રિવરફ્રન્ટ પર મંદિરમાં કપડાં કાઢી યુવકે મૂર્તિઓની કરી તોડફોડ પછી પોતે…

Share this story
  • અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આવેલા એક પૈરાણિક મંદિરમાં કોઈ અજાણ્યા શખ્સે ઘૂસી જઈને તોડફોડ કરી હતી. સાથે જ ભગવાનની મૂર્તિઓને નુકશાન પહોંચાડ્યું હતું. હાલ CCTV વીડિયોના આધારે સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

દુધેશ્વર સ્માશાનગૃહ પાસે આવેલ રિવરફ્રન્ટ પર કાળભૈરવદાદાના મંદિરમાં અજાણ્યા શખ્સે ધમાલ કરી હતી. જેમાં શખ્સે મંદિરમાં કપડા કાઢીને પોતાના વાળ સળગાવી ભગવાનની મૂર્તિઓમાં તોડફોડ કરીને નાસી ગયો હતો. તેમજ લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કર્યુ હતું.

ત્યારે આસપાસના સ્થાનિકોના ધ્યાને આવતા પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. મૂર્તિઓની તોડફોડ દુધેશ્વર સ્મશાનગૃહ પાસે રિવરફ્રન્ટ પર પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે મેસેજ મળ્યો હતો કે રિવરફ્રન્ટ પાસે ખુલ્લા મેદાનમાં આવેલ કાળભૈરવદાદાના મંદિરમાં અજાણ્યા શખ્સે તોડફોડ કરી છે.

જેથી પોલીસ ઘટનાસ્થળે પહોચીને તપાસ કરતા ૩૦ થી ૩૫ વર્ષના શખ્સે મંદિરમાં ઘૂસીને કપડા કાઢીને હવન કુંડમાંથી અગ્નિ લઈને પોતાના વાળ સળગાવીને જુદા-જુદા ભગવાનની મૂર્તિઓમાં તોડફોડ કરી હતી. મંદિરમાં રહેલ દીવડાઓમાં પણ તોડફોડ કરી હતી. હનુમાનની મૂર્તિને નુકશાન પહોંચાડીને તેમની ગદા તોડી કઢાઈ હતી

પોલીસે ઘટનાસ્થળે પહોચીને સીસીટીવી ચેક કરતા એક શખ્સ દેખાયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિર પરિસરમાં એક વ્યક્તિ આવે છે અને મૂર્તિઓને નુકશાન પહોંચાડે છે. CCTV ફૂટેજ ચેક કરતા એ સામે આવ્યું કે આ ઘટના 8 ઓગસ્ટના રોજ રાતના ૦૮:૩૦ થી રાતના ૦૯:૫૦ વચ્ચે બની હતી. જેને લઈને રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-