક અક્રમ સિંધી વિરુદ્ધ કારેલીબાગ પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. આ ઉપરાંત નશાની હાલતમાં જોખમી રીતે કાર ચલાવવાનો કાર ચાલક પર આરોપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

રાજકોટ લવ જેહાદ કેસમાં નવો વળાંક, યુવતીએ વિધર્મી ક્રિકેટ કોચ……

0
  • રાજકોટમાં થોડા દિવસ પહેલા સામે આવેલા કથિત લવ જેહાદના કિસ્સામાં હવે નવો વળાંક આવ્યો છે. ક્રિકેટ કોચિંગ શીખવા જતી યુવતીની વિધર્મી કોચ સાથે મિત્રતા વધતા તે ઘર છોડીને જતી રહી હતી.

ક્રિકેટ કોચિંગ શીખવા જતી યુવતીની વિધર્મી કોચ સાથે મિત્રતા વધતા તે ઘર છોડીને જતી રહી હતી. બાદમાં માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ કરતા યુવતીએ મરજીથી ગઈ હોવાનું જણાવ્યું હતું. હવે સમગ્ર કેસમાં ક્રિકેટ કોચ મહેબુબ બુખારીએ યુવતીની કસ્ટડી લેવા માટે હેબિયસ કોપર્સની અરજી કરી હતી.

યુવતીએ કોર્ટમાં અલગ જ રજૂઆત કરતા યુવક સાથે જવાની ના પાડી દીધી હતી. સાથે જ પોતાના માતા-પિતાની અરજી પણ ખોટી હોવાનો દાવો કરીને તેમની સાથે રહેવાનો પણ ઈનકાર કર્યો હતો. તેણે કોર્ટમાં જણાવ્યું હતું કે, હું નારી સંરક્ષણ ગૃહમાં રહીને મારા કરિયર પર ફોકસ કરવા માંગું છું. જે બાદ કોર્ટે તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી.

વિગતો મુજબ, રાજકોટના પરિવારની દીકરી કુંડલિયા કોલેજમાં અભ્યાસ કરતી હતી. ૧૭ વર્ષની હતી ત્યારથી યુવતીને ક્રિકેટનો શોખ હતો, એવામાં તે ક્રિકેટનું કોચિંગ આપતા મહેબૂબ બુખારીના સંપર્કમાં આવી. ત્યારથી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. સાથે જ પરિવારનું કહેવું છે કે, વિધર્મી આરોપીએ તેમને ધમકી પણ આપી હતી કે તારી છોકરી ૧૭ વર્ષની હતી ત્યારથી બળાત્કાર ગુજારું છું, થાય તે કરી લેજો.’ હજુ સુધી આરોપીએ યુવતી સાથે લગ્ન નથી કર્યા પરંતુ તેને હોસ્ટેલના રૂમમાં રાખતો હોવાનો આક્ષેપ કરાયો છે.

આ સાથે પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, વિધર્મી પ્રેમી બુખારીએ યુવતીને ફસાવીને તેનું નામ પણ બદલાવી નાખ્યું છે. યુવતી ઘરમાંથી દાગીના અને રોકડની પણ ચોરી કરતી અને તેને મહેબુબ બુખારીને આપી દેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બાદ યુવતી કોર્ટમાં પણ હાજર થઈ હતી, જ્યાં તેણે પોતાના માતા-પિતા પર જ ગંભીર આક્ષેપ કર્યા હતા. મીડિયા સામે યુવતીએ કહ્યું હતું કે, હું મારા મા-બાપના ત્રાસથી ૨૬ તારીખે ઘરેથી નીકળી ગઈ છું. તેઓ મને મારે છે, મારી મરજી વિરુદ્ધ લગ્ન કરાવવાની કોશિષ કરે છે અને નાનપણથી મને ટોર્ચર કરતા આવ્યા છે માથામાં છરી મારે છે.

આ પણ વાંચો :-