HomeInternationalપ્રથમેશે તીરંદાજીમાં જીત્યો ગોલ્ડ મેડલ, આનંદ મહિન્દ્રા કહ્યું 'ઈન્ક્રેડિબલ' તો અનુપમ ખેરે...

પ્રથમેશે તીરંદાજીમાં જીત્યો ગોલ્ડ મેડલ, આનંદ મહિન્દ્રા કહ્યું ‘ઈન્ક્રેડિબલ’ તો અનુપમ ખેરે કર્યા વખાણ

Date:

Related stories

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...

૩ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: જાણો મંગળવારે મેષથી મીન રાશિ સુધીનો દિવસ કેવો રહેશે

​મેષ (Aries): રાશિ સ્વામી મંગળવારના પ્રભાવથી તમારા સાહસ, પુરુષાર્થ...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...
spot_img

Prathamesh wins gold medal  

  • 19 વર્ષીય તીરંદાજ પ્રથમેશ સમાધાન જાવકરે ગોલ્ડ મેડલ જીત્યો હે બાદ આનંદ મહિન્દ્રાએ ચેમ્પિયનનો વીડિયો શેર કર્યો તો એસએસ રાજામૌલી, અનુપમ ખેરે પણ પ્રથમેશ માટે પોસ્ટ કરી હતી.

ભારતના 19 વર્ષીય તીરંદાજ પ્રથમેશ (Prathamesh) સમાધાન જાવકરે નેધરલેન્ડના (The Netherlands) નંબર વન માઈક શ્લોસરને હરાવીને તીરંદાજી વર્લ્ડ કપ 2023માં પુરુષોના કમ્પાઉન્ડમાં સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જણાવી દઈએ કે આ પછી બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રાએ (Anand Mahindra) તેમની ભાવના અને હિંમતને સલામ કરી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને લખ્યું જસ્ટ ઈનક્રેડિબલ..

આનંદ મહિન્દ્રાએ ચેમ્પિયનનો વીડિયો શેર કર્યો  :

19 વર્ષીય પ્રથમેશ સમાધાન જાવકરનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે, જેને તેના કોચ સુધીરે  શેર કર્યો છે. આ વિડિયોને ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તેમના ટ્વિટર હેન્ડલ પર રીટવીટ કર્યો હતો અને લખ્યું હતું – એકદમ અવિશ્વસનીય, લાગે છે કે તેની પાસે સ્ટીલની નસો અને લેસર શાર્પ ફોકસ છે. જે તેને ચેમ્પિયન બનાવે છે. તમે સાચા છો સુધીર મેં આજ સુધી તેમના વિશે સાંભળ્યું ન હતું પણ હવે હું તેને ફોલો કરીશ. મને આશા છે કે તે સપ્ટેમ્બરમાં હર્મોસિલોમાં યોજાનારી ફાઈનલમાં પણ જીતશે.’

ભારતને તમારા પર ગર્વ છે પ્રથમેશ  :

આનંદ મહિન્દ્રાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જ્યાં નેટીઝન્સ તીરંદાજની હિંમતને સલામ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે હું આનંદ સર સાથે સહમત છું. આ પ્રતિભાશાળી યુવાન છોકરાએ અજાયબીઓ કરી બતાવી છે. એક યુઝરે લખ્યું, પ્રથમેશ તમારા પર ગર્વ છે ભારતને તમારા પર ગર્વ છે.’

પ્રથમેશે તીરંદાજી વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું :

ભારતીય તીરંદાજ પ્રથમેશ સમાધાને ફાઈનલમાં નેધરલેન્ડના નંબર વન માઇક શ્લોસરને 149-148થી હરાવીને પુરુષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેના સિવાય ભારતની અવનીત કૌરે પણ મહિલા વ્યક્તિગત કમ્પાઉન્ડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories