HomeGujaratચોમાસામાં ફરવા માટે આ જગ્યાઓ છે બેડ ચોઈસ, ભુલથી પણ આ સીઝનમાં...

ચોમાસામાં ફરવા માટે આ જગ્યાઓ છે બેડ ચોઈસ, ભુલથી પણ આ સીઝનમાં અહીંની ટ્રીપ પ્લાન ન કરતાં

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...
spot_img
  • ભારે વરસાદના કારણે ઘણા રાજ્યોમાં તબાહી મચી ગઈ છે. દિલ્હી મુંબઈ સહિતના શહેરોમાં વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ચોમાસા દરમિયાન ઘરની બહાર નીકળતી વખતે પણ વિશેષ સાવધાની રાખવી પડે છે.

ભારે વરસાદના કારણે ઘણા રાજ્યોમાં તબાહી મચી ગઈ છે. દિલ્હી મુંબઈ સહિતના શહેરોમાં વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ચોમાસા દરમિયાન ઘરની બહાર નીકળતી વખતે પણ વિશેષ સાવધાની રાખવી પડે છે તેવામાં જો ચોમાસા દરમિયાન આવતી રજાઓમાં તમે ફરવા જવાનું પ્લાન કરતા હોય તો ખાસ તકેદારી રાખવી જોઈએ.

ચોમાસા દરમિયાન એવી જગ્યાઓએ ફરવા જવાનું ટાળવું જોઈએ જ્યાં સામાન્ય રીતે ભારેથી અતિભારે વરસાદ વધારે પ્રમાણમાં થાય છે. જો તમે આવી જગ્યા ઉપર ફરવા જશો તો વરસાદના કારણે ફસાઈ શકો છો. આવી જ બે જગ્યાઓ છે જ્યાં ચોમાસા દરમિયાન ફરવા જવાનું ટાળવું જોઈએ. આ જગ્યાઓ છે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ ફરવા લાયક સ્થળોમાં સૌથી વધારે પ્રચલિત છે. જો તમે વર્ષ દરમિયાન યોગ્ય સિઝનમાં આ જગ્યાઓએ ફરવા જશો તો પ્રકૃતિનો આનંદ સારી રીતે માણી શકો છો. પરંતુ ચોમાસા દરમિયાન અહીં પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળે છે. આ બે જગ્યા પર ભારે વરસાદ અને લેન્સ સ્લાઈડ નું જોખમ હંમેશા રહે છે તેથી ચોમાસા દરમિયાન આ જગ્યા પર ફરવા જવાનું પ્લાનિંગ ન કરવું જોઈએ.

ઉત્તરાખંડમાં ચોમાસું 

ઉત્તરાખંડની ફરવા લાયક જગ્યાઓની વાત કરીએ તો નૈનીતાલ, મસૂરી, ચંબા જેવી જગ્યાઓ સૌથી વધુ લોકપ્રિય છે. પરંતુ ચોમાસા દરમિયાન ઉત્તરાખંડમાં ફરવા જવાનું ટાળવું જોઈએ. કારણ કે ઉત્તરાખંડમાં સામાન્ય રીતે ભારે વરસાદ સૌથી વધુ જોવા મળે છે. અહીં ચોમાસુ જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી ચાલે છે. અહીં સૌથી વધારે પર્વતીય વિસ્તાર અને નદીઓ છે. ભારે વરસાદના કારણે અહીં નદીઓમાં પૂર આવે છે અને સાથે જ લેન્ડ સ્લાઈડ નું જોખમ પણ રહે છે.

હિમાચલ પ્રદેશનો ખતરનાક વરસાદ :

ભૌગોલિક સ્થિતિ અનુસાર હિમાચલ પ્રદેશની કેટલીક જગ્યાઓ પણ એવી છે ચર્ચોમાસા દરમિયાન ભારે વરસાદ જોવા મળે છે. આ જગ્યાઓ એવી છે જે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ખાસ કરીને મનાલી, ધર્મશાલા, ડેલહાઉસી, શિમલા જેવી જગ્યામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ થાય છે. અહીં જૂઠી લઈને ઓગસ્ટ અને ઘણીવાર સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદ જોવા મળે છે. આવી સ્થિતિમાં આ જગ્યાઓ પર પણ ફરવા જવાનું ચોમાસા દરમિયાન પ્લાન ન કરવું જોઈએ.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories