શું તમારા સ્માર્ટફોનમાંથી ઉડી રહ્યો છે તમામ ડેટા ? તરત જ બંધ કરી દેજો આ સેટિંગ

Share this story
  • ઘણી વખત સ્માર્ટફોન યુઝરના ડિવાઈસમાં આવી સેટિંગ્સ એક્ટિવ રહે છે. જેના કારણે તેમના ફોનનો ડેટા જલ્દી પૂરો થઈ જાય છે. જાણો કેવી રીતે આ ડેટાને તમે બચાવી શકો છો.

મોબાઈલ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે અને દરેક વ્યક્તિ તેના મોટાભાગના કામ ફોનની મદદથી કરે છે. બેંકિંગથી લઈને શોપિંગ સુધી આજે મોબાઈલની મદદથી ઘરે બેસીને જ બધા કામ થઈ જાય છે.

એવામાં ઘણી વખત સ્માર્ટફોન યુઝરના ડિવાઈસમાં આવી સેટિંગ્સ એક્ટિવ રહે છે. જેના કારણે તેમના ફોનનો ડેટા જલ્દી પૂરો થઈ જાય છે અને  આખો દિવસ યોગ્ય રીતે ઉપયોગ કરી શકાતો નથી.

આટલી ઝડપથી કેવી રીતે ડેટા પૂરા થઈ ગયા ?

ઘણી વખત એવું પણ થાય છે કે ફોન પર ડેટા લિમિટ નોટિફિકેશન પોપ અપ થાય છે અને યુઝરને સમજાતું નથી કે ડેટા આટલી ઝડપથી કેવી રીતે ખલાસ થઈ ગયો. જો તમારા મોબાઈલ ફોનનો ડેટા વપરાશ વધુ પડતા ઉપયોગ વિના સમાપ્ત થઈ રહ્યો છે તો પ્લે સ્ટોરમાં કોઈ ચોક્કસ સેટિંગ પરિસ્થિતિ માટે જવાબદાર હોઈ શકે છે.

આ સેટિંગ ડેટાનો વપરાશ કરે છે

હકીકતમાં એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં યુઝરને એપ્સ ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરની સુવિધા આપવામાં આવે છે પણ બહુ ઓછા યુઝર્સ એ વાતને જાણે છે કે તેમના ફોનમાં ઈન્સ્ટોલ કરેલી એપ્સ સમયાંતરે અપડેટ થતી રહે છે. એપ્લિકેશન અપડેટ કરવા માટે ડેટાનો વપરાશ થાય છે. જો તમામ મોબાઈલ ફોન એપ્લિકેશન્સ આપમેળે અપડેટ થતી હોય તો તે ફોનના ડેટાનો વધુ પડતો વપરાશ તેમાં થતો રહે છે.

આ રીતે સેટિંગને કરો ડિસેબલ  :

– સૌથી પહેલા પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરો

– પછીઉપરના જમણા ખૂણે દેખાતા પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો

– હવે સેટિંગ્સ વિકલ્પ પર ક્લિક કરો

– આ પછી નેટવર્ક પ્રેફરન્સના વિકલ્પ પર ટેપ કરો

– બાદમાં ઓટો-અપડેટ એપ્સ સાથેના વિકલ્પ પર કરો

– છેલ્લે તમારે ‘ઓવર વાઈફાઈ ઓન્લી’ અથવા ‘ઓટો-અપડેટ એપ્સને ડિસેબલ કરો’ જેવો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

એપ માટે ઓટો અપડેટ સેટિંગ કેવી રીતે ડિસેબલ કરવું

– સૌથી પહેલા પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરો

– પછી ઉપરના જમણા ખૂણે દેખાતા પ્રોફાઇલ આઇકોન પર ક્લિક કરો

– બાદમાં ‘મેનેજ એપ્સ અને ડિવાઈસ’ વિકલ્પ પર ક્લિક કરો

– આ પછી, તમારે ‘Available Updates’ વિભાગમાં ‘View Details’ પર ક્લિક કરવાનું રહેશે.

– જે એપ માટે તમે સેટિંગ કરી રહ્યા છો, તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે.

– હવે, એપના ઉપરના જમણા ખૂણે દેખાતા ત્રણ પોઈન્ટ પર ક્લિક કરો.

– આ સાથે ‘એનેબલ ઓટો અપડેટ‘ને પસંદ કરવાનું રહેશે

આ પણ વાંચો :-