Is the income from sale
- રહેણાંક મકાન વેચવાથી થતી આવક પર તમારી પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે. રહેણાક મકાન વેચવામાં ખર્ચ કાઢ્યા બાદ જે ચોખ્ખી આવક વધે છે તેના પર ટેક્સ ભરવો પડે છે.
સામાન્ય રીતે નિયમ મુજબ મિલકત (Property) વેચવાથી થતી આવક પર ટેક્સ ભરવો પડતો હોય છે. તેવી જ રીતે રહેણાંક મકાનના વેચાણમાં પણ ચોખ્ખી આવક (Income) પર ટેક્સ વસૂલવામાં આવે છે. જેના માટે કેટલાક નિયમ હોય છે. આ નિયમ મુજબ મકાન વેચાવામાં થતી આવક પર ટેક્સ વસૂલવામાં આવે છે. ત્યારે કેવી રીતે આ ટેક્સ નક્કી થાય છે અને તેમાં કેવી રીતે તમને ફાયદો થઈ શકે તે જાણવું ખૂબ જરૂરી છે.
જાણો શું છે નિયમ?
જો મકાન ખરીદ્યાના 24 મહીના એટલે કે બે વર્ષ બાદ વેચવામાં આવે તો લાંબા સમયના રોકાણના હિસાબે અધિગ્રહણ ચાર્જ લેવાની સહમતી છે. જો બે વર્ષની અંદર મકાન વેચવામાં આવે છે તો તેના માટે અલગ સ્લેબ બનેલા છે જેના હિસાબથી ટેક્સની વસૂલાત કરવામાં આવે છે.
લાંબા સમયના રોકાણથી બચાવી શકાશે ટેક્સ :
જો તમે તત્કાલ રહેણાંક મકાન નથી ખરીદવા માગતા તો લાંબા સમય માટેના રોકાણ પર ટેક્સનો લાભ મેળવી શકાય છે. IRFC, PFC, NHAI અને RIC લીમીટેડ જેવી રોકાણકાર સંસ્થામાં લાભ લઈ શકાય છે. જેમાં લાભ બોન્ડ મુજબ 46.95 લાખના વેચાણાની તારીખથી 6 મહિનાની અંદર એક નાણાંકિય વર્ષ માટે સંપતિના વધુમાં વધુ 50 ટકાનું રોકાણ કરી શકાય છે. આ શરતોમાં 5 વર્ષ લોક પીરિયડ હોય છે. આ બોન્ડ પૂર્ણ થયા બાદ જે રૂપિયા મળે છે તે ટેક્સ ફ્રી હોય છે.
જાણો નોકરિયાત વર્ગ માટે શું છે નિયમો?
નોકરિયાત વર્ગના વ્યક્તિઓ માટે આ રૂપિયાનો ઉપયોગ મિલકતના વેચાણની તારીખથી 2 વર્ષની અંદર મકાન ખરીદવા કે ત્રણ વર્ષની અંતર પોતાનું ઘર બનાવવા અથવા નિર્માણાધિન આવાસનું બુકિગ કરવા માટે કરવામાં આવે છે. મિલકત પરના આ લાભ પર કોઈ ટેક્સ નથી લાગતો. જો રૂપિયાનો ઉપર જણાવેલા નિયમ મુજબ ઉપયોગ કરવામાં આવે છે તો ત્રણ વર્ષ બાદ આ રકમ ટેક્સને પાત્ર ગણવામાં આવે છે.
આ પણ વાંચો :-